દિલ ની વાતો - 1 Twentyone club દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની વાતો - 1

આજથી પાંચ વર્ષ પહેલાંની વાત છે. હું એક ટેલિકોમ કંપની ના ડિસ્ટ્રીબુટર્સને ત્યાં પાર્ટ ટાઇમ કામ કરતો હતો. સાથે સાથે હું બીકોમ નુ ભણવાનું ચાલુ હતો. સવારે ૦૭:૦૦ વાગ્યે ફ્રેન્ડ્સ સાથે તેમની બાઇક પર કોલેજ જતો અને ત્યાં ચાર લેક્ચર અટેન્ડ(હાજર રહી) કરી હુ ત્યાંથી ડાયરેક્ટ જોબ સ્થળે જતો હતો. સાંજે ૭:૩૦ વાગ્યે જોબ પરથી છુટીને ઘરે જતો ઘરે જવાના રસ્તામાં ટ્યુશન ક્લાસિસ આવત હતાં એક દી હુંં જ્યારે જોબ પરથી ઘરે જતો હતો ત્યારે ટ્યુશનથી છેટેલાં સ્ટુંડેટ્સ નાં ગ્રુપ પણ ઘરે જતાં હતાં ત્યાંજ મારી નજર એક છોકરી પર પડી એણે પણ મને જોયું એને જોતાં જ પહેલી નજર નો પ્યાર થઇ ગયો હોય એવી ફિલિંગ આવવા લાગી. એને જ્યારે મને જોયું ત્યારે એના મોઢાં પર એક હલકી સ્માઇલ હતી. એ સ્માઇલનો હું ત્યારે જ દિવાનો થઇ ગયો હતો. એનો એ સ્માઇલ વાલો ફેશ મને આખી રાત સુવા દિધું નહોતુ. એ આખી રાત હું એના વિશે જ વિચારતો રહ્યો. બીજા દિવસે હું જોબ પરથી જલ્દી રજા લઇ એ છોકરી મને જ્યાં મળી હતી અને અમારી એક મેક ની આંખો મળી હતી તે જગ્યાં પર જઇ ને હું ઉભો રહી ગ્યો. અને હું એના આવવાની વાર જોતો રહ્યો. બરાબર ૦૭:૩૭ મિનિટે એ એના ફ્રેંડ્સ સાથે રસ્તો ક્રોસ કરી ને એના ઘર તરફના રસ્તા પર આવતી હતી. ફરી થી મેંં એના તરફથી જોયું પરંતુ એ એના ઘરે જતી રહી. ત્યાં એના ટ્યુશનમાં ભણતા એક છોકરાનો સંપર્ક થઇ ગયો. એના ધ્વારા એનું નામ મને ખબર પડ્યુ. એના બીજા દિવસે મેંં એને ફ્રેડ્સશિપ માટે કહ્યું એને હા કહ્યું મેં એની પાસે એનો મોબાઇલ નંબર માંગ્યો પરંતુ એની પાસે એનો મોબાઇલ નંબર ન હ્તો. એની સાથે વાત કરવા માટે હું પત્ર લખી ને એના ટ્યુશનમાં ભણતા છોકરાની મદદ લેતો. એમ વાત કરતાં કરતાં અમને બે મહિના થઇ ગયાં. એક દી એણે મારા નંબર પર કોલ કર્યો નંબર એનનોવ હ્તો એટલે મેં પુછ્યુ કોણ બોલો છો? એણે એનું નામ કહ્યું મે કહ્યું બોલો! જ્યારે એનો ફોન આવ્યો ત્યારે હું જોબ પર કામ માં હતો. પરંતુ એનો જેવો અવાજ સાંભળ્યો અને એણે એનું નામ કહ્યું હું તરત જ ખુરશી પરથી ઉભો થઇ ને બંધુ કામ છોડી ને ઓફીસની બહાર જતઓ રહ્યો એની સાથે ૧૬ મિનિટ વાત કરી પરંતુ વાતો દરમ્યાન એને જે કહ્યુ તેનાથી મારૂ દિલ ખુબ જ દુ:ખી થયી ગયુ. એણે કહ્યુ આપણે બંન્ને અલગ અલગ જાતી( સમાજ) ના છે એટલે આપણાં લગ્ન તો થશે ની તો આપણે શું કામ ફ્રેડ્સશિપ કરીયે? મેં તરત જ એને કહ્યું તું ચિંતા ના કર હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું! તું માત્ર હા! ત્યાં તરત જ એ કહે છે મિનિંગ જ નહી. લગ્ન કરવાનો કેમ કે આપણાં ઘરનાં માનશે જ નહી! મેં તરત જ કહ્યું મારા ઘરમાં હું મનાવી લઇશ! તું માત્ર હા! કહે. અને જો તારા ઘરનાં નહી માનશે તો આપણે ભાગી ને લગ્ન કરી લઇશું. પછી એણે ફોન મુકી દીધો. અને હું મારા કામ માં લાગી ગયો. આમ અમુક દિવસો સુધી માત્ર ફ્રેંડ્સશિપ માં હા માટે જ વાતો થવા લાગી, પછી થોડા સમયગાળા બાદ ડોનલ ને એના ઘરે થી ફોન લઇ આપ્યો. પછી અમે ફોન પર વાતો કરવા લાગ્યાં. ડોનલ નામ એનું મેંં રાખ્યું હતું. એક વર્ષ સુધી ફોન પર આવી જ રીતે વાતો થવા લાગી,એની સાથે વાતો વાતો માં એક વર્ષ કેવી રીતે વિતી ગયું એ પણ ખબર ન પડી હતી. એક વર્ષ વિત્યાં બાદ એક દિવસ રાત્રે હું અને ડોનલ ફોન પર વાત કરતાં હતાં ત્યારે એણે કહ્યું કે આપણે કાલે સવારે ૦૭:૦૦ વાગ્યે કોલેજ પાસેના ગાર્ડનમાં મળીશું. ખરેખર કહું તો એ રાતે મને ઊંખ જ નહોતી આવી હું એ આખી રાતે સુઇ ની શક્યો હતો કારણે કે એને મળવાની ખુશી હતી. તેમજ અમે પહેલી વાર મલતા હતાં તો શું વાત કરવી? મને કાંઇ જ સુજતું નો'તુ! આંખ બંદ કરુ તો માત્ર તેનો જ ચહેરો સામે આવતો હતો. અને મનમાં ડર પણ હ્તો કે એ મને મળી ને ફ્રેંડસશિપ માટે પણ ના તો નહી પાડી દેશે ને? ઘણાં બંધા પ્રશ્નો મનમાં ઉઠવા લાગ્યા હતા. અને એક તો હું શરમાર પણ હતો અને પહેલી વખત કોઇ છોકરી ને મળવાનો હતો એની સાથે વાતો કરવાનો હતો એટલે ખૂબ ડર લાગતો હતો એટલે મેંં મારા મિત્ર ને મારી સાથે એને મળવા માટે લઇ ગયો. એને કોલેજ પાસેના પબ્લિક ગાર્ડન માં મળવા પહેલાં અમે સાંઇ બાબા ના મંદિરે ગયા. મંદિરે થી અમે બંન્ને મિત્ર પોતપોતાની બાઇક લઇ ને ડોનલ નાં કોલેજ ની પાસેના પબ્લિક ગાર્ડન ગયાં. ગાર્ડન નાં ગેટની અંદર જઇને મેં એને કોલ કર્યો અને પુછ્યું ક્યાં છે? એણે કહ્યું હુ ગાર્ડનની અંદર છું અંદર આવ. હું અંદર ગ્યો મારું દિલ જોર જોર થી ધડક્તું હતું અંદર થી ડર પણ હ્તો કે પહેલી વાર મળતો છું શું વાત કરીશ? કેવી રીતે કરીશ? વગેરે જેવાં વિચારો મનમાં આવતાં હતાં. અંતે હું ગાર્ડન ની અંદર પ્રવેશ્યો મેં એને દુરથી જોઇ એ ગાર્ડન બાકડા પર બેસેલી હતી. મેંં મારા દોસ્ત ને કહ્યું તું અહિંયા ઊભો રહે હું આવું! દોસ્તે કહ્યું હા સારૂ! પછી હું એની પાસે ગયો. એની થી થોડુ દૂર બેસ્યો એની સાથે વાતો કરવાની શરૂ કરી. એણે પાછું એ જ વાત શરૂ કરી કે આપણે બંન્ને અલગ અલગ સમાજનાં છે આપણા મેરેજે થશે જ નહી. મેં એને કહ્યું મારા પર વિશ્વાસ છે? એણે કહ્યું હા! પણ આપણાં ઘર વાલા તો ની જ માનશે ને? મેં એને કહ્યુંં મારા ઘર વાલાને હું મનાવી લઇશ. અને હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું. પછિ અડધો કલાક બાદ એના કોલેજ નો લેક્ચર ચાલું થવાનો હતો એટલે એ એનાં કોલેજ જતી રહી. પછી હું અને મારો મિત્ર પણ ઘરે જતાં રહ્યાં. ત્યાર બાદ એની સાથે ફોન પર વાતો થવા લાગી, એક દી રાત્રે હું જમવા બેસ્યો રોટીનો એક નિવાલો મોમાં જ રાખ્યો એટલાં માં એનો કોલ આવ્યો! હું જમવા માટે ટી.વી પાસે જ બેસતો. એનો કોલ આવ્યો એટલે હું તરત જ જમાવાનું રસોદામાં લઇ જઇને મુકી દીધું અને ઘરની બહાર નિકળી ને દોડતો દોડતો સોસાયટી થી દૂર રસ્તા પર જ્યાં કોઇ ન હતું ત્યાં જઇ ને મેં ડોનલ ને કહ્યું બોલ! એણે કહ્યું ક્યાં છે? મેં કહ્યું ઘરે! એણે પુછ્યું જોબ પર ની ગયેલો? આજે જલ્દી આવી ગ્યો! ડોનલે પુછ્યું જમી લિધું? હા જસ્ટ! તુંં એ? હા જમીને જ કોલ કર્યો! શું જમી? એણે કહ્યું આજે બુધવાર છે તો આજે નોન-વેજ બનાવેલું! મેં પુછ્યું તું નોન-વેજ પણ ખાય છે? ડોનલ: હા! ડોનલ: તું ખાય છે? મે: ના! પણ તું ખાય છે તો કાંઇ નહી, મેરેજે પછી આપણે તારા માટે હોટેલ માંથી મંગાવી લઇશું મેં એને કહ્યું એ હસવા લાગી, મેં કહ્યું હું સિરીસલી કહું છું. ઓકે બાય. કાલે ફોન કરીશ! તું સામે થી ફોન ની કરતો! એણે કહ્યું! મેં કહ્યું ઓકે! કેટલાં વાગ્યે કોલ કરશે? સાંંજે કરીશ! પણ તું સામેથી ક્યારેય કોલ ની કરતો નહી તો વાત ની કરીશ ક્યારેય પણ. મેં કહ્યું હા! ની કરીશ!. આમ જ આ રીતે ફોન પર વાતો થવા લાગી. એક દી સાંજે ૬ સાડા છ વાગ્યે એની સાથે ફોન પર વાતો થતી હતી વાતો ના અંત માં એણે કહ્યું આઇ લવ યું.

(ભાગ ૧ સમાપ્ત )

ક્રમશ:

********************************************