વોડાફોન ડોગી વાળુ લવ Kina દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોડાફોન ડોગી વાળુ લવ

5 મી સપ્ટેમ્બર સ્કૂલમા શિક્ષક દિન પણ અમારો loV.eday. (આ V. જયા પણ હોય special કેમકે એનુ નામ Ved છે) આ દિવસ મારી માટે શું છે એતો હું શબ્દોમાં કહી પણ ન શકુ.special day બસ. 

2011, અમે 12th મા હતા(સાયન્સ). મે પણ કેમેસ્ટ્રી લીધેલુ.એક લેક્ચર લીધો મારા ક્લાસમાં પણ જ્યારે અમને કહ્યું મેથ્સનના ક્લાસમાં પણ લેક્ચર લેવાનું અેટલે અમે વિચારમા પડ્યા કે હવે શું કરવું કેમ કે એ ક્લાસ તો છોકરાઓ નો અને અેમા લેક્ચર લેવાનું, અેક તો સાડી પહેરી ને ઉપરથી અે લોકો તો ઉડાવશે. અમે ના પાડી પણ સરે કહ્યુ લેક્ચર તો લેવા જવું જ પડશે.હું પણ ગઈ, બેન્ઝિન દોરી બોર્ડ ભરીને અે લોકોને કીધું લખવા માંડો. વિચાર્યું એ લોકો લખશે હું સમજાવી દઈશ અને લેક્ચર પતી જશે.હું ક્લાસમાં આવી ત્યારે જ દેખી લીધેલુ વેદ કયાં છે, અે છેલ્લી બેન્ચ પર હતો અેને જોઇ ને જ સ્માઈલ તો આવી જ જાય. હું મારું બોર્ડ પરનુ લખીને ફરી તો અે ફર્સ્ટ બેન્ચ પર આવી ગયેલો.મે બધાને લખવાનું કહ્યુ તો  વેદ કહે કે  મારે લખાઈ ગયુ ચેક તો કરી આપો.હું જોવા ગઈ તો એણે બુકમાં  I love you લખેલું.મે પણ અેની બુકમાં ✅ કરી દીધું. 

આ પહેલી વાર થોડી અે આવુ કહેતો હતો આતો અમારા બંને નુ રોજ. ના, અમે લોકો gf-bf ન હતા બસ ક્લાસમેટ. 

અમે જયારે 10th માં હતા એક દિવસ સાંજે, સ્કૂલમાં છેલ્લો લેક્ચર અેટલે  PT ભણવાનું તો હોય નહી. બધા ગ્રાઉન્ડમાં રમવા નીકળેલા. વેદ પણ હતો. અમે પણ ફુટબોલ રમતા હતા અને બોલ ઓફિસ સાઈડ ગયો હું અે લેવા માટે દોડી, અોફિસ નીચેની સાઇડ છે અેટલે હું સ્પીડ કંટ્રોલ ન કરી શકી અને સામેથી વેદ આવતો હતો એને અથડાઈ ગઈ.આમ તો અમે રોજ ક્લાસમા મળીયે વાતો કરીયે, મસ્તી - મઝાક ચાલતુ જ હોય પણ આજે કંઈ જુદી જ ફીલિંગ હતી.

 એતો હસી ને ત્યાં થી જતો રહ્યો અને હું પણ ફરી રમવા જતી રહી પણ થયુ શું, ફરી અને જ જગ્યા અે એમ જ અમે અથડાઈ ગયા. વેદ કહે કે તને હું જ મળુ કેમ. હું શું કહુ અેને.

મે ક્યારે આવુ વિચાર્યું ન હતુ કે વેદ માટે આમ હું કંઈ ફીલ કરીશ. એના પાછળ તો કેટલીય છોકરીઓ પાગલ. એના પાછળ જ નઈ એની બાઈક પાછળ. અમારી સિટીમાં પહેલી કરિશ્મા (ZMR) એજ લાવેલો.એ તો બધા જોડે અેટલુ સારી રીતે રહે મજાક કરવાનું, હસાવવાનુ તો અેને બહુ સારું આવડે. ભણવામાં પણ આગળ અે રાત્રે જાગી પેપર લખી સર ને ચેક કરવા આપે અને સર અમને લડે કે વાંચો વેદ કેટલી મહેનત કરે સ્કૂલમાં આવે કેટલીય છોકરીઓ કહી દે મારી ZMR આવી જાણે પોતાના ઘરની ના હોય. 

એ હતો જ એવો કે અેનાથી કોઈ ને પણ લવ થઈ જાય. કોઈ ને કંઈ પણ પ્રોબ્લેમ હોય એ હેલ્પ કરવા પહોંચી જાય આમ કહો તો એનો મોબાઈલ નંબર એટલે emergency call. જે પણ હોય એને કોલ કરો અેટલે બધુ સારુ થઈ જાય. મોટે ભાગે બધાને એનો નંબર યાદ.

અમે 6th થી જોડે જ હતા સ્કૂલમાં ત્યારે પણ છોકરીઓને તો અે ગમતો મે તો ત્યારે એના જોડે વાત પણ કરતી ન હતી. હવે 10th મા આવ્યા પછી થતી વાત એના જોડે.એમા પણ એ GS બન્યો અને હું LR  અેેેટલે વાતો પણ વધી.

 પણ11th માટે તો એ બીજી  સ્કૂલમાં જતો રહયો. અને હું આ જ સ્કૂલમાં.


પણ વોડાફોન ડોગી તો તમે જયાં હોવ તમારી પાછળ આવવાનુ જ એ પણ આવશે ..........?