આ પ્રેમકથા લખવાનું મન એટલે થાઈ કે જિંદગી માં એક વહેમ થતો પ્રેમ બની ગયો છે.
વાત તો બહુ લાંબી છે. કેહતા વાર લાગે પણ થોડુંક કેહવું આ દુનિયા માટે પણ જરૂરી છે. કારણ કે પ્રેમ આજે વહેમ જેવો થઈ ગયો છે. એટલે મારી જ બાજુના ગોંડલ ગામના સુપ્રસિદ્ધ એવા હાસ્યકલાકાર શ્રી સાંઈરામ દવે ના સેર થી શરૂઆત કરું તો " લમ્બ વેણી લાઝ ઘણી જેના પોચાય પાતળિયા સર્જનહારે સર્જ્યા આવા કોક કોક કામનીયા" આવી છોકરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આભ્યાશ કરે એફ.વાય.બી કોમ નું પ્રથમ વર્ષ અને પોતાની સહેલીયું સાથે બસ માંથી ઉતરી અને યુનિવર્સિટી ના ગેટ માં પગ માંડ્યો પણ કેવી છોકરી કે જાણે ખીલતા ગુલાબ જેવી છોકરી જાણે નવાબ ના રુવાબ જેવી છોકરી જેની "પ્રેમ સરીખી કાયા હેમ સરીખા હાથ મારુએ જેદી એમને તેદિ નવરો દીનોનાથ" આવી છોકરી જેનું નામ પ્રાંજલ વાત કેહતા વાર લાગે ટૂંકમાં કહું તો પ્રાંજલ અને તેની સહેલી નિશા સાથે રોજે વાતો અને આભ્યાશ કરવો આજ એની રોજિંદી જિંદગી એક દિવસ સવારે યુનિવર્સિટી પહુંચતા નિશા એ કહ્યું કે આજે યુનિવર્સિટી તરફથી બહાર ટૂર નું આયોજન છે. મેં તારું નામ લખાવ્યું હતું તારે આવવાનું છે. પ્રાંજલે હા કહી અને બન્ને સખી નીકળી ગઈ કેમ્પસ થી બાર બસ માં બેસી ગઈ બંને રસ્તા માં મસ્તી અને વાતો કરતી જાય ત્યાં રાજકોટ થી બાર નીકળતા એક ગામ આવ્યું ત્યાં એક બસ રોકાઈ પ્રાંજલ ને નિશા નીચે ઉતાર્યા અને તેની સાથે બીજા પણ સ્ટુડન્ટ નીચે ઉતર્યા પોતે બંને સખી કુદરત ના ખોળે આવેલા ફૂલો અને ખેતરો નો આનંદ લેવા લાગી મોજ ની મમત અને ૧૮ વર્ષ નું યૌવન હાથ રહે તો યુવાની ના કહેવાય ચાલતા ચાલતા પહુંચ્યા એક ઘર પાસે ત્યાં ઉભા રહી પોતે થોડોક શ્વાસ લઇ અને વિશામો લીધો અને કુદરત ના ખોળામાં રખડતા કયારે સમય જતો રહ્યો ખબર જ ના રહી સાંજ સવાર થી ક્યારે સાંજ થઈ એ ખબર ના પડી સાંજ ના લગભગ ૬;૦૦ વાગવા આવ્યા હતા બધાજ સ્ટુડેંટ્સ બસ માં બેસી ગયા અને પ્રાંજલ અને નિશા બેસી ગયા હવે બસ ચાલી નીકળી પણ કુદરત નું ધારેલું ક્યારેય ખોટું હોતું નથી. જેવું બેડીનાકુ પૂરું થયું અને બસ માં પંચર પડ્યું બધા બસ માંથી નીચે ઉતર્યા એટલા માં એક બાઈકચાલક ત્યાંથી પસાર થયો. અને તેને પ્રંજાલે જોયો અને પોતે જોરથી બૂમ મારી પ્રકાશ બાઈકચાલક આવાજ સાંભળી થંભી ગયો. અને જોયું તો તેની સાથે આભ્યાશ કરતો છોકરો પ્રકાશ હતો. પણ તે આજે યુનિવર્સિટી નોહ્તો આવ્યો કઈ કામસર રજા રાખી હતી. પ્રકાશે કહ્યું પ્રાંજલ નિશા તમે અહીંયા સુ કરો છો. એટલા માં નિશા બોલી પ્રકાશ અમે અહીંથી આગળ ટૂર માટે ગયા હતા. અને બસ માં પંચર પડી ગયું તું અમને ઘેરે ડ્રોપ કરી દઈશ અમારે ખુબ મોડું થઈ જશે. પ્રકાશે કહ્યું હા પણ પેહલા તમે મેડમ અથવા સર ની પરમિશન લઇ લો. પછી પરમિશન લેવાઈ ગઈ નિશા અને પ્રાંજલ પ્રકાશ સાથે નીકળી ગયા પેહલા નિશા ને ડ્રોપ કરી બસ શેરી ના ખૂણા પર પ્રાંજલ ને ઉતારી અને આવજે કહી પ્રકાશ જતો રહ્યો આ વાત ને ૨ દિવસ વીતી ગયા. પ્રાંજલ અને નિશા હવે એકટીવા લઇ આવવા જવા લાગ્યા નિશા ના એકટીવા માં કંઈક ખરાબી આવી ગઈ તે સ્ટાર્ટ ના થતું હતું ત્યાંજ પ્રકાશ નીકળ્યો. અને એને એનું બાઈક ઉભું રાખી કહ્યું નિશા પ્રાંજલ સુ થયું નિશા જોને એકટીવા ખરાબ થયું લાગે છે. તું મારુ એક કામ કરીશ પ્રકાશ હા બોલ ને સુ હતું તું મને અને પ્રાંજલ ને ઘર સુધી ડ્રોપ કરી દઈશ. પ્રકાશ એ પણ કઈ પૂછવા ની વાત છે. ચાલો બેસી જાઓ. બંને બેસી ગયા. પણ આ વખતે કુદરત ને કોઈક જુદું કરવું હતું અચાનક એક માણસ રોડ ની વચ્ચે પડ્યો પ્રકાશે જોરદાર બ્રેક મારી અને પ્રાંજલ પાછળ થિ નીચે પટકાઈ અને તરત જ માણસો નું ટોળું ભેગું થઈ ગયું અને એમ્બ્યુલેન્સ ને ફોન કરી દીધો નિશા ને પણ વાગ્યું હતું પણ બહુ તકલીફ નોહતી તે દિવસે આખી રાત પ્રકાશ પ્રાંજલ માટે જાગ્યો અને બહુજ રડ્યો બીજે દિવસે સવારે ૭:૦૦ વાગે પ્રાંજલ ભાન માં આવી અને આંખ ખુલતા તેને પ્રકાશ ને જોયો તેને કહ્યું ડૉક્ટર આભાર તમારો ડોક્ટરે કહ્યું આભાર મારો નહિ આ છોકરા નો માન જેને આખી રાત જાગી તારી સેવા કરી છે. તે દિવસે હોસ્પિટલે થિ છૂટ્યા પછી ૬ દિવસ પછી પાછા બંને યુનિવર્સિટી ના ગ્રાઉન્ડ માં મળ્યા અને પ્રાંજલ પ્રકાશ ને જોઈ ને મલક્તાં મોંએ કહ્યું આભાર પ્રકાશ મારો જીવ બચાવવા બદલ અને ગુલાબ નું એક ફુલ આપી એને પ્રકાશ ના પ્રેમ નો એકરાર કરીયો પ્રકાશે પ્રેમ કાબુલ કરી લીધો પછી ના દિન ના રૈન ના રાત બસ એક હી બાત બસ તુંહી તું પ્રકાશ બંને ની પ્રેમ સભર જિંદગી વીતતી ગઈ એક દિવસ યુનિવર્સિટી માં એક નવો જ છોકરો આવ્યો જોવો તો જાણે કોઈ દેવ નો અવતાર અને રૂપ જોઈને કોઈ પણ છોકરી તેની વિજોગણ બની જાય આવો છોકરો નામ એનું ઓજશ એટલે ઓજશ પૈસાદાર બાપ નો એક નો એક દીકરો યુનિવર્સિટી ની તમામ છોકરીયો તેની સાથે લગ્ન કરવા તૈયાર પણ ઓજશ માને તો ઓજશ નઈ એક દિવસ પ્રાંજલ ની નઝર ઓજશ પર પડી જોત જોતામાં તે તેના મોહમાં ફસાઈ અને પ્રેમ કરી બેઠી ઓજશ ને તો પૈસા સાથે છોકરી સાથે રમવા નો શોખ હતો પ્રાંજલ ને રોજ ફરવા લઇ જાય અને મોંઘી વસ્તુ જે જોઈતું તે આપાવે આવી રીતે દિવસો વીતવા લાગ્યા પ્રકાશ સાથે નો સંપર્ક ઓછો થતો ગયો ઓજશ સાથે સંપર્ક વધ્યો એક દિવસ પ્રકાશ ના નામે એક લગ્ન કંકોત્રી આવી જેમાં લખ્યું હતું કે પ્રાંજલ વેડ્સ ઓજશ ત્યારે પ્રકાશ તૂટી ને ભાંગી પડ્યો. તેને સેવેલા સપના પણ તૂટી પડ્યા તેને પ્રાંજલ ને ફોને કરી કહ્યું કે પ્રાંજલ મારા માં સુ એવી ખોટ છે. કે તું ઓજશ ને મળી અને મને ભૂલી ગઈ ત્યારે પ્રાંજલ બોલી કે હું સુખી થવા માંગુ છું એટલે હું ઓજસ સાથે લગ્ન કરી રહી છું આપણી વચ્ચે જે કઈ હતું એ ભૂલી જા અને તેને ફોન કાપી નાખ્યો આ વાત ને એક વર્ષ વીતી ગયું ઓજશ અને પ્રાંજલ ના લગ્ન થઈ ગયા અને પ્રકાશે લગ્ન ના કરિયા એક દિવસ પ્રકાશ ફરી રોડ પાર ઉભો રહ્યો અને જોયું તો સામે એક દયાજનક હાલત માં એક બાઈ બેઠી હતી તેને નીરખી જોયું તો તે પ્રાંજલ હતી પ્રકાશ ત્યાં તેની પાસે જઈ ઉભો રહ્યો અને બોલ્યો પ્રાંજલ તારા આવા હાલ પ્રાંજલ કોણ છો તમે પ્રકાશ બોલ્યો અરે હું પ્રકાશ પ્રકાશ તું પ્રકાશે પ્રાંજલ ને ઉભી કરી અને બાઈક પાર બેસાડી તેના ઘેરે લઇ ગયો ડૉક્ટર ને બોલાવી દવા કરી તેને સાજી થતા લગભગ ૭ મહિના જતા રહ્યા હવે પ્રાંજલ સાજી થઈ ગઈ અને એક દિવસ સાંજે પ્રકાશ ઑફિસે થી આવ્યો ત્યાં ઘર તો કંઈક જુદુંજ દેખાતું હતું શણગારેલું અને સરસ તેને તેની સાથે પ્રાંજલ ને જોઈ બોલ્યો અરે પ્રાંજલ તું સારી થઈ ગઈ તો આ સુ કરિયું તારે આરામ ની જરૂર છે. પછી રાત્રે જમી ને પ્રાંજલ ને પૂછ્યું કે તારા આવા હાલ કેમ થયા પ્રાંજલ બોલી કે લગ્ન ના એક મહિના પછી ખબર પડી કે ઓજશ તો એઇયાશ છે રોજ નવી છોકરીઓ અને દારૂ ની મહેફીલ અને મોળી રાત્રે ઘેરે આવી મને મારતો અને ફટકરતો આ તો એનું રોજ નું કામ થયું એક દિવસ કંટાળી ને મેં છુટાછેડા માંગ્યા તો બીજે દિવસે મને છુટાછેડા આપી અને બહાર ધકેલી દીધી. હું રોડ પાર ભીખ માંગવા લાગી પણ મારા પર ઘણા એ નઝર બગાડી હું મને ખુદ ને બચાવતી ત્યાં બેસી ગઈ આટલું સાંભળતા પ્રકાશે કહ્યું કે તને મેં સમજાવી હતી પણ તું ના માની આટલું સાંભળતા પ્રાંજલ રડી પડી પ્રકાશે છાની રાખતા કહ્યું સાન્ત થઈ જા જઈ થવાનું હતું તે થઈ ગયું એક સવાલ પૂછું તને.પ્રાંજલે કહ્યું પુછ ત્યારે પ્રકાશે કહ્યું એક સવાલ મારો તને તું મારી સાથે લગ્ન કરીશ પ્રાંજલે હા કહી બંને એક બીજા ને ભેટી પડ્યા અને પ્રાંજલ અને પ્રકાશ બંને ના આંખો માંથી ખુશી ના આંસુ આવી ગયા બંને એ લગ્ન કરી સુખમય જિંદગી વિતાવે છે.
એક સવાલ મારો બધા ને છે કે શું પૈસા જ બધું સુખ છે.
શું ક્યારેય કોઈ સાચો પ્રેમી તમારો તમને છોડી જાય ખરો
શું તમે કોઈ દિવસ પૈસા અને બીજા ની ચમક જોઈ ને
તેની સાથે રમત કરશો તો અંજામ સામે જ છે.