"મે આઈ હેવ યોર...ઍટેનશન ..પ્લીઝ....ધી.. ફ્લાઈટ ઇસ રેડી ..ટુ ટેક ઑફ... એટ ટર્મિનલ..3..સૂચનાં સાંભળતા જ મુંબઇ થી સુરત જતી ફલાઈટમાં બેસેલ રોહન સીટ બેલ્ટ બાંધી કાનમાં ઈયર પ્લગ નાખીને પોતાના આઈપોડમાંથી ગીત સાંભળવામાં વ્યસ્ત થઈ ગયો. ગીતનાં મધુર ધ્વનિનાં સ્વરે મગ્ન થઇ ગયેલો રોહન આંખો બંધ કરીને સંગીતને મહેસૂસ કરી રહ્યો હતો.. થોડી વારમાં તેની સામે એક એર હૉસ્ટેસ આવી. એર હૉસ્ટેસે રોહનને કહ્યું, "એક્સકયૂઝમી..સર..." પણ તે આંખો બંધ કરીને સંગીત સાંભળી રહ્યો હતો, તેથી તેનું તે તરફ કોઇ ધ્યાન રહ્યું નહીં.. છેવટે એર હૉસ્ટેસે પોતાનો હૂંફાળો હાથ રોહનનાં હાથને સ્પર્શ કરીને કહ્યું, ,"એક્સકયૂઝમી..સર..."વ્હોટ વૂડ યુ.. લાઈક..? "ટી...ઑર ..કોફી...? થોડી ક્ષણો માટે તો રોહન એ એર હૉસ્ટેસનું સૌંદર્ય જોઈને અવાક..જ રહી ગયો. મુખ પર નયનરમ્ય હાસ્ય, સુંદર બ્લૂ કોટ, ઢીંચણ પ્રદર્શિત થાય તેવો સ્કર્ટ પહેરીને 'અપ્સરા સમી' એર હૉસ્ટેસ સામે ઊભી હતી. એર હૉસ્ટેસનું અનુપમ સૌંદર્ય જોઈને ભાન ભૂલેલો રોહન હજી તેને ટી કે કોફી શેની જરૂરીયાત છે તે કહી શક્યો નહીં. અને તેણે અંતે કોફીની ડિમાન્ડ કરી.
એર હૉસ્ટેસે..."ઇટ્સ ..માય..પ્લીઝર...સર..કહી કોફીનો કપ હાથમાં મૂકીને સ્મિત સાથે વિદાય લીધી.સુરત વાલો કી "સૂરત" બહોત "ખૂબસુરત" હોતી હે એવું રોહને સાંભળ્યું હતું પણ આજે તેને સાક્ષાત અનુભવ થઇ રહ્યો હતો. એર હૉસ્ટેસ અન્ય મુસાફરોને પણ તેમની જરુરીયાત પૂછી રહી હતી, પણ રોહન તિરછી નજરે એર હૉસ્ટેસનાં સૌંદર્યને નીરખી રહ્યો હતો..પહેલી નજરે એ એર હૉસ્ટેસ રોહનની આંખમાં વસી ગઇ હતી. ફ્લાઈટ લેન્ડ થતા જ ઉતરતી વખતે પણ એર હૉસ્ટેસે રોહનને સ્મઈલ આપી. તેથી રોહને પણ સ્મિત સાથે , "હાય...આઈ એમ રોહન...આઈ વર્કિંગ એટ...રિયાન ગૃપ એઝ અ "ફાયનાનસ મેનેજર..વી ગેધર હિયર ફોર યૂટીલાઈઝેશન ઑફ ન્યૂ રિસૉંર્સીંસ ઑફ ફાયનાનસ .વી વિલ સ્ટે ઇન હોટેલ "સ્વીટ ડ્રીમ..." વ્હોટ અ પલિઝન્ટ સરપ્રાઈઝ..."માય ફાધર ઈઝ ધી ઓવનર ઑફ ધેટ હોટેલ..કહેતાં એર હૉસ્ટેસનાં મુખ પર ખુશીની લાગણી છવાઈ ગઇ .બાય ..ધ..વે.."વ્હોટસ ..યોર ..ગુડ નેમ..? રોહને એર હૉસ્ટેસને પુછ્યું.એર હૉસ્ટેસે હસ્તધનૂન કરતા કહ્યું, "માય ..નેમ..ઈઝ ખ્યાતિ..વેન..આઈ વિલ બી ધેર..આઈ ..વીલ કેચ યુ..."ઓ..કે.." કહી રોહને વિદાય લીધી..પ્રથમ મુલાકાતથી રોહન અને ખ્યાતિ રોમાંચિત થઇ ગયા હતા. રાત્રે પોતાની ડ્યૂટી પૂર્ણ થતાં જ ખ્યાતિ બરાબર આઠ ત્રીસ વાગે તેનાં પિતાની હોટેલ પર પહોચી. તેનાં પિતા કંઇક કામ અર્થે બહાર ગયા હતાં તે જાણી તેને "રિસેપસનીસ્ટ" સાથે પ્રાસંગિક હાય..હેલો કર્યું અને પૂછ્યું આપણે ત્યાં.રિયાન ગૃપ કંપની માંથી બધા મિટિંગ અર્થે આવવાના હતાં..ને.. ? રિસેપસનીસ્ટે જણાવ્યું કે.. હા..તેઓનાં મેનેજર રૂમ નંબર 99 માં રોકાયા છે.થોડી જ વારમાં ખ્યાતિ રોહનને સરપ્રાઇસ આપવાનાં ઈરાદાથી રૂમ નંબર 99 પર પહોંચીને ડોર બેલ વગાડ્યો..રોહને ડોર ખોલતા જ તેની આંખો ચમકી..અને સામે છેડે "સર પ્રાઇસ..." કહી ખ્યાતિ હસવા લાગી..રોહન થોડીક ક્ષણ તો આભો જ બની ગયો. એક ક્ષણ તો રોહનને એવું લાગ્યું કે ,"તે કોઇ સપનું તો નથી જોઇ રહ્યો ને...? રોહનને વિશ્વાસ થતો નહતો. કે...ખ્યાતિ સાથે આટલી જલદી મુલાકાત થશે.ખ્યાતિએ કહ્યું.. કે.. હોટેલમાં આવી હતી એટલે થયું કે લાવ રોહનનાં ખબર - અંતર પૂછી લઉં કે કોઇ તકલીફ તો નથીં ને...? આફ્ટર ઓલ ..મારા ડેડની આ હોટેલ છે." ખૂબ સારી ફેસેલીટી છે.. "રોહને કહ્યું. ગુડ નાઈટ...કહી છુટા પડતી વખતે ખ્યાતિ એ રોમેન્ટિક અદાથી કહ્યું કે, "આશા રાખું છું કે, અમારી હોટેલ "સ્વીટ ડ્રીમ..." ની જેમ તમારી આજની નીંદરમાં સપના પણ "સ્વીટ..." જ આવે.રોહનને તે રાત્રે નીંદર આવી જ નહિ, તેં સતત ખ્યાતિની યાદમાં ખોવાયેલ રહ્યો. પડખા બદલ્યા કરતો..અને સતત ખ્યાતિને મળવા માટે તરસી રહ્યો હતો.બંને સાથે ફરતા અને એકબીજાની કંપની બહુ એન્જોય કરતાં. મોબાઈલ નંબરની આપ -લે થતાં લાંબી લાંબી વાતો થતી. સાથે ડિનર પણ લેતા. રોહન ખ્યાતિને ઈમ્પ્રેસ કરવા માટે જયાં મળવાનું હોય ત્યાં સમય પહેલાં જ પહોંચી જતો. ખ્યાતિએ એકવાર તેણે કહ્યું , " તું દરેક મુલાકાતમાં યોગ્ય સમયે જ પહોંચી જાય છે. ત્યારે રોહન કોઇ ફિલ્મી ડાયલોગ મારતો હોય તેમ ખ્યાતિને કહેતો : "સમય બગાડવા માટે અહીં કોને સમય છે...?" અને હું તારી સાથેની દરેક સેકન્ડને મન ભરીને માણવા માંગુ છું, જીવવા માંગુ છું." ખ્યાતિ જેવો મનનો માણીગર ઈચ્છતી હતી તેવા દરેક લક્ષણો રોહનમાં જોવા મળતાં હતાં તેથી ખ્યાતિ વધું રોમાંચિત હતી. એક વાર ડિનર કરતાં કરતા રોહને ,"વીલ યુ બી માય...લાઈફ પાર્ટનર..? એવો પ્રસ્તાવ મૂક્યો. ખ્યાતિએ એ પ્રસ્તાવનો જવાબ આપવાનો સમય માગ્યો. રોહને કહ્યું,"એઝ ..યુ ..વિશ....ડિનર કરતા બંને એકબીજાની પસંદ - નાપસંદની વાતો કરતા હતાં..રોહન પહેલા ખ્યાતિની પસંદ પૂછતો અને પછી "વાવ..આઈ ઓલસો..લાઈક..ઘીસ..." ખ્યાતિને પણ લાગવા માંડ્યું કે..તેની અને રોહનની પસંદ મળતી આવે છે..થોડા દિવસમાં તેઓને એકબીજા પ્રત્યે શારીરિક આકર્ષણ પણ થયુ અને તેઓએ બધી મર્યાદા વટાવી દીધી. દસ દિવસ બાદ રોહનને મુંબઇ આવવાનું હતું. ખ્યાતિને રોહનની ખોટ સાલવા લાગી. તે રોહન વિના એકલતા અનુભવવા લાગી. કેમ કે તે રોહનને મનથી વરી ચૂકી હતી. રોહનને તે ફોન કરતી પણ રોહન કામમાં ખૂબ વ્યસ્ત છું..પછી કોલ કરું... આવુ એક યા બીજી રીતે વાત કરવાનું ટાળવા લાગ્યો...કેટલીક વાર ફોન પર ગુસ્સે પણ થઈ જતો. થોડા દિવસો બાદ ખ્યાતિને જાણ થઈ કે તે ગર્ભવતી છે...તેની જાણ કરવા રોહનને ફોન કર્યો પરંતુ રોહને તેનો નંબર બ્લોક કરી દીધો હતો..આમ છતાં ફોન આવતાં છેવટે રોહને આ ઝંઝટથી બચવા માટે સિમ કાર્ડ જ બદલી નાખ્યું. ખ્યાતિએ તેનાં પિતાને સઘળી હકીકત જણાવી. તો તેનાં પિતાએ તેને ધુતકારી નાખી. અને અબૉર્શન કરાવવા કહ્યું. પણ ખ્યાતિ પોતાનાં પેટમાં ઉછરી રહેલા શિશુને મોતને ઘાટ ઉતારી દેવાની વાત માની નહીં..આ બાજુ લીવ ઈન રીલેશનશીપથી નાની ઉંમરમાં જ ગર્ભવતી થવાની વાત ખ્યાતિની ઑફિસમાં પ્રસરી જતાં નોકરીનાં ટર્મ એન્ડ કન્ડીશન અને તેની નોકરી મેળવતી વખતના કરારનાં ભંગ મુજબ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી. તે વિશ્વાસ સાથે રોહનને શોધવા મુંબઈ આવી, મુંબઈમાં રિયાન ગૃપ ની ઑફિસે તપાસ કરી પણ ત્યાંથી જાણવા મળ્યું કે રોહનને પ્રમૉશન મળતાં બીજા શહેરમાં બદલી થઈ છે.રોહનને શોધવાની ચિંતામાં લગર વઘર ફરતી અને વારંવાર રોહનનું સરનામું પૂછતી ખ્યાતિ ને લોકો "ગાંડી"માં ખપાવવા લાગ્યા.પણ આ બધી જ તકલીફનો મૂળ રોહન જ હતો જેનો કોઇ પતો નહતો. આજે પણ ખ્યાતિ રોહનને મુંબઇની ગલી ગલીમાં શોધી રહી છે.એ વિશ્વાસ સાથે કે ,"કદાચ...રોહન તેનાં પેટમાં ઉછરી રહેલ શિશુને અપનાવી લે.."
ફલાઈટની એક મુલાકાતથી ખ્યાતિની જિદગીમાં તોફાન સર્જાયું...
તે ન ઘરની રહી.. ના ઘાટની....
- "કલ્પતરુ"