રુદ્રની રુહી... - ભાગ - 3 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ - 3

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 3

રુહી તેના ઘરે આવીને તેના માતાપિતાને આદિત્ય વીશે બધી જ વાત કરે છે.તેના માતાપિતા આ વાત સાંભળીને ખુબ જ ખુશ થાય છે.આટલા મોટા ઘરેથી રુહી માટે માંગુ આવ્યું તે જાણી તેમને અત્યંત આનંદ થયો.પછી તો બીજા જ દિવસે આદિત્ય તેના માતાપિતા સાથે આવે છે.તેમનો રૂવાબ અને ઠસ્સો જોઇને રુહીના માતાપિતા ચોંકે છે.તે રુહી માટે ઘણીબધી ગીફ્ટ્સ લાવે છે.

તેમને રુહી ખુબ જ પસંદ આવે છે.બન્નેના માતાપિતા આ સંબંધથી ખુબ ખુશ છે.આદિત્ય અને રુહીના લગ્ન લેવાઇ જાય છે.તે બન્ને પતિપત્ની બની જાય છે.લગ્નના રીસેપ્શનમાં રુહીનો ઠાઠ જોઇને કિરન ચોંકે છે.તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે.પણ રીતુને આ બધું દેખાડો લાગે છે.પોતાના અઢળક રૂપિયાને શો ઓફ કરવાનું માધ્યમ.

અંતે રીતુ અને કિરન નવદંપતીને અભિનંદન આપવા માટે સ્ટેજ પર જાય છે.ગુલાબી અને આસમાની કલરના સેલામાં,મોંધા ઘરેણામાં અને મોંઘા પાર્લરના મેકઅપના કારણે રુહીનો ઠસ્સો પડે છે.મોટા ઘરની વહુ હોવાની ચાડી ખાય છે.રીતુ અને કિરન તેને અભિનંદન આપે છે.રીતુ તેને સાઇડમાં લઇ જાય છે.

" કોન્ગ્રેચ્યુલેશન રુહી.તારું સપનું પુરું થયું.આજ પછી કદાચ હું તને નહીં મળી શકું કેમકે દેખાડો જે તારા સાસરીવાળા કરે છે તે હું નહી કરી શકું.અને આમપણ
મારા લગ્નની વાત ચાલી રહી છે.યુ.એસનો છોકરો છે.

આશા રાખુ છું. તું દુખી ના થાય.પણ અગર દુખી થાયને તો મને યાદ જરૂર કરજે કેમ કે મે તને ચેતવી હતી.છતાપણ તું ના માની.એક દિવસ આ આદિત્યનો અસલી ચહેરો તને જરૂર દેખાશે.ગુડબાય."રીતુ નારાજ થઇને જતી રહે છે.રુહીની આંખમાં આંસુ છે.આદિત્ય જોવે છે.

"છોડને સ્વીટ હાર્ટ.તે જલે છે તારી ખુશીઓથી.અને આમપણ આજે આપણી પહેલી રાત્રી છે.તું તેના વીશે વિચાર."

રુહી યાદો માંથી પાછી આવે છે.આજે સવારથી તેને પોતાના ભુતકાળની વાત યાદ આવે છે.કેમકે તેને આજે પોતાની સહેલી રીતુની યાદ આવે છે.તેને તેની સાથે ખુબ બધી વાતો કરવી છે.

રાત્રે જમવા માટે બધાં ડાઇનીંગ ટેબલ પર બેસેલા છે.આદિત્ય,આરુહ,રુહીના સાસુ-સસરા બધાં જમી રહ્યા છે.અને રુહી તેમને ગરમ ગરમ જમવાનું પિરસી રહી છે.

"આદિત્ય તું રાજસ્થાન જાય છે એક્સીબીશન માટે જાય છે.પરમદિવસે હું ને તારા પપ્પા હરિદ્વાર જઇ રહ્યા છે.એ પણ એક મહિના માટે.આખા ઘરની જવાબદારી રુહી એકલી કઇરીતે નીભાવશે?

અમને એમ હતું કે આ બધું તો તેને આવડતું જ હશેને.પણ એ તો નાજુક પદમણી છે.અમે પણ નહીં હોઇએ અને તું પણ નહીં હોય તો ઘરનું શું થશે?"આદિત્યની મમ્મી.

"હા તો મમ્મી હું તેના માટે મારું કામ છોડીને ઘરે બેસું?મારે ઘંઘો કરવાનો છે.તેને આગળ વધારવાનો છે.પપ્પાએ તો આવડી મોટી સોનાચાંદીની દુકાન છોડીને રીર્ટાયરમેન્ટ લઇ લીધું છે.હું એકલો કેટલે પહોંચુ.

મે તને કેટલી વાર કીધું છે મમ્મી શીખવાડી દે તેને બધું.નાખ તેના માથે જવાબદારી.પણ તારાથી આ બધું નથી છુટતુ." આદિત્ય તેની મમ્મીની વાતથી ચીડાય જાય છે.રુહી રસોડામાં ગરમ ગરમ ભાખરી બનાવી રહી છે.તેની આંખમાં આ સ‍ાંભળીને પાણી આવી જાય છે.તે ભાખરી લઇને બહાર આવે છે.

"રુહીબેટા આમાં રડવાનું શું? તને તો વાતે વાતે રડવુ આવી જાય છે.તને કોણ વઢે છે?આપણા ઘરમાં આટ આટલા નોકરો છે.રસોઇયો છે.તો પણ આખો દિવસ તું ફ્રી નથી થઇ શકતી.તું આ બધું સંભાળી નથી શકતી તે હકીકત છે."

"મમ્મી બસ કર હવે રુહી સંભાળી લેશે.તમે તમારી જવાની તૈયારી કરો."

"હા બેટા.અમારે એક મહિનો અનુષ્ઠાન છે.પછી મહાપુજા છે.તેમા આપણા ઘરના બધાંને આવવાનું છે."મમ્મી.

રુહીના પતિ એટલેકે આદિત્ય જમીને તેનો સામાન લઇને નિકળી જાય છે.તેની રાતની ટ્રેન છે રાજસ્થાનની.આરુહ પણ તેના રૂમમાં સુવા જતો રહે છે.રુહીના સાસુ સસરા પણ તેના રૂમમાં જતા રહે છે.રુહી કામ પતાવે છે.રાતના સમયે બધાં નોકરો તેમના ઘરે જતા રહે છે.કામ પતાવીને તે તેના રૂમમાં આવે છે.આજે તે રાહત અનુભવે છે થોડી આદિત્યના જવાથી.તે તેના પપ્પાને ફોન કરે છે.તેને ખબર છે કે આ સમયે તેના પપ્પા તેમના વાંચમાં વ્યસ્ત હોય છે.

" હેલો પપ્પા કેમ છો?"

"રુહી બેટા આટલી મોડી રાતે ફોન કર્યો બધું ઠીક તો છેને?"

રુહી રડવા લાગે છે.તેના પપ્પા તેને થોડીવાર રડવા દે છે.

"બેટા શું થયું? કેમ રડે છે? હવે મને ચિંતા થાય છે."

"કશું નહીં પપ્પા તમારી અને મમ્મીની બહુજ યાદ આવતી હતી.મમ્મી શું કરે છે?"

"ઓહ તો વાંધો નહીં.તારી મમ્મી તને તો ખબર જ હશેને દસ વાગ્યામાં તેના નસકોરા ચાલુ થઇ જાય છે.આદિત્ય અને આરુહ મજામાં?"

"હા પપ્પા આરુહ સુઇ ગયો છે.અને આદિત્ય રાજસ્થાન ગયાં છે."
"સારું બેટા તું પણ સુઇ જા હવે."

"હા પપ્પા ગુડ નાઇટ."રુહી જાણે તેમને ઘણુંબધુ કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી.

એક દિવસ પછી....

રુહીના સાસુ સસરાનો જવાનો દિવસ આવી ગયો છે.રુહીએ તેમના એક મહિનાનો જરૂર બધો સામન,થઇ શકે તેટલો પોતે ઘરે બનાવેલ સુકો નાસ્તો બધું જ પેક કરાવેલું છે.રુહી વિચારી રહી છે.

" હાશ.એક અઠવાડિયા માટે નીરાંત,થોડોક આરામ મળશે."તે તેની સહેલી કિરન અને તેના મમ્મી પપ્પાને મળવાનો પ્રોગામ પણ બનાવી દે છે.તેના ચહેરા પર રાહત છે.

રુહી આ બધાં વિચારોમાં હોય છે.ત્યાં કોઇનું આગમન થાય છે.ડિઝાઇનર સાડી,મોંઘા ઘરેણા અને ચહેરા પર મેકઅપના થથેડા.ત્રીસ વર્ષની સ્ત્રી અંદર આવે છે.

"અદીતી મારી દિકરી આવ."

આ છે અદીતી રુહીની નણંદ.જે તેના જ શહેરમાં રહે છે.સ્વભાવથી એક નંબરની આળસુ અને કામચોર.જેને માત્ર ઓર્ડર છોડતા આવડે છે.અને પુરો દિવસ સોશિયલ મીડિયા અને કીટીપાર્ટીમાં બીઝી હોય છે.
તેને જોઇને રુહીનો ચહેરો ફિક્કો પડે છે.

"અદીતીબેન કેમ છો?"

"બસ મજામાં ભાભી ગાડીમાં મારો સામાન છે.તેને મારા રૂમમાં મુકાવી દોને."રુહીને આશ્ચર્ય થાય છે.

"હા રુહી બેટા.તું એકલી આ જવાબદારી સંભાળી નહીં શકે.અમને તારી અને ઘરની ચિંતા થતી હતી.તો અદીતીને બોલાવી લીધી.તેના માથે પણ તેના ઘરની અને કામની જવાબદારી હોય તો પણ બિચારી તરત જ આવી ગઇ મે એક વાર બોલાવીને."

"ઓહ."

રુહીને આઘાત લાગે છે.તેણે જે પણ વિચાર્યું હતું.તેનું સદંતર ઊંધુ થાય છે.હવે આ એક મહિનો તેણે આરામના કોઇ પણ ચાન્સ નથી.તેની નણંદ તેને મદદ કરવા આવી છે કે કામ વધારવા તે રુહી સારી રીતે જાણે છે.

* * *

રુદ્ર કાકા સાહેબની વાત સાંભળીને નારાજ છે.અને તે આઘાતમાં છે.કેમકે બધાં ખેડૂતો પણ તેમની આ વાતમાં આવીને તેને દગો આપી બેઠાં.તેણે આ સપનામાં પણ નહતું વિચાર્યું.

રુદ્રની ઘણીબધી જમીનછે તેના પર તે ઓર્ગેનિક ખેતી કરાવે છે.અને તેમાંથી મળતા અનાજ કઠોળ અને ફળોને તે દેશવિદેશમાં એક્સપોર્ટ કરાવે છે.તે જ તેનો બિઝનેસ છે.

કાકાસાહેબની આ હરકતથી તેને ભારે નુકશાન થયું છે.તેમાંથી કઇરીતે બહાર આવવું તે વિચારી રહ્યો છે.તેટલાંમાં કોઇ ચોર પગલે દાખલ થાય છે.

લાંબો,મીડીયમ બાંધો,રંગ ઘઉંવર્ણો સાદા પેન્ટ અને શર્ટ પહેરેલી વ્યક્તિ ઘરમાં ધીમેધીમે દાખલ થાય છે.તે જોવે છે કે રસોડામાં કોઇ નથી તો તે રસોડામાં જાય છે અને એક ધારદાર ચપ્પુ લે છે.અને રુદ્રના ઘરમાં તેની જે ઓફિસ છે.તે તરફ આગળ વધે છે.

રુદ્રની ઓફિસનો દરવાજો ધીમેથી ખોલી ત્યાં દાખલ થાય છે.રુદ્ર વિચારોમાં ખોવાયેલો છે.તે દરવાજાથી ઊંધી તરફ ફરીને બારીની બહાર જોઇ રહ્યો છે.તે વ્યક્તિ તેના હાથમાંના ચાકુની પકડ મજબુત બનાવે છે.તે ચોરપગલે રુદ્ર તરફ આગળ વધે છે.તે એક હાથેથી રુદ્રના મોઢાં પર હાથ મુકે છે અને બીજા હાથથી તે ચાકુને તેના ગળા પર ફેરવે છે.

રુહીની નણંદ તેના જીવનમાં શું નવા તોફાનો લાવશે?
શું રુદ્ર પોતાની જાતને બચાવી શકશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Appy Shingala

Appy Shingala 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા

Minal Sevak

Minal Sevak 1 વર્ષ પહેલા