વૈભવ અને વૈભવી. નામ પડતાં જ આખી કૉલેજમાં જાણે હીર અને રાજા ની જેવી જોડી.
નામ પ્રમાણે એક બીજાને પૂરક એક બીજાને માટે મરવા તૈયાર .
આજે વૈભવ ખૂબ ગમગીન બેઠો હતો તે જોઈને તેના ભાઈબંધ થી રહેવાયું નહિ તેણે કહ્યું.
શું ?થયું તે મને જણાવ.
હું તારી મદદ કરી શકું?
વૈભવ બોલ્યો આજે વૈભવી ને જોવા એક છોકરો આવાનો છે તેના ઘરના બધા સભ્યો અમારાં લગ્ન ની વિરુદ્ધ છે જેથી વૈભવી ના લગ્ન તે છોકરા સાથે કરાવા માંગે છે.
હવે પ્રેમ ની ખરી કસોટી થવાની હતી.
આજે વૈભવ અને વૈભવી લૉ ગાર્ડન માં આવ્યા બાદ હવે શું¿ કરવું શું ?પગલાં ભરવા ઘરમાં બધાને સમજાવા ના પ્રયત્નો કરવા નું ચાલુ કર્યું પણ તેમને કોઈ સફળતા મળતી નથી.
તેથી હવે શું કરવું જોઈએ તેની મથામણ કરવા લાગ્યા તેમણે હવે કોઈ જ રસ્તો દેખાતો નથી તે બંને એકબીજાને પ્રેમ કરતા રહેશે પછી ભલે ને જમાનો દુશ્મન બની જાય આ દુનિયામાં એક થવાય નહીં તો શું થયું બીજી દુનિયામાં જશુ અને એક થઈ ને જીવીશું .
હવે તો વૈભવ અને વૈભવી પર પ્રેમ નું ભૂત સવાર થઈ ગયું હતું આખરે બંને જણે રેલવે ટ્રેક પર પડી મોતને વહાલું કરવાનું નક્કી કર્યું હતું.
બીજા દિવસે સવારે બંને જણ એક બીજાનો હાથ પકડી ને આ દુનિયામાં થી વીદાય લેવા માટે રેલવે ટ્રેક પર સુઈ ગયા.
રેલવે આવી રહી હતી તેના અવાજ ની સાથે સાથે વૈભવી ડરવા લાગી હતી .
વૈભવ નો હાથ છોડી ઊભી થઈ ભાગવા લાગી હવે વૈભવ કઈ વિચાર કરે તે પહેલા રેલવે ના પૈડાં તેના પગ પર ફરી વળ્યા.
તેને ઉભા થવાનો સમય જ ના મંડ્યો.
.વિધાતાએ લખેલા લેખ તો જુઓ પ્રેમ હારી ગયો હતો ને જીદંગી જીતી ગઈ હતી.
વૈભવ ના તો હોશ ઉડી ગયા હતા તે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા પછી વૈભવી વિશે વિચાર કરતો પડી રહ્યો હતો.
વેભવી મને ખબર અંતર પૂછવા કે મારું શું થયું તે જોવા માટે પણ ન આવી.
.બે મહીના પછી તેણે રજા આપી દેવામાં આવી હવે તે ઘરે ગયો તેના માતા-પિતા એ ખૂબ મહેનત કરી ને તેની સંભાળ લીધી હતી.
આજે ઘરે કૉલેજ ના બધા મિત્રો ભેગા થયા હતા અને એક જ વાત કરી રહ્યા હતા તમારે આવું કરવાની શું જરૂર હતી .
પ્રેમ તો હતો નહીં એટલે જ વૈભવી લગ્ન કરી વિદેશ ભાગી ગયી .
વૈભવ આ બધું સાંભળી ખૂબ ખુશ થયો આ જોઈને તેના ભાઈબંધ આશ્ચર્ય ચકિત થઈ ગયા બધાને લાગ્યું આને તો પગ ની સાથે સાથે મઞજ પર પણ અસર થઈ છે.બધા તેને સાંત્વના આપવા લાગ્યા.
વૈભવ ને હવે સમજાઈ ગયું હતું કે " જીવન માં અમુક તોફાન એમના એમ નથી આવતા પણ તેમને રસ્તો સાફ કરવા માટે પણ આવે છે" હું તો પ્રેમ માં ભૂલો પડ્યો હતો . રસ્તો હવે દેખાયો છે.આ પ્રેમ તો અધુરો રહેવા જ થયો હતો.
વૈભવ ના જીવન માં ટ્રેજડી પૂરી થઈ ગઈ હતી અને જીંદગી ની શરૂઆત હવે થવાની હતી.
એક વર્ષ નો સમય ગાળો વીતી ગયો હતો વૈભવ વિચારી રહ્યો છે" પ્રેમ એક વહેમ છે અને મુત્યુ એક સત્ય છે" આખરે વિજય તો સત્ય ની જ થવાની છે.
મમ્મી નો રસોડા માં થી અવાજ આવ્યો બેટા આજે તારે .
દવાખાને જવાનું છે યાદ છે ને વૈભવ બોલ્યો હા યાદ છે.
અને કાલે આપણા ધરે મહેમાન આવવાના છે.તે તારા પપ્પા નાખાસ મિત્ર છે અને તારી સાથે મુલાકાત કરવા માંગે છે.
વૈભવ બોલ્યો મારી સાથે! !!!!!
એમની છોકરી ને તું પસંદ આવી ગયો છું.
એટલે વૈભવ બોલ્યો હે! ..
"આ પુરુષ એટલો બધો બદનામ થઈ ગયો છે ત્યારે
મારામાં એવું શું જોયું હશે.આ છોકરી પાગલ તો નથી ને."
""ચલો જે હોય તે."
વૈભવ દવાખાને પહોંચ્યો ડૉક્ટર બોલ્યા આ તમારા પગ બનીને આવી ગયા છે.
ટ્રાયલ લો પછી ધીમે ધીમે ફાવી જશે વૈભવ આ નકલી પગ પર ઊભા રહીને ચાલવા ની શરૂઆત કરી
આજે એ ખૂબ ખુશ થયો .
વૈભવ ઑફીસ માં જવા નીકળ્યો તે તેના પિતા નો બિઝનેસ સંભાળે છે .
અને તેના પિતા ને આરામથી જિંદગી જીવવા નું જનાવે છે.
"અરે! આજે તો મેહમાન આવવાના છે"
વૈભવ ના પપ્પાએ બોલતા કહ્યું.
જલ્દી કર ઘરે પહોંચવું પડશે.
ઘરે પહોંચ્યા પછી.....
.લો મહેમાન આવી ગયા છે.
બધાં બેઠા છે વૈભવ અને તે છોકરી એક બીજાને જોઈ રહ્યા છે.
વૈભવ મેં તને ક્યાંક જોઈ હોય એવું લાગે છે.
હા તું તો વૈભવી પાછળ આંધળો હતો એટલે જ તો મને ના ઓળખી.
હુ અને તું એકજ કૉલેજ માં હતા.
. "ઓહ! તું બધું જાણે છે તો પણ મને પંસદ કરે છે.
મને તો તમારું નામ પણ નથી ખબર ."
હા તો સાંભળ મારૂં નામ મહેક છે અને કૉલેજ માં હું તારી જુનીયર હતી. અને તું મને પંસદ છે પણ વૈભવી અને તારી લવસ્ટોરી જાણતી હોવાથી મેં ક્યારેય આ વાત જાહેર થવા નથી દીધી હતી.બોલ તારી શું ઈચ્છા છે.
વૈભવ તો આ બધું સાંભળી અવાક્ જ થઇ ગયો શું બની રહ્યું છે તેની સમજ બાર હતું.
"હું ઠોકર ખાધેલ માનસ છું હું ભુલો પડેલો માનસ છું, પણ હું દીલ નો સાચો માનવ છું."
વૈભવ અને મહેક નાં લગ્ન થયાને ચાર વર્ષ વિતી ચુક્યા છે એક બેબી ડોલ સાથે ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે.