મારા અનુભવો ER-Gunjan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો

આપણે બધા ને ખબર પડી જ ગઈ હશે લખાણ ના શીર્ષક પર થી કે આમાં શુ કેવા જઈ રહ્યો છું.બધા ના જીવન ના અનુભવો કંઈક અલગ જ હોય છે..કોઈક ના સુખી અને કોઈક ના વધારે પડતા દુઃખી,પણ શું થાય જીવન છે, મતલબ ચાલ્યા કરે.! જિંદગી ના બધા સમય સરખા નથી હોતા.બસ ,સામે તમારે અડીખમ ઉભા રહેતા આવડી જાય એનું નામ જિંદગી.
અનુુુભવો,સમય કયારે તમારી કરવટ લે છે તે કોઈ જાણતું નથી.કયારે આપડી સાથે શુ થવાનું એ ભગવાન જ જાણે ..
હું હવે મારો અનુુુભવ એક તમને કહેેવા જઈ રહ્યો છું હુ એક સામન્ય કુટુંબ માં થી જ છું. પણ ઘર માં.જ જીવન ની જરૂરિયાત થાય એ બધું જ છે.અને એક શ્રેષ્ટ વ્યક્તિ માં મારા પિતાજી છે..એમને અમારા ઘર ના બધા સભ્યો નું ધ્યાન રાખે છે.બધું જવાબદારી ઉપાડી છે..હું પોતે મારી જાત ને હું નસીબદાર માનું છું.મને આવા સાથ આપવા મારા પિતાજી મળ્યા છે.અમારા ઘરે એક જૂની મોટર કાર છે.એટલે કે ચાર પૈડાં વારી ગાડી છે.જે અમારા ઘર ની પ્રથમ કાર છે.જ ઘર ના બધા સભ્યો ને પસંદ છે.અને પિતાજી મને ચલાવા પણ આપતા હતા.એમને વિશ્વાસ હતો કે મને કાર ચલાવતા આવડે છે.એક દિવસ હું કાર લઈને હું મારી ગામ ની બાર નીકળ્યો ..પણ અચાનક એક બીજી કાર જોડે મારી કાર નું અકસ્માત થઈ ગયો.હું અંદર થી એટલો બધો ગભરાઇ ગયો હતો કે હું કઈ પણ કરી શક્યો જ નઈ. અને કાર હું ફટાફટ રીપેરીંગ માં મુકવા જતો રહ્યો.મને એમ હતું કે ઘરે ખબર પડે એ પહેલાં સરખી કરાઈ ને ઘરે પાછી લઇ ને મૂકી દઇશ.પણ કાર ને વધારે નુકસાન હતું,એ તરત રેપરીગ થાય એમ નહોતી.મને પણ બીક ના લીધે કઈ ખબર ના પાડી ક ઘરે શુ જવાબ આપીશ.કેમ નું આમ થયું.. પણ જે થયું એ થઉં.. હવે ગમે તેમ પિતાજી ને કેમ નું કઈ શકીશ. હું કાર મૂકી ને ઘરે નીકળી ગયો.ઘરે જઈને જમવાનું કરી ને બધા જોડે બેઠા હતા.ત્યાં જ પિતાજી એ પૂછ્યું મને,કાર ક્યાં મૂકી એમ.મેં કીધું કે એક મિત્ર ને આપી છે.એ મને બે દિવસ પછી આપસે,. પિતાજી માન્યા જ નઇ.એમને મ કીધું તું કાર કોઈ ને આપી ને આવે એમ નથી. સાચું બોલ શુ વાત છે એ ક મને.ખબર પડે.હું સાચું બોલવાની તાકત નથી મારા માં..હું કઈ જવાબ ન આપ્યો.પરતું પિતાજી ને લાગવા લાગુ કે કંઈક તો લોચો લાગે છે.
પિતાજી એ ફરીથી ગુસ્સા થી બોલી ઉઠ્યા ,કે જવાબ આપ.?????
તમેં જ કહો હું શુ જવાબ આપું.???
પછી મે,
ગભરાઈ ને પિતાજી ને સાચું કેહતા રડવા લાગ્યો.

પિતાજી એકદમ ચૂપ..!!!
હું રડતા રડતા બધું સાચું આખરે એમને કઇ જ દીધું.
અંદર થી બધી ગભરાટ બાર થલવાઈ ગયો.પિતાજી ની સામે સાચું બોલી ગયો.

આખરે પિતાજી એ મને માફ કરી ને જવા દીધો.અને આગર પછી કયારે પણ એવું કોઈ સમય થાય તો એમને મને જાણવા ની કહું.હું પણ સમજી ગયો.

વાત તો સામાન્ય છે.પણ એ કંઈક કેવા માંગે છે.એનું ધ્યાન થઈ વાંચો. અને જીવન માં કયારેય ખોટું ના બોલવું અને સાચું કયારે છુપાવા નું નઇ.ઘર ના લોકો થી તો કયારેય પણ નઈ..
જિંદગી ના સારા ખોટા અનુભવો કંઈક ને કંઈક શીખવાડી ને જાય છે.એમા થી શીખવા જેવુ છે.અને ધ્યાન રાખવું.ભૂલ બીજી વાર ના થાય એનું..
હજુ પણ જિંદગી ના અનુભઓ વધારે અનોખા છે. જોઈએ પછી... રાખજો.