maitri books and stories free download online pdf in Gujarati

મૈત્રી

સવાર ના ૭:૦૦ વાગે એક મ્યુન્સિપલ સ્કુલ ની મુલાકાતે એક સામાજિક સંસ્થા ની ટુકડી પહોંચી. આ મ્યુન્સિપલ સ્કુલ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તાર માં આવેલી. સામાજિક સંસ્થા (યુવા અનસ્ટોપેબલ) ની ટુકડીમાં કુલ દસ સભ્યો હતા. ટુકડી ની લીડર નિકિતા એ બધા મેમ્બર નું વેલકમ કર્યું અને પરસ્પર ઓળખાણ કરાવી. ત્યારબાદ સ્કુલ ના શિક્ષકો અને આચાર્ય સાથે ટીમ ની મુલાકાત કરાવી. એ મુલાકાત પછી ટુકડી ને બે-બે જણ માં ભાગ પાડી ને ધોરણ-૪ થી ધોરણ-૮ માં બે-બે જાણ ને મોકલાયા.

અવિનાશ નો આજે ટીમ માં પહેલો દિવસ હતો એટલે નિકિતા એ એને પોતાની સાથે ધોરણ-૫ માં આવવા કહ્યું. નિકિતા એ સ્કુલ માં આવવાના હેતુઓ સમજાવતા કહ્યું

"અવિનાશ આજે તમારો પહેલો દિવસ છે. પણ આજે હું તમારી સાથે ધોરણ-૫ ના વર્ગ માં રહીસ તો તમે આજે બધી વસ્તુઓ ધ્યાનથી જોજો તો આવતી વખતે તમને સરળતા રહે. આપણે દર શનિવારે આ શાળા માં બાળકો ને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન માં પડતી મુશ્કેલીઓ માં મદદ કરીયે છીયે સાથે સાથે યુનિફોર્મ, નોટબુક, બેગ, પુસ્તકો વગેરે માં પણ મદદ કરીયે છીયે"

આટલું કહી નિકિતા એ અવિનાશ ને વર્ગ માં પ્રવેસવા ઇસારો કર્યો. અવિનાશ અને નિકિતા જેવા વર્ગ માં પ્રવેસ્યા કે નાના ભૂલકાઓ જોર જોર થી ઉભા થઇ, બંને હાથ વાડી ને "ગુડ મોર્નિંગ દીદી... ગુડ મોર્નિંગ ભૈયા..." જેવા નાજુક સ્વરો થી સ્વાગત કર્યું. દરેક ભૂલકાઓ ના મોઢા પર એક નિસ્વાર્થ હાસ્ય હતું. જાણે આજે એમને કોઈ ફિલ્મ જોવા મળી ગઈ હોય કે કંઈક નવું જીવન માં માણવા મળશે એવા ભાવ સાથે એકી ટસે એ નિકિતા અને અવિનાશ સામે જોઈ રહ્યા.

અવિનાશ બાળકો ના આ વર્તન થી ખુબ જ ભાવુક બની ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે આટલા વર્ષો એ કેમ આ બાળકો પાસે ન આવ્યો. પણ જાગ્યા ત્યાંથી સવાર એમ વિચારી ને અવિનાશ ફરીવાર એ બાળકો ના માસુમ ચહેરા ઓ નિહાળી રહ્યો. નિકિતા એ બાળકો ને...

"ગુડ મોર્નિંગ ....." કહી ને બેસવા કહ્યું. બધા બાળકો પોતાની જગ્યા પર ગોઠવાયા.

"ચાલો બાળકો તો આજે આપણી સાથે અવિનાશ ભૈયા છે... અને એ હવે દર શનિવારે એ અહીં આવશે. તો તમને બધાંને મજા આવશે નઈ..." નિકિતા એ અવિનાશ નો બાળકો ને પરિચય કરાવતા જણાવ્યું.

બાળકો પણ ખુબ ઉત્સાહ માં આવી ગયા અને "હેલો અવિનાશ ભૈયા .." ના સ્વરો વર્ગ માં ગુંજી ગયા. અવિનાશ આજે આ નાજુક ભૂલકાઓ નો પ્રેમ માણી ને આત્મિય ખુશી મેળવી રહ્યો હતો જે એને પોતાના જીવનકાળ માં પહેલીવાર કોઈ અજાણ્યા બાળકો તરફ થી મળી રહી હતી.

"ચાલો બાળકો તો હવે એક એક કરી અવિનાશ ભૈયા ને તમારું નામ, ક્યાં રહો છો અને તમારું ડ્રીમ શું છે એ કહો... બરાબર ને... તો ચાલો પહેલી બેન્ચ થી શરૂ કરીયે..." નિકિતા એ બાળકો ને પોતાનો પરિચય આપવા કહ્યું.

બાળકો એક એક કરી ને બોલતા ગયા. કોઈ ખુબ જ ધીમા અવાજે તો કોઈ ખુબ જ ઉત્સાહ માં આવી ને બોલવા લાગ્યા. અવિનાશ ને વર્ગ માં રહેલા લગભગ પાંત્રીસ થી ચાલીસ બાળકો માંથી અમુક ના જ નામ યાદ રહ્યા. મહેશ , વિવેક, અંજલિ, જીયા, કલ્પેશ... અને મોટા ભાગ ના છોકરાઓ ને પોલીસ , ટીચર અને મિલેટરી માં જવાન બનવાનો શોખ દર્શાવ્યો તો છોકરીઓ એ પણ ટીચર , ડૉક્ટર અને ગૃહિણી બનવાનો શોખ દર્શાવ્યો. બધા પોતપોતાની ઓળખાણ આપી જ રહ્યા હતા કે છેલ્લી બેન્ચ પર બેઠેલી એક છોકરી નો વારો આવ્યો. વર્ગ માં શું ચાલી રહ્યું હતું એના થી પોતાની જ ધૂન માં એ નીચે જોઈને બેઠી હતી. જાણે એને આ પ્રવુતિ માં કોઈ રસ ન હોય એમ નીરસ બેઠી હતી. નિકિતા એ બે વાર કહ્યું પણ એ પોતાની જ ધૂન માં હતી. સમય નો અભાવ છે , અમુક વિદ્યાર્થીઓ નીરસ હોય છે એમ કહી નિકિતા એ અવિનાશ ને સમજાવ્યો અને આગળ બાળકો ને આજે ગણિત શિખવાળવાનું છે એમ કહી દરેક ને નોટબુક અને ગણિત નું પુસ્તક કાઢવા કહ્યું.

નિકિતા એ બાળકો નું સામાન્ય ગણિત નું લેવલ ચેક કરવા સરવાળા, બાદબાકી , ગુણાકાર , ભાગાકાર જેવા નાની અને મોટી રકમ ના દાખલાઓ લખ્યા. પણ લગભગ અડધા વર્ગ ને સરવાળા ના દાખલા પણ સરખા નહોતા આવડતા. આ જોઈ અવિનાશ અચંબિત થઇ ગયો કે અમદાવાદ જેવા શહેર માં પણ બાળકો ની આ હાલત છે. નિકિતા એ આપેલા જવાબ થી અવિનાશ સંતુષ્ટ ન હતો એટલે એ આ પ્રવુતિ દરમિયાન છેલ્લી પાટલી પર જઈને પેલી છોકરી પાસે બેઠો.

એ છોકરી હજી પણ કોઈ રસ વગર એમ જ બેઠી હતી. અવિનાશ ને જોઈ થોડી ડરી પણ અવિનાશ એ એક હળવું સ્મિત કર્યું અને પૂછ્યું

"શું નામ છે બેટા તારું....?"

"મૈત્રી...." છોકરી એ ખુબ ઝીણા અવાજ માં જવાબ આપ્યો.

અવિનાશ થોડીવાર એની સામે એમ જ અવાચક બની ને જોઈ રહ્યો. યુનિફોર્મ વગર બીજા થોડા મેલા કપડાં વાળ પણ અસ્તવ્યસ્ત અને ચહેરા પર ઉદાસી અવિનાશ ને થોડી કનળી રહી હતી. કેમ આ બાળકી આવી હશે? એને કોઈ તકલીફ હશે એવા અનેક વિચારો અવિનાશ ના મનમાં દોડવા લાગ્યા.

"બેટા ... તને અમે જે શિખવીયે છીયે એ નથી ગમતું? તો અમે તારા જે ટીચર છે એમ ને જ મોકલીએ..." અવિનાશ એ હળવા અવાજે મૈત્રી ને કહ્યું.

કઈ પણ બોલ્યા વગર એ ચુપચાપ એમ જ બેસી રહી. અવિનાશ નો જવાબ ન મળતા એને આગળ ની પાટલી પર બેઠેલી એક છોકરી ને પૂછ્યું

" મૈત્રી આવી જ છે ? કે પછી અમે આવીએ તો જ નથી બોલતી?"

આગળ બેઠેલ અંજલિ એ જવાબ આપ્યો... " ભૈયા એ એવી જ છે. ક્લાસ માં સૂનમૂન જ રહે છે..."

અવિનાશ ને થયું કે આ બાળક જવાબ નઈ આપે અને એને દબાણ કરીશું તો કદાચ એને દુઃખ લાગે કે પછી એ ફરીવાર આ પ્રવુતિ માટે શનિવારે સ્કૂલે જ ન આવે તો એમ વિચારી અવિનાશ મૈત્રી સામે એક હળવું સ્મિત આપી ને નિકિતા પાસે આવ્યો.

નિકીતા એ અવિનાશ ને આગળ ગણિત માં વર્ગ અને વર્ગમુળ વિશે શીખવવા કહ્યું. અવિનાશ એ બાળકો ને આ પ્રકરણ ખુબ જ સરળતા થી શીખવ્યું. લગભગ એકાદ કલાક આમ જ પસાર થઇ અને બાળકો નો શાળા નો સમય પૂરો થયો. બાળકો "બાય ભૈયા... બાય દીદી.." ના સ્વરો સાથે વર્ગ માંથી બેગ પેક કરી ને નીકળવા લાગ્યા. મૈત્રી પણ નીચી નજર કરી એ જ ઉદાસ ચહેરા સાથે નીકળી ગઈ.

નિકિતા એ ટીમ ને પોતાના અભિપ્રાય આપવા એક વર્ગ માં એકઠા થવા કહ્યું. દરેક એ પોતપોતાના અભિપ્રાય આપ્યા. ત્યાં શાળા ના આચાર્ય અને શિક્ષકો પણ હાજર હતા. અવિનાશ એ પણ બાળકો ના પ્રેમ ના વખાણ કર્યા અને બાળકો ની નવું શીખવાની ધગશ વિષે પણ જણાવ્યું.

સામાજિક સંસ્થા ની આ ટીમ હવે એક બીજા ને આવતા શનિવારે મળીશું એવો વાયદો કરી ને વિદાય લહી રહી હતી. એટલા માં અવિનાશ પણ બધા ને બાય કહી ને શાળા ના શિક્ષકો પાસે પહોંચ્યો. શિક્ષકો એ અવિનાશ નો આભાર માન્યો અને અવિનાશ એ પણ એ સૌનો આભાર માન્યો. અવિનાશ એ ત્યાં ઉભેલા શિક્ષકો ને પૂછ્યું કે

"ધોરણ-૫ ના વર્ગ શિક્ષક કોણ છે?"

"હું છું... કેમ શું થયું...?"
ત્યાં ઉભેલા એક શિક્ષિકા બોલ્યા....

"મેમ તમે મૈત્રી નામની વિદ્યાર્થીની ને ઓળખો છો...?"

"હા , ઓળખું છું... એ ખુબ જ શાંત રહે છે મારા વર્ગ માં..."
શિક્ષિકા એ જવાબ આપ્યો.

"તમને વાંધો ન હોય તો આપણે સ્ટાફ રૂમ માં બેસીએ મને થોડું જાણવું છે એ છોકરી વિષે..." અવિનાશ એ શિક્ષિકા ને અચકાતા કહ્યું

"હા વાંધો નઈ... તમે સ્ટાફ રૂમ તરફ જાઓ હું આચાર્ય ને મળી ને આવી..."

થોડા સમય બાદ શિક્ષિકા જેમનું નામ વૈશાલી હતું એ સ્ટાફ રૂમ માં આવ્યા. અવિનાશ ત્યાં જ બેઠો હતો.

"બોલો શું કેહતા હતા તમે ? શું જાણવું છે મૈત્રી વિષે...?"

"મેમ હું આ પ્રવુતિ માં નવો છું. આ સામાજિક સંસ્થા સાથે પણ એક અઠવાડિયા પહેલા જ જોડાયો છું. મારા સવાલો કેટલા અંશે વ્યાજ બી છે એતો મને નથી ખબર પણ આજે મને મૈત્રી ને જોઈ ને ખુબ સવાલો થયા કે આ છોકરી આખા વર્ગ થી અલગ પોતાની દુનિયા માં જ સૂનમૂન છે. ના એને કોઈ પ્રવુતિ માં રસ છે ના કોઈ જાતનો ઉત્સાહ. એના કપડાં અને હાવભાવ પરથી એનું ઘર કેવું હશે? એને જીવન જરૂરી વસ્તુઓ મળતી હશે કે નહિ? જેવા અનેક સવાલો મને થયા... અને આજે હું આના જવાબ વગર ઘરે જઈશ તો કદાચ જમવાનું પણ ગળે નઈ ઉતરે..." અવિનાશ એકી ટસે બોલી ગયો...

"જુવો અવિનાશ ભાઈ તમારી લાગણી અને ચિંતા સમજી સકાય એમ છે. અમે મોટા ભાગે વિદ્યાર્થીઓ ની પરિસ્થિતિ વિષે બહુ વાકેફ નથી હોતા પણ મૈત્રી વિષે મને થોડી જાણ છે.. કેમ કે આખા વર્ગ માં એ અલગ જ પ્રકાર ની છોકરી છે. સ્કુલ માંથી એકવાર તાપસ કરાવેલી તો જાણવા મળ્યું કે મૈત્રી ના પિતા નથી. એ એની માતા સાથે અહીં નજીક માં ઝુંપડા બાંધી ને રહે છે. ઘર નું ગુજરાન ચલાવવા એની માતા વાસણ સાફ કરવા, કચરા-પોતા કરવા , કપડાં ધોવા જેવા કામ કરે છે. પણ ક્યારેક એ બીમાર પડે તો મૈત્રી ને પોતાની જગ્યા એ આવા કામ કરવા મોકલી આપે છે. એની ઉંમર ના બાળકો ખેલ કુદ કરતા હોય ત્યારે આ છોકરી વાસણ-સાફ કરતી હોય છે. પિતા ના અભાવ અને ઘરની આ વિકટ પરિસ્થિતિ માં એને સમાજ પ્રત્યે કોઈ રસ નથી કે કોઈ પ્રવુતિ માં પણ મન નથી.. એટલે જ અમે એને બહુ દબાણ કરતા નથી..."

વૈશાલી એ અવિનાશ ને મૈત્રી વિષે જણાવતા કહ્યું...

આ સાંભળી અવિનાશ ની આંખો પણ થોડી ભીની થઇ ગઈ. એને વૈશાલી નો આભાર માની ને શાળા એ થી વિદાય લીધી...


***
સાર


સમાજ માં ઘણી એવી સંસ્થાઓ છે જે ગરીબો માટે કામ કરે છે. કોઈ અન્નદાન થી મદદ કરે છે તો કોઈ વિદ્યાદાન થી. આજકાલ ઘણી NGO યુવા અનસ્ટોપેબલ, ભૂમિ , ટીચ ફોર ઇન્ડિયા, સ્વેરા , બિઇંગ હ્યુમન જેવી અનેક સંસ્થાઓ કાર્યરત છે જે સમાજ માં બાળકોના શિક્ષણ, પર્યાવરણ ની જણાવની, સમાજ ની જાગૃતતા , ગરીબો ને અન્ન ની સહાય, વૃધશ્રમ માં જરૂરી વસ્તુઓ ની મદદ, અનાથ આશ્રમ માં બાળકો ના ભવિષ્ય માટે ના પ્રયત્નો અને અપંગ કે અંધ માટે રાઈટર્સ તરીકે સહાય કરે છે. તમે પણ તમારા નવરાશ ના સમય માં થોડો સમય આપી આ પ્રવુતિઓ ને વધુ પ્રોત્સાહિત કરો જેથી મૈત્રી જેવી જરૂરી વ્યક્તિ ને કોઈ ને કોઈ રીતે તમે મદદ રૂપ થઇ શકો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED