જીવનભરની યાદો Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનભરની યાદો

હેમાલી ખૂબ જ શાંત સ્વભાવની હતી.ના ના પણ એ પહેલા આટલી શાંત ન હતી.પહેલા તો હેમાલી એક હસતી, રમતી બધા જોડે મજાક કરતી એક અલ્લડ છોકરી હતી.પણ ધીરે ધીરે જીવનમાં એક પછી એક એવી ઘટના બની જેને કારણે એ એક શાંત છોકરી બની ગઈ.

હેમાલી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી.એટલે તમામ પ્રોફેસરોની એ લાડકી.કૉલેજમા બધા જ એને ઓળખે.

હેમાલી જ્યારે કૉલેજનાં પહેલા વર્ષમાં આવી ત્યારે એની માતાનું મૃત્યુ થઈ ગયુ. પછી થોડા સમય પછી એના પપ્પા એ બીજા લગ્ન કર્યા.હેમાલી એ લગ્નથી ખુશ જ હતી પણ નવી આવેલી હેમાલીની માં ખૂબ જ ખતરનાક હતી. હેમાલી પાસે ઘરનું બધુ જ કામ કરાવે.અભ્યાસમાં પણ પુરતું ધ્યાન ન આપવા દે. ચોવીસ કલાક હેમાલીને કઈક ને કઈક બોલ્યા જ કરે.આ બધુ જોઈ જોઈ ને હેમાલી ખૂબ જ શાંત થઈ ગઈ હતી.

આમ હેમાલી એક સંઘર્ષની જિંદગી જીવી રહી હતી.પરિસ્થિતિએ એને માનસિક અને શારિરીક રીતે શાંત કરી દીધી હતી.પણ હેમાલી કાઈ આમ જ હિંમત હારે એમ ન હતી.અનેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હેમાલીએ એનું ભણવાનું છોડ્યું ન હતુ.અને એને પી.ટી.સી નો અભ્યાસ પુર્ણ કર્યો.

હેમાલીએ જ્યારે પી.ટી. સી માં એડમિશન લીધુ ત્યારે તે 17 વર્ષની હતી.જ્યારે એને કૉલેજમાં એડમિશન લીધુ ત્યારેજ કૉલેજમાં એક નવા પ્રોફેસર પણ આવ્યાં હતાં.એમનું નામ હતુ પિયુષ.દેખાવે ખુબ જ આકર્ષક હતાં એ. કૉલેજની બધી છોકરીઓ પ્રોફેસર પોતાની જાન આપવા માટે તૈયાર હતી.પ્રોફેસરને જોઈને છોકરાઓને ખૂબ જ જલન થતી.કેમ કે છોકરીઓ જેટલો ભાવ છોકરાઓને ન આપતી એટલો જ ભાવ તેઓ પ્રોફેસર પિયુષને આપતી હતી.

એક દિવસ પ્રો.પિયુષનો પિરિયડ હતો અને તેઓ ગુજરાતીમાં પ્રેમ વિશે ભણાવી રહ્યાં હતાં.ત્યારે હેમાલી
એમનાં વિચારોમાં ખોવાઈ ગઈ. પ્રો.પિયુષનું ધ્યાન હેમાલી તરફ ગયુ. તો હેમાલી એકલી એકલી હસી રહી હતી.

પ્રો.પિયુષને ગુસ્સો આવ્યો એટલે એને હેમાલી જોશથી બુમ પાડી.

મિસ.હેમાલી ક્યાં ધ્યાન છે તારુ.

હા પિયુષ બોલ ને.

હેમાલીનાં મુખમાંથી અનાયાસે આ શબ્દો નીકળી ગયા.કેમ કે એ પ્રો.પિયુષનાં ધ્યાનમાં જ ખોવાયેલી હતી.

હેમાલીને સાંભળીને ક્લાસમાં બધા જ જોર જોરથી હસવા લાગ્યા.

આ બધુ જોઈ હેમાલી ખૂબ જ શરમાઈ ગઈ હતી.

આવુ સાંભળી પ્રો.પિયુષ પણ થોડા અસમંજસમાં મુકાઈ ગયા હતાં.

હવે તો હેમાલીનું આ રોજનું થઈ ગયુ હતુ બસ એ તો પ્રો.પિયુષ એને જયાં પણ દેખાય ત્યાં એમને એ જોયા જ કરતી.ક્યારેય કશુ બોલતી નહી પણ મૌન રહી ઘણુ બધુ કહી જતી.

કૉલેજમાં બધા જ એને પ્રોફેસરની દીવાની કહેતાં.પણ એને તો કોઈની કોઈ પરવાહ જ ન હતી. બસ એ તો પ્રોફેસર ને પ્રેમ કરવા લાગી હતી.

આમ જ પી.ટી. સી નાં બે વર્ષ પુર્ણ થઈ ગયા હતાં.પરીક્ષાનો સમય હતો.ત્યારે હેમાલીને થયુ હતુ કે મારે મારા પ્રેમનો ઇઝહાર કરી દેવો જોઈએ.જો હુ ના કરીશ તો મારો પ્રથમ લવ મને ક્યારેય ન મળશે.આવુ વિચારી એ પ્રોફેસરને મળવાનું વિચારે છે.

સર મારે તમને કઈક કહેવું છે.શુ તમે મને આજે કોફી
શોપમાં મળશો.

સારુ હેમાલી તુ મારી કોફીશોપ પર વેઈટ કરજે હુ ત્યાં આવી જઈશ.

પ્રો.પિયુષ કોફીશોપ પર પહોંચે છે જયાં હેમાલી પહેલેથી જ હેમાલી ત્યાં બેઠી હોય છે.

બોલ હેમાલી શુ વાત કરવી છે તને.

સર આ વાત તો મારે તમને ઘણા સમયથી કરવી હતી. પણ હુ બોલી ન શકી.જો હુ આજે આ વાત તમને નાં કરુ તો હુ આ વાત તમને ક્યારેય નાં કરી શકુ.આટલી મોટી વાત હુ મારા જીવનમાં દબાવીને ન રાખી શકુ.

સારુ બોલ હેમાલી એવી શુ વાત છે.

સર જ્યારથી મે તમને પહેલી વાર જોયા છે ત્યારથી હુ તમને મારુ દિલ આપી ચૂકી છું.જાણુ છું આ પ્રેમ એકતરફી છે.પણ તમે મારો પ્રથમ પ્રેમ છો એટલે આજે આ વાત તમને કહ્યાં વગર ન રહી શકી.જો ન કહુ તો આખી જિંદગી મારા મનમાં આ વાત લઈને જીવવું પડતે.

હુ જાણુ છું કે ગુરુ અને શિષ્ય વચ્ચે આ સંબંધ શકય નથી. પણ હુ શુ કરુ.આ તો પ્રેમ છે.બસ થઈ ગયો. પ્રેમ ક્યાં કઈ જોય છે કે સામેનું પાત્ર કોણ છે. એ તો બસ થઈ જાય છે. એટલે જ તો પ્રેમને અંધ કહેવામાં આવ્યો છે.

હેમાલી તને શુ લાગે છે આ વાતની મને ખબર ન હતી.મને આ વાતની ખબર ત્યારે થઈ હતી જ્યારે તુ આખા કલાસની વચ્ચે મારુ નામ બોલી હતી.પણ હેમાલી મે તને ક્યારેય એ નજરથી જોય જ નથી. હા પણ તારા પ્રત્યે મને લાગણી ચોક્કસ છે.એને કારણે જ આજે તારા કહેવા પર હુ અહિ તને મળવા આવ્યો છુ.

હેમાલી મારી સગાઈ થઈ ગઈ છે અને આ વેકેશનમાં મારા લગ્ન પણ લેવાઈ ગયા છે.એટલે મારી વાત માન તો કોઈ સારો છોકરો અને સારુ ઘર જોઈને પરણી જા.બાકી બીજુ તો હુ તને કઈ કહી ન શકુ.

ત્યારપછી હેમાલી ક્યારેય પ્રો.પિયુષને મળી નથી. પણ હા પ્રો.પિયુષે આપેલી પેન એને આજે પણ એનાં પહેલા પ્રેમની જીવનભરની યાદ બનાવીને કબાટનાં એક ખૂણામાં સાચવીને રાખી છે.જે વર્ષમાં એક બે વાર હેમાલીનાં હાથમાં આવી જાય છે જે એને એની જીવનભરની યાદ અપાવી જાય છે.

આજે હેમાલી તિજોરી સાફ કરી રહી હોય છે ત્યારે એનાં હાથમાં આવી જાય છે એટલે એની યાદ ફરી પાછી તાજા થઈ ગઈ.

ભૂતકાળ યાદ કરતા કરતા હેમાલીને યાદ આવ્યુ કે આજે સ્કુલમાં એક સર સેમિનાર આપવા આવવાના છે.જેની માટે એનાં આવકાર આપવા માટે સ્પીચ તૈયાર કરવાની હોય છે.સ્પીચ તૈયાર કરતા નામ વાંચીને તેં ચોકી જાય છે.પ્રો.પિયુષ?

નામ વાંચીને હેમાલી ને ફરી પાછી જીવનની યાદ આવી
જાય છે.

રાજેશ્વરી