રામાપીરનો ઘોડો - ૧૩


વિરલ અને ધ​વલ લાકડાની નાનકડી નાવમાં બેસીને દરિયામાં આગળ વધી રહ્યા હતા. સુરજ અસ્ત થ​વાની તૈયારી કરી રહ્યો હતો. હમણા સુંધી જ​વાનીનાં જોશમાં એના તાપથી જે બધાને આંજી નાખ​વા આતુર હતો એ, જ સુરજ હ​વે ઢળ​વાના સમયે એક સમજુ વડીલની જેમ બધાના ઉપર એનો લાલ રંગ છોડી જવાનો એક નિર્થક પ્રયાસ  કરી રહ્યો હતો! 


વિરલને આ લાલ સુરજ જોઇ જયાની યાદ આવી ગ​ઈ. છેલ્લા બે દિવસથી એની હર સાંજ જયા સાથે આથમતા સુરજને જોતા જોતા વીતી હતી. એણે જયાને ફટાફટ ટાઇપ કરી એક મેસેજ મોકલ્યો, “તારા માટે એક સરપ્રાઇજ છે, તું આયુષને ફોન કર!” પ્રેમ પણ બહુ અજીબ ચીજ છે ગમે તે સ્વરૂપે તમને તમારા પ્રિય પાત્રની યાદ ગમેતે જગાએ અપાવી જ દે, એને કોઈની શેહ શરમ ક્યાં નડે છે! 


મેસેજ મોકલીને એણે ફોન સ્વિચ ઓફ કરીને મુકી દીધો.


જયા પણ એજ વખતે ઘરની અગાસીમાં ઊભી તાપી પર રેલાતા સુરજના વિવિધ રંગ જોઇને વિરલને યાદ કરી રહી હતી. એના ફોન પર મેસેજ આવ્યો છે એમ, જાણ કરતી રિંગટોન​વાળી ચકલી ચહેકી. જયા અંદર આવી ને, ટેબલ પર પડેલો એનો એપલનો ફોન હાથમાં લીધો. વિરલનો મેસેજ છે એ જોતાંજ એનું દિલ એક ધબકાર ચુકી, ફરીથી વધારે વેગમાન બની ધડકી રહ્યું. મેસેજમાં શું લાક્યું છે એ વાંચ્યા પહેલાંજ જયાના ચહેરાં પર એક સ્મિત ફરીવળ્યું હતું! એ પ્રેમમાં હતી એની સાબિતી! એણે મેસેજ બોક્ષ ખોલ્યું. મેસેજ વાંચીને તરત આયુષને કોલ કર્યો. રીંગ જતી હતી.એવું તે શું સરપ્રાઈજ હશે, એ વિચારી રહી ત્યાંજ સામેથી ફોન ઉચકાયો,


“હલો...” 


સામા છેડે આયુષ નહતો. નંબર તો આયુષનો જ હતો પણ આ અવાજ? અરે..! આતો પપ્પા બોલે છે, એકજ પળમાં જયાનાં મનમાં જબકારો થયો અને એણે સામે આનંદની કીકીયારી પાડી, 


“પપ્પા હું, તમારી જયા! તમે કેમ છો? ક્યાં છો? અત્યારે કોની સાથે છો? તમે છૂટી ગયા? ક્યારે?”


જયાએ એકસામટા પ્રશ્નોની હારમાળા રચી, સામે છેડે બાપનું હ્રદય હતું. જયાના દરેક સ​વાલનો વિસ્તારથી જવાબ આપી રહ્યું. બંને વચ્ચે ઘણી બધી વાતો ચાલી, બંને માટે આજે એમના જીવનની સૌથી આનંદની ઘડી હતી એમ કહી શકાય. વચમાં થોડીવાર બંને છેડે ખામોશી છવાઈ જતી, ફરીથી વાત ચાલુ થતી આંસુ લુંછતા, લુંછતા!


બાપ બેટીને વાતો કરતા મુકીને આયુષ હળ​વેથી સરકી ગયો. એને હ​વે પોલીસને સાથે લ​ઈ વિરલ અને ધ​વલ જ્યાં હતા, માંડવીના દરિયા કિનારે, ત્યાં પહોંચ​વાનું હતું. એની પાસે એનો બીજો ફોન હતો જેની પર વિરલે એનું લોકેશન મોકલ્યું હતું.


વિરલની નાવ હ​વે પેલા જહાજની નજીક આવી ગ​ઈ હતી. બહારથી જોતા એ જહાજ જુનું લાગતું હતું. એના પર હવે ધીરે ધીરે અંધારુ છ​વાઇ રહ્યું હતું. હજી કોઇએ ત્યાં લાઇટ ચાલું નહતી કરી.


“આટલે સુંધી તો આવી ગયા પણ આપણે જહાજની અંદર કેવી રીતે જ​ઈશું?” ધ​વલે એકદમ ધીરા અવાજે પુછેલું. 


“એ લોકોજ આપણા માટે સીડી મોકલશે! તું મારી સાથે જે પણ વાત કરે એ અંગ્રેજીમાં જ કરજે. માનીલે કે તને ગુજરાતી આવડતું જ નથી.” વિરલે ધવલને સમજાવ્યું.


“હું ક​ઈ ના સમજ્યો!”


“આપણે આ બોટમાં બેઠા ત્યારની કદાચ એ લોકોની આપણા પર નજર હશે જ નહિ હોય તો હ​વે જશે.”  ધવલ પૂછે કેવી રીતે એ પહેલાજ વિરલે ગજવામાંથી લાઇટર નીકાળી, એને સળગાવી હ​વામાં હાથ અધ્ધર કરીને પકડી રાખ્યું. બે વાર ચાલુ બંધ કર્યુ. હ​વે એ લોકો જહાજથી બસ ચાર પાંચ કદમ જેટલાજ દૂર હતા.દુરથી નાનું લાગતું જહાજ અહિંથી ઘણું મોટું લાગતું હતુ. એની ઉપર કોઈ મદદ વગર ચઢ​વું મુશ્કેલ હતુ.


“કોઇ દેખાતુ નથી. કદાચ એ લોકોને ખબર નહિં હોય કે આપણે અહિં આવ્યા છીયે.” ધ​વલ અંગ્રેજીમાં બોલ્યો.


“થોડીવાર રાહ જો નહિંતર પછી આ બોટ બાંધ​વાનું દોરડું તો છેજ આપણી પાસે. એ લોકો આ નાવડી પર નજર રાખતા જ હોય. એમનેય પકડાઇ જ​વાની બીક લાગતી જ હોય.


“એ લોકોનો કોઇ પાસવર્ડ હશે તો?”


“હોઇ શકે છે.”


વિરલ બોટમાં પડેલુ દોરડું  ઉઠાવી એનો છેડો જોતો હતો એટલામાં જ એને ઉપર કંઈક હીલચાલ થતી હોય એમ સંભળાયું.


“કોન હૈ નીચે? યહા ક્યું આયા?” 


વિરલ અને ધ​વલ બેઉ જણાએ એકસાથે ઉપર જોયુ. ત્યાં બે જણા ઉભા હતા અને એમને જ પુછી રહ્યા હતા. વિરલે એક ઉંડો શ્વાસ લીધો અને કોઇ ફોરેનર બોલે એ રીતે હિંદીમાં જ​વાબ આપ્યો,


“મુજે તેરા સાબ મયંકભાઇને ભેજા. હમકો ઉપર આનેકો હેં, રોપ ફેંકો. ફેંકો નીચે, સીડી... હમારે બોસ રોબેર્ટ કો હમકો ફોન કરના હૈ!”


પેલા લોકો શું સમજ્યા, શું નહી એતો ખબર ના પડી પણ એમણે ટોર્ચ ચાલું કરી એની લાઇટ બોટ ઉપર ફેંકી. વિરલ અને ધ​વલ બન્નેના હાથ એ તેજ રોશનીને રોકવા એમની આંખો આગળ આડશ કરી રહ્યા.


 ઉપર જે બે જણા ઉભા હતા એમનુ કામ અહિં આવતા જતા ઉપર નજર રાખ​વાનું હતુ. મયંક અને એના સાથીદાર ગયા પછી આ બેને એમ કે હ​વે હાલ કોઇ નહી આવે. આજે રાતે બાર વાગે આ શિપ ર​વાના કર​વાનું હતું. એટલે એ લોકો નીચે ભંડકીયામાં જ​ઈને જરુરી બંદોબસ્ત કરી રહ્યાં હતા. એક યુવાન છોકરી, એક ન​વજાત બાળક અને ત્રણ નાના છોકરાઓને એ લોકોએ માછલા સાથે બીજા દેશમાં લ​ઈ જ​વાના હતા. યુવાન છોકરી અને ન​વજાત બાળકને કોઇક નશીલી દ​વાનું ઈન્જેકસન આપી સુવડાવી દીધેલાં પણ, પેલા ત્રણ છોકરાઓને કોઇ દ​વા સાહેબને પુછ્યા વીના આપ​વાની નહતી, અને એ લોકો જ વધારે રડારોળ કરી રહ્યાં હતા. એમને ચૂપ કરાવ​વા જતાં જ નજર ચુક થયેલી અને વિરલ ધવલ સાથે છેક આટલે પહુંચી ગયેલો.


પેલા બેય જણ મુંજાયા હતા. મયંકભાઇએ કહેલું કે, એમનો એક માણસ પાછો આવશે એ જ આગળ  રોબર્ટ સાથે વાત કરી લેશે. મધદરિયે જ​ઈને જહાજ બદલ​વાનું હતું. આ બંને જણાને પાછા અહિં આવી જ​વાનું હતું. દર વખતે તો રાણાજ એમની સાથે આવતો. આ વખતે મયંકભાઇ રાણાને એમની સાથે લ​ઈ ગયેલા. હ​વે કોણ આવશે એની આ બન્નેને ખબર નહતી. વિરલના મોઢે મયંક અને રોબર્ટ નામ સાંભળી એ લોકોના કાન ચમકેલા. એમને થયું આને મયંકભાઈએ જ મોકલ્યો હશે.


વિરલનો તુક્કો કામે લાગી ગયો. પેલાએ ઉપરથી, નીચે સીડીઓવાળું દોરડું લબડાવ્યું. પહેલા ધ​વલ અને પછી વિરલ એના સહારે ઉપર પહોંચી ગયા.

 

“થેંક્યુ ફ્રેંન્ડ, તુમ બહુત અચ્છા હૈ.” વિરલે ઉપર જઈને પેલા બેઉનાં ખભા થાબડ્યા હતાં. “તુમહારા મયંકભાઇ બોલતા કી ફાઇવ આઇજ, આંખે કે લીયે વો થ્રી બચ્ચા નહી દેગા, વન આઇ નીકાલ કર દેંગા. ઇશિલીયે મેં ઇધર આયા. તુમ એસા નહિ કર શકતા, એ ગલત બાત હેં!” વિરલ પેલા જોડે વાત કરતો હતો ત્યારેજ એનો ફોન આવેલો. રાણાનો ફોન હતો,


“હા, સુન વો તીન બચ્ચે હે ના ઉનમેશે એક કી આંખ નિકાલ દેની પડેંગી. મેં ઉસકા બંદોબસ્ત કર દુંગા. તુમ લોગ તૈયાર રહેના. આજ રાત કોહી નીકલના હૈ, ઠીક હૈ?” 


“ઠીક હૈ. યહા પર,” પેલો વિરલ અને ધ​વલ અહિં શિપ ઉપર આવ્યા છે એ કહેવાજ જતો હતો કે, વિરલે એના ફોન પકડેલા હાથ ઉપર જોરથી થપાટ મારી. પેલાનો ફોન નીચે પડી ગયો.


“સો સોરી, સો સોરી,” બોલતા વિરલે ત્વરાથી વાંકા વળી ફોન ઉઠાવી લીધો અને કોઇનું ધ્યાન ના જાય એ રીતે કોલ કટ કરી દીધો, “તુમહારે હાથ પર એક બડા મોસ્કીટો થા, મચ્છર થા. તુમકો કાટ લેતા તો તુમ્હે ચિકનગુનિયા હો જાતા, ડેંગુ , મલેરિયા હો જાતા! ઇશિલીયે મેને ઉસ મોસ્કિટો કો મારા તુમ્હે નહિ. યુ આર માય ફેંન્ડ.” વિરલે પેલાનો હાથ પસ​વારતા ચલાયે રાખ્યું.


વિરલે પેલાને જે વાત કરેલી એ જ વાત રાણાએ કરતા પેલાને વિરલ પર ભરોશો બેસી ગયો. 


“ઠીક હૈ, કોઇ બાત નહિ, યાર!” પેલાએ હસીને કહ્યું.


“હમ સબકો એકબાર દેખનાં ચાહતાં. સબ બચ્ચોકો.” વિરલે ધીરેથી મમરો મુક્યો.


“હા હા, વો સબ નીચે હૈ. ચલો.”


બધા નીચે ભંડકિયામાં ગયા. જહાજનાં ઉપરનાં ભાગમાં એક નાનકડી કેબીન બનાવેલી હતી. એમાં એક ટેબલ અને ચાર ખુરસીઓ વચ્ચેના ભાગમાં અને ખુણામાં એક સોફા હતો. કેબીનની બહાર તળીયે એક દોરડું બાંધેલો દર​વાજો હતો. પેલાએ એ દોરડું ખેંચીને દર​વાજો ખોલ્યો. અંદરથી માછલીઓની વાસ બહાર દોડી આવી. ધ​વલે નાક આગળ હાથ ધર્યો. વિરલ જાણે સ્વસ્થ હોય, આ સડેલી બદબુની એના પર કોઇ અસર ના થતી હોય એમ પેલાની પાછળ દોર​વાયો.


નીચે જ​વાની સીડીનાં પગથીયા જેમ જેમ ઓછા થતા ગયા એમ વાસ વધતી ગ​ઈ, વધારે તીવ્ર થતી ગ​ઈ. 


“મને ઉલટી થ​ઈ જસે,” ધ​વલે અંગ્રેજીમાં કહ્યું. એને એક ઉબકો આવી ગયો.


“ઓકે તું ત્યાં બહાર જ રહેજે.” વિરલે અંગ્રેજીમાં જ​વાબ આપ્યો.


ધ​વલ દોડતો ઉપર ગયો. એને કદાચ ઉલટી થ​ઈ હતી, એવો અવાજ આવેલો. વિરલ છેક છેલ્લાં પગથીયે પહોંચી ગયો હતો. માછલીઓની વાસથી એનું માથું ફાટી રહ્યું હતુ છતાં એણે સ્વસ્થ હોવાનો ડોળ ચાલું રાખેલો પણ, નીચે ઓરડાનું દ્રષ્ય જોતા જ એના પગ ત્યાં ને ત્યાં ચોંટી ગયા. એની આંખોમાં ગુસ્સા અને ભભુકતા ક્રોધના આંસુ એક સાથે આવી ગયા. એને અહિંની ગંધ પરેશાન કરતી બંધ થ​ઈ ગ​ઈ. એની આંખો આગળનું એ દ્રષ્ય એટલું પીડાદાયક હતુ કે નાકની તકલીફ એની આગળ કંઇ વિસાતમાં ન હતી. 


એક છોકરી બેશુધ્ધ અવસ્થામાં જમીન પર પડેલી હતી. એણે ફક્ત એક ફાટી ગયેલો લાંબો શર્ટ પહેરેલો હતો. એનાં નીચેના ત્રણ સિવાયનાં બધા બટન ખુલ્લાં હતા. એક બાજુની બાંય ચિરા​ઈને એના હાથ પર લબડી રહી હતી. એક હાથ એના સીના પર રાખીને એ હોઠ ફફડાવી કં​ઈક લ​વારા કરતી હતી. એના શરીર પર ઠેક ઠેકાણે છોલાયેલાના નીશાન હતા. વિરલે એની નજર ત્યાંથી ફેર​વી લીધી.


“ક્યા હુઆ? ચુપ હો ગયે.” પેલો હસીને વિરલને કહી રહ્યો હતો, “જન્નતકી હુર હૈ! બસ એકબાર નહેલાકે તૈયાર કર દેના. વો ક્યા હૈ ના મયંકભાઇ બહુત રંગીન તબિયત કા હૈ, હર નયી લડકી કે સાથ...” એ ખંધુ હસ્યો.


વિરલને થયું કે એક પંચ મારીને એના સડેલા બધા દાંત તોડી નાખે. પરાણે એણે પોતાની જાત પર સંયમ જાળવ્યો. એને હજી આગળ જોવાનું બાકી હતું.


પેલાની સાથેનો બીજો માણસ એક જાળીદાર કોથળો ખોલી રહ્યો હતો. એમાં મોટાં મોટાં માછલા ભરેલાં હતા. બે માછલા હટાવતાજ એમાંથી એક નાનું, માંડ ત્રણ કે ચાર મહિનાનું બાળક દેખાયું. પેલાએ એની ડોકી પકડીને એને બહાર ખેંચ્યુ. 


“યે હેં છોટા બચ્ચા દેખલો.” પેલાએ પાછા એના ગંદા દાંત દેખાડી હસતા કહ્યું.


વિરલની આંખો પહોળી થ​ઈ ગઈ. માછલીઓની વચ્ચે એક નાનું બાળક કેવી રીતે રહી શકે? આતે માણસો છે કે રાક્ષસ?


“બેહશ કરકે રખા હૈ, જિંદા હેં અભી! ચાર ઘંટેમે હોશમેં આ જાયેગા. યે મછલીયોકી ગોદમે માંકી ગોદસેભી જ્યાદા સલામત હૈ, સાલા કોઇ પોલીસવાલા ઇસે યહા ઢુંઢ નહી પાયા. બંબ​ઈસે આયા હૈ યહા. લે ઇસે અબ વો લડકીકે પાસ લેટા દે. અબ યહા પોલીસ તો ક્યા ઉસકા બાપભી નહી આયેગા.”


વિરલને થયું કે તારો બાપ અહિં આવ​વા નીકળી જ ગયો છે, બસ થોડી વાર કરીલે તારી બક​વાસ! એને ખાતરી હતી કે આયુષ પોલીસને લઈને અહીં આવી જ રહ્યો હશે. એકવાર પોલીસ આવી જાય પછી આ બધાંની ખેર નથી. વિરલે દાંત કચકચાવ્યા.


“પા..ણી...પા..ણી....” કોઇનો કણસવાનો અવાજ આવ્યો. વિરલે અવાજની દિશામાં જોયું.


ભંડકીયાના એક ખુણામા ત્રણ પાંચ-સાત વરસનાં ભુલકાઓ દિવાલને અઢેલીને બેઠી રહ્યાં હતા. એ લોકોના હોઠ સુકાઇ ગયા હતા. એમને પાણી પીવું હતું. કેટલાય દિવસથી એ લોકો પેટ ભરીને જમ્યા પણ નહિ હોય  એવું એમને જોતાંજ લાગ્યું.


“ચુપ કર બે,” પેલાએ એક છોકરાને લાત મારી, “આજ સુબકો પાની પીયાથાના! અબ કલ સુભે મિલેંગા. જ્યાદા આવાજકી તો” પેલો ફરી લાત મારે એ પહેલા વિરલે એને થોડો પાછો ખેંચી લીધો.


“પાની હી તો માંગ રહે હે દેદો ના?” 


“પાની પિયેગે તો ચિલ્લાયેગે સાલે. યહાંસે ભાગનેકી કોશિષ કરેંગે.તુમ્હારે રોબર્ટ સાબને હી તો કહાહે ઇન્હે કોઇ ડ્રગ મત દેના, ફીર? મેં કેસે ચુપ કરાઉં ઇન લડકોકો, લોરી ગાઉં ક્યા?”


વિરલને સ્તબ્ધ ઉભેલો જોઇને પેલો અને એનો સાથીદાર બન્ને એકબીજાને તાળી આપતા હસી પડ્યા, “ઇન ગોરે લોગો કાભી દિલ બહોત કમજોર હોતા હૈ! ચલો ઉપર ચલતે હૈ, ખાનાખાલે ફિર ટાઇમ નહિ મિલેંગા.”


વિરલ ઢસડાતા પગે ઉપર ગયો. મનોમન નિશ્ચય કરતો ગયો કે ગમેતે ભોગે એ આ બધાને છોડાવશે. આ બધા પાપીઓને સજા અપાવીને જ રહેશે. ભલે પોલીસ વખતસર આવે કે ના આવે! વિરલ સીડીઓ ચઢીને જેવો ઉપર આવ્યો એવો જ પેલાએ દર​વાજો ફરીથી બંધ કરી દીધો. તાજી હ​વા વિરલના નાકમાં ગ​ઈ પણ એ એને અનુભ​વી ના શકજ પરના બન્ને જણા કેબીનમા જ​ઈને જમ​વા બેઠા. વિરલે જણાવેલુ કે એને ભુખ નથી. એ ધ​વલ પાસે જહાજની પાળીએ પહોંચ્યો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 2 માસ પહેલા

Verified icon

Bhavika Parmar 2 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા

Verified icon

Balkrishna patel 4 માસ પહેલા

Verified icon

Dinaz S 5 માસ પહેલા