સાહેબ શ્રી વ્યક્તિ
પ્રુથ્વી પર રહેનારા વ્યક્તિઓ
ડિયર વ્યક્તિ
______________
તું મને કહે છે કે આટલી બધી મને મુશ્કિલ હા હું જ આપું છું પણ એ મુશ્કેલ એ જ છે જે તને તારા કર્મ ના લીધે મડ્વાનિ હતી.
મેં તને ક્યારેય એવું કીધું કે તું મારા માટે માનતા ઑ કર??
ક્યારેય કીધું કે બે જોડી દીવા કર ??
મને શ્રીફળ ચઢાવ ?
કીધું છે ક્યારેય ?
અને સાચું તો એ છે કે તને જ્યારે મુસીબતો આવે છે જ્યારે બહુ દુખો આવે છે ત્યારે જ તો તું મને યાદ કરે છે એમનો તે વિચાર ના કર્યો ?
આ દુનિયા જ તો મેં બનાવેલી છે તો શું મારા બનાવેલ માનવી મને વહાલા ના હોઈ ?
મેં જ તો માનવી બનાવ્યા માનવીએ કોમ્પ્યુટર'મશીન'ગાડી'જેમની રકમ વસુલવા માં આવી પણ મેં તો આખી દુનિયા બનાવી એમની રકમ મેં વસૂલ કરી ?
તમને તમારી જીંદગી આપી..સારા વિચારો આપ્યા..પ્રેમ કરવા માટે માતા પિતા આપ્યા ત્યાર બાદ પણ હું જ ગુન્હેગાર શા માટે ?
આટલું આટલું કર્યા બાદ પણ મને ધિક્કાર મડે છે શા માટે ?
સારો વ્યક્તિ અને ખરાબ વ્યક્તિ ના કર્મો તેને સજા આપે છે હું નહીં
ક્યારેક તું મને કહે કે ભગવાન મારા સપના પૂર્ણ નથી કરતા ભગવાનને શું માનવા ના
અરે મારા વહાલા હું તને કેમ સમજાવું કે તને જે સારું લાગે એ મારે તને ના આપવાનું હોઈ પણ તારા માટે જે સારું હોઈ એ મારે આપવાનું હોઈ..
અને છતાં પણ ના આપવાનું હોઈ તો પણ હું આપી દવ છું પણ એ સામે વાળું તારા સાથે બેવફાઈ કરે તો મારો શું વાંક માંગવા વાડો તો તું જ હતો ને તો મને ધિક્કાર શા માટે ?
તારા દુખો નો કારણ જ તું છો
મેં એવું કીધું કે તું ખોટા ખોટા વિચારો કર ?
મેં તો હંમેશા તને કીધું છે કે તું તારી આગડ ની જીંદગી ના વિચારો કર હું તારી સાથે છું પણ તું સારું કામ કરવા માટે ખોટા રસ્તે ચાલ્યો જા તો મારો શું વાંક ?
પણ એક વાત યાદ રાખજો સાચી વ્યક્તિ ક્યારેય નહીં કેય કે આ દુનિયા માં ભગવાન નથી પણ તમે બધાયે મારી ઇજ્જત કાઢી ત્યારે મેં તમને કઈ કીધું ?
સાંભળો......
એક એઁજિનિયર ગાડી નો આવિષ્કાર કરે છે અને તે ગાડી ખરાબ મોડેલ થાય તો એ વ્યક્તિ કેવો થઈ જાય છે તેને મારવાનો વિચાર આવે છે અને મરી પણ જાય છે
તો જરા વિચાર તો કરો મેં તો આખી દુનિયા બનાવી છે મારા કેટલા માનવીઓ ખરાબ થઈ ગયા મને ત્યારે કેવું થતું હશે ?
દુનિયા માં માનવીઓ મને ભૂલી રહ્યા છે તો મારે કોને કહેવા જવાનું ?
હું તો અજર અમર છું મારે મરવું તો પણ કેમ ?
મને સમજવાની કોશિશ કરજો...
હું છું...
હું હતો...
અને હંમેશા હું જ રહેવાનો
મને સમજજો
પોતાના બનાવજો અને સાથ આપજો
બધાની સાથે ખોટું ખોટું કરી ક્યાં સુધી રહીશ તું,
વ્યક્તિ તને જોઈ નહિ શકે,
મારી આંખોને બંધ કેમ કરીશ તું ?
કરતા કરે ન કોઈ
શિવ કરે સૌ હોઈ
તીન લોક ના ખંડ માં
મહાદેવ થી મોટું ના કોઈ
વિશ્વાસના તોરણે બંધાણ થયું મારું,
તારા પર શ્રદ્ધાથી આગળ વધ્યો હું,
ભૂલવાની તો વાત જ હવે કેમ કરું હું,
મારા જીવનમાં સમાણો છે તું.
લેખક:-ધવલ રાવલ (TRUST ON GOD)... લી
તમારો ભગવાન