"શુ થયુ કેમ આજે ચુપ ચાપ ?"
"હુ ગઇ કાલે કૉલેજ જવા નીકળેલો અને..."
"અને..?"
"અને.... બસ સ્ટેન્ડ પર મે..."
"બસ સ્ટેન્ડ પર તે ....?"
"મે કોઈ...."
"તે કોઈ......?"
"એકદમ અલગ અલગ જ કોઇક ને....."
"એટ્લે....?"
"બાકી બધાં કૉલેજ જવા આવનારી બસની રાહ જોઇ ઉભા હતાં છત્રી નીચે."
"અને તુ ?"
"હુ નહીં , બાકી બધાં છત્રી ખુલ્લી કરીને ઉભા હતાં કે જેથી ભીના થઇને કૉલેજ નાં જવું પડે."
"અરે , અને તારી પાસે છત્રી નહતી એમ ?"
"હુ છત્રી હોવાં છતાંય પણ ભીંજાઇને જ ઉભો હતો , પણ ફર્ક એટલો હતો કે બાકી બધાં વરસાદમાં પલળતા હતાં અને હુ...."
"તુ...?"
"હુ પલળી નહતો રહ્યો."
"તુ વાત ગોળ ગોળ નાં ફેરવ , સીધે સીધું કે કે શુ કર્યું હતુ તે સવારે ?"
"હુ પલળી નહતો રહ્યો , હુ કોઈને ભીંજાવતાં જોઇ રહ્યો હતો."
"તુ..? કોને જોઇ રહ્યો હતો તું ?"
"હુ ભીંજાવાંનાં ડરથી નાં ડરનાર કોઈને જોઇ રહ્યો હતો "
"કોઈ ? તુ આટલું ધ્યાનથી જોઇ રહ્યો હતો એનો મતલબ એ છોકરી જ હોવી જોઈએ"
"એ હવે માત્ર 'કોઈ' નથી રહી."
"તો ? હવે એ શુ બની ગઇ છે?"
"એ હવે ક્યાંક કોઈ કોઇનાં નાનકડાં ઘરની માલિક બની ચૂકી છે."
"આટલી નાની ઉંમરે?"
"એ ઘરમાં રાજ કરવા માટે એને ઉમરની જરુર નથી."
"એવું કયુ ઘર છે?"
"છે ઍક ઘર...."
"મે જોયું છે?"
"એ મને શુ ખબર ? તે જોયું હોય તો તને જ ખબર હોય ને."
"પણ કહે તો ખરાં કે કયું ઘર ?"
"સાચું કહું તો એ ઍક ઘર નહીં ,આખી ઍક અલગ જ દુનિયા હશે ઍની"
"એવી કઇ દુનિયા ઍની?"
"એ જ કે જે અત્યાર સુધી તો ફક્ત મારી જ હતી."
"અને હવે ....?"
"હવે એને આપી દેવાની પુરે પુરી ઇચ્છા થઈ રહી છે."
"તો દઇ જો એને .....પણ એવી તે કઇ દુનિયા વળી..?"
"મારૂ એનાં વગર અધૂરું જ ધડકતુ અને એકલું એકલું જ ફરતું એવું આ નાજુક હ્ર્દય "
"આ શુ વળી ?"
"આ જ છે એ દુનિયા , મારૂ હ્ર્દય કે જે હુ એને આપવા ઇચ્છીશ."
"પહેલા એ તો ખાતરી કરી લે કે એને તારું હ્ર્દય લેવામાં કોઈ રસ છે કે નહીં?"
"ઍની કોને પરવા કરે છે?"
"તો ...?"
"મને ઍની જોડે પ્રેમ થઈ જાય તો એને મારી જોડે પ્રેમ કેમ નાં થાય?"
"અરે...રે , શુ તને ફરી પ્રેમ થઈ જવાનું ભૂત ઉપડ્યું છે?"
"તુ ભૂત કહીને આખી વાતનું અપમાન કર નહીં"
"અપમાન....? તને દીવસમાં કેટલી વાર પ્રેમ થાય છે આવા?"
"આખી દુનિયા ફરી લીધી , પણ આવો પ્રેમ ક્યાંય શકય નથી."
"તું જાણે જ છે શુ એ છોકરી વિશે ?"
"જાણવું જરુરી જ છે?"
"તારી મરજી , તારે પ્રેમ કરવો છે ઍની જોડે.અને પ્રેમ કરવા જાણવું તો જરૂરી હોય પણ ખરું."
"એમ તો હુ ઘણુ બધુ જાણું છું એનાં વિશે."
"ઠીક , તો મને કહે કે તને એનામાં શુ જોઈને પ્રેમ થયો તને ?"
"એનાં જેવું કોઈ નિર્દોષ ખુબસુરત નથી."
"બીજુ ?"
"એનાં જેટલું સહજ સુંદર નથી કોઈ."
"બીજુ ?"
"એનાં જેટલી નવીન દેખાવડી બીજી કોઈ નથી."
" હુ પણ નહીં?"
"અરે , ક્યા એ ,અને ક્યા તુ ? તુ મારો મૂડ નાં બગાડ.એનાં વિશે સાંભળ ખાલી."
"કહે , હુ નહીં સાંભળું તો બીજુ કોણ સાંભળશે તને?"
"ધન્યવાદ , હવે હુ કાંઇ કહું એનાં વિશે....?"
"હા......એનાં જેવડી દેખાવડી કોઈ નહતી બીજી , હુ પણ નહીં."
"માત્ર તુ જ નહીં , એનાં જેવડી રુપવાન તો ખુદ અપ્સરાઓ પણ નહીં હોય."
"પરીઓ પણ નહીં?"
"અરે ,એમની શુ વિસાત ?"
"ઓહો હો...એટલી સુંદર?"
"અવર્ણનીય , અદ્ભૂત , અત્યંત સુંદર , સુંદરતાને જેનાં પાઠ કરવા પડે એટલી સુંદરતા એનાં અંશ અંશમાં સમાયેલી હતી."
"તુ એનામાં ને એનામાં પાગલ થઈ જઈશ અથવા તો કવિ જ થઈ જઈશ."
"અરે , તે એને જોઇ નથી એટ્લે તને એવું લાગે છે.જો તુ એને ઍક વાર જોઇ લઈશ તો..."
"તો....?"
"તું મનો મન જ પસ્તાઈશ કે ભગવાને તને એટલી ખુબસુરત કેમ નાં બનાવી"
"ગપ્પાં , મારા કરતાં તો એ ખુબસુરત હોઇ જ નાં શકે."
"તારી અને ઍની સરખામણી જ શકય નથી."
"હા , ક્યા હુ અને.....કેવી હશે એ..?"
"તને હુ ક્યારથી ઓળખું છું ?"
"નાનપણ થી. કેમ?"
"તો ભી મે કદી તારા વખાણ કર્યા ?"
"નાં.....જરાક અમથા પણ નહીં."
"એને ઍક વાર જ જોઇ છે....છતાંય હુ એનાં વિશે આટલું કહું છે..તુ જ વિચાર."
"એવું? તો..આટલાં જ હતાં એનાં વખાણ?"
"તારે એનાં વખાણ જ સાંભળવા છે?"
"હા , હુ પણ તો સાંભળું કે કેવી છે એ તમારી....."
"મારી.....?"
"તમારી......જવા દે. તુ એનાં વખાણ કર.."
"એનો ચેહરો એટલો સુંદર છે કે ખુદ વરસાદ પણ વિચારી વિચારીને વરસતો હતો....."
"વિચારતો હતો કે સવાર સવારે આ કેવું વિચિત્ર મોઢું જોઇ લીધુ."
"વેરી ફની..., એ વિચારતો હતો કે ઍની હાજરીમાં હુ વરસીશ તો મને કોણ જોશે?"
"પણ લોકોએ તો વરસાદને જ જોયો ને...?"
"પણ મે તો એને જ જોઈને"
"પણ તને વરસાદની હાજરી તો ખબર જ હતી ને..."
"મને એનાં પર પડતો હતો એ જ વરસાદ યાદ છે."
"ભલે , કાંઇ બીજુ કહે એનાં વિશે.કાંઇ ખાસ."
"અરે ખાસ તો, તુ આવે એને જોવા એટ્લે ઍની આંખો જોજે "
"કેમ ? લાલ બટાકા જેવી છે?"
"અરે , ઍની બન્ને આંખો મોતી જેટલી સુંદર છે.આંખોને શોભા પુરી પાડવા મૃગીણી જેવી ભ્રમર છે એની."
"બીજુ ? એની આંખો શોભાયમાન કરવા એ મારી જેમ કાંઇ..... "
"એની આંખોને તારી જેમ શણગારવાની કાંઇ જરુર જ નથી , છતાંય એને કાલે બન્ને આંખોએ હળવો એવો કાજલ લગાવ્યો હતો.બન્ને આંખો નીચેથી કાજલ પણ એની આંખોની સુંદરતા જોવા વલખાં મારી રહ્યો હતો."
"અને ....બીજુ ? કોઈ પણ એવાં જ વલખાં કરી રહ્યુ હતુ....."
"તુ જોકરની ભૂમિકા નાં ભજવ.."
"વરસાદમાં કાજલ કેવો ડરામણો થઈ ગયો હશે નહીં ?"
"બમ્બે બમ્બા નહતો પડતો...ઝીણા છાંટા પડતાં જ હતાં."
"તુ એકલો જ એને જોવા વલખાં કરી રહ્યો હતો ?"
"નાં ,એનાં માથેથી વાળની ઍક લટ પણ વારે ઘડીએ એનાં ચેહરા પર જાણી જોઈને જ આવી જતી હતી."
"એ પણ મારી જેમ લટ રાખે છે....?"
"ક્યા તારા વાળનાં ગૂંચળા અને ક્યા ઍની એ સરસ મજાની જીવ અધ્ધર કરી દેતી ચેહરા આગળ આવી જતી ઍની એ લટ,તને તો ચાંપલી ખુદનાં જ વખાણ સૂઝે છે."
"હા , બોલ તુ એનાં વિશે હજુ બીજુ....."
"કેમ તને ઈર્ષ્યા આવે છે..?"
"તુ બોલ.....હુ સાંભળું જ છું."
"એનાં ચેહરા વિશે સાંભળીશ ?"
"હા , હુ બધુ જ સાંભળી રહી છું.મને ક્યા કદી ઈર્ષ્યા આવે છે?"
"સાંભળ , એનો ચેહરો એટ્લે કોઈ કવિને ગાંડા કરી મુકે, કોઈ ઉગતા ચંદ્રને શરમાવી દે, કોઈ મોર જાણે પાંખો ફેલાવીને...."
"બસ બસ , બહુ થયુ.."
"તને ઈર્ષ્યા આવતી હોય તો આપણે એનાં વખાણનો કાર્યક્રમ રેહવા દઈએ અને તારા વખાણનો પ્રોગ્રામ ગોઠઈએ."
"મને કહે કે , તને એવું તો શુ થયુ છે આજે કે તું સાવ આવી વાતો કરે છે?"
"મે એને જોઇ લીધી છે."
"તે એનો ચેહરો જોયો અને તું એને પ્રેમ કરી બેઠ્યો?"
"ચેહરો તો એનો કેટલીય વાર જોયો હતો, મે કાલે જ એને જોઇ હતી."
"ગઇ કાલે જ જોઇ એને ?"
"અરે , એને તો હુ રોજે રોજ જોઉં છું...."
"એ રોજે રોજ આવે છે બસ સ્ટેન્ડ?"
"હા, એ રોજે રોજ આવે છે...અને રોજ મને મળે પણ છે."
"આજે આવી હતી?"
"હા , આજે પણ આવી હતી."
"તો ......જા ને તુ અહિયાં થી... હવે ઍની જોડે જ જઇને પડી રહેજે."
"મે કહ્યુ તો ખરું કે , એને પણ પ્રેમ થઈ શકે ...પણ....."
"હા , હજુ એને તો તારી જોડે પ્રેમ થયો કે નહીં એ તો તને ખબર જ નથી."
"હા , વાત હજી અડધી જ થઈ છે."
"અરે , એને અડધી નાં કહેવાય.."
"હુ રાજી એ અડધું અને....એ રાજી એટ્લે આખું પુરુ."
"એ રાજી....પછી તારા ઘરવાળા રાજી...પછી એનાં ઘરવાળા રાજી...પછી.... આખું પુરુ કહેવાય."
"એ બધાની ચિંતા નાં કર તું , મારા ઘરવાળા રાજી..."
"તે એમને કહી ભી દીધું?"
"હા ,મે જ્યારે એને જોઇ ત્યારે જ એને ઘરે બતાવી દીધી.અને ....મારા ઘરવાળા ત્યારથી જ રાજી."
"અરેરે....બહુ પહોંચેલી માયા છે તુ તો..."
"આભાર...."
"છોકરીનું તો આવી જ બન્યુ...તારી જેવી અઘરી આઈટમ જોડે આખી જીંદગી...."
"કેમ ? તને એમ લાગે છે કે હુ એને લાયક નહીં હોઉં ?"
"નાં , નક્કી એ પણ તારી જેવી અઘરી ઉબેટ જ હશે."
"સાંભળ , ઍક કામ કરવાનું છે તારે..."
"મારે....? નાં બાબા નાં , હુ કાંઇ નહીં કરૂ"
"તારે કરવું પડશે"
"હુ નથી કરવાની....."
"મારા ખાતર...."
"બોલ.."
"તારે જઇને એને...."
"એને.....નો નો, હુ નહીં..."
"હા , તુ જ ...."
"હુ એને જઇને તારા માટે...?"
"હા , જો તુ મારી ડાહી ડાહી પાકી ભાઈબંધ..."
"ઓય...."
"ઓકે , બેસ્ટ ફ્રેન્ડ...બસ..."
"હુ જઇને તારા માટે તારા તરફ થી એને.....?"
"હા , મારા તરફથી તારે એને પ્રપોઝ કરવાનું."
"એ કેવું લાગે?"
"જેવું લાગવું હોય એવું લાગે "
"નાં , તુ પ્રેમ કરે છે , તો તુ જ કર એને પ્રપોઝ. હુ શુ કામ કરુ?"
"તું મારી ફ્રેન્ડ છે. એટ્લે...."
"તો શુ ફ્રેન્ડ છું એટ્લે હુ એને પ્રપોઝ કરી આપુ ? કોઈ શુ કહેશે ? હુ ઍક છોકરી છું"
"તો?"
"તો એમ કે , ઍક છોકરી કોઈ બીજી છોકરીને પ્રપોઝ કરે તો સમાજ ઊંધું સમજે."
"કોઈ કાંઇ નહીં સમજે."
"તુ કરીશ કે નહીં ?"
"નાં "
"જો એવું નાં કર..."
"તુ આ કામ બીજા કોઈને કે"
"તને ખબર જ છે કે જેટલું તુ મને જાણે છે એટલું બીજુ કોઈ નથી જાણતું.."
"તો..?"
"મે આ વાત કોઈ બીજાને કહી નથી.."
"તો હુ શુ કરુ ?"
"તુ મારા વતી એને પ્રપોઝ કર.."
"હુ એવું કાંઇ નથી કરવાની.તું ઍક કામ કર....."
"બોલ...હુ તો તારું બધુ કામ કરુ જ છું."
"બહુ ડાહ્યો...તારું જ કામ છે , સાંભળ હવે... તુ એને લેટર લખી દે અને..."
"અને...."
"કાંઇ નહીં.."
"ઓકે , હુ લેટર લખી પણ દઉં પણ એને આપવા તારે જ જવું પડશે.."
"એટ્લે જ મે આખું વાક્ય પુરુ નહતુ કર્યું..કે તુ લેટર લખી દે અને કોઇક ને મોકલ કે જે લેટર એને પહોંચાડી શકે."
"તુ લેટર આપવા જવાં બેસ્ટ છે."
"કેમ ?"
"ભૂલી ગઇ ? તુ ઍક છોકરી છે ને."
"તો......?"
"તો... તુ એને લેટર તો આપી જ શકે."
"હુ એવું કાંઇ આપવા નથી જવાની.."
"જો બકા....હુ એને ખરો પ્રેમ કરુ છું.અને જો અમારું કાઈ નાં થયુ તો એનું કારણ હશે તું...?"
"હુ ?"
"હા , તું....જ"
"કેમ હુ જ ? હજી એનાં ઘરવાળાને ક્યા ખબર છે? એમને ક્યાંક મંજુર નહીં હોય તો....? હુ કેમ?"
"તુ બહાના નાં બનાવ...બધુ રેડી જ છે...એનાં અને મારા પપ્પા પહેલેથી દોસ્ત છે.અને એ બન્ને પણ એમ જ વિચારે છે કે અમારાં બન્નેનાં લગ્ન થઈ જાય તો સારુ."
"તે તો લગ્નનું પણ વિચારી રાખ્યું છે એમ ને.."
"અને .. તુ મારી મદદ કરવા તૈયાર નથી.."
"તારા પપ્પા તારા થનાર સસરાનાં દોસ્ત જ છે એમ......સરસ."
"હા , આ લગ્ન થઈ જશે તો અમારાં સંતાનો તને કેટલાય આશિર્વાદ આપશે...."
"પણ મારે કોઇના આશિર્વાદ નથી જોઈતા.....હુ એવું કાંઇ કરવાની નથી.."
"કેમ ?"
"કેમ કે......"
"કેમ કે....? કેમ અટકી જ ગઇ....?"
"કાંઇ નહીં , હુ તારી દોસ્ત છું....."
"એટ્લે જ તો તને કહું છે....કે પ્લીઝ મને આટલું કરી આપ....."
"હુ કેમ કરુ ?"
"અરે , તુ બીમાર હતી અને એસાઈમેન્ટ સબમીટ કરાવવાના હતાં ત્યારે કોણે લખી આપેલા..?"
"તે ધાર મારી.....?"
"હા જ તો.... ખબર છે ઍક દીવસ એકલી એકલી ઘરથી દૂર ખોવાઇ ગયેલી....ત્યારે મારો ફોન નંબર નાં હોત તો..?"
"તો ઓટો કરી લેત..."
"ભૂલી ગઇ ....મને ફોન કરેલો અને પાછી કહે કે , મને લેવા આવ....."
"બહુ બેલેન્સ નહતું ફોનમાં.."
"પણ એડ્રેસ તો કીધું નહતું....છતાંય તને લેવા કોણ આવેલુ....?"
"તું આવેલો....પણ એમાં તારી જ ભુલ હતી."
"તુ ખોવાઇ ગઇ એમા પણ મારી ભુલ ?"
"હુ તારા ઘરે જવા જ નીકળી હતી...પણ તે સરખું એડ્રેસ આપ્યું જ નહતું....."
" તે એડ્રેસ માંગેલું?"
"મારે તને સરપ્રાઈઝ આપવી હતી..."
"તે તુ ખોવાઇ ગઇ અને તારા આખા પરિવારને મળી ગઇ હતી સરપ્રાઈઝ...."
"તુ થોડો કાંઇ ઓછો છે..?"
"કેમ ?"
"મને શોધવામાં કેટલી બધી વાર કરેલી...?"
"મે તને ખોવાઇને પરિવારથી દુર થતા બચાવી અને........"
"અને....?"
"અને.... તુ મારૂ ઍક નાનકડું કામ પણ નથી કરી શકતી..."
"નાનકડું ...?"
"હા , એને જઇને પ્રપોઝ જ તો કરવાનું છે ને..."
"હા , તો તુ કરી દે ને..."
"તું નઈ જ કરે ને...?"
"તને બીક લાગે છે ?"
"નહીં...પણ તને પ્રોબ્લમ શુ છે એને જઇને કહેવામાં?"
"તુ નહીં સમજે..."
"તો સમજાય મને..."
"તું નાનકડાં કીકા જેવું નાં કર.."
"મારે એવું જ કરવું છે....તુ મને સમજાવ..."
"તને ખબર તો છે કે કૉલેજનાં પહેલા દીવસથી જ......"
"પહેલા જ દીવસથી શુ ?આગળ તો બોલ....."
"પહેલા જ દીવસથી આપડે બન્ને જોડે જ જઇએ છીએ , જોડે જ ભણીએ છીએ , જોડે જ ફરીએ છીએ...."
"કૉલેજથી નહીં , આપડે બન્ને સ્કુલથી જોડે જ રહીએ છીએ.....તો એનું શુ છે?"
"જે છે એ એજ છે ને....."
"એટ્લે ...?"
"એટ્લે એમ કે......બધાં કૉલેજમાં મને તારી...."
"તને મારી....?"
"મને તારી........."
"હા , બોલ....તને ....?"
"પાગલ...તને કોઈ દીવસ મનમાં એવું નાં થયુ કે તને બીજી કોઈ છોકરી કેમ ઉંચી નજરે જોતી નહતી...?"
"નાં , મને કોઈ દીવસ એવું નાં થયુ . કેમ ? મને થવું જોઈએ ?"
"બધાં મને તારી ગર્લફ્રેન્ડ સમજતા હતાં......એટ્લે...."
"ઓહ , એટ્લે કોઈ છોકરી......"
"હા , એટ્લે....."
"અરેરે......તું.....?....અને એ પણ મારી.....?"
"હા , હુ નહીં લોકો એવું સમજતાં હતાં એમાં હુ પણ શુ કરુ....."
"તારે મને પહેલા જ કહેવું જોઈએ ને.."
"કેમ ?"
"કેમ એટ્લે...?"
"કહેત તો મારાથી દુર ચાલ્યો જાત...?"
"અરે , પાગલ. હુ લોકોને સમજાવત કે એવું કાંઇ નહતું એમ..."
"નહતું...?"
"એટ્લે કે નથી એમ...."
"નથી એ તો હુ પણ જાણું છું...ખબર છે મને કે......વી આર જસ્ટ ફ્રેન્ડ્સ.....પણ દુનિયાને કોણ સમજાવે?"
"હવે એમને સમજાવાની જરુર જ ક્યા છે? પેલી આવી ગઇ છે ને મારી જીંદગીમાં.."
"હા ,આપડી વાતોમાં તો હુ તો બે ઘડી એને ભૂલી જ ગઈ..."
"હુ નથી ભૂલવાનો ને એમ એને કોઈ ઘડી..."
"એ તો મને ખબર પડી ગઈ છે હવે...."
"તુ ભલે એને જઇને મારા વતી પ્રપોઝ નાં કરે પણ કાંઇક આઈડિયા તો બતાવ એને પ્રપોઝ કરવાનો."
"લોકો તરફથી કહેવાતા મારા બોયફ્રેન્ડ , સાંભળ....તું છે ને એને ઍક રોમેન્ટિક રેસ્ટોરાંમાં લઇ જા."
"કેમ ?"
"એને સારી એવી ડિનર ટ્રીટ કે કોફી માટે લઈ જા."
"કેમ ?"
"અરે , એને જઇને પ્રપોઝ કરવા.."
"એનો નંબર ક્યાંકથી શોધી કાઢ."
"એ તો છે જ મારી પાસે."
"સરસ , તું તો જેમ્સ બોન્ડ નીકળ્યો..છોકરીઓનાં નંબર રાખતો થઈ ગયો ને ..."
"આભાર...."
"એનાં નંબર પર મેસેજ કર...ઍની જોડે મુલાકાતો વધાર..."
"એ બધાંથી શુ થશે ?"
"જો એ તારી જોડે આવશે તો એનો મતલબ એમ કે એને તુ પસંદ છે."
"અને નાં પાડી દે તો...?"
"તો બધુ પુરુ......"
"તું તો ગુરુજી છે મારી....બીજુ કાંઇ સજેશન આપ....."
"તુ એને એવી કોઈ રીતે પ્રપોઝ કર કે એને તુ ગમી જ જાય..."
"મને કેવી રીતે ખબર કે હુ એવું કેવી રીતે કરુ ?"
"ઍની ફ્રેંડ્સને પૂછી જો..."
"ઍની કોઈ ફ્રેન્ડ્સ ને નથી ખબર...."
"તે પૂછી જોયું.....?"
"હા , કોઈને કાંઇ નથી ખબર...ઍક જ ફ્રેન્ડ રાખે છે એ , એને પૂછેલું."
"તો ગમે તે રીતે ઍની પસંદ જાણ..."
"પસંદ એટ્લે.....?"
"એટ્લે કે.....એનો ફેવરિટ કલર..ઍની ફેવરિટ હોટલ...ઍની ફેવરિટ મુવી...."
"એ બધાથી શુ થશે.....?"
"પ્રપોઝનાં દિવસે તારે એ મુજબ જ તૈયાર કરીને જવાનું....એનાં ફેવરિટ રંગનાં જ કપડા..ઍની ફેવરિટ રેસ્ટોરાંમાં જ લઈ જવાની એને...."
"મને એ બધી ક્યાંથી ખબર પડશે...? ઍક કામ કર...તુ મને તારી વિશે જ જણાવ..."
"એટ્લે...?"
"તારો ફેવરિટ રંગ?"
"પિંક..."
"મુવી....?"
"છેલ્લો દીવસ...."
"રેસ્ટોરાં ?"
"લવ ડાઇન.."
"ક્યા આવી એ પાછી?"
"એ મારા નાનાનાં ઘરથી થોડે દુર નાનકડી જ હોટલ છે."
"ઓકે...બરાબર.."
"શુ ધૂળ બરાબર....બીજુ પૂછ."
"જેમકે...?"
"જેમકે...ફેવરિટ જગ્યા.."
"ઓકે , ફેવરિટ જગ્યા?"
"મારા નાનાનું ઘર."
"ઓકે , સરસ."
"અરે , બીજુ પૂછ."
"મને બીજુ કાંઇ સૂઝતું નથી તુ તારું બધુ જાતે જ કહી દે ને."
"એવું નહીં તુ પૂછ."
"ઓકે , ફેવરિટ ટાઈમ..?"
"રાતનાં બાર."
"ફેવરિટ સીઝન ?"
"ચોમાસું.."
"ફેવરિટ ભાષા ?"
"આ તો કાંઇ સવાલ છે કોઈ છોકરીને પૂછવાનો ? "
"હા "
"ગુજરાતી.."
"તને કોઈ છોકરો પ્રપોઝ કરવાનો હોય તો કઇ રીતે કરવો જોઈએ એ છોકરો?"
"એ તો હુ કોઈને નાં કહું."
"કેમ ?"
"વાત લીક થઈ જાય..."
"હુ કાંઇ એને નહીં કહી દઉં..."
"કોને ?"
"અરે , જે તને ભવિષ્યમાં પ્રપોઝ કરશે એને."
"ઓકે , જો મને કોઈ છોકરો પ્રપોઝ જ કરવાનો હોય તો હુ ઇચ્છીશ કે એ મારી સામે મારા ફેવરિટ અને કાલ્પનિક ડ્રેસમાં સજ્જ થઇને આવે અને મારી આંખોમાં આંખો પરોવીને મારી સામે બે મિનીટ ઉભો રહે અને... કહી દે મને એનાં મનની વાત..."
"અરે , વરસાદ ચાલુ થઈ ગયો...."
"તો...?"
"હવે મારે ઘરે જવા નીકળવું પડશે..."
"હજુ તો વરસાદનાં થોડાક થોડાક જ છાંટા પડે છે.."
"અરેરે ,રાતનાં સાડા અગિયાર થઈ ગયા છે.....વાતોમાં ને વાતોમાં કાંઇ ખ્યાલ જ નાં રહ્યો..."
"ઓકે , હુ મુકી જાવ તને..."
"પણ હુ....ચાલી જઈશ..."
"એવું બને ? મારી બાઇક ક્યારે કામ આવશે ?"
"ઓકે ,બાર વાગ્યા છે હવે મમ્મી બોલશે કે ક્યા હતી અત્યાર સુધી ?"
"હુ આંટીને સમજાવીશ...."
"ભલે...."
"તને ઍક વાત તો પૂછવાની જ રહી ગઇ..."
"શુ ?"
"જવા દે ....તારે જવાબ આપવા બહુ વિચારવું પડશે..."
"ઓકે , પૂછ તો ખરો.."
"તને મુકીને ઘરે આવતાં જ પુછીશ..."
"જેવી તારી મરજી...હવે હુ તને ફોર્સ નાં કરી શકુ ને...."
"હવે કેમ નાં કરી શકે ?"
"તને ફોર્સ કરવાવાળી પેલી છે ને તારી બસ સ્ટેન્ડનાં વરસાદવાળી..."
"હા, એ તો છે...."
"તો ચલો, નીકળીશુ ?"
"ક્યા ?"
"મને ઘરે મુકવા."
"હા , થોડો વરસાદ આવે છે , હુ રેઇન કોટ પહેરીને આવુ."
"ડરપોક...વરસાદથી પણ ગર્લફ્રેન્ડ જેટલો જ ડરે છે."
"અરે , તુ પણ કાંઇ છત્રી બત્રી લઈ લે, પલળી જઈશ તો નાક ગંગા બની વહેતું થઈ જશે...."
.
.
.
.
.
"અરે , તારું ધ્યાન ક્યા છે? લાગે છે તારું ધ્યાન હજી પેલી બસ સ્ટેન્ડવાળીમાં જ ભટકે છે."
"કેમ?"
"તે બાઇક આમ કેમ ઘૂમાવી ? મારૂ ઘર તો પેલી બાજુ જ છે?"
"હુ સાચા જ રસ્તે છું.."
"મારા ઘરની મને ખબર કે તને ખબર ...?"
"મને ખબર બકા , મને ખબર..."
"અરે , પાછો ઊંધો વળાંક વાળ્યો... તારું મગજતો ઠેકાણે છે ને...."
"હુ સંપુર્ણ બુદ્ધિવાન અવસ્થામાં જ છું."
"તો તારી નિયત તો ઠીક છે ને....?"
"અરેરે ,ભગવાન..આટલા ડાહ્યા છોકરાં પર કેવા કેવા આરોપો લગાવે છે આ છોકરી...."
"તો આમ સીટીની બહાર કેમ લઈ જાય છે બાઇક..?"
"મારામાં સહેજય વિશ્વાસ છે ?"
"હા , કેમ ?"
"તો મારા પર રાખ વિશ્વાસ..."
"અરેરે....આ તો બાજુનું સીટી આવી ગયુ..."
"હા , અહી જ આવવાનુ હતુ આપડે.."
"કેમ. ?"
"તુ આંખો બંધ કરી દે.."
"કેમ ?"
"તને ભરોસો જ નથી મારા પર...ચાલો પાછા .વળાવી લઉં બાઇક..?"
"નાં , નાં ...તુ ચલાવ...હુ આંખો બંધ કરી જ લઉં છું."
.
.
.
.
.
"બાઇક ઊભી રાખી દીધી કે ? હવે ?"
"હા , બાઇક ઊભી રાખી દીધી છે. હવે હુ કહું ત્યાં જવાનું છે આપડે..."
"પણ મને બંધ આંખે ચાલતા ફાવે નહીં...''
"ઓકે , હુ તને ઉંચકી લઉં તો...?"
"મારુ વજન ઉંચકી શકીશ...?"
આટલું કહેતાં જ તો .....એણે એને ઉંચકી લીધી બન્ને હાથોથી.અને ઍક રેસ્ટોરાંમાં પ્રવેશ્યા...
"હવે તો આંખો ખોલી શકુ ને કે...?"
"હા , પ્રેમથી ખોલ આંખો.."
.
.
તેણીએ બન્ને કાજલ લગાવેલી આંખો હળવેથી ઉંચી કરી.સામે પિંક શર્ટમાં તે ઉભો હતો.
"શુ છે આ બધુ ?"
"જો ઘડિયાળમાં , તારો ફેવરિટ સમય...."
"રાતનાં બાર..."
"ચોમાસું અને એનાં આછા છાંટા..."
"મારી ફેવરિટ ઋતુ.."
"તારી ફેવરિટ રેસ્ટોરાં..."
"અરે , હા આજ તો છે લવ ડાઈન..."
"અહિ થી દેખાય પેલું તારા નાનાનું ઘર..."
"એટ્લે જ તો આ હોટલ મારી ફેવરિટ છે.....પણ તને ક્યાંથી ખબર આ મારૂ નાનાનું ઘર છે એમ?"
"અને.... તારો ફેવરિટ રંગ....?"
"અરે , તે મારો ફેવરિટ રંગ.......? તે પિંક શર્ટ ....?"
"અને સૌથી ખાસ વાત...."
"કે તુ છેલ્લી બે મિનીટથી મારી આંખોમાં આંખો નાખીને મારી સામે જ ઉભો ઉભો રોમેન્ટિક મૂડમાં મારી સાથે વાતો કરી રહ્યો છે."
"નાં , તારી ગણતરી કાચી છે....બારને ચાર થઈ...."
"તારે કઇ પૂછવાનું હતુ મને....?"
"હા , એ જ કે .....મારી ગર્લફ્રેન્ડ બનવાનું પસંદ કરીશ કે મારી ધર્મ પત્ની બની જવાનું જ પસંદ કરીશ..?"
"અને..... પેલી...?"
"પેલી ને જ તો પૂછી રહ્યો છું......."
DAP
Dhaval.pbt15@spt.pdpu.ac.in