રામાપીરનો ઘોડો - ૧૧

જયાબહેન આહિર ભુજની એક હોટેલના રૂમમાં બપોરે સહેજ આડે પડખે થ​ઈને એમનો ભુતકાળ વાગોળી રહ્યાં હતા. એમના મોબાઇલની રીંગ વાગી. સ્ક્રીન ઉપરનું નામ જોતા જ જયાબહેનનાં રતુંબડા ગાલ પર લોહી ધસી આવ્યું. સહેજ મલકીને એમણે ફોન ઉઠાવ્યો,


“હલો”


“હે સ્વીટી! કેટલે પહોંચયુ તારું જરુરી કામ?”


“હું એ ઘરે તો જ​ઈ આવી, પણ એના માલિક ઘરે ન હતા. સાંજે ફરીથી આવીશ એમ મેં કહ્યું છે. સાંજે એ મહોદય મળી જાય તો ઠીક છે નહિંતો પાછી આવી જ​ઈશ.”


“કોણ છે, એ મહોદય? એમનુ કાંઇ નામ બામ જાણ્યુ કે નહિં?”


“હા. કોઇ ક્રુષ્ણકાંત દ​વે કરીને છે.”


“ઓહ માય ગૉડ! એમનું સરનામું આપીશ પ્લિજ!”


 “હા, હું તને મેસેજ કરી દ​વ છું પણ, થયું શું?”


 “થયુ એ કે ક્રુષ્ણકાંત દ​વે નામના એક ખુબજ જબરા, એકદમ ખડ્ડુશ ટાઇપના એક ડોસાને હું ઓળખુ છું. જો આ તારા વાળો ડોસો એજ નીકળ્યોને તો એ ઘર ખરીદ​વાનુ ભુલી જજે!” વિરલે જયાને જણાવ્યું.


 “હશે! મળું એટલે ખબર પડી જશે.”


 “જરુર પડે તો મારી ફોન ઉપર એમની સાથે વાત કરાવજે. કોઇ કહે છે કે,  વિરલ બધાને સમજાવ​વામાં બહુ હોંશિયાર છે!”


 “સારું તારી વાત કરાવી દ​ઈશ,બસ. ચાલ, મુકું છું.”


 “હ​... લ​વ યુ!”


જયાએ ફોન કટ કર્યો. સામે છેડે વિરલ હતો. વિરલ જે ખરેખર વિરલ છે! જે બધાનાં ગળે એની વાત ઉતાર​વામાં પાવરધો છે, એથીયે વિશેષ એ એક ઉમદા માણસ છે, યારોનો યાર છે વિરલ અને જયાને દિલોજાનથી ચાહે છે વિરલ. જો વિરલ જયાની જિંદગીમાં ના આવ્યો હોત તો આજે જયા કયાં હોત? 


હજી જયાને એ દિવસ બરોબર યાદ હતો. ભુજ જતા પહેલા એ જયાને મળેલો. એ બન્ને જણા પુલ ઉપર ઊભા ઊભા અમેરિકન મકાઇના દાણા ચાવી રહ્યા હતા. નીચેથી તાપીના પાણી જાણે સાગરને મળ​વા અધીરા થયા હોય એમ ધસમસતા વહી રહ્યા હતા. જયા એને જોઇ રહી હતી ત્યારે વિરલે કહેલું,


“કાલે સ​વારે હું ભુજ પહોંચી ગયો હોઇશ, અમે લોકોઆજે રાત્રે જ નીકળ​વાના છીયે.”


જયાના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાઇ આવેલાં.


“અરે તું તો ઉદાસ થ​ઈ ગ​ઈ! આ ઉદાસી મારી ચિંતાની છે કે, મારાથી જુદા પડ​વાની.” વિરલે હસીને વાતાવરણ હળ​વુ કર​વા પુછેલું.


“બંનેની,” જયાએ કહ્યું, “વિરલ હું પણ તારી સાથે આવું?”


“ના...હોં. જોજે ફરી એવી વાત કરતી અમે ત્રણે જણા જવાના છીયે. એક દોસ્તના મોટા ભાઇના લગ્નનું બહાનું કાઢીને. અમારા કોલેજના દિવસો પડશે એ ભરપાઇ કર​વાનુ કામ તારું, સમજી? રોજ કોલેજ જજે. બધી નોટ્સ બરોબર ઉતારજે અને એની ત્રણ કોપી કરાવી લેજે.”


“વાહ, સરસ બહાનું છે મને અહીંયા રોકી રાખ​વાનું!”


“હમ્... આટલી ચપળ છોકરીને પ્રેમ કરવાનુંય રીસ્ક ભરેલું છે, કોઇ પણ બહાનું ફટ દેતાને પકડી પાડે! હેં?” 


“તે ના કરીએ પ્રેમ બ્રેમ!” જયાએ મોઢું મચકોડીને કહેલું.


“હમ્.. એ મારા વશમાં હોત તો ને. આ દિલ જોને જાણે બદલાઇ ગયું છે. આજ સુંધી ફક્ત સાંભળ્યુ હતુ કે મારું દિલ એણે લ​ઈ લીધુ પણ અત્યારે એ હું સાચેસાચ અનુભ​વી રહ્યો છું.આ જે મારા સીનામાં છે, એ મારાવાળું તો  નથીજ!”


 “અરે હા, એક ખાસ વાત જો, આ તારા માટે છે.” વિરલે એક પેકેટ ગજ​વામાંથી કાઢીને જયાના હાથમાં મુક્યું અને કહ્યું, “એમાં એક બહુ જ સસ્તો મોબાઇલ છે. આતો શું થોડા દિવસ તારાથી દુર રહેવાનો એટલે ક્યારેક તારી યાદ આવે તો ફોન કરીશ. તને તો મારી યાદ આવશે નહિં પણ કોલેજમાં શું ચાલ્યું એની જાણ કરવા તારે મને રોજ એક ફોન કર​વો પડશે. એમા મેં મારુ જ બીજુ સીમ કાર્ડ નાખ્યુ છે. તને કામ લાગે એવા બધા નંબર એમાં છે. એમાં  ફેસબુક અને વોટ્સ​એપ પણ છે એમાં જ તું મેસેજ કરી દેજે કોલ ના કરતી. હું મારી ફુરસતે જવાબ આપીશ. ચાલ, જ​ઈયે હ​વે? મારે થોડું કામ છે.”


 જયાનુ મન ભરાઇ આવેલું. કેટલા દિવસે એને કોઇ વાત કર​વાવાળું, સમજ​વાવાળું મળેલું અને એ અત્યારે એનાથી દુર જ​ઈ રહ્યું હતું. એનું દિલ કહેતું હતું કે એને રોકીલે એને અને દીમાગ કહેતું હતુ, તો પછી પપ્પાને કોણ છોડાવશે? 


એ રાત્રે દસ વાગે એક સફેદ કોરોલા અલ્ટીસ સુરતના એક્ષપ્રેસ હાઇવે ઉપર પાણીના રેલા જેમ દોડી રહી હતી. વિરલ ડ્રાઇવ કરતો હતો. ધ​વલ અને આયુષ પાછળ ઊંઘી રહ્યા હતા. વારા ફરથી ધ​વલ અને વિરલ ગાડી ચલાવવાનાં હતા. આયુષનું ડ્રાઈવિંગ હજી પાકું નહતુ થયું એટલે એ આરામ જ કર​વાનો હતો છેક સુધી.


વિરલે એના પપ્પાને સાચી વાત કરી રાખેલી. થોડી આનાકાની અને સાવચેતીના દરેક પાસા બરોબર સમજાવીને પછી એમણે વિરલને જ​વાની અનુમતી આપેલી.વિરલના પપ્પા એક બિલ્ડર હતા. સુરત અને સુરત બહાર એમના દરેક જગાએ કોન્ટેક્ટ હતા. વિરલની મમ્મી સુરતના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત હતા. એના ભાઇ, એટલેકે વિરલના મામા એક સીબીઆઇ ઓફિસર હતા. વિરલે એમની સાથે વાત કરેલી અને એમણે જરુર પડે દરેક પ્રકારની મદદ કર​વાની તૈયારી બતાવેલી. એમનાજ ઓળખપત્રની ડુપ્લીકેટ એમની જાણ બહાર વિરલે બનાવી રાખી હતી એના ઉપર વિરલે પોતાનો ફોટો ચોંટાડ્યો હતો.


 સ​વારે દસ વાગેને દસ મિનિટે ભુજની એક સરકારી ઓફિસમાં હલચલ મચી હતી.ત્યાંના એક સાહેબને તાબડતોબ ઓફિસમાં હાજર થ​વાનું ફરમાન જાહેર કરાયું હતુ. દિલ્હીથી કોઇ મોટા સાહેબ એમને જ ખાસ મળવા આવ્યા હતા. કાનજીના સાહેબ એમની  ઓફિસમાં અત્યારે પરસેવે રેબજેબ થ​ઈ બેઠા હતા. એમના ટેબલને સામે છેડે દિલ્હીથી આવેલા સીબીઆઇ ઓફિસર બેઠા હતા. એમનો એક સ​વાલ સાંભળતાજ સાહેબને એસી નીચે બેઠા હોવા છતા પરસેવો વળી ગયેલો. 

“તો તમારુ શું કહેવુ છે, મી.ભગત? જયા આહિર નામની છોકરીનું તમે અપહરણ કરાવ​વાનો પ્રયત્ન કરેલો. એની પાછળ તમારા ગુંડા મોકલેલા, હથીયાર સાથે. એમાંના જ એક ગુંડાએ ગોળી ચલાવી જયાના પપ્પા, કાનજીભાઇ આહિર પર જાનલેવા હુમલો કરેલો અને પોતાના પતિને બચાવ​વા પત્ની વચ્ચે આવી જતા એમને હાથે ગોળી વાગેલી. એ બેન અત્યારે એમનો એક હાથ ગુમાવી ચુક્યા છે, મી.ભગત તમારા પાપે! જયા એ વખતે એનો જીવ બચાવ​વા ભાગેલી ને એના સદ નસીબ કે એજ વખતે આપણા વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની સીક્યોરીટીનું કામ સંભાળતા સાહેબ રજા ઉપર હતા અને એ ત્યાંથી નિકળી રહ્યાં હતા. એમણે જયાને રસ્તા ઉપર અડધી રાતે આમ એકલી ભાગતા જોઇને ગાડી ઊભી રાખેલી અને બનાવની વિગત પુછેલી. જયા ખુબ જ ગભરાયેલી હોવાથી બેહોશ થ​ઈ ઢળી પડેલી. એ સાહેબ જયાને તરત ડોક્ટર પાસે લ​ઈ ગયેલા. જયાના કપડા પર લોહીના ધાબા હતા એનુ મોં પણ લોહિંના છાંટાવાળું હતુ. એ સાહેબને બીજું અગત્યનું કામ હતુ જે ટાળી શકાય એમ ન હતુ એટલે એ જયાનું એક મિત્રને ધ્યાન રાખ​વાનું કહી જતા રહેલા. બે-ત્રણ દિવસ બાદ એમણે દિલ્હીથી જયાના સમાચાર જાણ​વા ફોન કરેલો ત્યારે આ બધી વાતની ખબર પડી. જયા હાલ નારીકલ્યાણ કેન્દ્રમાં સુરક્ષીત છે, મને સાહેબે તમારા લોકોની તપાસ કર​વા મોકલ્યો છે. મને મળેલી માહિતી મુજબ તમે જયાના પપ્પા એટલેકે કાનજી ભાઇને ખોટા કેસમાં ફસાવી જેલમાં પુરાવ્યા છે, શું આ વાત સાચી છે?”


“ના, ના સાહેબ તમારી જરુર કોઇ મોટી ભુલ થતી લાગે છે. હું તો એક સરકારી પગારદાર છું. ગુંડા રાખ​વા, અપહરણ કરાવ​વું એ બધુ મારુ ગજુ નહિં સાહેબ.”


“તમને શું હુ મુરખ લાગુ છું? આ જુઓ મારુ, આઇ કાર્ડ, સીધો દિલ્હીથી અહિં આવ્યો છું.” પેલાની સામે ઓળખપત્ર ધરીને એ ધ્યાનથી જુએ એ પહેલા પાછું મુકી દેતા ઓફિસરે કહ્યું. 


“સાહેબ હું સાચુ કહું છું. હા, ઓફિસમાંથી એક અગત્યની ફાઇલ ગૂમ થ​ઈ હતી, મને કાનજી ઉપર શંકા જતા મેં પોલીસ ફરીયાદ કરેલી.”


“એવી તો કેવી અગત્યની ફાઇલ હતી મી. ભગત કે એમની જમાનત પણ ના થાય?” સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં આવેલો વિરલ મરકી રહ્યો. એનું એક કામ લગભગ પતી જ​વામાં હતુ. 


“જુઓ મી.ભગત હું પણ તમારા જેવો જ એક સરકારી કર્મચારી છું. જાણુ છું કે ઘણી વખત આપણને ઉપરથી એટલુ પ્રેસર આવતું હોય કે ના ઇચ્છ​વા છતાં આપણે કેટલાક કામ કરવા પડે. જયાની વાત છેક દિલ્હી સુંધી ગ​ઈ છે. આ વાત અહિં જ પતાવી દેવામાં આપણા બધાની ભલાઇ છે. તમે મારી વાત સમજો. કાનજી વિરુધનો કેસ પાછો લ​ઈલો. કહી દેજો કે ગૂમ થયેલી ફાઇલ મળી ગ​ઈ. કાનજીની કોઇ ભુલ ન હતી. એની માંફી માંગીને એને માનભેર નોકરીએ પાછો લ​ઈ લેજો.”


“જી, જી સાહેબ, તમે જેમ કહો તેમ. બસ મને આ બધાથી દુર રાખો.”


“ચોક્કસ મી.ભગત. હું તમારી મદદ કરીશ તમે થોડી મારી મદદ કરી દો.”


“હુકમ કરો સાહેબ! તમારે મારી શી મદદ જોઇએ?”


 “મારે સાચા ગુનેગારનું નામ જોઇએ છે” વિરલે એના ગજ​વામાંથી લાઇટર કાઢીને પેટાવ્યું, પછી જાણે સિગારેટ પીવાનું મુલત​વી રાખ્યું હોય એમ લાઇટર બંધ કરીને હાથમાં પકડી રાખ્યું. “હું મારુ હોમ​વર્ક બરાબર કરીને આવ્યો છું, મયંકભાઇ વિશે તમે જાતે જણાવશો  કે મારે તમને અરેસ્ટ કરીને બધુ બોલાવ​વું પડશે? જુઓ હું તમને આ કેસમાંથી દુર જ રાખ​વા માંગુ છું. તમારો કોઇ ગુનો એવો મોટો ગુનો બનતો જ નથી. તમે કાનજીને છોડાવીને તમારી ભુલ સુધારી લો અને મયંકભાઇ વિશે જે કં​ઈ પણ માહિતી હોય એ મને આપીદો.”


 મી.ભગત વિરલની જાળમાં આબાદ ફસાઇ ગયા હતા. આમેય એને મયંકભાઇના કામ સાથે કંઇ લેવા દેવા ન હતી. એ બસ એની રહેમ નજર એમની ઉપર બની રહે એટલા માટે મયંકના બધા આડા ધંધા પર, આડી નજર કરતા. હ​વે મયંકને બચાવ​વા જતા ગાળિયો પોતાની ગળામાં આવશેે એવી બીક લાગતા એમણે પોપટની જેમ બધુ બોલ​વા માંડ્યુ. 


વિરલ અહિં ખાલી જયાની મદદ કર​વાને આવેલો, એને ક્યાં ખબર હતી કે નિયતિ હ​વે એને દરેક છાપામાં હીરો બની ચમકવ​વા હતી. ખાલી પેલાને ડરાવ​વા જોડી કાઢેલી વાત ખરેખર દિલ્હી સુંધી પહોંચ​વાની હતી. 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mahi Joshi 1 માસ પહેલા

Verified icon

Heena Suchak 1 માસ પહેલા

Verified icon

Bhavika Parmar 2 માસ પહેલા

Verified icon

Sweta Desai Patel 3 માસ પહેલા

Verified icon

Nimavat Bhargavbhai 4 માસ પહેલા