તડપ - ભાગ-૧૩

વહેલી સવારનો સમય હતો. સુર્ય ધીમે ધીમે પોતાનો ચહેરો બતાવતો પુર્વ દિશામાંથી બહાર આવી રહ્યો હતો અને ધીમે ધીમે પોતાના પીળા રંગની પ્રકાશરૂપી ચુંદડી લીલીછમ ને હરિયાળી ધરતીને ઓઢાડી રહ્યો હતો. મામા ભગવાનની આરતી કરિ રહ્યાં હતા અને મામી કિચનમાં બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યાં હતા. મામાના ઘર આંગણે પહોંચી જયદિપ ડોરબેલ સ્વિચ દબાવે છે. મામી આવીને દરવાજો ખોલે છે. જયદિપને જોઈ મામી ખુશખુશાલ થઈ જાય છે. સૌથી પહેલાં જયદિપ તેમનાં ચરણસ્પર્શ કરે છે. મામી જયદિપ અને મયુરને આવકારો આપે છે. મામા આરતી લઈને હોલમાં આવે છે ત્યાં જ જયદિપ તેમનાં ચરણસ્પર્શ કરે છે.

બ્રેકફાસ્ટ તૈયાર હતું. જયદિપ અને મયુર બંને ન્હાયને તૈયાર થઈ ગયાં હતા. બધાં સાથે મળીને બ્રેકફાસ્ટ કરવાં બેસે છે. ભાણો છોકરી જોવા જાય છે એ વાતને લઈને મામાને ઘણો આનંદ હતો.

"મામા! બધી વાત તો થઈ ગઈ છે ને?" જયદિપે ચાની ચુસકી લેતાં લેતાં પુછ્યું.

"હા જયદિપ! તું બિલકુલ ચિંતા ન કર. બધી જ વાત થઈ ગઈ છે. છોકરીવાળા પણ રાહ જોઈને બેઠાં હશે." મામાએ ઉત્તર આપતાં કહ્યું.

"અચ્છા! તો ક્યારે નીકળવાનું છે? અત્યારે કે બપોર પછી?" જયદિપે પુછ્યું.

"આપણે બપોર પછી જવાનું છે. ત્યાં સુધી તમે બંને આરામ કરો."

બ્રેકફાસ્ટ કરીને જયદિપ અને મયુર બંને આરામ ફરમાવે છે. લગભગ છ કલાકની ભરપેટ નીંદર લે છે અને ત્રણ વાગ્યે જાગી બંને તૈયાર થઈ જાય છે. મામા-મામી પણ તૈયાર જ હતા. ચારેય જણાં જયદિપની કારમાં બેસીને છોકરીવાળાના ઘરે જવાં માટે નીકળી જાય છે.તેમનું ઘર લગભગ સાતેક કિલોમીટર દુર હતું અને ટ્રાફિકમાં થોડી વાર પણ લાગે. હજુ કાર સિટી રોડ પર ટ્રાફિકમાં અટકતી અટકતી આગળ વધી રહી હતી. એટલામાં મામાને અચાનક ઈક યાદ આવે છે. એટલે તરત જ તે કહે છે.

"જયદિપ! તું ખુબ ભાગ્યશાળિ છો એવું લાગે છે મને." મામાએ મુખ પર મંદ સ્મિત સાથે કહ્યું.

"હું ભાગ્યળાળી! કેમ?" જયદિપ કાર ડ્રાઈવ કરતાં જ પાછળ ફર્યા વિના પુછે છે. મામાપમામી બંને કારની પાછળની સીટમાં બેઠાં હતા.

"કારણ કે તું જે છોકરીને જોવાં જઈ રહ્યો છે એ કોઈ સામાન્ય છોકરી નથી." હજુ મામાનું વાક્ય અધુર હતુ ત્યાં જ જયદિપે તેની વાતને અધવચ્ચેથી કાપી નાખતાં કહ્યું.

"ઓહો! બેવી તે શું ખાસિયત છે એમની? કોઈ નામચીન વ્યક્તિ છે કે શું?"

"હા! નામચીન વ્યક્તિ તો છે જ. અરે! પ્રખ્યાત કવિયીત્રી છે. તેની કવિતાઓ પ્રખ્યાત મેગેઝિન 'ૠતુમાં ખીલ્યો પ્રેમ' માં છપાય છે. અરે! હજાકો છે તેના. ખુબ મોટું ફેન ફોલોવર્સ છે તેનું." છેવટે એ છોકરીના વખાણ સાંભળીને જયદિપથી તેનું નામ પુછ્યા વિના રહેવાયું નહિં.

"હજારો ચાહકો! પ્રખ્યાત કવિયીત્રી! મામા, તમે તેની વીશે બધું જ કહી દીધું. પણ તેનું નામ તો કહ્યું જ નહીં."

"લોકો તેને 'મીરાં' નામથી ઓળખે છે." મીરાં નામ કાને પડતાં જ જયદિપ ઝબકી જાય છે. ઘણાંબધા વિચારો તેનાં માનસમાં ફરી વળે છે અને મનોમન મુસ્કુરાયને કહે છે.

"મામા! તેના ચાહકોની લીસ્ટમાં એક નામ વધારે ઉમેરાય ગયું એમ સમજો."

"એટલે? હું કંઈ સમજ્યો નહીઁ." મામાના ચહેરાં પર પ્રશ્નાર્થ ભાવ ફરી વળે છે.

"એટલે એમ કે, હીં પણ મીરાંનો રેગ્યુલર વાચક છુંઅને તેનો ચાહક પણ છું. દરરોજ ચા ની સાથે સાથે તેની કવિતાઓ મને કંપની આપે છે. ઘણાં સમયથી મારી ઈચ્છા હતી તેને મળવાની. પરંતુ મેગેઝિનમાં ક્યાંય પણ તેની કોન્ટેક્ટ ડિટેઈલ ન હતી. એટલે એ વાતને નસીબ પર છોડી દીધી અને આજે મારું નસીબ પણ ખુલી ગયું."

"શુંવાત કરે છો ભાણા! તો તો ખરેખર આજે તારું નસીબ ઉઘડી ગયું."

"પરંતુ મામા! તેનું સાચું નામ શું છે? મીરાં તો તેનું ઉપનામ છે ને! ના જાન ના પહેચાન ઓર મેં લડકી દેખને ચલ પડા હું." જયદિપ મસ્ત હિન્દી ફિલ્મનો ડાયલોગ મારે છે. કે મામા-મામી અને મયુર ત્રણેય હસવાં લાગે છે.

"ભાણા! નામ તો મને પણ નથી ખબર. એ તો હવે ત્યાં જઈને જ ખબર પડશે."

મીરાંના પપ્પા છયદિપના મામાના બાળપણના મિત્ર હતાં. પરંતુ ઘણાં વર્ષો પછી તે બંને વચ્ચે કોન્ટેક્ટ થયો હતો અને વાત માંથી વાત નીકળતાં મીરાંના પપ્પા પોતાની દીકરીના સંબંધની વાત પણ કરે છે. એટલે મામાએ જયદિપ તરફ ઈશારો કરી દીધો.

અમદાવાદના ટ્રાફિક સાથે લડતાં લડતાં છોકરીવાળાના ઘરે પહોંચતા લગભગ પોણી કલાક જેટલો સમય વીતી જાય છે. ચારેય છોકરીના ઘરે પહોંચી જાય છે. ડોર બેલ સ્વિચ દબાવે છે. એટલે એક છેતાલીસેક વર્ષની મહિલા આવીને દરવાજો ઉઘાડે છે. જયદિપ, મયુર અનેમામા-મામીને તે મીઠો આવકાય આપી અંદર આવવાં કહે છે. બહાર હોલની મધ્યમાં સોફાસેટ પડ્યાં હતા. તેના પર એક અડતાલીસેકની ઉંમરનો લાગતો પુરુષ બેઠો હતો. જયદિપ મનોમન અનુમાન લગાવી દે જે કે દરવાજો ઉઘાડવા આવનાર મહિલા મીરાંની મમ્મી અને સોફા પર બેસેલ વ્યક્તિ મીરાંના પપ્પા હોવાં જોઈએ. તે વ્યક્તિ પોતાના સ્થાન પરથી ઉભો થઈને મામા તરફ આગળ વધે છે. એટલે મામા પણ આગળ વધીને તેમને ગળે મળે છે. આ પરથી જયદિપને પાક્કું થઈ ગયું કે આ વ્યક્તિ મીરાંના પપ્પા જ છે.

"એ આવ આવ હર્ષદ! કેમ છો?" મીરાંના પપ્પા હસ્તધૂનન કરવાં માટે જયદિપના મામા તરફ પોતાના બંને હાથ લાંબા કરે છે. બદલામાં જયદિપના મામા એટલે કે હર્ષદભાઈ પણ હાથ આગળ કરી મીરાંના પપ્પાસાથે હાથ મેળવે છે.

"અશોક આ છે નિર્મલા! જયદિપની મામી." હર્ષદભાઈએ મીરાંના પપ્પાનું ધ્યાન પોતાની પત્ની તરફ દોરતાં કહ્યું.

"અરે! કેમ છો નિર્મલાભાભી?" મીરાંના પપ્પા હસતાં હસતાં જ પુછે છે. બદલામાં નિર્મલાબેન પણ તેમનાં હાલચાલ પુછી લે છે.

"અને આ છે જયદિપ!" હર્ષદભાઈએ જયદિપ તરફ ધ્યાન દોરતાં કહ્યું.

"કેમ છો બેટાં?" મીરાંના પપ્પાએ હાલચાલ પુછ્યા. એટલે બદલામાં જયદિપ પણ ચહેરો હસતો રાખી તેમનાં હાલચાલ પુછી લે છે. સાથે-સાથે જયદિપ મયુરનો પણ પરિચય કરાવી દે છે. મીરાંના પપ્પા બધાંનુ ધ્યાન સોફા તરફ દોરતાં બેસવાનું કહે છે. મામા-મામી આગળ ચાલે છે તેની પાછળ જયદિપ. ને ત્યારબાદ મયુર સોફા તરફ આગળ જઈ રહ્યાં હતા. ત્યાં જ મયુરે જયદિપની એકદમ નજીક આવીને ધીમા અવાજે કહ્યું.

"ખરેખર કવિયીત્રીનું જ ઘર છે એ તો પાક્કું થઈ જ ગયું."

"કેમ?" જયદિપે આગળ ચાલતાં જ માત્ર મયુર તરફ ગરદન ઘુમાવીને પુછ્યું.

"અજાણ્યાં છીએ છતાં મામા-માસીના ઘરે ગયાં હોઈએ એવું લાગે છે." મયુર ડાબી-જમણી બાજુ આંખની કીકીઓ ફેરવતાં કહે છે, તેની વાત પરથી જયદિપ મંદ હસે છે.

બધાં હોલની મધ્યમાં ત્રિકોણાકારમાં પડેલાં બે સોફા પર સ્થાન લે છે. એક સોફા પર મીરાંના મમ્મી-પપ્પા બેઠાં હતા જ્યારે બીજા સોફા પર જયદિપ, મયુર અને મામા-મામી બેઠાં હતાં. જયદિપ આજુબાજુની તથા સામેની દિવાર પર નજર દોડાવે છે. રો-હાઉસમાં આવેલા આ મકાનમાં ભલે બે માળ જ હતાં. પરંતુ જયદિપને હોલમાં રહેલી ચીજવસ્તુઓ પરથી જ અંદાજ આવી જાય છે કે ખરેખર ઘરમાં સભ્યતા અને સંસ્કારનું ચિંચન થયેલું છે. એટલામાં તેની નજર ફરતી-ફરતી જમણી બાજુની દિવાર પર લટકી રહેલી ફોટો ફ્રેમ પર પડે છે. ફ્રેમમાં રહેલો ફોટો જોતાં જ તે ચોંકી જાય છે. થોડીવાર માટે તેની આંખો પહોળી થઈને ફોટો પર જ સ્થિર થઈ જાય છે. તરત જ તે મયુર બાજુ થોડું ખસીને ધીમેથી કહે છે.

"મયુરીયા! જમણી બાજુ દિવાર પર લટકી રહેલી ફોટો ફ્રેમ તરફ નજર નાખ." આ સાંભળી મયુર આંખની કીકીઓને જમણી બાજુ ઘુમાવી ફોટો ફ્રેમ પર અટકાવે છે. ફોટો જોતાંની સાથે જ મયુરના ચહેરા પર પણ બાર વાગી જાય છે. તે પોતાની પહોળી થયેલી અને આશ્ચર્યચકિત થયેલાં ચહેરાંને હળવેકથી જયદિપ બાજુ ઘુમાવે છે અને માત્ર હકારમાં માથું હલાવી પ્રશ્ન પુછે છે. સામે જયદિપ પણ બંધ હોઠોંએ દાંત ભીંસીને હકારમાં માથું હલાવે છે. ને મયુર એક લાંબો શ્વાસ લઈ છોડી દે છે. બંનેના ચહેરા ફોટો ફ્રેમ જોઈને આશ્ચર્યથી ચોંકી ગયા હતાં. જયદિપ ઈશારામાં જ મયુરને ફોટો ફ્રેમમાં રહેલાં ફોટાં વિશે પુછવાનું કહે છે. તે થોડોક જયદિપની આગળ નમીને મીરાંના મમ્મી-પપ્પા તરફ જોઈને પુછે છે.

"આ ફોટો મીરાંનો જ છે?" પ્રશ્ન પુછવાની મયુરથી જરાંયે હિંમત ન હતી થઈ રહી. છતાં તે અટકતાં અટકતાં પુછે છે. તરત જ મીરાંના મમ્મી-પપ્પા પોતાની પાછળની દિવાર તરફ ફરીને ફોટો ફ્રેમ તરફ જોઈને એકસાથે જ ઉત્તર આપે છે.

"હા! આ ફોટો મીરાંનો જ છે." આ સાંભળતા જ જયદિપ અને મયુર ફરીથી આશ્ચર્યના ભાવે એકબીજા તરફ જુવે છે. એવું લાગી રહ્યું હતુ જાણે તે બંનેએ કોઈ જાણીતો ચહેરો જોઈ લીધો હોય. મયુર તો એક નિ:સાસો નાખીને સોફાને ટેકો દઈ અદબ વાળીને બેસી જાય છે. જયદિપ તો એ જ વિચારી રહ્યો હતો કે સોફાને ટેકો દઈને બેસવું પણ કઈ રીતે! તેનું મન અત્યારે અવનવાં વિચારોથી ઘેરાઈ ગયું હતુ. વિચારોની ગડમથલ વચ્ચે હવે શું કરવું? આ જ પ્રશ્ન જયદિપના મનમાં ચારેબાજુ ઘુમરાટાં મારી રહ્યો હતો. એટલામાં મીરાંની મમ્મીએ પોતાની પાછળ જમણી બાજુએ જોઈને બુમ પાડી.

"મીરાં બેટાં! મહેમાન માટે પાણી લાવ'તો." મીરાંની મમ્મીએ જેવી બુમ પાડી કે તરત જ જયદિપ ફરીથી ચોંકી ગયો.એક-બે વખત તો થુંક પણ ગળી ગયો. ફરીથી તે ચોડી થઈ ગયેલી આંખોને આશ્ચર્યચકિત થઈ ગયેલો પોતાનો ચહેરો મયુર તરફ ઘુમાવે છે. પોતાની આંખોના નેણ ઉંચા કરીને જ તે મૌન રહી મયુરને પ્રશ્ન કરે છે. મયુર પણ માથું હલાવી મૌન રહીને જ ઉત્તર આપી દે છે.

"હવે તું જ સંભાળ."

                             Loading...

તમારા અંગત અભિપ્રાય લેખકને પર્સનલમાં પણ જણાવી શકો છો.

whatsapp : 9033503057
Instagram id : dear_jayu_official

***

રેટ કરો અને રિવ્યુ આપો

r patel

r patel 1 અઠવાડિયા પહેલા

Khyati Soni

Khyati Soni 5 માસ પહેલા

Geerakalpesh Patel

Geerakalpesh Patel 5 માસ પહેલા

Malti Patel

Malti Patel 5 માસ પહેલા

Soumyarajsinh Jadeja

Soumyarajsinh Jadeja 5 માસ પહેલા