સંતાન Manan Kshatriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાન

ભવ્ય આજે બહુજ ખુશ હતો. કોલેજ માં આવતા ની સાથે જ નવું બાઇક જે મળી ગયું હતું

બસ આમ તેને જોઈ ને તેના હેતલ કાકી પણ એટલાજ હરખાતા હતા.એમનો પણ આનંદ નો પાર ન હતો. કારણ ભવ્ય તેમને બહુ વ્હાલો એક નો એક પણ ભત્રીજો પોતાનું સંતાન તો તેમને હતું નઈ. ઘણી પ્રાર્થના બધા રાખ્યા છતાં પણ તેમની કોખ સુની રહી.

ભવ્ય. ના કાકા ધીરૂ ભાઈ (ધીરેન્દ્ર મહેતા) પણ એટલા. ખુશ હતા. ધીરૂ ભાઈ ને પણ ભવ્ય વ્હાલો પણ. તેઓ હેતલ ને પણ અતૂટ પ્રેમ કરતા હતા. તે હેતલ ને ક્યારે પણ દુઃખી નહતા જોઈ શકતા. બસ આ હસતા રમતા પરિવાર ની છે આ વાર્તા જે એક ગંભીર અપરાધ ના ચક્રાવ માં ફેરવાઈ જાય છે

ભવ્ય ની કોલેજ ચાલુ થયા ને હજી મહિનો જ થયો છે એક પાંજરા માં પુરાયેલો પક્ષી છોડતા ની સાથે તે જે ગતી એ ઉડે ને બસ એજ ગતી અને એજ છટા થી ભવ્ય પોતાની કોલેજ લાઈફ જીવી રહ્યો છે પણ સાથે સાથે પોતાના માતા પિતા ને પણ. એટલુજ યાદ કરે છે અને ઘણી રાતો રડતા રડતા વિતાવે છે. હા!તેની જાણ તેના કાકા કાકી ને નથી થવા દેતો.

હેતલ બહેન પિયર થી પરત થયા ને બારણું ખખડાવે છે. પરંતુ બારણું ખૂલવા માં થોડી વાર લાગી પણ તેઓ સતત ખખડાવતા હતા. બસ આમ ને આમ લગભગ ૧૦ મીનીટ પછી બારણું ખુલે છે અને હેતલ બહેન ને આઘાત માં સારી જાય છે તેનું કારણ સામે ભવ્ય હાથ માં લોહી થી ખરડાયેલી
છરી લઈને ઊભો હતો. એના કાકા ની હત્યા કરીને ઊભો હતો.

હેતલ બહેન ને માનવામાં નહતું આવતું પણ સત્ય સામે ઉભુ હતું.

પોલીસ આવી ભવ્ય ની પૂછતાછ થઈ. કોઈ ને માનવામાં નહતું આવતું કે આવું થશે. જે ભવ્ય ને તેના કાકા કાકી સગા માં બાપ કરતા પણ વધુ પ્રેમ કરતા હતા તેની જ હત્યા કરી દેશે.

શું કારણ હતું?કેમ ભવ્ય એ આવું પગલું ભર્યું? કેમ તેને તેના પાલનહાર ને મોત ને ભેટ ઉતરી દીધા?
આવા અનેક સવાલ લોકો ના મન માં હતા....

બસ આજ સવાલો નો જવાબ પોલીસ. ને પણ જોઈતો હતો. પોલીસ દ્વારા તેના ભૂતકાળ ના પ્રસંગો ને તપાસવા માં આવ્યા. ભવ્ય ના કાકા કાકી સાથે ના અને બીજા સાથે ના ઉપરાંત તેના કાકા કાકી ના તેના માતા પિતા સાથે ના સંબંધ આટલી બધી તપાસ છતાં કશું હાથ માં ન આવ્યું .

હવે એક જ રસ્તો હતો કે ભવ્ય કબૂલાત કરે અને રાહ નો અંત આવ્યો ભવ્ય એ કબૂલાત કરી

ભવ્ય : બદલો હતો. મારા માતા પિતા ની હત્યા નો જે મારા જ કાકા. એ મને પામવા અને કાકી ને સંતાન નું સુખ આપવા માટે કરી હતી અને મારા સગા મામા ને પણ અપાહિચ બનાવી દીધા. એ સમયે થયેલો અકસ્માંત એ એક પ્લાનિંગ થી થયેલું મર્ડર હતું

ઇન્સ્પે્ટર : તને આ બધી માહિતી ક્યાંથી મળી?

ભવ્ય : કાકા એક ભૂલ કરી બેઠા મારા મામા ને જીવિત છોડી દીધા તેમને જ મને આ બધી માહિતી આપી કે કેવી રીતે તેમને એક હત્યા ને અકસ્માત માં ફેરવી અને પૈસા થી પોલીસ નું મોં બંધ કરવી દીધું.

(મનેજ પામવા માટે મનેજ અનાથ કરી દિધો કાકી ને સંતાન નું સુખ આપવા માટે આજે પોતેજ એમની જિંદગી નરક જેવી કરી નાખી.)

૧૮ વર્ષ પેહલા સંતાન પામવાની ભૂખે ભવ્ય ના માતા પિતા ની હત્યા તેના જ કાકા ધીરેન્દ્ર મહેતા દ્વારા કરાવવા માં આવી હતી. એ તારણ સાથે પોલીસ અે કેસ કલોઝ કર્યો.અને ભવ્ય ને સજા થઈ

(hey readers this is my first story. I know it has some lag in the story so please please lead me to it)

Thanks for reading