સંબંધોની બારાક્ષરી-42

(૪૨)

સપનાં ઉઘાડી આંખનાં

આપણે રાત્રે સુઈ જઈએ ત્યારે ઘણીવાર ઊંઘમાં સપનાં આવતાં હોયછે. આ સપનાઓ જાત-ભાતનાં અને ઘણીવાર વિચિત્ર હોયછે. હું આજે સપનાંની વાત કરવાનો છું, પણ એ સપનાં નહી કે જે ઊંઘમાં આવેછે, એ સપનાઓ કે જે ઊંઘ ઉડાડી દે. હું એ સપનાઓની વાત કરવા માંગુછું કે જે ઉઘાડી આંખે જોવાતાં હોય અને જે સાચાં પડતાં હોય. ઉઘાડી આંખે જોયેલા સપનાં સાચાં પાડવા તે આપણા હાથની વાત છે. સપનાં જોવા એ જુદી વાત છે અને તેને સાચાં પડવા તે જુદી વાત છે. સપનાં તો ઘણાં લોકો જુએછે પણ બધાં તેને સાચાં પાડવા તેની પાછળ લાગી જતાં નથી, બધાં તેના માટે રાત-દિવસ મહેનત કરતાં નથી. જે ફક્ત સપનાં જોવાનું કામ કરેછે તેને આપણે મુંગેરીલાલ કહીએ છીએ.

ઇન્ડિયાટીવીના ચીફ એડિટર રજત શર્માનું ૨૮મિ જુન ૨૦૧૩ના રોજ ‘મીડિયાની સમાજ ઉપર અસર’ તે વિષય પર અમદાવાદમાં વક્તવ્ય હતું. જેમાં તેમણે પોતાના બાળપણની આર્થિક સ્થિતિ અને તેમના અનુભવો વિષે વાત કરી હતી.

 તે સમયે તેઓ તેમના સાત ભાઈ બહેનો અને માં-બાપ સાથે એક નાનકડી ઓરડીમાં રહેતાં હતાં. જે ઓરડીમાં તેઓ રહેતાં હતાં ત્યાં લાઈટ પણ ન હતી જેથી રાત્રે વાંચવા માટે તેઓ પાસે આવેલા રેલ્વે સ્ટેશને જતાં હતાં. તે સમયે નવા નવા ટીવી આવ્યાં હતાં. ટીવી પર દુરદર્શનની સરકારી ચેનલ સિવાય એકેય ચેનલનું અસ્તિત્વ ન હતું. તેમના ગામમાં ફક્ત એકજ વ્યક્તિના ઘરમાં ટીવી હતું. તે સમયે દુરદર્શન પર અડધી ફિલ્મ શનિવારે અને અડધી રવિવારે બતાવવામાં આવતી હતી. રજત શર્માને પણ ફિલ્મો જોવાનો શોખ હતો. એકવાર શનિવારે તેઓ ટીવી પર ‘શહીદ’ ફિલ્મ જોવા ગયાં. અડધી ફિલ્મ તો જોઈ પરંતુ બીજા દિવસે રવિવારે બાકીની ફિલ્મ જોવાં ગયાં, ત્યારે ટીવીના માલિકે ઘરનાં દરવાજા બંધ કરી દીધાં. તેઓ ફિલ્મ જોયા વિનાજ પાછા આવ્યાં. તેમના પિતાને આ વાતની ખબર પડતાં તેમણે રજત શર્માને ઠપકો આપતાં કહ્યું. “તુમ કિસી દુસરેકી ફિલ્મ દેખને કે લીયે, કિસી તીસરે કે ઘર કયું જાતેહો !? જીવનમેં કુછ ઐસા કરો, કી તુમ ટીવી પર આઓ ઔર તુમ્હે દેખનેકે લિયે લોગ આયે.”

તે સમયે રજત શર્માના પિતાજીએ કહેલી વાત તેમના અજ્ઞાત મનમાં કોતરાઇ ગઈ. તેમણે તેમના પિતાની એ વાતને પોતાનાં જીવનનું સપનું બનાવી દીધું. તેમણે પોતાની તમામ તાકાત તે સપના પાછળ લાગવી દીધી, જેના કારણે આગળ જતાં તેઓ ટીવી મીડિયામાં આટલા ઉંચા મુકામ પર પહોંચ્યા. તે સમયે જો તેમણે તેમના પિતાની વાત ગંભીરતાથી ન લીધી હોત તો આજે તેઓ આટલાં વિખ્યાત ન હોત.

હું ‘કૌન બનેગા મહા કરોડપતિ’ની સાતમી સીઝનનો નો છેલ્લો એપિસોડ જોતો હતો. જેમાં ફાતિમા નામની એક મહિલાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. પ્રશ્ન હતો, ‘કઈ ભારતીય મહિલાએ સૌથી પહેલાં દુનિયાનાં સાત મોટા એવરેસ્ટ સર કર્યા છે ?’ પ્રશ્ન એક કરોડનો હતો. મારાં મગજમાં તરતજ ઝબકારો થયો, ‘પ્રેમલતા અગ્રવાલ.’ ફાતિમાએ પણ તેજ જવાબ આપ્યો અને તે એક કરોડ રૂપિયા જીતી ગઈ. કોણ છે આ પ્રેમલતા અગ્રવાલ ?

        જમશેદપુરની છત્રીસ વર્ષની એક સામાન્ય હાઉસ વાઈફને ૨૦૦૦ની સાલમાં ડલમા માઉન્ટેન ટ્રેકિંગ માટે ત્રીજો પુરસ્કાર મળ્યો. તે પછી તેણે માઉન્ટેનીંગને પોતાની કેરીયર બનાવવાનું નક્કી કરી લીધું. તેમના માથે ઘરડાં સાસુ-સસરા ઉપરાંત તેનો પતિ અને બે નાની દીકરીઓની જવાબદારી હોવાં છતાં તેઓ હિમત હાર્યા વિના ઝૂઝતા રહ્યાં. તેમની મુલાકાત બચેન્દ્રી પાલ સાથે થઈ. બચેન્દ્રી પાલ  યુવાનોને ટ્રેકિંગની ટ્રેનીંગ આપતાં હતાં. પ્રેમલતાએ નવમા ધોરણમાં ભણતી તેમની દીકરી સાથે એડવેન્ચર કોર્ષમાં એડમિશન લઇ લીધું. એ પછી તો માતા-પુત્રીએ આવાં અનેક કોર્ષ કર્યા. તેનાથી પ્રેમલાતાના સાહસમાં વધારો થયો.

        ટ્રેનીંગ લીધાં પછી પ્રેમલાતાએ વિદેશના મોટા-મોટા પર્વતો સર કરવાનું શરું કર્યું. હવે બચેન્દ્રી પાલ તેમનાં ફેમીલી ફ્રેન્ડ બની ગયાં હતાં. તેમનાં પ્રોત્સાહનથી ટાટા સ્ટીલની સ્પોન્સરશિપ મેળવીને ૨૦૧૧માં તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. આ તેમની સૌથી મોટી સિદ્ધિ હતી. આટલેથી અટક્યા વિના તેઓએ ફેબ્રુઆરી ૨૦૧૨માં દક્ષિણ આફ્રિકાનો માઉન્ટ એકોંકાગુઆ, ઓગસ્ટ ૨૦૧૨માં યુરોપનો માઉન્ટ એલબ્રસ જીતી લીધો. પચાસ વર્ષ કરતાં મોટી ઉમરનાં પ્રેમલતાનો જુસ્સો હજું એવોને એવોજ છે. દરરોજ વહેલી સવારે ત્રણ વાગે તેઓ ઉઠેછે. ઘરનાં રોજીંદા કામ કરવાની સાથે પોતાને ફીટ રાખવાં માટે રોજ દસ કિલોમીટરની દોડ લાગવેછે. હજું તો તેમને બીજાં માઉન્ટેન સર કરીને પોતાનાજ રેકોર્ડ તોડવાછે.

        પુરુષ પ્રધાન સમાજમાં મોટાભાગે સપનાં જોવાંનો અને તેને પૂરાં કરવાનો અધિકાર પુરુષોનો હોયછે તેવું લોકો માનેછે. પ્રેમલતા અગ્રવાલના આ સાહસ વિષે જાણ્યા પછી તે માન્યતા ખોટી ઠરેછે. કોઇપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, ને સપનાં જોવાનો અને તેને પૂરાં કરવાનો અધિકાર છે. તેના માટે તેના મનમાં ભડભડતી મહત્વાકાંક્ષા હોવી જરૂરીછે. કોમ્પ્યુટરનો માધાંતા અને દુનિયાનો સૌથી પૈસાદાર ‘બીલ ગેટ્સ’ કહેછે કે, ‘સફળતા માટે ધ્યેય નક્કી કરો અને તેને સાકાર કરવા સતત કામ કરતાં રહો. તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસો અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાઓ.’

        સપનાં જોવાનો અધિકાર બધાનેજ છે પરંતુ જે સપનાંઓ જોવા ઉપરાંત તેને સાકાર કરવા તનતોડ મહેનત કરેછે તેનેજ સફળતા પ્રાપ્ત થાયછે. અને હંમેશાં દુનિયા સફળ માનવીને જ પુજેછે, તેના ગુણગાન ગાયછે. કહેવત છે કે ‘ઉગતા સુરજને સહુ કોઈ પૂજે.’ તમે પણ તમારી શક્તિઓ, તમારી ખૂબીઓ, તમારી મહત્વાકાંક્ષા અને તમારી મહેનતના જોરે તમારાં સપનાં સાકાર કરીને ઝળહળતાં સિતારા બની શકોછો, ઓલ ધ બેસ્ટ.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Rakesh Thakkar Verified icon 6 માસ પહેલા

Verified icon

Manjula 6 માસ પહેલા