“My Innocent love” - 2 Krishna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“My Innocent love” - 2

Chapter 2: The star was not in shine…



રુદ્ર:- પોતાના સપના જીવવા માટે કોઈ નિશ્ચિત કિંમત ચૂકવી પડે છે અને એ કિંમત હરકોઈ ચૂકવી નથી શકતા.
એટલું બોલતાંની સાથે રુદ્ર પોતાના ભૂતકાળના દિવસો માં ભળી જાય છે.

હવે આગળ…



રુદ્ર:- કિંમત સપના જોવાની નથી હોતી પણ એને સાકાર કરવા માટેની હોય છે અને એ કિંમત ચૂકવતા કોઈ ઝીરો માંથી હીરો થઈ જાય છે અને કોઈ હીરો માંથી ઝીરો.
 
અવની:- હું કઈ સમજી નહિ રુદ્ર ના અહીંયા બેઠા દર્શકગણ, શું તમે વિસ્તાર થી જણાવશો..?

અવનીને રુદ્રનો સંપૂર્ણ ભૂતકાળ જાણવો હતો એટલે એ કંઇ ના સમજીનો દેખાવો કરતી હતી.

રુદ્રને પણ એ વાતનો અંદાજો આવી ગયો હતો એટલે પોતાનું મન શાંત કરી બેઠો હતો.

અવની:- રુદ્ર તમે મારી વાતનો જવાબ ન આપ્યો …! જો કોઈ એવી વાત હોય અને તમારે ના કેહવી હોય તો વાંધો નહિ અમે સમજી શકીએ છે.

રુદ્ર:- ના હું જવાબ આપીશ, એ વાત આજે નહિ તો કાલે મારે હકીકતથી રૂબરૂ થવું પડશે તો આજે જ કેમ નહિ…!!

રુદ્ર આંખ બંધ કરી પોતાના ભૂતકાળની વાતો યાદ કરવાની ચેસ્થા કરી રહ્યો હતો. થોડા સમયના અંતરાલ બાદ ખોખરો ખાતા વાત કેહવાની શરૂઆત કરી.

“વાત છે આજથી ૨૫ વર્ષ પેહલાની ગુજરાત રાજ્યના પ્રખ્યાત એવા સુરત શહેરથી ૪૦ કી.મી. દૂર સ્થિત ભાદોલ ગામની જે મારી જન્મભૂમિ છે. મારા દાદા સંજય પટેલ ગામના સરપંચ હતા. તેમની ખ્યાતિ આજુબાજુના દરેક ગામે હતી. વર્ષો પહેલાં તેમના પત્ની સવિતાબા ની કોઈક બીમારીના કારણશર મૃત્યુ પામેલા. તે બંનેના પ્રેમની નિશાની સમાન એકનો એક દિકરો એટલે કે સજ્જન પટેલ, નામ એનાથી તદન ઉલટું એનું કામ. નાનપણમાં ખુબ જ મોટી સંપતીનો એકનો એક માલિક હોવાના નશામાં તેને ગણા એવા કાર્ય કર્યા જે મને કહેતા પણ શરમમાં મૂકે છે. સંજયદાદા તેની તમામ દુષ્ટકુત્યને નાંદાની સમજી જવા દેતા પરતું એ સમજવાની કે સુધરવાની કોશિશ પણ ના કરતા. ગામે રહેતા દરેક ગામ્યજન તેનાથી હેરાન હતા પરંતુ મારા દાદાના પ્રભાવથી કોઈ એને કંઈજ ન કહેતા. ઉંમર વધતાં તેના માટે દાદા માંગા શોધવા લાગ્યા પરતું તેના વર્તનથી ત્રાસી ગયેલા લોકો કોઈ તેમની પુત્રીને સજ્જન સાથે લગ્ન કરાવવા તૈયાર ન હતા. એ વાતથી કંટાળી સંજયદાદા તેમના પાડોશી ગામ એવું સપ્તકુંજ ગામની સરપંચ સવજીભાઈના મુનીમ કેશવનાના ની દીકરી એટલે મારી માં (જશોદાબહેન) ની વાત કોઈના મુખથી સાંભળી. 

મારા દાદાએ એક દિન સપ્ટકુંજ ગામ જવાનું થયું દાદાએ સજ્જનને પણ સાથે આવા કહ્યું. મારા દાદા અને સજ્જનને સવજીભાઈ પોતાના ઘરે રાત્રિ રોકાણ માટે આવકાર આપ્યો. તેમના પત્ની વર્ષો પેહલાજ મૃત્યુ પામ્યાં હતાં એટલે જશોદામાં જ તેમના ઘરની દેખરેખ રાખતા તથા રશોઈથી લઈને સાફસફાઇ દરેક કામકાજ પોતે જ સંભાળતા. દાદાને જશોદામાં હદયમાં ઘર કરી ગયા, દાદા કેશવનાના જોડે જશોદામાંનો હાથ માંગ્યો પરંતુ એ વાહિયાત માણસે લગ્ન પેહલા જ માતા જોડે દુષ્કૃત્ય કર્યું ને દાદાની લાજના ગામે ગામે રૂંવાડા ઉડાડી દીધા. એના આંચકા સ્વરૂપ દાદાને હદય રોગ થતા તે સ્વર્ગ સિધારીયા. એ પછી પણ સજ્જન ત્યાં ન શાંત થયો અને  તેને બીજા ગણી છોકરીની જિંદગી બગાડી તથા મારી માતા જોડે પણ લગ્ન કરવાની ના પાડી દીધી પરંતુ સવજીભાઈથી એ વાત ના સહન થઈ એટલે એ સજ્જન મારવા ભાદોલ ગામ ગયા પરંતુ એ વાતની બાતમી મળતા સજ્જન રાતોરાત ગામ છોડી ભાગી ગયો. સવજીભાઈ એ જશોદામાંને લાખો વાર કેહવા છતાં બીજા કોઇજોડે લગ્ન ના કર્યા અને તે ગામ છોડી સુરત શહેર જતા રહીયા. ત્યાં તેમને લોકોના ઘરેના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાની સાથે મને જન્મ આપ્યો. લોકોને ઘરે મેહનત મજૂરી કરી મને ઉછેરીને મોટો કર્યો.

એટલું બોલતાં સાથે રુદ્ર આંખ માંથી 
અશ્રુધારા વહી ગઈ એ જોઈ જશોદાબેન પણ સ્ટેજ પર આવીને રુદ્રને હર્દય ચરસો ઢાંકી લીધો. આ દ્રશ્ય જોઈ તમામ લોકો જે રુદ્રની વાત સાંભળી હતી એ લોકોના આંખના ખૂણા ભીના હતા. અવની પણ આ સવાલનો જવાબ સાંભળી ખુબ જ દુઃખી દેખતી હતી, પરતું તેના મુખના હાવભાવ પરથી એવું પ્રતિત થતું હતું કે તેને હજુ કંઇ જાણવાની જીજ્ઞાશા છે.
અવનીના હાવભાવ જોઈ રુદ્ર સમજી ગયો કે હજુ પણ અવનીના મનમાં કઈ શંકા છે એવું ખ્યાલ આવતા રુદ્ર અવની તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યો હતો અને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછવા ઈશારા થી કહે છે.

અવની:- એ રાતોરાત ક્યાં ભાગી ગયો હતો એ ખ્યાલ છે તમને..? શું એ વ્યક્તિ જોડે તમારો હમણાં કોઈ સંબંધ છે..?

રુદ્ર:- ના, આવા વાહિયાત માણસ જોડે મારો કોઈ સંબંધ નથી તથા એ હમણાં જીવે છે કે મરી ગયો એ પણ જાણકારી નથી.

રુદ્ર જેવા સુપસ્ટારનું પણ આવું ભૂતકાળ હશે એ જાણી કરોડો લોકોના હદયમાં તેના પ્રત્યેની લાગણીમાં વધારો થયો હશે એ નક્કી હતું. કારણ લોકોને એવી માન્યતા હતી કે આટલા મોટા સ્ટારનો જીવનકાળ દરમ્યાન માત્ર સુવરણ પળો માણી હશે પરતું હકીકત તેનાથી તદન વિપરીત હશે એતો કોઈએ સ્વપ્ને પણ ના વિચાર્યું હતું.

અવની:- રુદ્ર તમે ઠીક તો છો ને..?

રુદ્ર:- હા હું સ્વસ્થ છું…

અવની:- આગળ વાત કરી શકીએ….?
(અવની જાણે રુદ્રની અનુમતિ માગતી હોય તેમ જોઈ રહી હતી, જો તે હા કહેશે તો આગળ વાત કરશે એવું વિચારી રુદ્ર તરફ નજરો રાખી હતી)

રુદ્ર:- હા કેમ નહિ..!

અવની વાતોની ગંભીરતા પારખી લેતા વાતાવરણ હળવું કરવા વાત બદલે છે.

અવની:- તમારે બૉલીવુડમાં ગણા મિત્રો છે પરતું એક પણ મિત્ર નથી આ વાત એક આર્ટિકલમાં પણ આવી હતી શું આ સત્ય છે..? તથા એમને એવું પણ જાણવા મળ્યું છે કે તમને પૈસાનો ઘમંડ છે એટલે તમે માત્ર સ્ટેટ્સ જોઈને મિત્રો બનાવો છો..?

રુદ્ર:- હું મતલબની મિત્રતામાં માનતો નથી અને અહીંયા બૉલીવુડમાં લોકો માત્ર સ્વાર્થ માટે જ મિત્રો બનાવે છે, જે મને પેહલાથી પસંદ નથી એટલે ગણા અંશે આ વાત સાચી છે. રહ્યો તમારી સ્ટેટ્સ વાળી મિત્રતાનો જવાબ તો સામે બેઠા પેલા લગુરોને જોઈલો ( જશ, દક્ષ, કિરણ, અક્ષત, ભૂરો) પોતાના મિત્રો તરફ હાથ કરીને અવનીના સવાલનો વર્તો જવાબ આપ્યો. તે માંથી દરેક સામાન્ય ઘરના વ્યક્તિ છે. કોઈ કરોડપતિ નથી. કોઈ નોકરી કરે છે, તો કોઈનો પોતાનો બિઝનસ, તો કોઈ ભણે છે.
આ જવાબ એ લોકોને હતો જે રુદ્રની નિંદા માટે હમેશાં બહાના શોધતા હોય છે.

અવની હસીને જશ, દક્ષ, કિરણ, અક્ષત, ભૂરl તરફ જોઈને માઇક આપવા કહે છે. જેવો માઇક ભૂરાના હાથમાં માઇક આવ્યો કે તરત જ ભૂરો બોલવાનું શરૂ કર્યું.

ભૂરો:- એ ભૂરા જાજી હોશિયારી કર મા, અમોને લગુર કહોછો…!! અમો લંગૂર સે તો લગુંરનો મિત પણ લંગૂર જ કેહવાય. ભૂલ મા કે આ લંગુરો જોડે તું પોતે પણ મોટો થયો સે.

સ્ટુડિયોમાં ઉપસ્થિત તમામ લોકો હસી રહીયા હતા, રુદ્ર પણ મન મૂકીને હસતો હતો એ જોઈ અવનીને થોડી રાહત થઈ. કારણ એ જાણતી હતી કે જો રુદ્રને કઈ થયું તો તેના ફેન્સ સ્ટુડિયોનો કચડધા કરી દેશે. તેને હસતા જોઈ અવની એ વાત સાવ ભૂલી ગઈ. લોકો ભૂરા ની પેહરવેશ તથા કાઠીયાવાડી બોલી પર હસી રહીયા હતા તથા રુદ્ર તેની વાતો પર.
 
ભૂરો:- દાંત કાધ મા ગુસ્સે થતાં ભૂરો બોલ્યો.

રુદ્ર:- બસ કર ભૂરા કેટલું હસાવીશ.

અવની:- તમારા બીજા કોઈ મિત્રે કઈ કેહવુ હોય તો માઇક આપો તો દરેકના વિચારો આપને જાણવા જોઈએ.
દક્ષ માઇક લેતા બોલવાનું શરૂ કર્યું.
 
દક્ષ:- અમારે તો કઈ કેહવુ નથી અમારો મિત્ર આટલો મોટો સ્ટાર બની ગયો એના થી વિશેષ અમારા માટે શું હોઈ શકે…? રુદ્ર એક વાત કહું દોસ્ત ખરેખર તારી મેહનત રંગ લાવી તું જે સ્વપ્ન જોયું હતું એ સાકાર કરી બતાવ્યું.

જશ:- દોસ્ત સલામ છે તને જ્યારે તું કહેતો હતો કે એક દિન તારો આ મિત્ર બોલીવુડને હલાવી મૂકશે ત્યારે ભલે ગમેતે લોકો તારી મસ્કરી કરી હશે પરતું આજની વાસ્તવિકતા એ તમામ માટે તમાચા સમાન છે.
 
કિરણ:- ભાઈ ભાઈ બો જોર બો જોર એક દમ સખત. 

અક્ષત:- ભાઈ આજે તને અહીંયા જોઈ દિલ ભરાઈ ગયું ભગવાન કરે તું આમ જ પ્રગતિ કરે ને તારા મૂવી  ૫૦૦ કરોડ ઉપર કમાય અને હા એમાંથી અમને પાર્ટીઓ તથા થોડા પૈસા પણ આપતો રહે.

રુદ્ર:- હા ભાઈ બધા તારા જ છે જોઈએ એટલાં અને જ્યારે જોઈએ ત્યારે લઈ જજે. 
સ્મિત સાથે રુદ્ર જવાબ આપ્યો.

અક્ષત:- જોઈ લેજો બધા સામે બોલ્યો છે આજે તો તારા બધાં પૈસા અમે વેચી લેશું.
 બધા ફરી એક વાર હસી પડ્યા.

રુદ્ર:- બકા આપી દઈશ, તું કહે તો કોરા સ્ટેમપેપર પર સાઈન કરી આપું.

અવની વચ્ચે તાપસી પૂરતા વાર્તાલપ માં જોડાય છે.

અવની:- એક હિસ્સો એમાં મને પણ જોઈ , હું આ ટોપિક ના ઉઠાવતે તો તમને પૈસા ના મળતે એટલે મારો પણ બરાબર નો હિસ્સો જોઈએ.

રુદ્ર:- હજુ કોઈ બાકી જેને હિસ્સો જોઈતો હોય. હમણાં ફોર્મ ભરવાના ચાલુ છે.
ફરી એક વાર બધા મુખ પર હાસ્ય મોજુ પ્રસરી ગયું

અવની:- મારા ભાગે કેટલા આવશે..?

રુદ્ર:- એ પછી તમારે કોઈ રુદ્ર-વુર્ધ નું ઇન્ટરવ્યુ ના લેવું પડે એટલા તો આવશે જ, ક્યાં તો તમે પોતાના સ્ટુડિયોમાં બેઠા હશો અને તમારો સ્ટાફ કોઈ મારા જેવા નો ઇન્ટરવ્યુ લેતા હશે ને તમે તમારી કેબિન માંથી સ્ટાફને ઇન્શ્ટ્રશન આપતા હશો એટલાં.

અવની:- વાહ તો જલસો પડી જશે. ચાલો ઇન્ટરવ્યુ આગળ વધારીએ.. 
તમારા ગણા ફેન્સ છે જેમાં બાળકો, યુવાનો વૃદ્ધ લોકો છે પણ મોસ્ટ ઓફ ફિમેલ ફોલોવિંગ છે….
કોઈ વિશેષ મેસેજ એ લોકોને માટે…??

રુદ્ર:- હંમેશા ખુશ રહો, આબાદ રહો , પ્રેમથી રહો, સ્વાર્થ વિના બધા ની મદદ કરો, જરૂરત મંદની મદદ માટે હમેશાં આગળ રહો અને ખુબ જ મહત્વની વાત હંમેશા તમારા માતા પિતા અને વડીલ ની સેવા કરો, એમની વાત સાંભળો અને તમારી વાત સમજવાનો પ્રયત્ન કરો, ના સમજાય તો પૂરો પ્રયાસ કરી સમજવો.
એમના આશર્વાદથી તમારા ગમેતેવા તમારા કર્યો પાર પડશે.

અવની:- ખુબ સરસ મેસેજ રુદ્ર. આજની જનરેશનની આ વાત સમજ નથી પડતી કે માતાપિતા સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ, એમની વાતો તો સાંભળવી પણ ના ગમે. એ એવું જ સમજે છે કે તેમને વધારે દુનિયા જોઈ લીધી છે. બેફામ બોલવું ખરાબ વર્તન એ આજકાલ ખુબ જ ટ્રેડિંગ થઈ ગયું છે…!!

રુદ્ર:- હા મે પણ આ વિશે ગણું સાંભળું છું, ત્યારે ખુબ દુઃખ થાય છે. એમાં ટેકનોલોજી પણ વાંક છે. પેહલાના સમયમાં એક વાર વડીલ કહી દેતા એટલે ફાઇનલ એ થતું પરતું હવે એવું નથી રહ્યું. હવે લોકો સ્વતંત્ર છે. જો કંઈક પસંદ ના હોય તો તરત વિરોધ કરી શકે છે, આ વાત સારી છે પણ દરેક વાતોમાં ખોટા તર્કવિતર્ક કરવો ના જોઈએ.
સારા જીવનની આશામાં આપણે માનવતા અને પ્રભુતાથી ગણા દૂર નીકળી ગયા છે.

અવની:- સાચું કહ્યું તમે. આજે તમારા ઇન્ટરવ્યુ જોઈને મને વિશ્વાસ છે કે હવે આ માન્યતા તથા માનસિકતામાં જરૂરથી પરિવર્તન આવશે.

રુદ્ર:- જો એવું થયું તો મને ગણી ખુશી થશે.

અવની:- હા જરૂરથી ભારતના આટલા મોટા સ્ટારએ કહ્યું છે, તો આજ ની યુવા પેઢી જરૂર વિચારી એને અમલ કરશે.

રુદ્ર:- કરવું પણ જોઈએ એટલે નહિ કે મે કહ્યું છે પણ એટલે કરો કે જેની સામે તમે બોલો છો, ખરાબ વર્તન કરો છો. એ વડીલએ તમે પાળી-પોસીને મોટા કર્યા છે ને તમે એના સામે એવું વર્તન કરો એ સારું ના કેહવાય. કાલે ઉઠીને તમે પણ એ વાસ્તવિકતા સહન કરશો ત્યારે અફસોસ ના રહી જાય કે મે મારા માતાપિતા જોડે ખરાબ કર્યું. એવી ગ્લાનિ દુઃખ સિવાય બીજું કશું અનુભવ નથી કરાવતી.

અવની:- ૧૦૦% સાચું કહ્યું તમે. તેમને આ વાત ત્યારે જ અનુભવાય જ્યારે એ તમામ પરિસ્થતિ તેમને જોડે સર્જાય અથવા તે એ પરિસ્થતિમાંથી પસાર થાય.

રુદ્ર:- એટલું યાદ રાખજો કરેલા કર્મો અહીંયા જ ભોગવી જવા પડે છે, એ ભલે સામાન્ય માણસ હોય કે પછી દેવ-દેવીઓ. રામ ભગવાને પણ જ્યારે બાલીને છલથી માર્યો હતો ત્યારે તે રામ ભગવાને શ્રાપ આપે છેકે આગલા જન્મમાં હું તમને મારીશ અને કૃષ્ણ અવતારમાં બાલી શિકારી રૂપમાં તેમને પગમાં તીર મારી કર્મયોગ પૂર્ણ કરે છે.

અવની:- હા રુદ્ર એ વાસ્તવિકતા છે. કર્મ કોઈને છોડતો નથી. આજે નહી તો કાલે તથા વેહલાં-મોડા કરેલા કર્મો ભોગવવા પડે છે.

રુદ્ર:- આ કટ્ટુસત્ય છે અને જીવનનો સિદ્ધાંત છે.

અવની:- હા, આપણે વાત-વાતમાં ક્યાંથી ક્યાં નીકળી ગયા નહી. હવે બીજો સવાલ..!!

રુદ્ર:- હા પરતું જીવનની વાસ્તવિકતા તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પડવું આપની ફરજ છે. હા તમે આગળ સવાલ પૂછી શકો….
 
રુદ્રને અવનીની આ હરકત જરાક પણ પસંદ ના આવી કે હાલ ચાલી રહેલ સવથી મહત્વ ના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે અવની એ મુદ્દો હવા કરી ગઈ. આજના યુવાનને યોગ્ય માર્ગદર્શન માટે ની વાત અવનીએ સહજતાથી લઇ લીધી. અવની જેવી સમજદાર વ્યક્તિ જોડે તેને આવી આશા ન હતી.

સામા પક્ષે અવનીને કેબિન માંથી સરફરાઝ ખાન બીજો સવાલ કરવા સૂચના આપતો હતો જેથી તેના શોની ટી.આર.પી (કેટલા લોકો લાઈવ ટીવી જોઈ રહ્યા હોય તે) ઉપર જ રહે. 

અવની પણ આગળ વાત કરવા ઇચ્છતી હતી પરતું આ ટોપિકથી શોની રેટિંગ નીચે જઈ રહી હતી જેથી સરફરાઝ ખાન કેબિનમાંથી બીજો સવાલ કરવા સતત સૂચના આપતો હતો.

( લેખકના દિલની વાત::- હા દોસ્તો આજ આપની હાલની દુનિયાની સત્ય હકીકત છે. આજકાલ લોકોને માત્ર ચટપટી વાતો અને ગોસીપમાં જ રસ છે. મારું સારું થાય એનું ખરાબ થાય ની વૃત્તિ ખૂબ જ બધી ગઈ છે. કોઈની મદદ કરવાની ભાવના દિવસે દિવસે વિલુપ્ત થઈ રહી છે. સંસ્કૃતિનો અંત નજીક આવી રહીયો છે. માણસાઈ રહી નથી. હવે લોકો કોઈ સંબંધ કારણ વગર નથી બાંધતા, લોકોને એકબીજા પ્રત્યે પ્રેમભાવ નથી. આવું જ ચાલ્યું તો એક દિન દુનિયાનો અંત જરૂરથી થશે.)

{આ મારી અંગત વિચારધારા છે}

અવની આગળ શું સવાલ કરશે એ વિચારી રહી હતી એટલામાં એક ખૂબ જ સુંદર છોકરી સિકયુરિટી ગાર્ડની નજર વટાવીને સ્ટેજ પર આવીને રુદ્રને સામે   ગુતાં પર બેસી પ્રેમનો એકરાર કરે છે. અવનીને તેની આ હરકત પર સખત ગુસ્સો આવે છે. તેના ગોરા ભરાવદાર ગાલ તથા નાક પર લાલાશ તરી આવે છે. તેનો ગોરો સુંદર ગોળ ચેહરો લાલ થઈ ગયો. તેણે પોતાને પણ નથી ખબર કે આવું તેની જોડે કેમ થઈ રહ્યું હતું. અવનીને મનોમન તે છોકરી પ્રત્યે સખત ગ્રીણા થઈ રહી હતી. શું કરશે રુદ્ર આગળ…? શું જવાબ આપશે રુદ્ર તે છોકરીને…? એ તમામ સવાલોની ઉલ્જણ અવનીના દિમાગમાં ચાલી રહ્યા હતા. અવની મનોમન શું રુદ્ર ને પ્રેમ તો નથી કરવા લાગી આવા વિચારો સતત તેના દિમાગમાં ધમાચકડી કરી રહ્યા હતા.

શું કરશે રુદ્ર હવે…?





આગળ આવતા ક્રમે:-



શું થશે આગળ….??
શું જવાબ આપશે રુદ્ર તે છોકરીને..??
અવની કેમ આટલી ગુસ્સે થાય છે.…??
આગળ અવની ક્યાં સવાલો કરશે..….?? 
શું અવની રુદ્રને ચાહવા તો નથી લાગી ને..??

સવાલો ગણા છે જવાબ એક “MY INNOCENT LOVE” નો આગળનો ભાગ…



મિત્રો આ સાથે બીજી મુલાકાતનો અહીંયા અંત આવે છે. તમારો કિંમતી અભિપ્રાય જરૂર થી આપજો જો કોઈ ભૂલ થઈ હોય તો એ કોમેન્ટ માં જરૂર થી જણાવજો જેથી એ ભૂલ આગળ પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશ ને સારામાં સારું લખાણ તમને મળે એવાં પ્રયત્ન સતત ચાલુ રાખીશ.

મિત્રો જોડે શેર કરો કોમેન્ટ કરો.
તમારા અમૂલ્ય ફિડબેક મારા મોબાઇલ નો:-7878791949 પર આપી શકો છો.

આપને જય શ્રીકૃષ્ણ

આવતા અઠવાડિયે જરૂર થી આવજો….

આવશો ને…..?

-ક્રિષ્ના પટેલ…