Kathiyavadni safar - 1 books and stories free download online pdf in Gujarati

કાઠિયાવાડની સફર - 1

કાઠિયાવાડ ની સફર
લગ્ન નું આમંત્રણ આવ્યું ને કાઠિયાવાડ યાદ કરે ને હું ના જઉં એવું બને ખરું મારા બે દિવસ ની સફર ને તેનું ખેડાણ શરૂ કર્યું મારા ગામ થી ને કાઠિયાવાડ નો પહેલો પડાવ હતો.
(1) કોટડા નાયણી(વાંકાનેર)
વાંકાનેર થી પંદર એક માઈલ દૂર કોટડા નાયણી ગામ ની પેહલી મુલાકાત તો પેહલા હું તમને થોડો પરિચય આપું .
આ ગામ ની રાજા રજવાડા સમય ની ઉત્તમ નગર વ્યવસ્થા માટે ખુબજ પ્રખ્યાત છે ગામ વિશે કહું તો ગામ ની રચના જ એવી છે કે એક વખત તમેં કોઈ એક ગલી માં પ્રવેશો પછી તમે જાણે ભૂલ ભુલિયા મા હોય તેવું લાગે હું બહુજ ઓછો સમય ત્યાં રહ્યો એટલે બહુ તો જાણવા નો મળ્યું પરંતુ હા એટલું તો કહીશ કે જો તમે આ ગામ મા આવો તો તમેં નગર વ્યવસ્થા જોવો તો એક અધભૂત કળા નો નમૂનો છે બાકી બને એવું કે કોઈક ગામ મા આવે તો પેહલા તો ગામ અંદર બહુજ છે અને બીજું વાહન વ્યવહાર ઓછો એટલે તમને કદાચ જવું ના ગમે પરંતુ હું તો વારંવાર ત્યાં જવું જ હો .
કાઠિયાવાડ ની ધરતી મા આ ગામ વિશે હું જેટલું કહું તેટલું ઓછું કેમ કે હજુ સુધી ગામ સાથે પરિચય ઓછો થયો છે નહિ તો હું આ ગામ નું સંપૂર્ણ ચિત્રણ કરી શક્યો હોત.
પરંતુ તેમ છતાં હું તમને મારા સફર વિશે થોડી વાત કરું.
આ ગામ મા તમે ક્યાંય પણ જાવો તમને 4 રસ્તા મળે જ મકાન પણ લગભગ બધા સરખા લાગે ઘરે ઘરે ડેલી હોય.
ગામ ના ચોરે દરબાર નો ડાયરો જામે
ગામ નું નાક કેહવતા વડીલો ની બેઠક જામી હતી ને હું ત્યાં પોહચ્યો અને પેહલા તો અમારા રિવાજ મુજબ
પેહલા તો બધા ના આશીર્વાદ લીધા ને જય માતાજી કર્યા.
એક વડીલ બોલ્યા કયું ગામ
પછી પરિચય આપ્યો હું સાણંદ થી

અને તેમનું મામા નું ઘર જ હતું.
હું ગામ વિશે પૂછતો જ ત્યાં મને બોલાવી લીધો કેમ કે અમારે હજુ જામનગર પોહચવા નું હતું .
ઍટલે જલ્દી મા જય માતાજી કરી ને નીકળી ગયો .મને જાણવું હતું ગામ વિશે પણ કાંઈક નહીં હું ફરી થી આવીશ તો ત્રણ એક દિવસ નો મેહમાન બની ને જઈશ .
ત્યાં થી નીકળ્યા તો ત્રીજું ગામ નું પાટિયું વાંચ્યું શુ નામ હતું
ઉકરડા અરે હમારે ત્યાં તો પેલા ગાય ભેંસ ના છાણ નો ઢગલો હોય તેને ઉકરડા કહેવાય પણ આ તો સૌરાષ્ટ્ર છે તેને નો સમજી શકાય હો .
બાકી સૌરાષ્ટ્ર તો બાકી સૌરાષ્ટ્ર હો
બળદગાડુ
સાહેબ આ ફક્ત શબ્દ નથી પણ આ તો કાઠિયાવાડ નું જીવન છે એક નાનકડું જૂનું ને જાણીતું ઉખાણું
તેર પગારો તેતરો ઉભી બજારે ભાગે જોઈ ને રાણી બોલ્યા આ કયું જનાવર જાય .
સાહેબ આ શબ્દ મને સૌરાષ્ટ્ર ના ગાડા વાળા દાદા એ કીધા.
પણ આતો સાહેબ હજુ પણ એ એ રીતે યાદ છે ને એજ ખુમારી એજ હજુ પણ આજે પણ જીવંત છે.
એ કાઠિયાવાડ ની જ ધરતી છે સાહેબ જ્યાં હજુ પણ એ આપડી સંસકૃતી ને જીવતી રાખી છે .
બાકી તમે અમદાવાદ મા જોજો ગાડુ હવે ક્યાંય નથી જોવા મળતું પણ સાહેબ આ તો કાઠિયાવાડ છે .

હા કાઠિયાવાડ ની સફર ની મોજ
ચાલો મળીયે બીજા ભાગ મા ફરી થી

બીજા રસપ્રદ વિકલ્પો