સંબંધોની બારાક્ષરી - 31

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૧)

ભાગતો સમય-હાંફતો સમય

સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. સમય હંમેશાં તેની એકધારી ગતિએ ભાગતો રહેછે. સમય એ માણસનું મહાન સર્જન છે. હજારો વર્ષો પહેલાં સમયની શોધ થઇ હતી. સુરજ, ચંદ્ર અને તારના ઉગવા અને આથમવા સાથે તેનું માપ નક્કી કરવામાં આવ્યું હતું. જેના આધારે ચાર પ્રહરની રચના થઇ હતી. સમય શોધવા ઘણો સમય સમય પાછળ વેડફીને માણસે પરફેક્ટ સમયની શોધ કરી હતી. માણસે સમયને સેકન્ડ, મિનીટ, કલાક, દિવસ અને વર્ષમાં વહેંચી નાખ્યો છે. સમયની પફેકટ ગણતરી કરવા માટે માણસે એક મશીનની શોધ કરી, જેને આપણે ઘડિયાળના નામે ઓળખીએ છીએ.

ઘડિયાળનો ઈતિહાસ પણ રસપ્રદ છે. છાયા ઘડિયાળ, રેત ઘડિયાળ, લોલક ઘડિયાળ, ચાવી વાળી ઘડિયાળ, ઓટોમેટિક ઘડિયાળ, ઇલેક્ટ્રિક ઘડિયાળ અને ડીઝીટલ ઘડિયાળ. સમયાંતરે ઘડિયાળના સ્વરૂપો બદલાતાં ગયાં. હવે તો ઘડિયાળે ઘરેણાનું સ્થાન લીધું છે. જાત-ભાતની ડીઝાઈનો વાળી, સિલ્વર, ગોલ્ડ, પ્લેટીનમ કે હીરા જડિત મોંઘી ઘડિયાળો પહેરવી તે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયો છે. તમે કઈ બ્રાન્ડની ઘડિયાળ પહેરી છે તેના પરથી તમારું સ્ટેટ્સ નક્કી થાયછે.

“નીખીલ, ચાલને આજે ફિલ્મ જોવા જઈએ.” “નો..નો..આજે નહિ, મારે અરજન્ટ મીટીંગ છે. આઈ હેવ નો ટાઈમ !” “સરલા આ વેકેશનમાં સાઉથમાં ફરવા આવવું છે ?” “ઇન્પોસીબલ, ધનુ બારમામાં છે એટલે મારાથી કેવી રીતે આવી શકાય !” “તમે હમણાથી ગાર્ડનમાં દેખાતા નથી !” “ભાઈ, ધંધાની સીઝન ચાલેછે એટલે હમણાં સમય મળતો નથી.” આવાં અનેક સંવાદો આપણે બધાએ રોજીંદી લાઈફમાં ઘણીવાર સાંભળ્યા હશે. મોટાભાગનાં લોકો સમયની બુમો પાડેછે. કોઈની પાસે સમય નથી. કુદરતે બધાંને ભલે સંપત્તિ એક સરખી ન આપી હોય, શરીર સોઉંષ્ઠવ એક સરખું ન આપ્યું હોય, સુંદરતા એક સરખી ન આપી હોય, સુખ-સગવડો એક સરખી ન આપી હોય પરંતુ એક વસ્તુ દરેકને સમાન આપીછે અને તે છે સમય. છતાંપણ લોકો સમયની ફરિયાદ કરેછે. શું ખરખર બધાં પાસે સમય નથી ?

દિવસના કલાક ચોવીસ, મિનીટ ૧૪૪૦ અને સેકન્ડ ૮૬૪૦૦ હોયછે. સવારે ઉઠો ત્યારે દરેકના ખાતામાં આટલો સમય તો જમા થઈજ જાયછે. પછી ભલે તે નાના હોય કે મોટા, ભણેલાં હોય કે અભણ, ગરીબ હોય કે તવંગર, દરેકને સરખોજ સમય મળેછે. આમ જોવા જઈએ તો સમય એ બીજું કશુજ નહિ પણ આપણી માનસિક સ્થિતિ છે, આપણી કલ્પના છે. છતાં સમયની અવગણના કોઈ કરતુ નથી, થઇ શક્તિ નથી.

એક બાજુ સમયની મારામારી છે તો બીજીબાજુ દુનિયામાં એવાં કેટલાંયે લોકો છે કે જેમના માટે સમય ક્યાં પસાર કરવો તે મોટો પ્રશ્ન છે. ઘણાં લોકો ઊંઘવામાં, તો કેટલાંક ટીવી જોવામાં, તો કેટલાંક રખડવામાં તો કેટલાંક બીજાની કુથલી કરવામાં ટાઈમપાસ કરતાં હોયછે. દુનિયાનાં કેટલાંયે નવરાં લોકો સમય પસાર કરવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરતાં હોયછે. જેમકે ગપસપ કરવી, બહાર ફરવા જવું, કલબમાં જવું, પત્તાં રમવાં, સુઈ જવું, ટીવી જોવું, શોપિંગ કરવા જવું, કોઈકને કંપની આપવી, ચેરીટી સંસ્થાઓમાં કામ કરવું, મંદિરમાં જવું, પદયાત્રામાં જોડાવું વગેરે વગેરે.

મઝાની વાત તો એ છે કે દરેક વ્યક્તિની સમય પસાર કરવાની રીત જુદી જુદી હોયછે. ધનવાનો સમય પસાર કરવા માટે સૌથી વધારે ખર્ચ કરતાં હોયછે. ગરીબ માણસ પાસે સમય પસાર કરવાનો સસ્તામાં સસ્તો રસ્તો ઊંઘી જવાનો છે. ભારત જેવાં દેશની હાઉસવાઇફ્સને સમયની કમી નથી હોતી. પતિ નોકરીએ જાય અને છોકરાંઓ ભણવા જાય એટલે ભારતીય નારી ફ્રી. દરેક સ્ત્રી આ સમયનો લાભ ઉઠાવવાનું ચૂકતી નથી. પડોશણોથી માંડીને શાકવાળા, ફેરીયા, કરીયાણાવાળા, કામવાળા વગેરે પાસે પોતાની વાકકલાનું પ્રદર્શન કરેછે. ટીવી સીરીયલો અને તેમાં આવતાં પાત્રો તો તેમનો મનગમતો સબ્જેક્ટ છે. આ સ્ત્રીઓના કારણે તો ડેલીશોપની વ્યુઅર્શિપ વધી જાયછે.

કહેછે કે આળસુ માણસોનેજ સમય મળેછે. જે લોકો કશું કરતાં નથી કે કરવા માંગતા નથી તેવાં લોકો પાસે સમય સિવાય કશુજ હોતું નથી. તેની સરખામણીએ વર્કોહોલિક કે કામગરા માણસો પાસે સમય હોતો નથી અથવા તો ઓછો પડેછે. એક આળસુ માણસને કોઈકે કહ્યું કે, ‘સમય બહુ કીમતી છે, એને વેડફીશ નહિ.’ ત્યારે પેલા આળસુ માણસે જવાબ આપ્યો. ‘ભઈલા, તારા માટે જો સમય બહુ કીમતી હોય તો તું મારો સમય લઈને બદલામાં મને રૂપિયા આપીદે.’ આ તો એવું થયું કે જેની પાસે પૈસા છે તેની પાસે સમય નથી અને જેની પાસે સમય છે તેની પાસે પૈસા નથી.

નોકરો કરતાં પ્રેમીને તેની પ્રેમિકાને મળવા માટે કામમાંથી સમય ચોરવો પડેછે અને બિઝનેસમેનને ધંધામાં સમય ઓછો પડે ત્યારે ફેમિલીમાંથી સમય જોડવો પડેછે. અભણનો અને ભણેલાનો સમય જુદો જુદો હોયછે. બંનેનાં મુલ્યો પણ અલગ અલગ હોયછે. યુવાનો અવનવી પ્રવૃત્તિઓથી ટાઈમ પાસ કરી શકેછે, જયારે ઘરડાં અને અશક્ત લોકો માટે સમય પસાર કરવો મુશ્કેલ બની જાયછે. ભાયંકર અને અસાધ્ય રોગોથી પીડાતાં દર્દીઓ સમય પાસે મોતની ભીખ માટે આજીજી કરતાં હોયછે. સમય એમના તરફડાટમાં અને કણસાટમાં રીબાતો હોયછે. આપ મુવા પછી બધુજ ડૂબી જાયછે, સમય પણ..! ટીક ટીક કરતી સમયની ધડીયાળ પણ શ્વાસ સાથે થંભી જાયછે અને સમય અટકી જાયછે..! જિંદગી ઉગવાની સાથે સમય ઊગેછે અને જિંદગી આથમવાની સાથે સમય પણ આથમી જાય છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Manjula 8 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા