સતીશભાઈ કામેથી ઘરે પોહચયા હતા.પોતાના બુટ ઉતારી વિસામો લીધો અને બબળયાં કોઈ પાણી આપશે? એવું લાગતું હતું કે કામે કઇ તો ઘટના બની છે.રિચાબેન દોડીને પાણી આપીને બોલ્યા વળી શુ થયું પાછા પેલાં રૂપિયા માંગવા આવ્યા હતા? આજે વળી શું કીધું?
સતીશભાઈ કઈ બોલ્યા નહીં. પણ તેમનું વર્તન જોતા એવું જણાતું હતું કે કશુક તો જરૂર બન્યું છે .
સતીશભાઈ કાપડના વેપારી છે.તેમના દાદા અને પિતાજી ની સોંપેલી વિરાસત તેમને બહુજ ઓછી ઉમરે મળેલી! છેલ્લા ચાર દાયકાથી તેમની દુકાન અમદાવાદમાં ચાલી રહી છે પણ એક વરસ પેલા એક અનિચ્છનીય ઘટના બનેલી જેમાં તેમને ઘણુંજ નુકસાન થયેલ.એક વરસ પહેલાં રાતના લગભગ 9:30 વાગ્યાના અરસામાં સતીશભાઇને ફોન આવેલ કે આપની દુકાનમાં આગ લાગેલ છે સતીશભાઇ ના પગ નીચેથી જાણે જમીન ખસી ગયી હોય તેઓ થોડી ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયા તેમને જોઈ રિચાબેને પૂછ્યું શુ થયું? ફોન પણ કોણ છે?
"અબ્દુલભાઇ" સતીશભાઈએ કહ્યું
અબ્દુલભાઇ તેમની દુકાનની નજીક આવેલ ટી.જે પાર્કમાં રહે છે અને સતીશભાઈના સારા મિત્ર છે.
રીચાબેને પૂછ્યું પણ થયું શુ છે? તમે થોડા ટેનસનમાં લાગો રયા.
"આગ લાગી છે" સતીશભાઈના ચેહરાના ભાવ એકદમ બદલાઈ ગયા.તેમની પરિસ્થિતિ જુગારમાં સર્વચ હારેલ વ્યક્તિ જેવી હતી .
આગ ! રિચાબેન પણ હવે બેચેન બન્યા .ક્યાં લાગી છે આગ , કેવી રીતે ? રિચાબેનના હાથમાં રહેલ ટી.વીનું રિમોટ નીચે પડી ગયું.
"આપણી દુકાનમાં" સતીશભાઇ બોલ્યા.
" ક્યારે લાગી , કેટલું નુક્શાન થયું છે"
સતીશભાઈ એ ઊંડો શ્વાસલીધો થોડી હિમ્મત એકઠી કરી ને બોલ્યા હું જઉ છુ.શુ ઘટના બની છે એની જાણ ત્યાં જઈને જ ખબર પડશે. તું મનીષને આ વાત કરતી નઇ એને જમાડી દેજે. સતીશભાઈએ પોતાની બાઈકની ચાવી લીધી અને દુકાન જોવા ઉપડ્યા.
મનીષ સતીશભાઈ અને રિચાબેનનો એકનો એકજ પુત્ર છે.તે પોતાના રૂમમાં હતો તેની પરીક્ષાઓ આવવાની હતી એટલે વાંચી રહ્યો હતો.રિચાબેને મનીષને જમવા માટે હાંકલ કરી જાણે કઇ થયું જ નથી એમ તેમની સાથે વાતો કરી.જમી લીધા બાદ મનીષે પૂછ્યું
" મમ્મી, પપ્પા ક્યાં છે ? તેઓ તો રાત્રે ક્યાજ નથી નીકળતા ."
" પેલા અબ્દુલભાઇ પાસે ગયા છે કામ થી."
" અબ્દુલભાઇ પાસે અરે તેમના ઘરે તો મજાજ પડી જાય " મનીષ ઉત્સાહ માં બોલ્યો .
" બેટા તું સુઇજા , પપ્પાનું કામ પતસે એટલે એ ઘરે આવી જશે . તારી પરીક્ષાઓ આવી રહી છે તને ઉજાગરા ન કરાય." રિચાબેને કહ્યુ. મનીષ જમીને પોતાના રૂમમાં ચાલ્યો જાય છે.
મનીષ ભણવામાં ગણો જ હોશિયાર છે.તે પોતાના કલાસમાં 8માં ધોરણથી પ્રથમ આવે છે. અત્યારે તે 11માં ધોરણમાં વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી રહ્યો છે.તેની ઉંમરના બાળકો કરતા તેની ઊંચાઈ થોડીક ઓછી હતી.તેના વાળ થોડા લાંબા અને ભૂરા રંગના છે. મોટી આંખો છે અને રાતો રંગ છે.તેના ગળા પર એક નિશાન છે જે તેને બાળપણમાં પડી જવાથી મળ્યું છે.તે બહુજ ખુશ મિજાજી અને મહત્વાકાંશી છે.મનીષ રૂમમાં પોહચયો જ હશે કે રિચાબેને તરતજ સતીશભાઇને ફોન કર્યો
" તમે પોહચી ગયા? કઈ માહિતી મળી?"
" કઈ ખાસ નહીં, અત્યારે ફાયરબ્રિગેડવાળા આગ ને ઓલાવવાના પ્રયાસ કરી રહ્યા છે." સતીશભાઈના અવાજમાં નિરાશા જણાઈ રહી હતી.
" તું ટેન્શન લેતી નઈ. હું ઘરે પોહચીને વાત કરું છું." સતીશભાઈએ ફોન કાપી નાખ્યો.
રિચાબેનને વધુ ચિંતા સતાવવા લાગી.
રાતે 11:30 વાગે સતીશભાઈ દરવાજો ખખડાવે છે.રિચાબેન દરવાજો ખોલે છે અને સતીશભાઈને પાણી આપે છે.
" ચિંતા નહીં કરતા , ક્યારેક છાંયો તો ક્યારેક તડકો એતો જીવનમાં ચાલ્યા કરે." રિચાબેન થોડી હિમ્મત દાખવી બોલયા
સતીશભાઈના માથાંપર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી પણ તેઓ નબળા પડવા નતા માંગતા.
" નુકશાન તો ઘણોજ થયો છે રિચા, પણ કઈક કરી લેસુ.કાલે હું મહેન્દ્ર શેઠને ત્યાં મળવા જવાનું છુ."
" ઉછીનાં રૂપિયા લેશો કે ?"
"હા." સતીશભાઈ બોલ્યા
સતીશભાઈ બીજા દિવસે મહેન્દ્ર શેઠની દુકાને જાય છે.મહેન્દ્ર ભાઈ એક મોટા શેઠ છે પૈસા ની કંઈજ કંઈ કમી નથી અને ઉપરથી વ્યાજ ઉપર રૂપિયા આપી તેમાં વધારો કર્યાજ કરે છે.
" શેઠ કેમ છો?" સતીશભાઈ બોલ્યા
" કેટલા જોઈએ છે? કામની વાત કર મારી પાસે નવરાશ નથી.? મહેન્દ્ર શેઠ વટથી બોલ્યા.
" શેઠ 4 લાખ."
" 10 ટકા વ્યાજ લાગશે."
સતીશભાઈ થોડાક અચકાયા પણ તેમની પરિસ્થિતિ એક તરફ ખાઈ અને બીજી બાજુ કુવા જેવી હતી.તેથી તેમણે હા પાડી દીધી.
મહેન્દ્ર શેઠ પાસે થી રૂપિયા લઇ સતીશભાઈ ફરીથી પોતાની દુકાન ચાલુ કરે છે. પણ નુકશાન વધુ થયું હતું અને ઓફ સિઝન હોવાથી ઘરાકી પણ એટલી ન હતી તેથી રૂપિયા પાછા આપવામાં સમસ્યાઓ ઉભી થઇ. જેના કારણે ઘરમાં અને દુકાન ઉપર ઝગડા થવા લાગ્યા. ઘરના કંકાસની અસર મનીષના શિક્ષણ પણ ન પડે તે માટે તેને વડોદરામાં ભણવા મોકલવાનું નિર્ણય લેવામાં આવ્યો.
મનીષ તેમનું એકનો એકજ પુત્ર હતું એટલે રિચાબેન શરૂઆતમાં તો ન માન્યા પણ અંતે તેઓએ પણ પરિસ્થિતિ જોઈને હા માં ભણી. મનીષને વડોદરાની કે.જે. હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યું.
વર્તમાનમાં મહેન્દ્ર શેઠના લોકો સતીશભાઈને રોજે ફોન કરી કે દુકાનમાં જઈ પૈસાની માંગણી કરતા એટલે તેઓ હાલમાં માનસિક તાણ અનુભવી રહ્યા હતા.
" હા આજે તો તેમણે ડેડલાઈન આપી દીધી." સતીશભાઈ બોલ્યા
" કેટલું સમય આપ્યું?"
" દશ દિવસ." સતીશભાઈ બોલયા
બને વાતો કરીજ રહ્યા હતા કે ફોનમાં રિંગ વાગી.
" મહેન્દ્ર શેઠનુજ લાગે છે."
સતીશભાઈએ ફોન ઉપાડ્યું.
"હેલો"
" હું સતીશભાઈથી વાત કરી રહ્યો છું?"
" હા , તમે કોણ?" સતીશભાઈ બોલ્યા
" મારુ નામ કલ્પેશ છે. હું કે.જે હોસ્ટેલમાંથી વાત કરું છું. "
સતીશભાઈએ પૂછ્યું તમને કઈ કામ છે ? મનીષ વિશે કશું છે . એનું ભણતર કેવું ચાલી રહ્યું છે.શુ તે શિસ્ત નથી જાળવતો? શુ તેના ગુણ ઓછા આવે છે? તેણે કોઈની સાથે ઝઘડો તો નથી કાર્યોને?સતીશભાઈ એક સેકન્ડમાં ઘણુંબધું બોલી ગયા.
" ના , મનીષતો બહુજ સારો છોકરો છે. ક્લાસમાં બહુજ હોશિયાર છે અને શિસ્ત ક્યારે તોડતો
નથી . પરીક્ષામાં પણ સારો દેખાવ છે. ઝગડો કોને કહેવાય એતો એને ખબરજ નથી"
" હા , પુત્ર કોનો છે!" સતીશભાઈ ગર્વથી બોલ્યા
તેમની આંખોમાં અનેરો તેઝ આવી ગયો.
કલ્પેશભાઈ ગળું સાફ કરી બોલ્યા સતીશભાઈ અશુભ સમાચાર છે. મનીષ ....મનીષ
" શુ થયું મનીષને ?"
"મનીષ ...મનીષ હવે આ દુનિયામાં નથી." કલ્પેશભાઇ દુઃખથી બોલ્યા
સતીશભાઈ એકદમ અંદરથી હલી ગયા. તેમની આંખોમાંથી અશ્રુ સરી રહ્યા હતા .તેમના માટેતો જાણે પ્રલય આવી ગયો.એમ જણાઇ રહ્યું હતું કે જાણે સતીશભાઈએ બધુજ ખોયી નાખ્યું હોય. દરેક માબાપ માટે તેના પુત્ર કરતા બીજું કઈ પણ વહાલું હોતું નથી પણ આજે તો સતીશભાઈએ પોતાની જીવન ની એક અમૂલ્ય પૂંજી ખોયી નાખી છે.સતીશભાઈનું હૈયું જાણે ફાટી ગયું ! અશ્રુઓ તેજી ધારે વહેવા લાગ્યા શરીર ઠંડુ પડી ગયું.તેમને પોતાની પાસે રહેલ કુર્સીને પકડી.જો કુર્સી ન હોત તો તેઓ પડી જાત.
રિચાબેને હતોઃત્સાહી સ્વરે પૂછ્યું. શુ કીધું? મહેન્દ્ર શેઠે. તમારી આ સ્થિતિ મારાથી જોવાતી નથી.સતીશભાઈ કંઈજ ન બોલ્યા .રિચાબેને ફરીથી પૂછ્યું શુ કીધું , મહેન્દ્ર શેઠે?
" મનીષ." સતીશભાઈ ડુસકા ભરતા બોલ્યા
"મનીષ ને શુ થયું? તમે રડો શા માટે છો?" રિચાબેન અજંપા ભરી આંખે સતીશભાઈને જોઈ રહ્યા હતા.
" આપણે બધું ખોઇ નાખ્યું. હવે આ સંસારમાં આપણા માટે કશુંજ રહ્યું નથી."
રિચાબેન સમજી ગયા મનીષ સાથે કઈક બન્યું લાગે છે.સતીશભાઈ મુશ્કેલીથી બોલી શકતા હતા તેમને કીધું કે મનીષને આપણે ખોઇ નાખ્યો.રિચાબેનના દુઃખનું વર્ણન પણ શક્ય નથી.રિચાબેન જીવતા લાશ બની ગયા. આંખોમાંથી નીકળતા આંસુ તેમની હૃદયની અંદર ચાલી રહેલ દુઃખનું વર્ણન કરી રહ્યા હતા.
પેલા કલ્પેશભાઈ પોલીસ સ્ટેશને ફોન લગાડે છે. પોતાના હોસ્ટેલમાં બનેલ આ કરુણ ઘટના વિશે માહિતી આપે છે.પોલિસ પણ ઘટનાની ગંભીરતા સમજી તરતજ હોસ્ટેલમાં માટે દોટ મૂકે છે.બીજી બાજુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ ઘટના વિશેની વાતો ચાલી રહી છે દરેક જાણે શેરલોક હોલમ્સ હોય તેમ અવનવી કથાઓ બનાવી રહ્યા છે.વિદ્યાર્થીઓમાં ડરની સાથે કૌતુહલતા પણ જોવા મળી રહી છે.
"પોલીસ હોસ્ટેલમાં પોહચી આવી." કોઈએ બૂમ પાડી.
મનીષ રૂમ નં 201 માં રહેતો હતો. આખી હોસ્ટેલમાં તેનું રૂમ સૌથી અલગ હતું.ઉત્તર દિશામાં રહેલ દીવાલ પર વૈજ્ઞાનિકોના ફોટા હતા. ન્યુટન, આઈન્સ્ટાઈન, આર્કીમીડિઝ, ટેસ્લાના ફોટોગ્રાફ હજુ પણ એમને એમ જ પડ્યા છે. એક દીવાલ પર તેમના ઈષ્ટ દેવ નું ફોટો છે.ઉપરાંત ઘણાબધા ચાર્ટ્સ પાર દીવાલ પર દેખાઈ રહ્યા છે જે મનીષે જ બનાવેલ અને ડેસ્ક પર પ્રોજેકટ પડેલા છે.
પોલીસ રૂમમાં પ્રવેશે છે. પલંગ નજીક મનીષની લાશ પડેલ છે.
" હે ભગવાન." ઇન્સ્પેક્ટર રવિ બોલ્યા .
ઇન્સપેક્ટર રવિ એક હોશિયાર ઓફિસર છે.તેમણે અત્યાર સુધીમાં કેટલાય કેસ ઉકેલ્યા છે.ગીતા મર્ડર કેસ અને બેંકમાં થયેલ ચોરી ની ગુથી ઉકેલ્યા બાદ તેઓ અમદાવાદમાં પ્રસિદ્ધ થયી ગયેલ.તેમનું કદ લાંબુ અને શરીર એક રમતવીર જેવું છે.આંખો તેજસ્વી અને વાળ ટૂંકા છે. ઇન્સપેક્ટર રવિ લાશની નજીક જઇ દરેક વસ્તુનું નિરક્ષણ કરે છે.
" શરીર ઉપર કઇ ઇજાનું નિશાન નથી દેખાતું" કોન્સ્ટેબલ રાઇલને જોઈ ને ઇન્સ્પેક્ટર રવિ બોલ્યા
" હા સાહેબ અને કોઈએ મનીષની બુમો પણ સાંભળી નથી સર."
" રૂમમાં કોઈ બરજબરીથી આવ્યું હોય તેનું પણ કોઈ નિશાન દેખાતું નથી."
" હા રાઈલ અને જો બારીઓ પણ અંદર થી બંદ છે. કલ્પેશભાઈ અને બાકીના લોકો પણ દરવાજો તોડીને અંદર આવ્યા છે." ઇન્સપેક્ટર રવિ બોલ્યા
" સર આત્મહત્યાં તો નથીને?"રાઈલ જિજ્ઞાસા સાથે બોલ્યો
" અત્યારે કઈ કહી ન શકાય રાઇલ, આતો આગળ તપાસ કરતા જણાશે પણ જે પરિસ્થિતિ છે એના પરથી તો એવુંજ લાગે છે કે આત્મહત્યા હોઈ શકે." ઇન્સ્પેક્ટર રવિ બોલ્યા
" સર જો આ હત્યા હોય તો ગુનેગાર અક્કલવાળો લાગે છે !"
" ગુનેગાર કોઈ પણ હોય કઈક તો પાછળ મૂકીનેજ જાય છે.આખું રૂમ શોધી નાખ રાઈલ એક સોય પણ તારી આંખોથી બચવી ન જોઇએ."
રાઇલ રૂમમાં રહેલ દરેક વસ્તુની છાણબીન શરૂ કરે છે. કબાટનાખાના, બારીઓ, પલંગ, મનીષનો થેલો,
ટેબલનાખાનાઓ વગેરેમાં હત્યાનો ભેદ ઉકેલવા પ્રમાણો શોધે છે બીજી તરફ ઇન્સ્પેક્ટર રવિ લાશની તપાશ કરી રહ્યા છે.મનીષના હોઠ વાદળી રંગના દેખાય છે .ઇન્સ્પેક્ટર રવિ મનીષનો હાથ પોતાના હાથમાં લેછે મનીષની કોણીની ઉપર ઇન્સપેક્ટર રવીને સોય ભોંકી હોય તેના નિશાન દેખાય છે."
" રાઇલ કશું મળ્યું? એવું લાગી રહ્યું છે કે મનીષ નું મોત ઝેરના લીધે થયું હોય."
" સર જુઓ ." રાઈલ કચરાપેટી માંથી સીરીંન્જ બતાવતા કહ્યુ
" સીરીન્જ ."
" રાઈલ સીરીન્જ લેબમાં મોકલ આનામાં ઝેર હોવાની શક્યતા દેખાઈ રહી છે."
ઇન્સ્પેક્ટર રવિની પ્રાથમિક તપાસમાં એવું નિષ્કર્ષ નીકળે છે કે મનીષે પોતેજ પોતાનું આયખું ટૂંકાવ્યું છે.મનીષે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવીછે તે તો વધુ તપાસ પછી જ ખબર પડશે.
To be contenue.........