એબસન્ટ માઈન્ડ - 1 Sarthi M Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબસન્ટ માઈન્ડ - 1

એબસન્ટ માઈન્ડ

(૧)

ટ્રેકીંગ કરવા માટે બુકીંગ કરાવ્યું હતું. દરમિયાન એડવેન્ચર ઘરેથી જ શરૂ કરવાનું વિચાર્યું એટલે અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની રોડ ટ્રીપ કરવાનું નકકી કર્યું, એકલા…

એકઝેટલી કઈ તારીખ હતી યાદ નથી પણ યુકેથી આવ્યા બાદ ઘણાં વર્ષોથી જે એક એકટીવીટી કરવાની ઈચ્છા હતી એ કરવાનો વિચાર આવ્યો.

ઈંડીયામાં આવ્યા પછી ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરવી એ ખબર નહોતી, ઈબીસી (એવરેસ્ટ બેઝ કેમ્પ), સ્કાય ડાઈવીંગ જેવા કેટલાંક આઈડીઆ દિમાગમાં હતા. શું બન્યું હતું એ યાદ નથી પરંતુ વર્ષ ર૦૧૬ની એ શનિવારની રાત હતી મેં નેપાળ જવાનું વિચાર્યું એક મિત્ર સાથે ચર્ચા કરી એની પાસેથી ગાઈડન્સ લીધું. બીજા દિવસે રવિવારે સવારે એને લઈને રેલ્વે સ્ટેશન પહોંચ્યો. સોમવાર રાતની ટીકીટ લઈ લીધી, સારી એવી માહીતી આપ્યા બાદ એણે આઝમગઢમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી.

જા કે મારે નેપાળ ટ્રીપની ચર્ચા નથી કરવી. જમ્મુ-કાશ્મીરની કરવી છે. એ સવાલ થાય કે તો પછી એનો ઉલ્લેખ કેમ કર્યો. એનો જવાબ છે મારે જણાવવું હતું કે શરૂઆત ક્યાંથી થઈ.

એની વે, આ રોડ ટ્રીપ પહેલી વારની ન હતી. એ પહેલાં પણ મોટર સાયકલ લઈને કેટલીક રોડ ટ્રીપ કરી ચુકયો છું.

ઘણાં સમયથી કોઈ રોડ ટ્રીપ કરી નહતી. છેલ્લ્‌ દમણ જઈને આવ્યો એજ, એ પછી ક્યાંક જવા માટેની ફિલીંગ આવ્ય્‌ જ કરતી હતી, એ વખતે કોઈ એડવેન્ચર એકટીવીટી કરવી હતી મોટર સાયકલ રાઈડીંગનો કોઈ વિચાર નહતો.

ગુગલ કરતાં ટ્રેકીંગ કરવાનો આઈડીયા આવ્યો, બ્રાઉઝીંગ કર્યા બાદ ચદરખેની ટ્રેક કરવા માટે એક સંસ્થાનો સંપર્ક કર્યો. ડિટેઈલમાં નથી જવું. પણ કોઈક રીતે મેળ ન પડ્યો. જવાનું માંડી વાળ્યું. થોડાંક દિવસો ગયા ટ્રેક અંદરથી ઉછાળા મારી રહયું હતું સંસ્થાની વેબસાઈટ ફરી ચેક કરી ટ્રેકની બધી જ તારીખો ભરાઈ ગઈ હતી. જવું તો હતું જ ચદરખેની નહી તો કોઈ બીજા ટ્રેક.અને સામે આવ્યો રાજા શંખપાલ ટ્રેક સનાસર. દસ હજાર ફુટ. ઉધમપુર સુધી ટ્રેન જતી હતી. બાદમાં બસ સનાસર સુધી. પણ ફરી પાછું શું થયું અને એડવેન્ચર અમદાવાદથી જ શરૂ કરવાનું વિચાર્યું. તૈયારીઓ કરી લીધી. ર૩-ર૪ બેમાંથી એક તારીખે નીકળવાનું વિચાર્યુ, મોટર સાયકલ લઈને.

અમદાવાદથી જમ્મુ-કાશ્મીર.

૧૮ જુન, ર૦૧૮

P.S. હજારો માઈલ મુસાફરીની શરૂઆત એક પગલાંથી થાય છે. – લાઓ ત્સુ

***