ક્રિસ્ટલ મેન Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિસ્ટલ મેન

કોઇક અજનબી યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું છે ધીમે ધીમે તે ભારત દેશની તરફ આવવા લાગ્યું. ભારતની ટૅકનોલૉજી શાખા દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેમાંથી કોઈ વળતો જવાબ ન મળ્યો, થોડા સમય પછી તે અમુક ડુંગરાળ વિસ્તારમાં ઉતર્યું. ત્યાર બાદ થોડી જ વાર માં સીક્યુરીટી ટીમ સાથે અમુક સાઇન્ટીસ્ટ ત્યાં પહોચી ગયા.

આ યાન મીડીયમ સાઈઝનુ હતું જેથી સિક્યુરીટી ફોર્સ દ્વારા ચારેય બાજુથી ઘેરી લીધી, બધાના હાથમાં મશીન ગન છે અને બધાની એક આંગળી ગનની સ્ટ્રીગર ઉપર છે અને બધા ફાઇરીંગની પોઝિશનમાં ઉભા છે. સાઇન્ટીસ્ટ લોકો પોતાના ઈન્સટ્રુમેન્ટ દ્વારા ચારેય બાજુ ચેક કરી રહ્યા છે, તેવા સમયે તે યાનમાંથી ટીક..........ટીક........... અવાજ આવતો હતો જેથી બોમ્બ હોવાની શક્યતા જણાઇ જેથી તેમની ઝાંસ કરવામાં આવી, પણ કશું એવું હતું નહી પરંતુ ખરેખર પછી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તે અવાજ તે યાન પર લગાવેલ ટાઈમર માંથી આવતો હતો, પછી ધીમે ધીમે આ યાન તપાસ કરવામાં આવી રહી હતી.

થોડા સમય પછી આખા યાનની તપાસ બાદ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તેથી ખબર પડી કે આ યાનની અંદર મોટું ભયાનક જીવ રહેલુ છે અને ટાઈમર બતાવેલ સમય પરથી જાણ થઈ કે આ યાન એક વર્ષ અને બે મહીના પછી ખુલશે અને જો આ યાનને જબરદસ્તીથી ખોલવામાં આવે તો આખી પૃથ્વીનો નાશ થઈ જાય, જેથી આ બધી માહીતીથી એવુ લાગતુ હતુ કે તેમની ટૅકનોલૉજી અદ્યતન હતી.

આ યાન કોઇક બીજી ગેલેક્સીમાંના જયોર્જ નામનાં ગ્રહ પરથી આવેલું હતું, આ યાન બીજા ગ્રહની માહીતી મેળવવા છોડવામાં આવ્યું હતુ. પછી ભવિષ્યનું વિચારી અને આ યાનને મજબૂત ધાતુનું પાંજરુ બનાવવામાં આવ્યુ કારણ કે યાનનો દરવાજો ખુલે ત્યારે તે જીવ કોઈ ને નુકશાન ન પહોચાડી શકે. આ યાનની આજુબાજુમાં આર્મી ફોર્સ અને કેટલાક સાઈન્ટીસ્ટ રહેવા માટે મકાનો તૈયાર કરવામાં આવ્યા અને અમુક વિસ્તાર સુધી 'પ્રવેશ નિષેધના બોર્ડ લગાવી દીધા જેથી કોઈ પરમીશન વગર પ્રવેશ કરે નહી.

યાન જમીન પર ઉતર્યું તે બે મહીના પહેલા....

વૃક્ષોથી ઘેરાયેલ એક રહેઠાણ અમુક વિસ્તારમાં પથરાયેલું છે આ ઘરની ચારેય બાજુ ઘટાદાર વૃક્ષોની હારમાળા છવાયેલી છે. આ ઘટાદાર વૃક્ષો હોવાથી આ વિસ્તાર ક્યારેક જ નજરે ચડતો આ વિસ્તાર શહેરથી થોડાક જ અંતર દુર હતૉ તે શહેરનુ નામ 'મુનસીટી' હતું.

આ રહેઠાણમાં એક બેડ રુમ અને મોટી લેબોરેટરી હતી અને નાનુ પુસ્તકાલય હતુ આ પુસ્તકાલયમાં બધા જ પુસ્તકો વિજ્ઞાન અને અધ્યતન ટૅકનોલૉજીના હતા.

મુળ વાત તો ભુલી જ ગયો કે આ લેબોરેટરીના માલિક "ડોકટર એમન" અને આ ડોકટરને લોકો "માસ્ટર" તરીકે ઓળખાતા હતા. આ 'માસ્ટર' એકદમ બુધ્ધિમાન અને ચતુર હતા તેમની ઉમર અંદાજે પચીસ વર્ષની આસપાસ હશે.

તેઓ દરરોજ લેબોરેટરીમાં કંઇને કંઇ કર્યા કરતા હતા અને તેઓ વહેલી સવારે, એક ઘટાદાર વૃક્ષની નીચે ધ્યાન મુદ્રા જોવા મળતા દરોજ આવી રીતે ધ્યાનમાં બેસવાથી તે એકદમ તંદુસ્ત લાગતા હતા. પણ તે તેના કંઇક કામમાં પરોવાયા હોવાથી દાઢી કરવાનો સમય નહી મળતો હોય તેવુ મને લાગતું હતું.

કયારેક તેની લેબોરેટરીમાંથી પ્રકાશના ઝબકારા બારીમાંથી જોવા મળતા તો કયારેક, ભડાક.......ભડાક.......ના અવાજ સંભળાતા હતા તો કયારેક કઇંક સળગવાથી ધૂમાડો નિકળતો જોવા મળતો

આવા દ્રશ્યો જોઈ મને ત્યાં જઈને માસ્ટર શુ કરી રહ્યા છે તે જોવાની ઈચ્છા જાગી.

હું એકવાર ત્યાં તેની લેબોરેટરીમાં પહોચી ગયો અને તેમની લેબોરેટરીમાં ફરવા લાગ્યો અને માસ્ટરને મળ્યો અને તેમને મળીને મને ખુબ મજા આવી અને મે તેના નવા નવા આવીશ્કાર જોવા લાગ્યો.

માસ્ટર નવી નવી ચીજ બનાવી રહ્યા હતા આ બધી ચીજ મને બતાવવા માટે બહાર લઈ ગયા, તેમણે તલવાર, ઢાલ, લાકડી, ચાબુક, ધારદાર ભાલા અને ધનુષ જેવી વસ્તુઓ બનાવી હતી થોડીક વસ્તુ તેમણે લીધી અને થોડીક મને આપી અને અમે બન્ને તેનુ નાનું મેદાન હતું ત્યાં અમે પહોચી ગયા.

તમને લાગશે કે આવી વસ્તુ બનાવવામાં શુ નવાઈ હતી! પરંતુ આ વસ્તુઓ કંઈક અલગ હતી શરૂઆતમાં મને પણ નવાઈ લાગી હતી પરંતુ તે જોતા જ આચર્ય ચકિત થઈ ગયો.

માસ્ટરે તલવાર ઉઠાવી અને થોડીક વાર ઘુમાવવા લાગ્યા શુ તેની ઝડપ હતી! તલવાર જાણે હવાને ચીરતી હોય તેવુ મને લાગતું હતું અને વાતાવરણમાં ફક્ત એક જ અવાજ સંભળાતો હતો..
છન........છન.........છન..........
પછી માસ્ટરે એક ઝાડ તરફ દોટ મુકી અને ઝાડના થડ પર વાર કર્યો જોત જોતામાં તે ઝાડના બે ભાગમાં વિભાજિત કરી નાખ્યા! હું તો આ જોઈ થોડી વાર માટે તો દંગ રહી ગયો. માસ્ટર મારી સામે જોવા લાગ્યા અને હું તેને જોવા લાગ્યો.

પછી ખબર પડી કે આ બધા જ શસ્ત્રો આવા જ હતા આ બધા હથીયાર ખુબ જ કઠીન મિશ્ર ધાતુ સ્ટીરીયનના બનેલા હતા જે માસ્ટરે તે ધાતુની ખોજ કરી હતી. આ સ્ટીરીયન ધાતુના બનેલા હથીયાર એટલા મજબુત હતા કે તેને તોડવા બહુ મુશ્કેલ હતા આ હથીયાર નબળી ધાતુના તો ચિથડા ઉડાવી નાખે તેવા સખત હતા.

માસ્ટરની બનાવેલી ઢાલ એકદમ મજબુત હતી અને તે ગમે તેવો પ્રહાર સહન કરી શકે તેવી હતી. તેની બરછી પણ એટલી જ મજબુત હતી, તેની નોચ એકદમ ધારદાર અને તેની પકડ જરા વધારે લંબાઈ ધરાવતી હતી. ધનુષ પણ તેવું જ સખત હતું તેની મારણ ક્ષમતા ખુબ વધારે હતી અને તેના તીર શરીરની આરપાર નિકળી જાઈ તેવા હતા, આવા ઘણા હથીયાર માસ્ટરે બનાવેલા છે. માસ્ટરે મને તલવાર જોવા આપી, તલવારની ધાર એકદમ તેજ હતી જેથી તેને ચલાવવા માટે મારુ કામ ન હતું તેથી મે તેને ફક્ત હાથમાં લઈ ને જોઈ લીધા, પરંતુ આ બધા હથીયાર ચલાવવામાં માસ્ટર એકદમ માહિર હતા તેઓ આ બધા હથીયાર ચલાવવાની પ્રેક્ટીસ કરતા હતા. પછી મે ત્યાંથી વિદાઈ લીધી.

થોડાક મહિના પછી.......

મુનસીટીમાં લોકોની ભાગ દોડ મચેલી છે લોકોના ચહેરા પરથી એવું લાગતું હતું કે તેઓ ખૂબ ગભરાયા હોય, શહેરમાં લોકો ચિચકારી પાડતા ભાગી રહ્યા હતા તેમનું મુખ્ય કારણએ હતુ કે ત્રણ અવનવા, સજીવ ભક્ષક પ્રાણીઓ જંગલ તરફથી શહેર તરફ વળ્યા હતા. આ પ્રાણીઓ કદમા થોડા મોટા હતા અને દેખાવમાં એકદમ ખુખાર લાગતા હતા અને શહેરના કેટલાય લોકોને હાની પહોંચાડી હતી તો કેટલાક ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણમાનું એક પ્રાણી હોટલ તરફ, બીજું સીધા રોડ પર જતુ હતું અને એક પ્રાણી હોસ્પિટલ તરફ વળ્યુ, હોસ્પિટલમાં રહેલા દર્દી અને ત્યાંના ડૉક્ટરો અને તેના કર્મચારીઓ તેને જોઈ ડરવા લાગ્યા.

એવા સમયે માસ્ટરનને આ પરિસ્થિતિની જાણ થતા માસ્ટરે પોતાનું યુદ્ધનો પહેરવેશ પહેરીને અમુક હથીયાર સાથે લીધો અને તે શહેર તરફ રવાના થયા.

માસ્ટરને રસ્તામાં આવતી હોસ્પિટલમાં ભાગ દોડ જણાતા એમણે સીધા હોસ્પિટલમાં પ્રવેશ લીધો અને તેઓ તે પ્રાણી સામે આવી પહોચ્યા, તેમણે માસ્ટરને સામે ઉભેલા જોઈને જમણો પગ જમીન પર રગડવા લાગ્યુ અને ખુખાર અવાજે ગર્જના કરવા લાગ્યુ, તેમના પગ રગડવાને કારણે જમીન પર લગાવેલી ટાઈલમાં તેના પંજાના નિશાન છાપી દીધા જેથી માસ્ટરને ખબર પડી કે તેના પંજામા ખુબ તાકાત છે.

આ બધી સ્થિતિ બાવીસ વર્ષની ડૉક્ટર ઈશા પ્રાણીના ભયથી ટેબલ નીચે સંતાઇ અને તે માસ્ટર સામે જોઇ રહી છે. માસ્ટરે પોતાના ખભા પરથી ઢાલ ઊતારી અને ડાબા હાથમાં પરોવી દીધી અને જમણા હાથે મ્યાનમાંથી તલવાર ખેંચી અને લડવા માટે તૈયાર થઇ ગયા છે.

તે પ્રાણીએ માસ્ટર સામે દોટ મુકી, તેણે બાજુમાં આવી માસ્ટર પર પોતાના પંજા વડે પ્રહાર કર્યો તેવા સમય માસ્ટરે પોતાની ઢાલ વડે પ્રહાર અટકાવ્યો પણ તે પ્રાણીના પંજાની તાકાત સામે માસ્ટરના પગ પાછળ ખસવા લાગ્યા. બીજી તરફ પોલીસ અને આર્મીની ટુકડીઓ મુનસીટીમાં ઉતારવામાં આવી. આ બધા સૈનિકો હાથમાં ગન લઈ અને પ્રાણીને શોધી રહ્યા છે.

માસ્ટરએ પ્રાહાર અટકાવ્યાની સાથે જ તે પ્રાણીએ તરત જ બીજી વાર માસ્ટર પર પ્રાહાર કર્યો આ વખતે માસ્ટરે પ્રાહાર અટકાવ્યો પણ તે પ્રાણી પંજો માસ્ટરના ખભા પર અડી ગયો જેથી માસ્ટરના ખભા પર ચાર લાલ રંગની લાઈનો થઈ. આ દ્રશ્ય જોતા ડૉકટર ઈશાનો જીવ અદ્ધર થઇ ગયો.

તે પ્રાણીએ ફરી દોટ મુકી અને માસ્ટર પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ માસ્ટર પર કુદકો મારે પહેલા જ તે જમીન પર સુઈ અને તલવાર ઉભી રાખી, જેથી પેલુ પ્રાણી સીધું તલવાર સાથે અથડાયુ અને તલવારની ધારના કારણે તે પ્રાણીના બે ભાગ થઈ ગયા.

બીજી તરફ આર્મીના સૈનિક અને પોલીસોએ સાથે મળી ગોળીઓના વરસાદથી બીજા બે પ્રાણીઓ માર્યા ગયા અને બધા લોકોના જીવ નીચે બેઠો. પછી મુનસીટીમા થયેલ ફંક્શનમાં માસ્ટરને સાહસિકતા માટે તેનુ સન્માન કરવામાં આવ્યુ આ જોઇ ડૉક્ટર ઈશાની ખુશી અંદર સમાતી ન હતી.

આવી રીતે માસ્ટરની ખોજ ધીમે ધીમે ચાલતી અને મુનસિટીની સુરક્ષામાં હંમેશા હાજર રહેતા. આવી રીતે કેટલીય વાર ચોરથી તો ક્યારેય પ્રાણીથી તો ક્યારેક આંતકવાદીઓનો સામનો કર્યો હતો પરંતુ તેમનો સામનો કોઈ ના કરી શક્યું અને જયારે પણ માસ્ટરનુ સન્માન થવાનુ હોય અને ડૉક્ટર ઈશા ત્યાં ન હોય તેવુ બને જ નહિ.

એક દીવસ ઈશા માસ્ટરના ઘરનું સરનામું મળી જતા તે માસ્ટરના ઘરે પહોંચી ગયી ત્યાં જઈ માસ્ટરના ઘરનો દરવાજો ખટખટાવ્યો. માસ્ટરે દરવાજો ખોલ્યો તો તેની સામે એક છોકરી ઊભેલી જોઈને નવાઈ લાગી. તે જ સમયે ઈશાએ માસ્ટરને કહ્યું શુ હુ અંદર આવી શકુ? માસ્ટરે તેમને અંદર આવવા માટે હા પાડી, થોડી વાર બંન્ને જણ શાંત હતા માસ્ટરને તેમના આવવાનુ કંઈ સમજાયું નહી, થોડા સમય પછી ઈશાએ તેમનો પરીચય આપ્યો અને તેણે લગ્ન અંગે પ્રસ્તાવ માસ્ટર સામે રાખ્યો.

થોડા સમય માટે તો માસ્ટર ઈશા સામે જોઈ રહ્યા, માસ્ટરને પણ ઈશા પસંદ આવી ગઇ એટલે તેમણે હા કહી દીધી, પછી આ બંન્નેના સંબધ વધતા ગયા અને એક દીવસ પોતાના પરીવારની હાજરીમાં તે બંન્નેએ સગાઈ કરી લીધી, આમ માસ્ટર હવે ઈશાની સાથે ફરવા જતા અને ઈશા તેની ખોજમાં સાથ આપતી, ધીમે ધીમે આવી રીતે અમુક મહીના વીતી ગયા.

માસ્ટર તેની સાહસિકતા અને અલગ અલગ ખોજના લીધે તેની યશગાથા પ્રસરેલી હતી અને સરકાર પરથી તેને ઘણી વાર સન્માનિત કર્યા હતા.

- બાંભણીયા સુનિલ