મારી વેકેશન ટુર ?

                         
                         🌍 વેકેશન ટુર 🌍


- 🌄ઋષીકેશ, દહેરાદૂન
-⛰️પર્વતોની મહારાણી મસુરી(🚲 bicycling,કેમ્પટી ફોલ્સ ..)
-🏞️મનાલી (સ્નો પોઇન્ટ રાફ્ટિંગ,river rafting,સોલંગ વેલી,રોહતાંગ પાસ
-🏔કુલુંસિટી (બુધ્ધ મોનેસ્ટ્રી વશિષ્ઠ કુંડ, નગરકોશલ, મનુ મંદિર વગેરે બધા સાઈટ સીન..)
-🏔 શિમલા 
-🏕 કૂફરી હિલ સ્ટેશન
-🛤️તાજમહાલ આગ્રા
-મોક્ષ પ્રદાન મથુરા
-🕌 લાલકિલ્લો
-✈️દિલ્હી દર્શન (Qutb Minar,રાજઘાટ,ઈંડિયા ગેટ ..)
-🗺️ વેકેશન ટુર ની પ્લાનિંગ..
-🌸 વેકેશન યાત્રા આભાર

😊 કુલું~મનાલી ટુર પ્રથમ દિવસ 
      મારા અનુભવો

💦 ઋષીકેશ થી આજે   દહેરાદૂન ની રોમાંચક યાત્રા સહસ્ત્રધાર ફોલ્સ ની મઝા માણી ....

સહસ્ત્રધારા ફોલ્સ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન શહેરથી માત્ર ૧૬ કિલોમીટર જેટલા  આવેલ છે અહીં આવેલ ગંધકયુક્ત ઝરણું ત્વચા રોગોની સારવાર માટે પ્રખ્યાત છે. આ સારવાર સંબંધી થોડા અન્ય ઉપાયો પણ છે.  ઘણા પરિવારો અહીં પર મોજ-મસ્તી કરતા જોઇ શકાય છે. અન્ય લોકોની જેમ આ સ્થળ બાળકોમાં પણ એટલું જ લોકપ્રિય છે.

આ સમગ્ર જગ્યા અનન્ય કુદરતી અજાયબી છે. ટેકરી પરથી પડતા જળને પ્રાકૃતિક રીતે સંચિત કરવામાં આવેલ છે. અહીં થોડી દૂર એક ટેકરીની અંદર પ્રાકૃતિક સ્વરૂપમાં કોતરેલી અનેક નાની નાની ગુફાઓ છે, જે બહારથી તો સ્પષ્ટ દેખાતી નથી, પરંતુ આ ગુફામાં દાખલ થઈએ ત્યારે જોવા મળે છે કે ગુફાઓની છત પરથી અવિરત રીમઝીમ આછા વરસાદનો છાંટા ટપકતા રહે છે. બસ આ જ સહસ્ત્રધારા છે. ઘણા લોકો છે પોલિયો-ગ્રસ્ત બાળકોને સલ્ફરયુક્ત પાણીમાં સ્નાન કરાવતા જોવા મળે છે. આ સ્થળ નાનું છે, જ્યાં થોડા કલાક જરુરથી રોકાઈ શકાય છે. મને તો ખૂબ મજા આવી આપ પણ જરૂર જજો...

~ સાંકળીયા વિવેક ફ્રોમ દહેરાદૂન

🏔   બાદ લીલાછમ પર્વતોની મહારાણી એવા મસુરી ni મોજ. મસુરી પહાડો કી રાની સમુદ્રથી 2008 mtrs ઉંચુ  આજે વાતાવરણ સૌરાષ્ટ્રના શિયાળા જેવુ., એકદમ ઠંડી, મસ્ત હુંફાળો પર્વત..

6000 ફૂટની ઉંચાઇ પર વસેલું મસુરી ગરમીનાં સમયમાં પર્યટકોની પસંદ બની જાય છે. 1825માં મસૂરીની ખોજ કેપ્ટન યંગે કરી હતી
દિલ્હીથી ફક્ત 4 કલાક દૂર છે આ જગ્યા..

 તો દિલ્હીથી ફક્ત 300 કિમી દૂર પર્વતોની વચ્ચે ઘેરાયેલું મસુરી તમારા માટે આ વેકેશન ગાળવાની સુપરહિટ જગ્યા છે.

ઉત્તરાખંડનાં મસૂરીમાં આવીને આપને જે સુકુન મળશે તે કદાચ ક્યાંય નહીં મળે. આ શહેર વિશાળ હિમાલયનો એન્ટ્રી પોઇન્ટ છે

મસૂરીનાં માલ રોડમાં હમેશા સહેલાણીયોનો જમાવડો રહે છે અહીં મોટાભાગની ઇમારતો અંગ્રેજોનાં સમયની છે. અહી ફરવા માટે રિક્ષા અવેઇલેબલ છે.

સુંદર બેગ બગીચાઓ માં કમ્પની ગાર્ડન અને સાથે સાથે ત્યાંનું " વેક્સ મ્યુઝીયમ " માં અનેક પ્રસિદ્ધ વ્યક્તિ ઓના આબેહુબ પૂતળાઓ છે..

ગનીહિલ પણ છે જ્યાં રોપવેય દ્વારા જય શકાય છે..

અને સહુથી વધુ મજા  તો bicycling  માં આવે જે " કેમલ રોડ " પર કરીશકાય ..તેમાં અમે ખૂબ એન્જોય કર્યું...

મસૂરીમાં સુરજ ઉગતા અને આથમતા જોવાનો અનુભવ આપનાં માટે જિંદગી ભરનું સંભારણું રહેશે.

~વિવેક સાંકળીયા ફ્રોમ મસૂરી હિલ સ્ટેશન

🚲 bicycling at missouri hill 
મસૂરી હિલસ્ટેશન માં સહુથી વધુ મજા  તો bicycling  માં આવે ત્યાં સમય પ્રમાણે સારી એવી સાઈકલો ભાડે મળે જે લઈને નીકળી જવાનું અને ત્યાં મસૂરી માં  " કેમલ રોડ " સંપૂર્ણ સુંદર લીલાછમ પર્વતો થી ઢંકાયેલો છે.ને આપણને એવું લાગે કે વાદળાં ઓ માંથી પસાર થતા હોઈએ ત્યાંથી મસૂરી ની મુખ્ય માર્કેટ માં થી સુંદર નજરાઓ જોતા સાઇકલ ચાલવાની માજા જ કંઈક ઓર છે ....

 પણ હા તેમાં જેવતેવા ન ચાલે હ જો મોજ માં ન ચલાવો તો પાછું મસૂરી પોઇન્ટ પર પહોંચવું અઘરું પડી જાય એ પણ છે.....
વચ્ચે વચ્ચે કાકડી, ગરમ મકાઈ , લીંબુ સોડા પીવાની પણ મજા  છે.... 

અને બાળપણ ની યાદો પણ તાજી થઈ જાય...માસુરી જાવ ત્યારે જરૂર લાવો લેજો હ...

~ બાળપણ નો સાઇકલ પ્રેમી વિવેક સાંકળીયા ફ્રોમ મસૂરી 

 🌊 કેમ્પટી ફોલ્સ સુંદર ધોધ ની મજા at મસૂરી

મસુરીથી 15 કિમી દૂર અમે  પર્વતોના ખુબજ નયનરમ્ય સુંદર નજારાઓ નિહાળતા કેમ્પટી વોટર ફોલ્સ પહોચયા.ફોલ્સ 12 મીટરની ઉંચાઇ પર વહે છે અને લોકો તેનો સંપૂર્ણ આનંદ પણ ઉઠાવે છે.

કેમ્પટી ફોલ્સ મસૂરીની સૌથી સુંદર અને પ્રસિદ્ધ જગ્યા છે. 

કેમ્પટી ફોલ્સ પાસે અનેક સુંદર જરાના ઓ અને નાના ધોધ વહે  છે જેનો લાહ્વો તમારે લેવો જ જોઇએ. અમે ઓણ ત્યાં ખુબજ ફોટોગ્રાફી કરી . તમે ત્યાં જ્યારે પણ જાવ ત્યારે તેને તમારા ફોટોમાં કેદ કરી લેશો... તો આજીવનનાં સંભારણા થઇ જશે..

કેમ્પટી ફોલ્સ સુધી જઇને પાછા આવવા માટે કેબલ કાર રાઇડ પણ હવે અવેઇલેબલ છે. ઉનાળાનાં વેકેશનમાં અહીં ભારે ભીડ હોય છે એટલી ભીડ કે તમને તમારી કાર પાર્ક કરવાની જગ્યા પણ ન મળે. એઠલે કે વોટર ફોલ્સ સુધી તમારે ચાલીને જવું પડે. અમે પણ ચાલી ને ગયા ..એવામાં આ કેબલ કાર રાઇડ આપને ખુબજ મદદગાર સાબિત થશે...

~ વિવેક સાંકળીયા ફ્રોમ કેમ્પટી ફોલ્સ મસૂરી

અને માસુરીથી સાડાચાર ના સમયે મનાલી જવા રવાના થયા રાત્રી દરમિયાન પ્રવાસખેડીને સવારે ૮ વાગે મનાલી " ગ્રીનફિલ્ડ હોટેલ " પહોંચ્યા.....

🏔 મનાલી ટુર દ્વિતીય દિવસ ના મારા અનુભવો  🏕

મસૂરી થી નીકળ્યાં આખી રાત ટ્રાવેલિંગ કર્યા બાદ અમે કુલું મનાલી ના માર્ગે પહોંચ્યા
અને અધવચ્ચે  પહોંચ્યાં હશું કે પહાડો પર બર્ફ દેખાવા મંડ્યો . અને મારાથી” ક્યાં બાત  Wow…”  બોલાઈ ગયું . સુંદર બર્ફીલા પહાડો આવતા ગયા. અને ટાવેરામાં બેઠા બેઠા ફોટા પાડતા ગયા. અમારી સાથે આવેલ અમારા મોટા ભાઈએ  કહ્યું એતો કઈ નથી આપણે જશું ત્યાં તો બરફ ના  પહાડો હશે......

મનાલી પહોંચતા તો લગભગ સવાર પડી ગઇ અને ધ્રુજાવી નાખે તેવી ઠંડી , મને થયું કાલની સાઇટ-સીઈંગની મજા ગઈ.

ગુરુકુલ  તરફથી જે હોટલ અમારા માટે બુક થઇ હતી ” Hotel Greenfield ” બેસ્ટ હોટેલ હતી 7 Star Hotel  જેવી જ હતી અને બેસ્ટ લોકેશન પર હતી. હોટલ ,રોડ ને અડીને જ હતી અને  બર્ફીલા પહાડો. નદીનો ખળ ખળ અવાજ છેક હોટલની રૂમમાં આવતો.

હોટલની ગેલેરીમાંથી દેખાતો વ્યુ ખુબજ રોમાંચક હતો. 

સવારે સ્નાન સંદયા-પૂજા કરીને એકાદશીના બટેટા-પૌવા જમીને નીકળી ગયા. મનાલી શહેર આખું પહાડ પર અને વ્યાસ નદીની બન્ને બાજુ વસેલું છે. કુદરતે ભરી ભરીને સૌંદર્ય ઠાલવ્યું છે. એક વાર આપણને એમ થઇ જાય કે શા માટે આપણે આવું સ્વર્ગ છોડીને બીજે રહીએ છીએ ? નેક્સ્ટ ટેમ્પલ

આ તો હતું બેકગ્રાઉન્ડ . સફર તો હવે શરૂ થશે

~ વિવેક સાંકળીયા ફ્રોમ કુલું-મનાલી

 💐 હિડીંબા દેવીનું મંદિર

નાસ્તો કરીને અમે સુંદર જંગલોમાં થી પગપાળા    
હિડીંબા ટેમ્પલ પહોંચ્યા . ત્યાં સુંદર ફોટોગ્રાફી પણ થાય છે..

ત્યાં ના પૂજારી પાસેથી માહિતી લીધી તો ખબર પડી કે મનાલીમાં હિડીંબા દેવીનું મંદિર છે. પુરાણ કથા એવી છે કે હડીંબા રાક્ષસ કુળની હતી અને તેનો ભાઇ હડીંબ બળવાન યોધ્ધો હતો, તેની જીદ હતી કે તેના ભાઇ હડીંબને જે હરાવે તેની સાથે જ તે પરણશે !  વાત થોડી હજમ નથી થતી, એક તો તે રાક્ષસણી અને તેને પરણવા આવું જોખમ કોણ કરે ? પણ પાંડવો ગુપ્તવાસ દરમિયાન ફરતા ફરતા હિમાલય તરફ આવ્યા અને ભીમે આ પરાક્રમ કર્યું. 
બોલો, બે કામ થયા, એક તો મનાલીની ટૂર પણ અને લગ્ન પણ, એક વાત લખ્યા વગર નથી રહેતો કે હિમાલય પ્રદેશ જેમ સુંદર પ્રકૄતિથી ભરપુર છે  .

ભીમથી તેને એક પુત્ર થયો, તેનું પણ ત્યાં નાનું મંદિર છે. નાનું એટલે કેટલું નાનુ ? અંદાજ લગાવશો ? એક ઝાડ નીચે નાની બે ફીટની દેરી છે બસ, પણ આજે પણ સલામત છે. તે પણ અમે જોયું...અને સમૂહ ફોટોગ્રાફ લઈ ને 
મનાલી ની મેઈન માર્કેટ માં શોપિંગ કરવા નીકળ્યા ..અને પાછા બપોરે હોટેલ આવીને ગરમાગરમ ભોજન કરી ફ્રેશ થઈને નેક્સ્ટ પોઈન્ટ,રિવર ક્રોસિંગ,વનવિહાર ગાર્ડન અને બુધ્ધ મંદિર માટે  નીકળ્યા ..

~ વિવેક સાંકળીયા ફ્રોમ હિડીમ્બા ટેમ્પલ-મનાલી

  😊 રિવર ક્રોસિંગ - મનાલી 
 
બપોરે પછી સૌપ્રથમ અમે ગાતા રિવર ક્રોસિંગ ની મજા માણવા. પ્રવાસમાં સૌથી મજાની અને કાયમ યાદ રહી જાય એવી વાત તો એ હતી કે અમને રિવર ક્રોસિંગ દોરડા દ્વારા કરાવ્યું અને નદીની વચ્ચે પહોંચીએ એટલે દોરડાને હલાવવામાં આવે અને ઠંડા ઠંડા પાણીમાં અમારા પગ અડે. મારા ફોટોસ,વિડિઓ જરૂર જોજો અહેસાસ થઈ જશે.....સકગેજ

~  રિવર ક્રોસિંગ માં ખૂબ  ડરેલો વિવેક

વનવિહાર ગાર્ડન અને બુધ્ધ મંદિર માટે  નીકળ્યા  ત્યાંના અનુભવો આગળ જણાવીશ..

 🌲 વનવિહાર ગાર્ડન અને બુધ્ધ મંદિર 🌲

પછી ત્યાંથી અમે સીધા વનવિહાર ગાર્ડન ગયા ત્યાં અમે પ્રકૃતિ નો અદ્ભૂત આનંદ માણ્યો.
ત્યાંનું થોડું વર્ણન કરું જેથી અમે જોયેલા નો આપને પણ અનુભવ થાય...

વનવિહાર ની એક  ઝાંખી

દેવદાર વૃક્ષોને સ્પર્શ કરીને આકાશમાં સજ્જ અને લીલા રંગના ઘેરા રંગોની જમીન અને આકાશ માં ગાઢ કાર્પેટથી સજ્જ, વનવિહાર બગીચો પ્રકૃતિ માટેનું આશ્રયસ્થાન છે. 
મનાલી તેના અજોડ મનોહર સૌંદર્ય માટે પ્રસિદ્ધ એક શહેર છે, 

અને હા આ સુંદર બગીચો બાળકો અને પુખ્ત વયના લોકો માટે એક લોકપ્રિય લાગે કરણ કે ત્યાં અમે બધા ઉંમર ના વ્યક્તિઓ જોયા..

 અને આ બગીચાનું  પ્રિય આકર્ષણ એક  તળાવ છે .જ્યાં અમે બોટિંગ ની મજા માણી.ત્યાં ઉનના ગરમ કપડાં લાઈવ બનાવી આપે એ પણ જોયું ..

 દેવદાર વૃક્ષોનું તેજસ્વી આકર્ષણ જોતા તમારામાં એક શાંત સુખદાયક વાતાવરણ ઊભું થશે જે મેં અનુભવ્યું..

અને ત્યાંના  સુંદર પ્રકૃતિમય વાતાવરણમાં ફોટોગ્રાફ માટે  મનોહર પર્યાવરણનું બેકગ્રાઉન્ડ આપણને ડાયરેકટ માલી જાય.

ત્યાંથી અમે ભગવાન બુદ્ધ ના મંદિરે ગયા અને બૌધ્ધ ધર્મ ની વિશેષ માહિતી પણ મેળવી..

ત્યાંથી માનળીના માર્કેટમાં શોપિંગ કરીને ઠંડી વધવાથી પાછા હોટેલ પહોંચ્યા...

~ વિવેક સાંકળીયા ફ્રોમ વનવિહાર ગાર્ડન મનાલી

નેક્સ્ટ દિવસ સ્નો પોઇન્ટ ...એન્ડ સોલાંગ વેલી બર્ફીલા પહાડોની મજા માણવા

   🏔 મનાલી યાત્રા તૃતીય દિવસ  🏔 

⛄ ગુલાબો સ્નો પોઇન્ટ સનો રાફ્ટિંગ ⛄

❄આ અનુભવ મારી સંપુર્ણ લાઈફ માં યાદગાર બની ગયો.

મેં મારા જીવન માં પહેલી વાર લાઈવ બરફ નો પર્વત જોયો . અને તે પહાડો ને , તે બરફ ને જોતા જ તેમાં આળોટવાનું મન થાય.

જેમ નિલાર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને તેને જેવો અનુભવ થયો હશે તેવો જ અનુભવ મને પણ થયો .અરે યાર જિંદગીમાં પહેલી વાર બર્ફીલી જમીન પર પગ મુક્યો હતો ! સ્વપ્ન સમાન લાગતું હતું. એમ લાગતું હતું કે સરબતના બાટલા જોડે હોત તો બર્ફના ગોળા બનાવી બનાવીને ખાત.

અને અમે તે ગુલાબો સ્નો પોઇન્ટ અનરાધાર  બરફ . અમે આ બરફ ના પહાડો ફરવા ત્યાંનો એક ભોમિયો સાથે લીધેલો એટલે ગાઈડ જેને અમને અનેક પર્વતો પાર કરવી અદભુત સ્નો ટ્રેકિંગ ની મજા આપી લગભગ 8000 ફૂટ ઉપર અમે પર્વત ચડી ગયા અને પછી ત્યાંથી કૂદીને,લસરપટ્ટી ખાઈને ,પર્વતો ને અમારી હાજરી નો અહેસાસ કરાવીને નીચે આવ્યા ..

એનો અનુભવ કહેવા માટેના શબ્દો મારી પાસે નથી શુ કહું ? શુ લખું ? બસ અદ્ભૂત ,અતુલ્ય ,અનરાધાર આનંદ આનંદ આનંદ ...

 ઉપરનો નજારો ફોટા જોઇને ખ્યાલ આવી જશે.  એવું લાગતું હતું કે હવે ઘરે પાછા નથી જવું, શું થાય આખરે કહેવત છે ને ? ધરતીનો છેડો ઘર !  સિમલા  પણ આટલું લખેલું ઓછું પડશે.

જિંદગીમાં એક વખતતો આ સ્વર્ગ જોવા જવું જ જોઇએ. મારુ તો એવું માનવું છે...

નેક્સ્ટ પોઇન્ટ સોલાંગ વેલી... લોર્ડ શિવ ટેમ્પલ

~ વિવેક સાંકળીયા ફ્રોમ સ્નો ટ્રેકિંગ ઇન મનાલી ગુલાબો..

  ❄ ઓમ તો આજે અમારે રોહતાંગ પાસ જવાનું હતું . પણ ત્યાં વધારે સ્નો ફોલ થવાથી તે બંધ થઈ ગયું તેથી ત્યાં ન જવાનું છતાં ત્યાંની પણ મને જે ખબર છે તે કહીદવ જેથી ક્યારેક કોઈકને કામ આવે..

રોહતાંગ પાસ

મનાલીથી લગભગ 2 કલાકના અંતરે રોહતાંગ પાસ આવેલો છે. એક દિવસ અહીં જવાનો પણ પ્લાન કરો અને સ્કાઈંગ ટ્રાય કરો. રોહતાંગ જવા માટે તમારે પાસ ખરીદવાનો રહેશે અને આ પાસ તમને ઓનલાઈન મળી જશે. 

 ત્યાં મનાલીમાં વ્યાસ નદીમાં લોકો રાફ્ટિંગની મજા લેતા હોય છે. અહીંનો રાફ્ટિંગનો અનુભવ ખાસ લેવા જેવો છે.

~ વિવેક સાંકળીયા  ફ્રોમ મનાલી

  મનાલી યાત્રા તૃતીય દિવસ  🏔 

 🏯 અંજની મહાદેવ (મીની અમરનાથ )સોલંગ વેલી

ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.

મનાલી આ નામ મનુ આલી આ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે. મનુએ અહીં રહેતા એક સાધુ નું નામ છે અને મનાલી નામ તેમના પર આધારીત છે. મનાલી અર્થાત મનુનો દ્વારમાર્ગ કે મનુનું નિવાસ. 

 ગુલાબો સ્નો પોઈન્ટ થી અમે વચ્ચે બપોરિયા(બપોર નું ભોજન ) કરી સિધ્ધાં સોલંગ વેલી ગયા. 

અમે પહેલા અંજની મહાદેવનું એક ખુબજ જૂનું પૌરાણિક મંદિર છે .પાર્કિંગપોઇન્ટ થી ચાર પાંચ km દૂર મંદિર હતું .ત્યાં જવા સ્નો બાઇક અને ઘોડા ની પણ સુવિધાઓ હતી પણ ભગવાન ને મળવા થોડું તપ કરીને જવું એવું વિચારી અમે પગપાળા ચાલ્યા.

મંદિર પહોંચતા વચ્ચે એક નદી આવે તે પાર કારતાજ મંદિર ની લગભગ સો બસો સીડી ચાડવાનું આવે. તે સીડીઓ પુરી રીતે બરફ થઈ ઢંકાયેલી હતી અને તે સીડી ચપ્પલ બુટ પહેર્યા વગર ઉઘાડા પગે ચડવાની હતી. અને અમે ચડ્યા પણ ખરા અને ત્યાં જઈને શુ અદભુત દર્શન થયા અતુલ્ય......આ તો ભગવાન માં શ્રધ્ધા અને આત્મવિશ્વાસ હોય તોજ થાય કારણ કે અમે પગ પણ ખુલ્લા નતા રાખી શકતા હતાને  ખુલ્લા પગે સો બસો સીડી ચડ્યા આતો મહાદેવ મંદિર ની જ કૃપા એમ કહી શકાય..

~ વિવેક સાંકળીયા ફ્રોમ સોલાંગ વેલી temple of Lord Shiva મનાલી

મનાલી ગયા છો સોલંગ વેલી પણ જઈ આવો. સોલાંગ મનાલીથી નજીક જ છે. અહીં આખા વર્ષ દરમિયાન એડવેન્ચર એક્ટિવિટી ચાલતી હોય છે. અહીં તમે સ્કાઈંગ, પેરા ગ્લાઈડિંગ અને હોર્સ રાઈડિંગ જેવી એક્ટિવિટી કરી શકો છો.

સોલાંગ વેલી વિશે સોલાંગ ખીણ 'સ્નો પોઇન્ટ' તરીકે પણ ઓળખાય છે અને સ્કીઇંગ, પેરાચ્યુટીંગ અને પેરાગ્લાઈડિંગ વગેરે જેવી વિન્ટર એડવેન્ચર સ્પોર્ટસ હોસ્ટિંગ માટે જાણીતું છે. સોલૅંગ વેલી દરિયાઈ સપાટીથી 2,560 મીટરની સરેરાશ ઊંચાઈએ સ્થિત છે અને આ પ્રદેશમાં ટ્રેકિંગ ની ખુબજ મજા આવે ને તેનો અનુભવ  અદ્ભુત હતો..

~ વિવેક સાંકળીયા ફ્રોમ સોલાંગ વેલી મનાલી

       🏔  મનાલી યાત્રા તૃતીય દિવસ  🏔 

 🏯 અંજની મહાદેવ (મીની અમરનાથ )સોલંગ વેલી

ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.

મનાલી આ નામ મનુ આલી આ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે. મનુએ અહીં રહેતા એક સાધુ નું નામ છે અને મનાલી નામ તેમના પર આધારીત છે. મનાલી અર્થાત મનુનો દ્વારમાર્ગ કે મનુનું નિવાસ. 

 ગુલાબો સ્નો પોઈન્ટ થી અમે વચ્ચે બપોરિયા(બપોર નું ભોજન ) કરી સિધ્ધાં સોલંગ વેલી ગયા. 

અમે પહેલા અંજની મહાદેવનું એક ખુબજ જૂનું પૌરાણિક મંદિર છે .પાર્કિંગપોઇન્ટ થી ચાર પાંચ km દૂર મંદિર હતું .ત્યાં જવા સ્નો બાઇક અને ઘોડા ની પણ સુવિધાઓ હતી પણ ભગવાન ને મળવા થોડું તપ કરીને જવું એવું વિચારી અમે પગપાળા ચાલ્યા.

મંદિર પહોંચતા વચ્ચે એક નદી આવે તે પાર કારતાજ મંદિર ની લગભગ સો બસો સીડી ચાડવાનું આવે. તે સીડીઓ પુરી રીતે બરફ થઈ ઢંકાયેલી હતી અને તે સીડી ચપ્પલ બુટ પહેર્યા વગર ઉઘાડા પગે ચડવાની હતી. અને અમે ચડ્યા પણ ખરા અને ત્યાં જઈને શુ અદભુત દર્શન થયા અતુલ્ય......આ તો ભગવાન માં શ્રધ્ધા અને આત્મવિશ્વાસ હોય તોજ થાય કારણ કે અમે પગ પણ ખુલ્લા નતા રાખી શકતા હતાને  ખુલ્લા પગે સો બસો સીડી ચડ્યા આતો મહાદેવ મંદિર ની જ કૃપા એમ કહી શકાય..

~ વિવેક સાંકળીયા ફ્રોમ સોલાંગ વેલી મનાલી

મનાલી ગયા છો સોલંગ વેલી પણ જઈ આવો. સોલાંગ મનાલીથી નજીક જ છે. અહીં આખા વર્ષ દરમિયાન એડવેન્ચર એક્ટિવિટી ચાલતી હોય છે. અહીં તમે સ્કાઈંગ, પેરા ગ્લાઈડિંગ અને હોર્સ રાઈડિંગ જેવી એક્ટિવિટી કરી શકો છો.

સોલાંગ વેલી વિશે સોલાંગ ખીણ 'સ્નો પોઇન્ટ' તરીકે પણ ઓળખાય છે અને સ્કીઇંગ, પેરાચ્યુટીંગ અને પેરાગ્લાઈડિંગ વગેરે જેવી વિન્ટર એડવેન્ચર સ્પોર્ટસ હોસ્ટિંગ માટે જાણીતું છે. સોલૅંગ વેલી દરિયાઈ સપાટીથી 2,560 મીટરની સરેરાશ ઊંચાઈએ સ્થિત છે અને આ પ્રદેશમાં ટ્રેકિંગ ની ખુબજ મજા આવે ને તેનો અનુભવ  અદ્ભુત હતો..

~ વિવેક સાંકળીયા ફ્રોમ સોલાંગ વેલી temple of Lord Shiva મનાલી

🏔કુલું-મનાલી યાત્રા ચતુર્થ દિવસ  🏔 

દિવાળી અને નવાવર્ષે વોટ્સએપ ને સોશ્યિલ મીડિયા માં બહુ ભીડ હોય તેથી મારી યાત્રા વિશે નું બે દિવસ સ્કિપ રાખ્યું હતું ..Now travel with me to be continue..

મનાલી પુરે પૂરું ફરી લીધું હવે વારો આવ્યો કુલું સિટીનો...

 🏞 કુલુંસિટી 🏞

કુલું સીટી નું પહેલા कुलन्तपित નામ હતું .જેનો અર્થ થાય છે The end of the habitable world.  રહેવાયોગ્ય દુનિયાનો અંત સ્વર્ગ જે પહેલા દેવતાઓનું સ્થાન કહેવાતું.અહીંયા દશેરા મહોત્સવ ખૂબ ધામધૂમ થી મનાવાય છે વર્ષોથી એની હરિયાળી અને વ્યાસ(बियास्)નદીનો સુંદર કિનારો બધાને આકર્ષે છે..

કુલ્લુને 'વેલી ઑફ ગોડ્સ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં  ઘણા મંદિરો ને આવેલા છે જે હિમાચલ પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે....

  🛣 વૈષ્ણોદેવી મંદિર

કુલું સિટીમાં આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે.અહીં વૈષ્ણોદેવી માતા ની આબેહૂબ મૂર્તિ ગુફામાં પ્રસ્થાપિત કરી છે અને ત્યાં અખંડદીપ પણ છે.
તે મંદિર માં ત્રણ માળ માં અનુક્રમે માં સરસ્વતી ,લક્ષ્મીજી, માં દુર્ગા અને અંતે શિવ ગુફામાં ભગવાન શંકાર અને નવગ્રહ શનિદેવ ની સુંદર મૂર્તિઓ અમે જોઈ ને ત્યાં મંત્રગાન પણ કર્યું. ત્યાંના સ્ટોર ,અને બુક્સ સ્ટોર માં સુંદર વસ્તુઓ પણ અમે ખરીદીને આગળ જાવા રવાના થયા..

 🏯બુધ્ધ મોનેસ્ટ્રી

 ભગવાન બુધ્ધ નું બહુ પુરાણું મંદિર જેને તેઓ
 મોનેસ્ટ્રી કહે છે .ત્યાં અમે ગયા સુંદર બુધ્ધ ભગવાન ની મૂર્તિ ના અમે દર્શન કર્યા. ત્યાં બુધ્ધ સાધુઓ પણ રહે તેમની સાથે અમે ફોટોગ્રાફ પણ લીધા .અને એક બુધ્ધ પઠશાળા પણ જોઈ..

  📜art gallery of kulu

 આજ દિવાળીની રજા હોવાથી આર્ટ ગેલેરી બંધ હતું.જે આર્ટ ગેલેરી માં રુસી ચિત્રકાર  निकोलस रोएरिक ના અનેક ચિત્રો અને પર્વતીય પ્રદેશ ની કલાકૃતિઓ નું મ્યુઝીઅમ છે.

   🏛 નગગર કૈશલ

આ સ્થાન લગભગ ૧૪૦૦ વર્ષસુધી કુલુસિટી ની રાજધાની રહી છે .૧૬ મી સદીમાં ત્યાંના રાજા દ્વારા સુંદર કલાકૃતિઓ પથ્થરો અને લાકડાના દ્વારા સુંદર આલિશાન મહેલ બનાવેલો છે જે હવે હોટેલ અને મ્યુઝીયમ માં બદલાય ચુક્યો છે .... 

 આ સિવાય અનેક મંદિરો માં ત્રિપુરસુંદરી,ભગવાન કૃષ્ણ નું,ચતુર્ભુજ વિષ્ણુનું અને બીજલીમહાદેવ નું મંદિર પણ છે.....

આટલા સાઈટસીન જોઈને અમે પાછા હોટેલ ગયા...

બપોર પછી અમે મનાલી ના ફેમસ " માલ રોડ " ત્યાં અમે મનાલિશોપિંગ કરવા ગયા અને આજનો દિવસ દિવાળી નો હતો એટલે અમે ફટાકડા પણ ખરીદ્યા....


~ વિવેક સાંકળીયા ફ્રોમ કુલુસિટી..

🎇  Diwali in manali. 🎆

 દિવાળીનો શુભ પર્વ પોતાનાં ઘરથી ,પરીવાર થી ગામથી , રંગીલુરાજ્ય ગુજરાત થી દુર અહીં કુલું~મનાલી માં મનાવ્યું .

પણ જેવી મજા ગુજરાત માં ,પોતાના પરિવાર સાથે મળીને આપણા ઉત્સવપર્વો ઉજવામાં આવે તેવી મજા ક્યાંય પણ નાવે ભલેને 7સ્ટાર હોટેલ હોય. 

અને ભલેને મનાલી જેવું સ્વર્ગ હોય ..
છતાંપણ આપણે ગુજરાતીઓ ફટાકડા ફોડ્યા વિના રહી ના શકીયે મનાલીના મોંઘા ફટાકડાં અને અમે મનાલીના મોંઘેરા મહેમાન......ઉત્સવપ્રિય ખલું ગુર્જરીયા.....
જ્યારે આખું મનાલી શાંત હતું ત્યારે મનાલીમાં ગુજરાત ગુંજી ઉઢયું હતું..

~ વિવેક સાંકળીયા ફ્રોમ કુલું~મનાલી ઇન દિવાળી

  🏔  મનાલી યાત્રા પાંચમો દિવસ 🏔

વશિષ્ઠ મંદિર

વશિષ્ઠ મંદિર મનાલી વશિષ્ઠ એક નાના ગામ છે જે બિઅસ નદીની આસપાસના મનાલીથી આશરે 3 કિમી દૂર સ્થિત છે. આ સુંદર ગામ તેના સલ્ફરસ હોટ વોટર સ્પ્રીંગ્સ અને વશિષ્ઠ મંદિર માટે જાણીતું છે, જે સ્પ્રિંગ્સની બાજુમાં આવેલું છે. આ વસંતના પાણીને મહાન હીલીંગ સત્તાઓ હોવાનું માનવામાં આવે છે, જે ઘણી ત્વચા રોગો અને અન્ય ચેપને ઉપચાર કરી શકે છે. અહીં ઉપલબ્ધ ટર્કીશ-શૈલીના સ્નાનગૃહ છે જેમાં ઝરણાઓમાંથી ગરમ પાણી શામેલ છે, જેનો ઉપયોગ સ્નાન કરવા માટે કરવામાં આવે છે અને ગોપનીયતામાં સ્થળની ગરમીનો આનંદ માણવામાં આવે છે. વરસાદ સાથે ફીટ થયેલા પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ સ્નાન છે. વશિષ્ઠમાં ઘણા મંદિરો આવેલા છે જે સ્થાનિક સંત વશિષ્ઠ અને ભગવાન રામને સમર્પિત છે. આ સ્થળે એક તાજગીદાયક વાતાવરણ છે જે મંદિરના પ્રમુખ દેવતા પાસેથી આશીર્વાદ માંગતી વખતે બાહ્ય સ્નાન કરવા માટે પરવાનગી આપે છે.

મનુ મંદિર

મનુ મંદિર મનાલી આ ભવ્ય મંદિર ઋષિ મનુને સમર્પિત છે, જે વિશ્વના સર્જક અને મનુસ્મૃતિના લેખક હોવાનું કહેવાય છે. મનુ મંદિર, જૂના મનાલીમાં આવેલું છે, જે મુખ્ય બજારથી ત્રણ કિમી દૂર છે. આ વિસ્તાર ખૂબ ગીચ હોવા છતાં, બીસ નદીની હાજરી તેના આકર્ષણમાં ઉમેરે છે. મંદિર મનાલીના મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે અને તે જ સ્થળ માનવામાં આવે છે જ્યાં પૃથ્વી પર પગથિયાં પછી મનુ મનુ ધ્યાન લેતા હતા. આ સ્થળની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે જે મોલાલીની મુલાકાત લેનારા મોટા ભાગના લોકોને અપીલ કરે છે. આ ભવ્ય મંદિરની લોકપ્રિયતા એ હકીકતમાં છે કે તે મનુને સમર્પિત એકમાત્ર મંદિર છે; તેથી જે કોઈ પણ મનાલીની મુલાકાત લે છે તે આ મંદિરની મુલાકાત લેવાનું બિંદુ બનાવે છે. મુસાફરોને ઘૂંટણ અને ખભાને આવરી લેતા કપડાં પહેરે છે, જ્યારે મંદિરની અંદર.

અને મોડી રાત્રે અમે મનાલીથી શિમલા જવા રવાના થયા.....

    🏔 શિમલા યાત્રા નો પ્રથમ દિવસ 🏔

  મનાલી ફરીને  અમે મોડી રાત્રે મનાલી થી શિમલા જવા રવાના થયા અને આખી રાત ના ખુબ જ જોખમી- રસ્તા-પહાડ-જંગલ ની મુસાફરી પછી છેક સવારે શિમલા પહોંચ્યા….ત્યાં હોટલ સારી હતી….સ્નાન કરી સંધ્યા-પૂજા કરી પાણી પીધું..અને જીવમાં જીવ આવ્યો…

મુસાફરીથી ખુબજ થાકી ગયા હતા તેથી થોડો વધારે આરામ કરીને બપોરનું ભોજન લઈને  સીધા હોટેલથી સવારે શિમલા લોકલ સાઈટ જોવા જવા માટે નીકળ્યાં…..ત્યાં અમે જંગલો પહાડોની રોનક ને જોતા શિમલા પહોંચ્યા ત્યાંના ચર્ચ માં ગયા અને ત્યારબાદ અંગ્રેજોના સમય માં બનેલા " હિસ્ટ્રી રોડ " ની મુલાકાત લીધી અને અનેક હિટ્રોલીકલ સાઈટ સીન નિહાળ્યા...

ત્યાંના કાલીમાતાના મંદિરમાં દર્શન કર્યા  અને શિમલા ના વિદેશ જેવા રોડ અને વાતાવરણ માં ફોટોગ્રાફી કરી ને ત્યાંના "mall road" પર શોપિંગ કરી ત્યાંના ફેમસ અનેક ફ્લેવર ના સફરજનની જીજ્જત માણી.....

પછી તો મોલ રોડ , સ્કેન્ડલ પોઈન્ટ પર , ચાલતા જવાનો- આઈસ્ક્રીમ,જ્યુસ,શોપિંગ- ફોટો ગ્રાફી નો આનંદ ઉઠાવવા માં આવ્યો…..! ખુબ મજા ની જગ્યા છે..અચૂક આનંદ લેવો…..

 રાત્રી ની રોનક નિહાળી ..રાત્રે શિમલા એવું લાગે કે આકાશ ના તારલાઓ જમીન પર આવી ગયા હોય....

~વિવેક સાંકળીયા ફ્રોમ શિમલા હિલ સ્ટેશન

 🏔 શિમલા યાત્રા નો દ્વિતીય દિવસ  🏔

 🏕 કૂફરી હિલ સ્ટેશન 🏕

ચાલવું એ જીવન છે…અને અટકવું એ મોત…! ..અને ભગવાનની પરમ કૃપા કહો કે સંતોના પરિવાર ના આશીર્વાદ….હું સતત ચાલતો- ભાગતો રહ્યો છું…

સવારે અમે શિમલા હિમાલયા હોટેલ થી  કુફરી હિલ સ્ટેશન ગયા ત્યાં પાર્કિંગ અમારી ટેમ્પોટ્રાવેલર છોડી ત્યાંથી ૪ km ઉપર કૂફરી આવેલું છે જ્યાં જવા ઘોડાઓ હોય છે જે ૫૦૦ પરપર્સન લાઇ જાય છે ...

કુફરી જતા સાથે જ ઉપર જવા માટે ઘોડાના ૫૦૦ રૂપિયા ચૂકવવાની વાત આવે અને માણસો ગણો તો ૨૬ થતા હોય એટલે ૧૩,૦૦૦ રૂપિયા દેખાતા પરસેવો છૂટવા લાગે .... પણ આ બાબતથી છટકવા બધા કહેવા લાગે કે ‘તમે લોકો જ જઈ આવો કેમ કે અમને તો ઘોડા પર બીક લાગે’. અમે પણ ખરાબ મૂડમાં જ આવી ગયા પણ હવે જવું તો પડે જ એટલે ઘોડાવાળા જોડે લમણાઝીંક કરે કે એક ઘોડામાં ભાઈ થોડું ઓછું કરીને બેસાડવામાં આવે.પણ માને તો બીજો ને...

 શબ્દોમાં કહું તો ‘આ લોકો તો લૂંટે છે’ કહીને જાતે ચાલીને કૂફરી ચડવાનું નક્કી થાય. તમને પણ ગમે એટલે જેવી ચડવાની શરૂઆત કરો ત્યારે જે ઉત્સાહ હોય એ ૧૦% ચડાણ કરો ત્યાં ૫ ડીગ્રી ઠંડીમાં પણ ગરમી ચડવા લાગે! જ્યારે કૂફરીથી ઉતરીને પાછા આવો ત્યાં સુધીમાં તો દિવસ પૂરો થઈ ગયો હોય! એ દિવસ તો એમ જ જાય પણ એકબીજાને સારુ લગાડવા ‘બહુ મઝા આવી’ જેવા શબ્દોનો પ્રયોગ કરવો જ પડે અને તેમાં ઉમેરો પણ કરવો પડે કે ‘ઘોડા પર ગયા હોત તો આવી મઝા ન આવી હોત’. સાંજે જ્યારે હોટેલ પર પહોંચો ત્યારે બીજા દિવસના પ્લાનિંગની પણ પડી ન હોય!!!

ત્યાં ખુબજ મજાની એડવેન્ચર એકટીવિટી થાય છે જે ત્યાંના ૧૦૦૦ ૱  સુધીના પેકેજ માં મળી રહે છે...

ત્યાં એનિમલ જૂ પણ છે જયાં ખુલ્લા વાતાવરણમાં ફરવાની ખુબજ મજા આવે ...આહાહા શુ વાતાવરણ પણ ઠંડી પણ એટલી હતી..…..! ખુબ મજા આવી….

~ વિવેક સાંકળીયા ફ્રોમ  કૂફરી હિલ સ્ટેશન

  🚘 દિલ્હી દર્શન યાત્રા દિવસ પ્રથમ  🚘

અમે રાત્રે કાળકા થી દિલ્હી ટ્રેન મા આવ્યા.. સવારના ૬ વાગ્યે અમને દિલ્હી પહોંચાડયા... રેલવેસ્ટેશન થી અમે દિલ્હી ના સ્વામિનારાયણ મંદિર અમારી બસ મુકવા આવી જે બે દિવસ અમારી સાથેજ રહેવાની હતી... મંદિરમાં સવારે    સ્નાન સંધ્યા-પૂજા   કરીને સવારે અમે આગ્રા જવા રવાના થયા... આગ્રા પહોંચતા ૩:૦૦ વાગી ગયા અને અમે નિહાહ્યો બેનમૂન તાજમહલ ને..
  
તાજમહાલ આગ્રા

🕌 આજે આગ્રા માં પ્રેમ ના પ્રતીક તાજમહેલ ને જોઈ દિલથી શબ્દો સરી પડયા " વાહ ક્યાં તાજ હૈ...."
~ Beautiful Taj Mahal a symbol of love ....
~Taj Mahal- where love is in the air....

 🕌 ~વિવેક સાંકળીયા ફ્રોમ આગ્રા.

 મથુરા

આગ્રા જોઈને અમે મથુરા જવા રવાના થયા અમારા ડ્રાઇવરે કહ્યું તમે અત્યારે નહીં પહોચી શકો દર્શન બંધ થઈ જશે પણ અમે કહ્યું ભલે દર્શન ના થાય પણ મથુરાના એક એક કણ માં ભગવાન કૃષ્ણ ની અનુભૂતિ છે .અમે તે ચરણરજ માથે ચડાવીશું.. એવું વિચારીને અમે અમે મથુરા માટે નીકળ્યા ભગવાન ની ઈચ્છા પણ કંઈક અનેરી હશે કે તે દિવસે અમને સમયસર પહોંચાડયા અને અમે દર્શન ના લાભાર્થી બન્યા....

મોક્ષ પ્રદાન કરનારી સાત નગરીઓમાંની એક મથુરા માં જઈને અમારા મોક્ષના સ્ટેમ્પપેપર પણ શ્રી કૃષ્ણની સિગ્નેચર લઇ આવ્યા હોઈએ એવું લાગ્યું....

 બાદ અમારી પાસે સમય રહ્યો ના હતો તેથી અમને વૃંદાવન ન જય શકવાનો વસવસો પણ રહ્યો.....

ત્યાર બાદ અમે લાંબી સફર કરીને પહોંચ્યા દિલ્હી ના સ્વામીનારાયણ મંદિર  પાછા આવ્યા અને થાક્યા-પાક્યા સુઈ ગયા...

નેક્સ્ટ ટ્રાવેલ પોઇન્ટ દિલ્હી દર્શન


~ વિવેક સાંકળીયા ફ્રોમ આગ્રા,મથુરા...

 🚘  દિલ્હી દર્શન યાત્રા દ્વિતીય દિવસ 🚘 

🌸આજે ભારત ની રાજધાની દિલ્હી ના ઐતિહાસિક અને રાજકીય સ્થાળો ની મુલાકાત લીધી.

  🕌 લાલકિલ્લો

~Red Fort is a historic fort in the 
   city of  Delhi in India 
 ~ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો(UNESCO World Heritage Site) છે માં સમાવેશ ..

 🌸 રાજઘાટ , દિલ્હી
~ સત્ય અને અહિંસાની આરાધનાથી ભારતને સ્વતંત્રતા અપાવનાર  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યાં હે રામ! કહીને લીધા હતા છેલ્લા શ્વાસ...
~ સત્ય અને અહિંસા નું પ્રતીક મંદિર એટલે રાજઘાટ સમાધિ સ્થળ..

  🌸 ઈંડિયા ગેટ  

~ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. ત

~ ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી ના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની દિલ્હીની શાન કહી શકાય છે.

~ શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે. જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર ભારતમાંની બ્રિટિશ સત્તા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં  લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.તેની મુલાકાત લઈને દિલમાં ભારત ના સૈનિકો પ્રત્યે ગર્વ થયો..

 🌸 Qutb Minar

~ the second tallest minaret in the world made up of bricks..

~ દિલ્હી માં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર (૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે.આમાં ૩૭૯ પગથીયા છે. 

~ ત્યાં અમે એક વિષ્ણુમંદિર પણ જોયું જેને મુઘલ સંતલતે ખંડિત કરીને તેનાજ પથ્થરો વડેથી મસ્જિદ બનાવવામાં આવી છે . જ્યાં હજી પણ અમુક પથ્થરો પર સંસ્કૃત ના શ્લોકો ને જોઈ શકાય છે....

ત્યારબાદ અમે દિલ્હીની મેટ્રો ટ્રેન માં આહલાદાયક મુસાફરી કરીને સ્વામિનારાયણ અક્ષરધામ પહોચ્યાં ત્યાં અક્ષરધામ ની મુલાકાત લઈને અમે જયપુર જવા માટે રેલવેસ્ટેશન પહોંચ્યા.....

~ વિવેક સાંકળીયા ફ્રોમ દિલ્હી..


વેકેશન ટુર ની પ્લાનિંગ કરનારા કે ન કરનારા એક વાર જરૂર આ વાંચે...

મારી વેકેશન ટુર પૂરી…! પણ મારી યાત્રા ના મારા અનુભવો તમારી સાથે શેર કરવા માગું છું જેથી ટુર યાત્રા માં જ્યારે પણ જાઓ ત્યારે તમ ને સરળતા પડે .
તો આ યાત્રા નો સાર-સુચન-અનુભવ શું???

૧. કોઈ પણ જગ્યા એ ફરવા જાઓ….એટલે દોડાદોડી ઓછી અને આરામ-શાંતિ વધુ- એ પ્રથમ વિચારવું……નહીતર વધુ જગ્યા જોવાની લ્હાય માં – યાત્રા ની મજા બગડી જાય…..!

૨. હિમાલય યાત્રા કઠીન છે…..આથી શક્ય હોય તો બે ત્રણ એવા સ્થળ પકડવા કે જ્યાં – જીવ ની શાંતિ અનુભવાય….અર્થહીન- રાત્રી પ્રવાસ ને ટાળી શકાય……કુદરત ને માણો……જીવમાં ઉતારો……ભાગંભાગી ન કરો……! તમે ફરવા નીકળો છો…ખરીદી કરવા નહિ…તો એ મુજબ વર્તો…..!

૩. કુલું-મનાલી શિમલા જેવા સ્થળો એ જતા હોય તો ~ ગરમ કપડાં કોટ,જેકેટ, હાથ-પગ મોજા ,મફલર,ટોપી ~ વેશેલીન,વિક્સ, લીપગાર્ડ, દવાઓ જરૂર લઇ જવી નહીંતર ઠંડી થી યાત્રા બગડી શકે છે...

૪. ટુર  માં જાવ છો તો તે માટે ભરપુર કેશ રાખવી…….અને ત્યાની ટુરીઝમ વ્યવસ્થા આપણા પર નભે છે…આથી આપણ ને લુંટવા માં કઈ બાકી ન રાખે….!
આથી ભાવતાલ કરો..ભરપુર કરો……ટેક્ષી થી લઈને ઘોડેસવારી- હોટલ બધામાં ખુબ ભાવતાલ થાય છે…..એડવેન્ચર ના નામ પર ઉઘાડી લુંટ ચાલે છે……આથી કોઈ જઈ આવ્યું હોય તો એની સલાહ લો…..જરૂર ન હોય તે ગેમ કે વસ્તુ ન ખરીદો…યાત્રા ની યાદી થોડી ત્યાંની પ્રખ્યાત વસ્તુઓ અચુક ખરીદવી…બસ ફરો…ફોટા પાડો..મજા કરો…!

૫. જમવાનું- ત્યાં આગળ મોટા ભાગ ની હોટલ-રેસ્ટોરાં – વેજ અને નોન વેજ સાથે પીરસે છે... પ્યોર વેજ કહેવાતી હોટેલ માં પણ એકજ તવામાં નોનવેજ બનતું હોય છે…આથી સાવચેત રહો……રસોયો સાથે હોય તે એકદમ સારો – સાથે હોય તો સારો….નહીતર નાસ્તા કરી ચલાવવું પડે……માટે જોડે નાસ્તા લઇ જવા...ત્યાં બહુ બધું મોંઘુ હોય છે બધી વસ્તુમાં પૈસા વધારે હોય ને મજબૂરીથી લેવું પણ પડે....!

૬. હિમાચલ પ્રદેશ ના આ સ્થળો એ ફરવા માટે – મેં-જુન સુધી જ સારો સમય કહેવાય …કારણ કે ઠંડી વેઠી શકાય તેવી હોય..બાકી ના દિવસો માં વાતાવરણ ના ઠેકાણા નહિ…

દિવાળી વેકેશન માં પણ વાતાવરણ અને ઠંડી ની કોઈ ગેરંટી નહિ…..પણ સાથે સાથે – આ મહિનાઓ માં હોટલ- ફ્લાઈટ્સ-ટ્રેન બધું ભરચક હોય…..માટે લુંટાવું ન હોય તો એડવાન્સ માં બુકિંગ કરી ને જ જવું…..!

૭. ટૂંક માં- …..તેની સાચી મજા લેવી હોય તો જીવનમાં થી થોડોક વધુ સમય ચોરી ને લઇ લેવો……છેવટે- હિમાલય માં જીવવું- માણવું એટલે કે જીવન ને સમજવું…..! આવી યાત્રા અચૂક કરવી..જીવન નો એક અતુલ્ય લ્હાવો છે...
…પણ મેં ઉપર કહ્યું તેમ- દોડધામ કરી ને નહિ પણ – શાંતિ થી થાય ..એવી રીતે…!

● સાથે યાત્રા કરતા નવા ચહેરા મળ્યા…મિત્રો બન્યા……ઓળખાણ વધી……મિત્રતા નો વ્યાપ ..પરિઘ મોટો થયો………! 

બાકીતો બસ...

“મોજ માં રહેવું……એક હરિની ખોજ માં  રહેવું……મોજમાં રહેવું રે……

હરિ મળ્યા ના કેફ માં રહેવું……મોજમાં રહેવું રે…….!!!”

કાલ કોણે જોઈ છે??? એમ જ્ઞાન ધરાવતા હો તો- જીવન ને એક યાત્રા સમજી- બસ- ચાલતા રહેવું……મોજમાં રહેવું…!!

● યાત્રા ના અઢળક ફોટા-વીડિયો-અનુભવો મારા પ્યારા મિત્રો માટે -ફેસબુક,વોટ્સએપ પર ટીંગાડવા માં આવ્યા છે...અને બધાયે મને સહન પણ કર્યો છે એ માટે પણ આભાર….બાકી તો- બસ-

અને સારું લાગ્યું હોય તો બીજાને પણ કહેજો..

~ સંપાદન : યાત્રાની મોજમાં મોજીલો 
    વિવેક સાંકળીયા ૯૮૨૪૭૨૦૨૨૩

🌸 વેકેશન યાત્રા આભાર

~ શ્રી સ્વામિનારાયણ ભગવાને બાળપણ થી લઈને અંતિમાક્ષરધામ ગમન પર્યંત પરોપકાર અર્થે  અનેક યાત્રા કરીને પોતાના ભક્તોને ચાલતા રહેવાનો ઉપદેશ આપ્યો છે અને તેને આત્મસાત કરીને અમારા પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી પરોપકાર અર્થે સતત વિચરણ કરતા રહે છે તેમની પ્રેરણા અમારા જીવન પર પડી તેમનો આભાર......  

~ પૂજ્ય શામજીભગત જેમને અમને યાત્રા જતા પહેલા વિશે કહ્યું હતું કે " તમે જ્યાં જાવ તેને માણજો મોબાઈલ માં પડ્યા ના રહેતા અને અનુભવેલું લખજો " તે એક  વાક્યથી હું પ્રકૃતિ ને માણતા , જાણતા, અને માણેલું-જાણેલું-અનુભવેલું લખતા શીખ્યો જ્યાં જતા ત્યાંની માહિતી મેળવતા , અને મોબાઈલ ની બહારની દુનિયા ને માણતા શીખ્યો,રોજે મને એમ થતું આજે હું શું લખીશ ? પણ લખાતું અને મારા કુટુંબીજનો ને જ્યારે મોકલતો ત્યારે તે પણ રાજી થતા અને facebook, વોટ્સએપ, પર મુકતો તેમાં એક વેબસાઈટ થી ઓફર આવિકે તે મારા યાત્રા અનુભવો ને  તે રિપ્રેસેન્ટ કરવા માગે છે માટે તેમનો ખૂબ આભાર....

~ અમારા પૂજ્ય મુનિવત્સલદાસજી સ્વામી અમને પૂજ્ય ભાઈશ્રી ના શબ્દો યાદ કરાવે કે યાત્રા શુ છે ? યા એટલે જા ત્રા એટલે ત્રાસ ભોગવવા ની ત્રેવડ હોય તો કોઈપણ યાત્રા આરામદાયક ના હોય શકે અને તે આરામદાયકહોય તો યાત્રા ના હોય શકે આથી એમનો આભારી છું કે મારી આ યાત્રા માં મને જ્યાં પણ અગવડતા પડી ત્યાં આ શબ્દો થી મારા અને સમાધાન મેળવી લીધું.....અને જે પણ મળે તેમાં ભળી જવાનું મારા મને માન્યું મારા અનુભવો વાંચીને રિપ્લે આપતા જેથી મને વધારે સારું લખવનો એક નવો ઉત્સાહ આવી જતો આભાર....

~ અમારા વનરાજબાપુ જેમને બેકગ્રાઉન્ડમાં મા રહીને અમારી યાત્રાને ખૂબ સરળ કરી દીધી, ગ્રીનફીલ્ડ હોટેલ ના મેનેજરે ફોન કરીને પૂછતા કે મારા બાળકો ખુશ તો છે ને...દૂર રહીને પણ અમારી હરેક દિવસ ની નોંધ લેતા અને અમારી સાથે હોવાનો અનુભવ કરાવતા યાત્રાને ઘર જેવી બનાવવામાં તેંમનો ખૂબ મોટો ફાળો છે......

~ અમારા વ્યવસ્થપાક જેને અમને બધા કોલેજના યાત્રીઓને નાનાભાઈ કરતા પણ વધારે સાચવ્યા અને અમને ક્યાંય પણ અગવડતા આવવા ના દીધી, રેલવેસ્ટેશન પર અમારી સાથે હાથમાં હાથ મિલાવીને સીધું સમાન ના મોટામોટા થેલા ઉપાડતા મેં પહેલી વાર મારા જીવન માં કોઈ વ્યક્તિ ને જોયા છે,
કોઈથી મોટી ભૂલ થઈ હોય તોપણ શાંત રહીને તેને સમજાવતા, અમારી ભૂલ થી ટિકિટ ના લેવાની હોય તો પોતે તે સ્થળ જોવા ન જઈને અમારી ભૂલ ને ન જોતા ફરીથી ગમે એમ બધી પ્રોસેસ કરી અમારી સાથે રહેતા ,કહુતો અમારી સાથે અમારા વ્યવસ્થપાક નહીં મોટાભાઈ આવ્યા હતા,&વિશેષ અમારી સાથે આવેલા અમારા પ્યારા નીલમબેન જેમનું અમે કહુ તો અંકિતભાઈ કરતા પણ વધારે માનતા હતા,જ્યાં અમેં થાકી જતા ત્યાં અમને મોટીવેટ કરીને ઉત્સાહી બનાવી દેતા અમારી ભૂલને સમજીને સાનમાં સમજાવી દેતા અને પાછા સાચા રસ્તે ચડાવી દેતા, તેના લીધે અમે એકબીજા સાથે જોડાઈને રહ્યા,અમને તેમના લીધે અગવડતા માં પણ સગવડતા દેખાતી....

~મારા બધા સાહ્યત્રીઓ જેમને હાથમાં હાથ મિલાવીને આ યાત્રાને સફળ બનાવી પોતાના સ્વાભાવ થી વિરૂદ્ધ હોવા છતાં પણ બધાની સાથે હળીમળીને રહેતા, બાકી આટલું સીધું સમાન કોઈ મોટા ટ્રાવેલ એજન્ટ પણ  હિમાચલ પ્રદેશ ના પહોંચાડી શકેને પાછું હેમખેમ લાવી શકે...

~અને અમારા  બંને રસોયા  મહારાજ જેને ઓછી સગવડતાઓ માં પણ સ્વાદિષ્ટ ભોજન જમાડીને અમારા યાત્રાનો થાક ઉતારી દેતા....

~ મારા બે મિત્રો કિશન અને દેવેન્દ્ર જેમને મારા સ્વાભાવ ને ના જોતા મારો દરેક પળમાં સાથ આપ્યો , મારી ભૂલ હોવા છતાં મારી સાથે સારો વર્તાવ કર્યો મારી યાત્રામાં ભાઈની જેમ મને રાખ્યો મારા શબ્દો,વર્તન,વ્યવહાર થી જેમને મને ખૂબ સહન કર્યો તેમનો ખૂબ ખૂબ આભાર ..યારા મારી સાથે રહેજો બન્યું ભૂલીને ભળતો રહીશ....

અને મારા અનુભવોને વાંચીને મને સહન કરનારાનો પણ આભાર.....

સહુનો ખુબખુબ આભાર.....મને લાગે આ યાત્રા અંતકાળે યાદ રહી જશે તો ગુરુકુળ યાદ આવશે ને તેનાથી સંતો ને મહારાજ એટલે હવે મારો તો મોક્ષ પાક્કો જય શ્રી સ્વામીનારાયણ
મારી વેકેશન ટુર પૂરી…! બાકીતો બસ...


“મોજ માં રહેવું……એક હરિની ખોજ માં  રહેવું……મોજમાં રહેવું રે……

હરિ મળ્યા ના કેફ માં રહેવું……મોજમાં રહેવું રે…….!!!”

~ સંપાદન : યાત્રાની મોજમાં મોજીલો 
~◆ સાંકળીયા વિવેક ૯૭૨૪૭૨૦૨૨૩- 🌄ઋષીકેશ, દહેરાદૂન
-⛰️પર્વતોની મહારાણી મસુરી(🚲 bicycling,કેમ્પટી ફોલ્સ ..)
-🏞️મનાલી (સ્નો પોઇન્ટ રાફ્ટિંગ,river rafting,સોલંગ વેલી,રોહતાંગ પાસ
-🏔કુલુંસિટી (બુધ્ધ મોનેસ્ટ્રી વશિષ્ઠ કુંડ, નગરકોશલ, મનુ મંદિર વગેરે બધા સાઈટ સીન..)
-🏔 શિમલા 
-🏕 કૂફરી હિલ સ્ટેશન
-🛤️તાજમહાલ આગ્રા
-મોક્ષ પ્રદાન મથુરા
-🕌 લાલકિલ્લો
-✈️દિલ્હી દર્શન (Qutb Minar,રાજઘાટ,ઈંડિયા ગેટ ..)
-🗺️ વેકેશન ટુર ની પ્લાનિંગ..
-🌸 વેકેશન યાત્રા આભાર

~ Student of tradisional Sanskrit

Sanskrit & vaideek Hinduism Scholar of India & Sanskrit website & Application Developer..

Facebook - 3500 friends

https://www.facebook.com/profile.php?id=100007833527202

Sanskrit bhagvat kathakar..
~ https://youtu.be/qj6JVIwIu0k

Motivation speecer..

~ https://youtu.be/OqMzSP41INE
~ https://youtu.be/hPqJkBDbuCo

Youtuber... 300 videos
~ https://www.youtube.com/channe/UCw3TPavzgyhsJJAhBalN4LQ

C.E O.  of temple management site..
~ https://tempal991700907.wordpress.com/contact/

Facebook Page
"Vaideek Hinduism of India"
~https://www.facebook.com/sankaliyavivek/

Vivek C. Sankaliya  @vaideek hinduiism of india
Mo.9724720223
E-mail: das.vivek225@sgvp.in

Thank you . _ _ _ _ _ vivek c. sankaliya
 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sneha Patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Vivek Sankaliya 5 માસ પહેલા

shu lakhyu che Bhai Jordar....

Verified icon

Kishor M Vala 4 માસ પહેલા

Verified icon

snehalkumar patel 5 માસ પહેલા

Verified icon

Vaghela Shubharajsinh 5 માસ પહેલા

શેર કરો