PRAVAS- E DHORAN DAS NO - 5 books and stories free download online pdf in Gujarati

પ્રવાસ-એ ધોરણ દસનો - 5

                                પ્રકરણ - ૫

                     પ્રવાસની સવાર અને બસમાં

     પ્રવાસના દિવસની સવાર થઈ. એલાર્મ વાગ્યું,ટીક... ટીક...ટીક... મેં બંધ કર્યું. પાછો ઊંઘી ગયો. પંદરેક મિનિટ પછી તંદ્રાવસ્થામાં પ્રવાસ યાદ આવ્યો.

     પછી તો ફટાફટ એકબાજુ પાણી ગરમ મૂક્યું, બ્રશ કર્યું. નાહવા જતા પહેલા વિચાર આવ્યો, આવી થાળીમાં કોણ નાહવા જાય, હાથ-પગ મોં ધોઈ લઉં પણ પ્રવાસને યાદ કરીને કાળજું કઠણ કરીને નાહી લીધું. શિયાળામાં ગરમ પાણીથી નાહવાની મજા આવે, પણ નાહવા પછી જે ઠંડી લાગે એ ભારે પડતી હોય છે. નાસ્તો કરીને બે બિસ્કિટના પેકેટ અને મમ્મીએ બનાવેલો નાસ્તો બેગમાં મુક્યો.

     મારી મમ્મી બોલી," તારા પપ્પા બુધવારે માસીને ત્યાં ગયેલા. બહુ બધા બોર મોકલ્યા છે."

     "મને ખબર છે." મેં ઉતાવળમાં ધ્યાન ન આપ્યું.

     "દોસ્તો, માટે થોડા લઈ જા." મમ્મીએ બોરની મોટી થેલી કાઢી.

     "કેટલા લઈ જવુ?" પાંચેક કિલો જેટલા બોર હતા.

     "જોઈએ તેટલા." મમ્મીએ થેલીમાં ભરવાનું શરૂ કર્યું, એક કિલોની આસપાસ ભર્યા હશે. સ્કૂલના ચોપડા જેટલું વજન હતું, પણ મારે ક્યાં ઉચકવું હતું બસમાં જ મુકવાનું હતું ને. પહોંચવા માટે છેલ્લી પંદર Mમિનિટ બાકી હતી. હું સવારમાં ટ્રાફિક વગરના રસ્તા પર સાઈકલને ચલાવવાનો બદલે ઉડાવતો હતો. લે... પ્રવાસનો જોશના હોય. આ મારો પહેલો પ્રવાસ હતો જેમાં હું જાતે પ્રવાસમાં જતો હતો, એમ તો પપ્પા જ મુકવા આવતા પણ આ વખતે પપ્પા જ બહાર ગયા હતા.

     એ સવારે મેં વડોદરાને અલગ જ જોયું. મારી બાજુમાંથી બાઇક પસાર થઈ એની ઝડપ ચાલીસ હતી. એ જોઈને મને ચરબી ન હોવા છતાં ચરબી ચડી. હું અને મારી સાઈકલ સીધા કાર્તિકના ઘરની સામે એના પાર્કિંગમાં ઘૂસ્યા. કાર્તિકનું ઘર ક્લાસિસની સામે જ હતું એટલે ચિંતાની વાત ન હતી.

     બધી જ પબ્લિક બસમાં હતી, કારણકે મેં લેટ હતો. સાઈકલને લોક કરીને બસ તરફ દોટ મૂકી. અમારી ગેંગમાં છેલ્લો આવનારો હું હતો. મેહુલસર હાજરી લેતા હતા, બીજા ત્રણ મેડમ અવાજ શાંત કરવાના નિરર્થક પ્રયત્ન કરતા હતા. કિર્તનસર કંઈક કામથી બહાર ઊભા હતા. સરે મને ઇશારાથી મંગાવેલા હથિયાર વિશે પૂછ્યું, મેં હા પડી. બસમાં ગયો, પાછળનો ભાગમાં એટલે અમારું સામ્રાજ્ય. ત્યાં શાંતિ હતી પછી ત્યાં પહોંચીને ખબર પડી, આ તો દરિયામાં જેમ તોફાન પહેલાં જે શાંતિ હોય તેવી ભ્રમકશાન્તિ હતી. મેહુલસર અને કિંજલમેડમને અમારી શાંતિ પર શંકા હતી. બાકીના બે મેડમ અમને સારા વિદ્યાર્થી સમજતા હતા, અમને આવી જગ્યાએ સારા ગણવા એ જે તે વ્યક્તિની ભૂલ.

     હું મારા આસન પર બેઠો. હથિયાર લાવ્યો છું એ મને પૂછવામાં આવ્યું. મેં હા પાડી. મારા શ્વાસ હજી પણ ઝડપી હતા. મારી જગ્યા બસમાં છેલ્લી લાઈનમાં જમણી બાજુએ બારીની બાજુમાં હતી. છેલ્લી લાઈન બધી સીટો વાળી. એક તફલિક હતી, મસ્તીમાં ભાગ લેવા માટે કે ટપલીદાવમાં ટપલી મારવા જવા માટેની. જે અમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી. સીટમાં ટેકો લેવાની જગ્યાએ બેસવાનું અને બેસવાની જગ્યાએ પગ મુકવાના. છેલ્લી ત્રણ કોલમમાં અમે બધા આતંકવાદીઓની જેમ મસ્તીવાદીઓ બેઠા હતા. અત્યાતે શાંતિ પ્રિય લાગતા હતા. અમારામાં નાના-નાના જોક્સ અને કમેન્ટ સિવાય કશું જ ચાલતું ન હતું.

     મારી બાજુના ભાગમાં બેગ મુકવાની જગ્યા ન હતી. મેં બેગ સામેની બાજુએ મુકાવડાયું. જે મને ભવિષ્યમાં ખૂબ જ નાનું દુઃખ અને યાદ આપવાના હતા. જેની મને જાણ ન હતી.

     અમારી મજાકમસ્તી ચાલુ હતી. મારા શારીરિક પાતળા બાંધાને કારણે મને ઠંડી વધારે લાગતી, શરીરમાં થોડી હૂંફ આવે એટલે સીટમાં લપાઈને બેઠો હતો. એમ પણ હું વેપન-X ની રાહ જોતો હતો.

    પ્રવાસની બસમાં સૌથી કંટાળાજનક વસ્તુ એટલે હાજરી. જો પ્રવાસ દરમિયાન બે-ચાર નાના સ્થળ પછી જો મુખ્ય સ્થળ આવે તો-તો પૂરું, સવારના છ થી રાતના દસના પ્રવાસમાં એક કલાક હાજરીમાં પીલાય. આખા દિવસમાં થોડી-થોડી મિનિટથી બનતો એ કલાક જેના પર મને દયા આવે છે. કદાચ એટલે જ "કલાક કર્યો" જેવા મહાવરા વાપરતા હશે.

     કિર્તનસર આવી ગયા. અમારી વાતો ચાલુ હતી. મેહુલસર આવ્યા, હાજરી લીધી. હાજરી પુરી થઈ. સર ગયા. વિશાલ એક સીટ પાછળ આવી ગયો. વિશાલ દસમાં હતો,પણ એ ઇંગ્લિશ મીડીયમમાં હતો. એટલા માટે આગળ હતો. હું એને નવમા ધોરણથી ઓળખતો હતો. એનામાં મેં કોઈ દિવસ ઇંગ્લિશ મીડીયમના લક્ષણ જોયા નથી.

     બસ ઉપડવામાં થોડી વાર હતી. પલક પાછળ ફરીને કિર્તનસર જોડે જીલની વાત કરી. અમને બધાને વાત યાદ આવતા જ ખૂબ જ હસવું આવ્યું.

     જીલની વાત એક વર્ષ જૂની હતી. અમે સૌ તે સમયે નવમા ધોરણમાં હતા. અમારી જગ્યા દસમાં ધોરણની આગળ હતા. દર વર્ષે ધોરણ દસ સૌથી પાછળ અને એની આગળ ક્રમશઃ નીચેના  ધોરણના અમે છેલ્લી ત્રણ કોલમ પછી અમે હતા. છેલ્લી સીટથી ચોથી સીટ પર હું, અક્ષય અને જય હતા. નવમા ધોરણમાં અક્ષય પણ આવ્યો હતો. જય એ અમારો દોસ્ત જેને દસમાંથી કલાસીસ બદલ્યા હતા. અમારી આગળ પલક,જીલ અને ઈશા આ ત્રણ છોકરીઓ હતી, એ વખતે પણ બસ થોડી જ વારમાં ઉપડવાની હતી. છોકરીઓએ અમને સીટ બદલવા માટે કહ્યું અમે થોડી આનાકાની પછી આગળ-પાછળ સીટ બદલી. હોવી અમે છેલ્લેથી પાંચમી સીટ પર પાહીચી ગયા. પાછળ દસમાં ધોરણમાં પૂરેપૂરો રંગ જામ્યો હતો.મને કોઈએ પાછળથી ટપલી મારી એ જયની હરકત હતી. અક્ષયને પણ કોઈએ મારી એ ખબર નહીં કોણ હતું. અમારી બસ કોઈ પ્રવાસમાં જઈને સીધી જ આવી હતી, કચરો પણ નહતો વળ્યો. જે અમને નડતો ન હતો. પરંતુ પાછળ કિર્તનસરને નીચેથી અડધું થેપલું મળ્યું. હું તે વખતે પાછળ ફરેલો હતો. થેપલું સરે જીલને માર્યું. થેપલું જીલના માથા પર અડીને એના ખોળામાં પડ્યું. જીલનો સ્વભાવ તરત ગુસ્સે થવાનો, તે તો તરત જ જ્વાળામુખી જેવી થઈ ને ઉભી થઈ ગઈ.

     "કોણ છે? કોને માર્યું આ?" જીલે બૂમ પાડી પરંતુ બસના શોરબકોરમાં માત્ર ધોરણ નવ અને દસના જ જે લોકો ધ્યાન આપતા હતા, તેના સિવાય કોઈને સંભળાયો નહીં.

     "પેલી છોકરી જો દેખાય છે, પેલી...પેલી... જો... જો હસે છે તે." કિર્તનસરે મસ્તીમાં વાત કારતીએક છોકરી બતાવી.

     જીલ સીધી જ એની પાસે ગઈ, પેલી કઈ પણ બોલે તે પહેલાં જ આખા ગામનું સંભળાવી દીધું અને ધુવાપુઆ થઈને સીટ પર બેસી ગઈ.

     થોડી વારમાં એ જાણે કંઈક વિચારીને બોલી,"સર તમે મારેલું ને?" 

     "ના..હવે નહીં તો તારા ખોળામાં કંઈ રીતે પડે, પાછળ જ પડી જાત." કિર્તનસર બોલ્યા.

     જીલ પછી કંઈ બોલી નહીં, પણ એ નવમા ના આખા પ્રવાસમાં પેલી છોકરી સાથે ઝગડતી રહી. એને જુએ તો મોઢું ચડાવે. સૌથી મજાની વાત એ હતી કે પેલી છોકરીને ખબર જ નહતી કે આ આવું કમ કરે છે. તે અસલ થેપલામારકથી અજાણ છે. આ વાંચ્યાં પછી ખબર નથી મને. અમે સૌ આજે પણ 'જીલનું થેપલું' એ વાતને યાદ કરીએ છે હસીએ છે, આજે પણ આંખો સામે એ દ્રશ્યો આવી જાય છે.

     આજે જીલ નથી, પણ અમે એ વાતને યાદ કરીએ છીએ. હા, જીલે પણ કલાસીસ બદલી નાખ્યા છે.

     મને કોઈએ ટપલી મારી, મેં પણ એક બેધ્યાન દેખતા એકને મારી દીધી. ત્યાં જ બસ ઉપડવાનું છેલ્લું કાઉનડાઉન ચાલુ થયું. બસ ચાલુ થઈ, પહેલા હલકો ખોખરો ખાધો, પછી જાણે ઠંડી ઉડાડીને એન્જીન ચાલુ થયું. નાનકડા આંચકા સાથે બસ ઉપડી કે તરત જ...

                  ગણપતિ બાપા...
                               મોરિયા.....

                   અંબે માતની...
                              જય........

                   દેવાધિદેવ મહાદેવ ની.....
                               જય.......

     પછી એક વાર ગાયત્રી મંત્ર બોલ્યા. આ બધી ધમાલ વચ્ચે સંસ્કાર થોડા ભૂલી જવાય હોય.

     બસમાં પાંચ શિક્ષક હતા. એમના એક કૌર્સ બહારના હતા, એટલે કે તે અમને મોટિવેશન લેક્ચર આપતા હતા. તમને વિચાર આવશે ટયુશન કલાસ અને એક સ્પેશિયલ મોટિવેશન માટે ટીચર, ફેંકાફેક લાગશે. પરંતુ અમે જે કલસીસમાં હતા એ વડોદરાના નામચીન કલાસીસમાંનો એક હતો. કલાસીસના સંચાલક સારા હતા, જીવે છે, બધા જીવે છે, બસ ખાલી ઘટના ભૂતકાળની છે. તેમને વિદ્યાર્થીઓ ના પરિણામ ની ચિંતા હતી.

     ક્લાસના રિઝલ્ટને વધારવા માટે જે પ્રયોગો કર્યા એ બધા અમારા પર થયા. અમે અમારા ક્લાસના પ્રયોગ પાત્ર હતા. પ્રયોગના ફાયદા થયા ખરા અમને બોર્ડમાં. એક પ્રયોગના એક ભાગ રૂપે એ મેડમ હતા. એ વાત જુદી છે કે બોર્ડના છેલ્લા મહિનામાં એ જોવા નહોતું માંડ્યા. મેડમ કલાસીસમાંથી નીકળ્યા એ ભવિષ્ય હતું પણ વર્તમાનમાં એ બધાને હનુમાન ચાલીસા ગાવા માટે મોટિવેટ કરતા હતા.

     અમે કંઈ એટલા પણ સંસ્કારી ન હતા. પ્રવાસના સ્થળ ધાર્મિક હતા, પ્રવાસીઓ નહીં. પ્રવાસમાં આમ જ સમય જાય તો-તો અમારું પૂરું, સાંજે ગાંડા બનીને બહાર આવીએ. સૌથી મોટી બલા તો અમે હતા કે જેણે પોતાની છાપ છાતી કરી ન હતી.

     ચોખ્ખીને ચટ વાત, અમારે હનુમાન ચાલીસા નહોતી ગાવી. બસ તો હજી ગેંડાસર્કલ પાર કરે છે, આગળ વધીને પંડ્યાપુલ પર ચડી જ કે અમે કિર્તનસરનો ઈશારો મળતા જ અમારા હથિયાર તૈયાર જ રાખેલા અચાનક વગાડી દીધા. બધાં જ એક સેકન્ડ માટે અટકી ગયા. અમારી મહેનતથી અંતે હનુમાન ચાલીસા અટકી ગઈ.

      ત્યાર પછી તો અમે જે પીપૂડા વગાડ્યા છે. તેનાથી આખી બસ ગજવી મૂકી. જ્યારે અમે અવાજની મર્યાદા પણ જાળવતા. 

     એકવાર અચાનક કિંજલમેડમે રેડ મારી અમારા પીપૂડા લેવા માટે, અમે સંતાડી દીધા. પછી જયારે પાછા ફર્યા ત્યારે અમે ખૂબ વગાડીયા. એમને ભગાડી દીધા. આજે જ્યારે આ બધું યાદ કરીએ છીએ તો પોતાની આ બાળક બુદ્ધિ પર હસવું આવે છે.

     અમારી બસમાં મજાકમસ્તી વચ્ચે એક ટક્કર થઈ ગઈ, અરે....! બસની નહિ, મારી એટલે કે એલિયન અને મારો પ્રિય શત્રુ અર્ચિત ઉર્ફે એંગરી બર્ડ. હા એ વાત અલગ હતી કે પ્રવાસના અંતે અમે બંને સારા મિત્રો બન્યા હતા. અમારા સાથેના ફોટા આજે પણ મારી પાસે છે.

     અમે પીપૂડાથી હેરાન કર્યા, બધા હેરાન થઈ ગયા હતા. હવે અમે પીપૂડા ફૂંકી ફૂંકીને થકયા હતા. અર્ચિત મારી આગળ ડાબી બાજુએ હતો. મેં આ પ્રવાસની મોકા-એ-વારદાત જોઈને એના જોડે પંગો લેવાના ઈરાદાથી જ પીપૂડા ફૂંકાતા, થોડીવાર પહેલાના યુગમાં એના કાન પાસે ઘણીવાર જોરથી વગાડ્યા હતા.એ પણ  અલગ-અલગ તીવ્રતાથી અને અલગ-અલગ દિશામાંથી, જે રંગમંચ ઉભો કરવામાં સારો એવો ફાળો આપતા હતા. જે ખૂબ જ જરૂરી હતું.

     અમે બધાં થાકીને પોતાની સીટ પર બેઠા હતા. સૌ કોઈ પાણી પીતા હતા, એટલામાં હર્ષે બેગમાંથી એક પડીકું તોડ્યું અને વાત વાયરલ થઈ ગઈ.

      મારી બેગ દૂર હતી, એટલે મેં આગળ વિશાલને કહ્યું," એ.. વિશાલ.. મારુ બેગ..બેગ." આને કહયુ કહેવા કરતા બસમાં થતા અવાજ મુજબ ઘાટો જ કહેવાય.

     "લે..બેગ પકડ.." વિશાલે મને બેગ આપી.

     મેં મારી બેગ ખોલી. એમાં જે ખાનામાં બેએક જેટલા બિસ્કિટના પેકેટ હતા, જે અત્યારે મને દેખાતા ન હતા. મેં તરત જ મોબાઈલ, વોલેટ, ચશ્માં બધું ચેક કર્યું. બધું બરાબર હતું, અરે બીજો નાસ્તો પણ એવોને એવો જ બસ ખાલી બિસ્કિટ જ નહતા.

     "શું શોધે છે?" કાર્તિકે પૂછ્યું.

     "કંઈ નહીં, બિસ્કિટનું પેકેટ નથી મળતું." મેં બેગની ચેન બંધ કરતા કહ્યું.

     "કયા બિસ્કિટ." કાર્તિક બીજો સવાલ કર્યો. સાથે જ કિર્તનસર, વિશાલ, મિતેષ, જતીન, મયંકનું ધ્યાન અમારી બાજુ ખેંચ્યું. હું બિસ્કિટ ચિંતામાં એ તરફ ધ્યાન ન આપ્યું.

     "20-20 અને ક્રેક-જેક હતા, યાર!" મને પોતાની સાઈડ જગ્યા મળતા મેં બેગ ત્યાં ઉપર મૂક્યું, જગ્યાનો આભાર અર્ચિતને કારણ કે તે સમયે એનું બેગ નીચે હતું.

     "યાદ છે પેલા સૌથી પહેલા બિસ્કિટ આયાતા, યાદ આવ્યું." કાર્તિક રહસ્યમય રીતે કહ્યું.

     "હા" મેં જવાબ આપ્યો.

     "એ તારા જ હતા, તારું બેગ ત્યાં હતું ને પેલી સીટની ઉપર." કાર્તિકે રહસ્ય ખોલ્યું.

     ગુજરાતી ભાષા અને દુનિયાનો સોતજી ટૂંકો શબ્દ જેનો ઉપયોગ આશ્ચર્ય, સમજ નથી પડી, ફરીથી કહે જેવા અનેક અર્થોમાં સમય અને પરિસ્થિતિ મુજબ થાય છે તે શબ્દ નીકળ્યો,-"હે?"

     બધા હસતા હતા. હું પણ હસ્યો.

     "મને બિસ્કિટ વિશાલે આપેલા." કાર્તિક બોલ્યો.

      "મારી જોડે કાર્તિકે માંગેલા, તારું નામ લઈને." વિશાલે બચાવ કર્યો.

      "અરે! કંઈ નહીં. ચાલે હવે એમ પણ ખાવાના જ હતા. આ તો ખાલી પૂછવું તો હતું." મેં મારા મનમાં ઉઠેલા વિચિત્ર ભાવો પર કાબુ મેળવ્યો. દુઃખી થવું, પોતાના પર હસવું, ગુસ્સે થવું, મને સમજાતું ન હતું. મેં હસીને વાત ઉડાવી દીધી.

     અચાનક કિર્તનસરે અમને શાંત થવા મોં પર આંગળી મૂકીને શાંત થવા માટે કહ્યું. અમે સૌ આશ્ચર્ય સાથે શાંત થયા.

     અમે જોયું એંગરી બર્ડ હેડફોન નાખીને એ બતાવતું હતું કે તે અમને He is ignoring us.

     કિર્તનસરે એના એકબાજુથી હેડફોન કાઢીને કહ્યું," તું ગમે તે કર બકા. અમારાથી નહિ બચી શકે."

     હેડફોનને કોઈએ કળ્યો એનાથી સફાળો આંખો ખોલીને આજુબાજુ જોઈ પછી સરને કહ્યું,"અરે... સર તમે પણ સુ યાર."

     "તું આજે અમારાથી નહિ બચે. ગમે તે કર."

     "ના, સર આ તો ખાલી."

     "ખાલી? ખાલી વળી કેવું સોન્ગ હોય."

     પછી એને વાત કરવાની બંધ કરી દીધી. અમે ફરીથી પીપૂડાના સુરીલા સનગીતને શરૂ કર્યું. કિંજલમેડમે રેડ મારી. બધા એ તરત જ ડિફેન્સ કરીને ફરીથી પીપૂડા અદ્રશ્ય કરી દીધી. મેડમ અમારી. બાજુ જ, બાજુમાં જ ઉભા રહ્યા.

     "જેની પાસે પીપૂડા હોય તે બધા આપી દો." મેડમે ગુસ્સામાં જોરથી બોલ્યા.

     "મેડમ આજે અમારો દિવસ છે." કિર્તનસર બોલ્યા.

     મેડમ હારીને માત્ર પાછળ ફર્યા, કે તરત જ  બધા એક સાથે પૂ....પો.....

     મેડમ અમારું રાજ્ય છોડવાને બદલે સીમા પર ઉભા રહી ગયા. પીપૂડા છીનવાય એના કરતાં આ વધારે ભારે, હથિયાર હાથમાં હોવા છતાં તેનો ઉપયોગ ન કરી શકાય એ તો હાથમાં બંગદીપહેરી હોય તેવું લાગે. અંતે બચાવનીતિ છોડીને આક્રમકનીતિ અપનાવી, મેડમ પાછા જાય નહીં ત્યાં સુધી પીપૂડા વગાડ્યા. છેલ્લે મેડમ કંટાળીને આગળ ગયા.


( ક્રમશઃ )

     હું હવેથી મારી નોવેલ પ્યોર સોલ ના ટ્રેલર મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકવાનું સારું કર્યું છે. જેથી બીજા લોકો સુધી પણ પહોંચાડી શકું.
      
   મારો સીધો સમ્પર્ક પણ તમે કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ..., mayur.2525  
ફેસબુક........, Mayur Baria

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED