સંબંધોની બારાક્ષરી - 9

(૯)

મા-બાપ અને સંતાનો

        બાળકો અંગે મોટાભાગનાં મા-બાપ ફરિયાદ કરતાં હોયછે. દરેક મા-બાપને લાગેછે કે તેનું સંતાન તેનાં કહ્યામાં નથી. તે બગડી ગયુંછે, જીદ્દી થઇ ગયુંછે, તોફાની થઇ ગયુંછે, ભણતું નથી, ટીવી જોયા કરેછે વગેરે વગેરે. મા-બાપની આ ફરિયાદો પાછળનું કારણ એ છે કે તેઓ તેમના સંતાનો સાથેના સંબધો મેન્ટેન કરી શકતાં નથી. પુખ્તવયના વ્યક્તિ સાથે સંબધો નિભાવવા તે અલગ વાત છે અને બાળકો સાથે નિભાવવા તે જુદી વાત છે. આ માટે દરેક મા-બાપે બાળમાનસને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે તો બાળકો સાથે મા-બાપે કેવી રીતે વર્તવું કે તેની સાથે કેવી રીતે વાત કરવી તે અંગેના ‘પેરેન્ટાઈલ’ના કલાસીસ પણ ચાલેછે.

        એવું કહેવાય છે કે મા-બાપ બનવા માટે સો વર્ષનો અનુભવ જોઈએ. ફક્ત બાળકો પેદા કરવાથી મા-બાપ નથી બની જવાતું. બાળક સાથે તાલમેળ જાળવવા માટે ખુબજ ધીરજ, સમજદારી અને લાગણીની જરૂર હોયછે. બાળકને સમજવા માટે મા-બાપે પણ બાળક થઈને બાળકની જેમ વિચારવું જોઈએ. બાળક ઉપર મા-બાપપણું જમાવ્યા કરતાં તેની સાથે મિત્રતા કેળવીને કામ લેવું જોઈએ. જે દિવસે બાળકોને લાગશે કે તેનાં મા-બાપ તેનાં સૌથી નજીકના મિત્ર છે તે દિવસથી મા-બાપની બધીજ ફરિયાદો દુર થઇ જશે.

        સંકીર્ત તેનાં મા-બાપનું એકનું એક સંતાન હતો. તે કેજીમાં હતો ત્યારથીજ તેનાં મા-બાપ તેનું ખુબજ ધ્યાન રાખતાં હતાં. સંકીર્ત ભણવામાં ખુબજ હોંશિયાર હતો. તે કલાસમાં હમેશાં પહેલો-બીજો આવતો. તેનાં મા-બાપ છોકરાની હોંશિયારી જોઈને ખુશ થતાં હતાં. જેમ જેમ સંકીર્ત મોટો થતો ગયો તેમ તેમ તેની ટકાવારી ઘટવા લાગી. તેનાં મા-બાપને ચિંતા થઇ. તેમણે સંકીર્ત પર ટીવી જોવાંપર, રમવાપર અને બહાર જવાપર પબંધિઓ લગાવી. એટલુંજ નહિ પણ તેનાં માટે પર્સનલ ટ્યુશન પણ શરુ કરાવ્યું.

        સંકીર્તના ટકા ઓછા આવવાથી તેનાં મા-બાપ પણ ટેન્શનમાં રહેવાં લાગ્યાં, કેમકે તેમણે તેમના પુત્રને ડોક્ટર બનવાનું નક્કી કરી દીધું હતું. આ બધાં પ્રયત્નો પછી પણ સંકીર્ત પાછળ પડવા લાગ્યો. હવે તો તેનાં મા-બાપ રીતસર તેને ધમકીઓ આપવા લાગ્યાં. ઓછા ટકા આવવાથી તેને માર પડવા લાગ્યો. સંકીર્ત દસમાં ધોરણમાં આવ્યો ત્યારે તો તેના પર બોજો વધી ગયો. તેનું ઘરમાંથી બહાર નીકળવાનું ફિલ્મ જોવાનું કે મિત્રો સાથે બહાર જવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું. પરિણામે સંકીર્ત દિવસે દિવસે દુબળો થવા લાગ્યો. તે મા-બાપથી દુર રહેવાં લાગ્યો. ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ તે તેના રૂમમાં પુરાઈ રહેતો.

        સંકીર્તના મા-બાપ પણ તેની સાથે વધારે વાતો કરતાં ન હતાં. તેના પપ્પા તો જયારે તેની સાથે વાત કરે ત્યારે તેના અભ્યાસ સંબધીજ વાત કરતાં. રોજ તેને વધારે ટકા લાવવા બાબતે મા-બાપ તરફથી ધમકીઓ મળતી. શરુઆતમાં સંકીર્ત દલીલો કરતો હતો પણ થોડાક સમયથી તે પણ બંધ કરી દીધી હતી. જયારે જુઓ ત્યારે સંકીર્ત તેના રૂમમાં પુસ્તકો વચ્ચે ઘેરાયેલો જોવાં મળતો. જેમ જેમ બોર્ડની પરિક્ષાઓ નજીક આવતી હતી તેમ તેમ તેના મા-બાપનું ટેન્શન વધતું જતું હતું. આટલું બધું કર્યા પછી પણ સંકીર્ત કેટલાં ટકા લાવશે તેની તેમણે ચિંતા હતી. તેમનો છોકરો ઓછા ટકા લાવશે તો સમાજમાં તેમની નામોશી થશે તે વાતની તેમને બીક હતી. સંકીર્તના મા-બાપ તો તેના અભ્યાસની સગવડો કરીને કે તેને ધમકાવીને છૂટી જતાં હતાં. એક રીતે કહીએ તો રિલેક્ષ થઇ જતાં હતાં પરંતુ તેમની આ ધમકીઓની અસર સંકીર્તના કુમળા માનસપર કેવી પડતી હશે તેની તેમને કયાં ખબર હતી ?

        બોર્ડની પરિક્ષા આવી અને ગઈ. પરિક્ષા દરમ્યાન સંકીર્ત અને તેના મા-બાપ સતત ટેન્શનમાં રહેતાં હતાં. પરિક્ષા પત્યા પછી સંકીર્તના મા-બાપ થોડાંક રિલેક્ષ થયાં. તેમના માથેથી એક બોજો ઉતરી ગયો હોય તેવું તેમને લાગ્યું. જોકે સંકીર્ત હજું રિલેક્ષ થયો ન હતો. તેના ચહેરાપર હજું પણ પરિક્ષાનો ભાર વર્તાતો હતો. તે જાણેકે હસવાનું ભૂલી ગયો હતો. એનું કારણ તેના મા-બાપ હતાં. પરિક્ષા પત્યા પછી પણ તેઓ તેનો પીછો છોડતાં નહોતાં. ‘પેપરો કેવાં ગયાં છે?’ ‘તે કેવું લખ્યુંછે?’ ‘કેટલા ટકા આવશે ?’ વગેરે પ્રશ્નો પૂછી પૂછીને સંકીર્તનું મગજ કાણું કરી નાખતાં હતાં. અને ‘જો ઓછા ટકા આવ્યાં છે તો તારી વાતછે.’ કહીને ધમકી પણ આપતાં હતાં.

        મા-બાપના સતત ટોર્ચરિંગના કારણે સંકીર્ત ડીપ્રેશનમાં રહેવાં લાગ્યો. તેણે ઘરની બહાર નીકળવાનું અને મિત્રો સાથે રમવાનું છોડી દીધું. તેના મા-બાપ તેના આ વર્તનને પોઝેટીવ માનવા લાગ્યાં. તેમને લાગ્યું કે હવે તેમનો દીકરો ભણવામાં સિન્સિયર થઇ ગયોછે. એક સવારે સંકીર્તે તેના રૂમનો દરવાજો ખોલ્યો નહિ. દરવાજો તોડીને જોતાં સંકીર્તની લાશ લટકતી હતી.

        આ કરુણ કિસ્સા બાબતે આપણે શું કહીશું ! મા-બાપની સંતાનોને ભણાવવાની, તેમણે સારા સંસ્કાર આપવાની, તેને સારો વ્યક્તિ બનાવવાની જવાબદારી છે તે વાતમાં જરાય બે મત ન હોઈ શકે. સંતાનોને લાડ-પ્યારની સાથે સાથે થોડીક શિક્ષાનિ પણ જરૂરછે પરતું તેની પદ્ધતિ અલગ હોવી જોઈએ. દરેક મા-બાપ ઈચ્છે છે કે તેનું સંતાન ભણવામાં હોંશિયાર હોય, સ્કુલમાં અવ્વલ નંબર લાવે. તેમની આ અપેક્ષા તદ્દન ખોટી છે, કેમકે દરેક બાળકનો આઈ કયુ એક સરખો હોતો નથી. બીજી વાત. પ્રેમથી અને રસથી જો કોઈ વ્યક્તિને શીખવવામાં આવે તો તે ખુબજ જલ્દીથી શીખી જાયછે. માનવ મનની એક ખાસિયત છે, તેને જેમાં રસ પડશે તે જ તેને યાદ રહેશે પછી ભલેને તે અઘરું હોય.

        બાળકો સાથેના તેના મા-બાપના સંબધોની જો નિખાલસ, સરળ અને મૈત્રીપૂર્ણ હશે તોજ બાળકો સર્વાંગી વિકાસ સાધી શકશે. મા-બાપે પોતાના વિચારો કે પોતાની મહત્વકાંક્ષાઓ બાળકો પર થોપવી ન જોઈએ. બાળકોની ખૂબીઓ, ક્ષતિઓ, ઈચ્છાઓ અને તેમનાં સપનાઓને સમજીને તેમને સારા નરસાની સમજ આપવી જોઈએ. વધારે પડતી અપેક્ષાઓ, વધારે પડતાં બંધનો અને શારીરિક શિક્ષાથી મા-બાપ તેના બાળકને કાયમ માટે ગુમાવી દે છે અથવા તો તેમને બંડખોર અને અસામાજિક કે ગુનેગાર બનાવી દે છે.

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Nisha Jani 8 માસ પહેલા

Right

Verified icon

Abhishek Patalia 8 માસ પહેલા

Verified icon

Mital Sutariya 8 માસ પહેલા

Verified icon

Jasmita 9 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 9 માસ પહેલા