સંબંધોની બારાક્ષરી-45

(૪૫)

પરદેશની દુનિયા

આપણામાંના ઘણાં લોકોએ પરદેશની ટુર કરી હશે, કે કોઈ સગાં-સંબધીઓને ત્યાં કે પોતાનાં દીકરા-દીકરીને ત્યાં મહેમાનગતિ માણી હશે. જેમાંથી કેટલાકને કડવા તો કેટલાંકને મીઠાં અનુભવો થયાં હશે. જેઓ પરદેશ ક્યારેય ગયાં નથી તેમણે પણ સિનેમાના વિશાળ પડદે કેટલાંક દેશોની દુનિયા અવશ્ય જોઈ હશે. જે લોકો પરદેશ જઈને આવેલાં છે, તેમને પણ અલગ અલગ જાતનાં અનુભવો થયાં હશે! ટુરમાં પરદેશ ફરવા જાવ, સ્ટુડન્ટ તરીકે ભણવા જાવ, કાયમી સ્થાયી થવા જાવ, પોતાનાં સંતાનોને ત્યાં રહેવા જાવ, કોઈ સગાંને મળવા જાવ કે પછી ગેરકાયદે કમાવા માટે જાવ, દરેકનાં અનુભવો જુદાં જુદાં હોવાના. ટુરમાં ફરી આવેલાં લોકો તમને તેમના અનુભવો કહેશે, ત્યારે તમને લાગશે કે આ લોકો તો સ્વર્ગમાં જઈ આવ્યાં. પોતાનાં સંતાનોને ત્યાં જવાવાળાની એકજ ફરિયાદ હશે, ‘બીજુબધુ તો ઠીક પણ ત્યાં ટાઈમ કાઢવો મુશ્કેલ પડે છે. ઘરની બહાર જુઓ તો કોઈ ચકલુંએ ના ફરકે, બધુજ સુમસામ.’ તો વળી સ્ટુડન્ટ તરીકે જવાવાળા કહેશે, ‘ત્યાં સ્ટડી કરવાની મઝા આવે છે, થોડાં જોબના પ્રોબ્લમ છે; પણ ઇટ્સ ઓકે.’ ગેરકાયદે પૈસા ખર્ચીને જવાવાળો કહેશે, ‘ભઈલા ત્યાં તો બહુ મજુરી છે, તોડાવી નાખે છે. રોજના દસથી બાર કલાક મજુરી કરવી પડે છે. ઇન્ડીયામાં સરખું કમાતા હોવ તો અહી આવવાનું નામ લેતાં નહિ!’ આમ દરેક વ્યક્તિનો પોતાનો દ્રષ્ટીકોણ  અલગ અલગ હોવાનો.

પોતાનો તથા પોતાના કુટુંબનો વિકાસ કરવો હોય તો પોતાની માતૃભુમી છોડવી પડે. આપણે ઇતિહાસ ફન્ફોસીશું તો ઘણા બધાં ઉદાહરણો મળી રહેશે. રામ, કૃષ્ણથી લઈને ગાંધી, નહેરુ, સરદાર પટેલ, રતન તાતા, નારાયણ મૂર્તિ, ધીરુભાઈ અંબાણી, લક્ષ્મી મિત્તલ, અને આવાં તો સેંકડો લોકોએ કૈક બનવા માટે પોતાનું વતન છોડ્યું હતું! જૂની એક કહેવત છે, ‘બાપનો કુવો હોય તો એમાં ડૂબી ન મરાય.’ જેણે કઈક વધારે મેળવવાની ઈચ્છા હોય તેમણે પોતાનું વતન; પોતાનો દેશ છોડવો પડે છે, પછી તે દોલત હોય, જ્ઞાન હોય, કીર્તિ હોય, જીજ્ઞાશા હોય, કે કઈક કરી છૂટવાની ખેવના હોય. ઘણાં એમ માનતા હોય છે, કે પરદેશ જવું એટલે પોતાના દેશને દગો દેવો, પોતાના દેશને ધીક્કારવો, કે પોતાના દેશને તાર્છોડવો! આ માન્યતા સાચી નથી. સુભાષચંદ્ર બોઝે જર્મની જઈને આઝાદ હિન્દ ફોઝ ઉભી કરી જ  હતી. નહેરુ, સરદાર અને ગાંધીજીએ પણ પરદેશમાં ભણીને ઇન્ડિયામાં આઝાદીની ચળવળ શરુ કરી હતી. ઈચ્છો તો તમે પણ પરદેશમાં રહીને પોતાના દેશનું ભલું કરી જ શકો છો.    

આપણો દેશ આઝાદ થયો તે સમયે, કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા વાસીઓને સલાહ આપી હતી, તમારે સુખી થવું હોય તો દરેક ઘરમાંથી એક વ્યક્તિને પરદેશ મોકલજો. અને આપણે જાણીએ છીએ કે સારા સારા વિકસિત દેશોમાં ઘણા બધાં ખેડા વાસીઓ વસેલાં છે. પરદેશમાં જઈને કમાવાની સૌથી વધારે ઘેલછા પંજાબીઓમાં અને ત્યાર પછી ગુજરાતીઓમાં જોવા મળે છે.

કહે છે કે પંજાબીઓ અને ગુજરાતીઓ પરદેશ જવા માટે ગમે તે કરવાં તૈયાર થઇ જાય છે. તેમના લીધે હ્યુમન ટ્રાફીકિંગ નો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે. છાછવારે બનાવટી વિઝાના કૌભાંડના સમાચારો પેપરમાં ચમકે છે. ઘણા લોકો તેમાં છેતરાય છે. લેભાગુ એજન્ટોની જાળમાં ફસાઈને કેટલાંક લોકો પાસપોર્ટ અને પૈસા બંને ગુમાવે છે. હવે તો બે નંબરમાં જવાવાળા લોકો હોશિયાર થઇ ગયાં છે. તેઓ એજન્ટ પાસે જે તે દેશમાં પહોચ્યા પછી જ પૈસા મળશે, તેવી શરત મુકે છે. યુ વોન્ટ બીલીવ, એજન્ટો પણ તેમની શરતે કામ કરવાં તૈયાર થઇ જાય છે.

એવું નથી કે બધાં ગેરકાયદે જ પરદેશ જાય છે. ગેરકાયદે તો જે લોકો બહુ ભણેલા નથી, કે બીજી કોઈ રીતે જઈ શકે તેમ નથી, તેવાં લોકો જ જાય છે. ભણેલા અને પૈસાથી સમૃદ્ધ લોકો સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમીટ કે ઈમિગ્રેશન વિઝા પર જાય છે. દરેક દેશને ઈન્ટેલીજન્ટ અને સ્માર્ટ લોકોની જરૂર છેજ. તેમના માટે ઘણા દેશોએ પોઈન્ટ બેઝ ઈમિગ્રેશન સિસ્ટમ ઉભી કરેલી છે. જેના આધારે ઉચ્ચ શિક્ષિત અને સારો વર્ક એક્સ્પીરીયન્સ ધરાવતાં લોકોને પરમેનન્ટ રેસીડેન્સી મળી જાય છે.

આપણા સમાજમાં પરદેશથી અભ્યાસ કરીને કે પૈસા કમાઈને આવેલી વ્યક્તિને વધું માન-મોભો, ઈજ્જત મળે છે. સગાં-સંબધીઓ, પડોશીઓ કે ફ્રેન્ડ સર્કલમાં તેમનો રોલો પડે છે. તેઓ ફોરેન રીટર્ન કહેવાય છે. કેટલાંક લોકો તો પોતાના વીઝીટીંગ કાર્ડ પર પરદેશની ડીગ્રી લખીને પોતાનો વટ પાડે છે. પરદેશથી ભણીને આવેલા છોકરા કે છોકરીને મેરેજ માટે વધારે સારું પાત્ર મળી રહે છે.

દુરથી બ્યુટીફુલ, ઓસમ, ગ્લેમરસ, અને એટ્રેક્ટિવ લાગતાં આ વિકસિત દેશોની વાસ્તવિકતા તો ત્યાં જઈએ ત્યારે જ પર્ખાયછે. સોનેરી સપનાઓ લઈને ગયેલા કેટલાંક લોકો પરત માદરે વતન પાછા આવ્યાના દાખલા મોજુદ છે. એક ભાઈ ગ્રીનકાર્ડ પર તેમની પત્ની સાથે અમેરિકા ગયાં. તેઓ તેમના સાળાને ત્યાં રહેતાં હતાં. શરૂઆતમાં જુદી જુદી જગ્યાએ ફરવાની તેમને મઝા આવી. ત્યાર પછી તેમને એક મોલમાં નોકરી મળી. તેઓ ઇન્ડીયામાં એક સરકારી ઓફિસમાં કલાસ ટુ ઓફિસર હતાં. મોલમાં તેમને સામાન ગોઠવવાનું કામ કરવાનું હતું. પહેલાંજ દિવસે તેઓ નોકરી છોડીને ઘેર આવી ગયાં. કારણ પૂછતાં તેમણે જણાવ્ય કે ઇન્ડીયામાં હું ઓફિસર હતો, મારે પાણી પીવું હોય તો ઘંટડી મારતાં પટાવાળો હાજર થઇ જતો અને અહી મારે મજુરી કરવી પડે છે. તેમના સાળાએ તેમને ઘણું સમજાવ્યા પણ તે ભાઈ પંદર દિવસમાં તો ઇન્ડિયા પાછાં આવી ગયાં.  

પરદેશના ગ્લેમરથી આકર્ષાઈને, અનેક સપનાઓ આંખોમાં આંજીને ઘણાં લોકો હોંશે હોંશે પરદેશ જાય છે. તે સમયે શું સાથે લઇ જવું તેની તો બધાંને ખબર હોય છે, પણ શું છોડીને જવું તેની કોઈને ખબર હોતી નથી. મારા અનુભવ મુજબ પરદેશ જઈએ ત્યારે કેટલીક વસ્તુઓ ઇન્ડીયામાં મુકીને જવી જોઈએ, જેવી કે પોતાનો ઈગો, આળસ, કામચોરી, કામ પ્રત્યેનો છોછ વગેરે વગેરે.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Janki 3 માસ પહેલા

Manjula 3 માસ પહેલા