માસૂમિયત Natvar Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માસૂમિયત

બિગ બજાર માં નોકરી નો મારો પેહલો દિવસ. ગ્રાહકો


ની ચહલપહલ થી  આખો  મોલ ગૂંજતો હતો. સ્ટાફ પણ મેનેજર  સાહેબ ની નજર તળે ખૂણા માં બેસી ને ધીમે ધીમે વાતો કરતો હતો. હું મારી રોજિંદા કામ ને પતાવ્યા બાદ મારી કેબિન મા જઈ ને બેસી જતો.  અહી ભાગ્યેજ કોઈ ટકી ને નોકરી કરતું. કારણ ની તો મનેય ખબર ન હતી. હું રોજ અમારા HR મેડમ ની ઓફીસ ની બહાર રોજે એક બે ઉમેદવાર ને   ઇન્ટરવ્યુ માટે જોતો. 


     પણ ખબર નઈ અહી મને રોજ વારંવાર  જાણે અતીત ને કોઈ સંબંધ હોય એમ મન એક જ સવાલ પૂછ્યા કરતું. તું કોની રાહ જોવે છે. સાચેજ હું કોઈક ની રાહ જોતો હતો.


શિયાળા ની એક મધુર સવાર  દસ વાગ્યા ની સાથે જ હું રોજ ની જેમ ઓફિસ પહોંચી ગયો.સવાર મા પહોંચતા ની સાથે જ આગળ ના દિવસે પટેલ સાહેબે આપેલો કાર્યભાર સંભાળ્યો. સવાર ની સાથેજ હું કામ માં ખુબ જ ઉત્સાહિત રહેતો. કામ પતાવ્યા બાદ સ્ટોર નું ઓપનિંગ ગેટ ખોલવા માં આવ્યો. જાણે ગ્રાહકો રાહ જ જોઈ ને બહાર બેઠા હોય એમ ઉતાવળ ભેર અંદર આવા લાગ્યા.  મારી નજર દૂર   ઉભેલા એક વૃંદ પર પડી આ વૃંદ નોકરી માટે તલાસ માં આવેલા ઉમેદવારો નું હતું.  એમાં છોકરીઓ પણ હતી. એમાં મારી નજર સીધી જ એક માસૂમ ચેહરા પર જઈને ટકરાઈ. મન માં પાછા સવાલો એ ઘેરાવો કર્યો આ કોની રાહ જોતી હસે. સુંદર ચહેરો પેહલી નજરે જ જોતા કોઈ અપ્સરા થી કમ ન હતી. એના ચહેરા પર માસૂમિયત સાફ સાફ દેખાઈ આવતી હતી. એ પણ મને છુપી નજરો થી નેણ નીચા કરી ને જોઈ રહી હતી.  એને જોતાની સાથેજ જાણે પરભવ ના કોઈ નાતો હોય એમ હું એને જોવા લાગ્યો. શરમાઈ શરમાઈ ને આમ તેમ જોતી હતી. હાથ માં ડોક્યુમેન્ટ ની ફાઈલ હતી. નેણ પર વાળ ની લટો વાયરા થી ઉડી ને આંખો ને આડી આવતી હતી. હજુ હું એકીટસે જ જોતો હતો જેમ ચકોર પક્ષી પૂનમ ના ચાંદ ને જોતું હોય. એક મિત્ર મારી આગળ આવી ને આંખો ની આગળ હાથ ફેરવા માંડ્યો. અને ખલેલ કરી ને કહ્યું ચાલ હજુ બહુ કામ છે કહીને મારો હાથ પકડી ને ઓફીસ માં લઇ ગયો.  પણ મન તો ત્યાંજ અટવાયેલું હતું. પાગલ દિલ એના ઇન્ટરવ્યુ ના સિલેકશન ની કાગડોળે રાહ જોતું હતું.


બપોર ના બે વાગ્યા હતા. મને જાણે મંજીલ મળી ગઈ હોય. એમ હૈયું બસ ખાલી એને જોવા માટે કૂદાકૂદ કરી રહ્યું હતુ. આખીર હું કોની રાહ જોવું છું.કદાચ એનો જવાબ મને બહુ થોડા સમય માં  મળવાનો હતો.  મને હજુ એના નામ ની પણ ખબર ન હતી છતાંય  હું એને મારા સતાવતા સવાલ નો જવાબ સમજી બેઠો. હું કોની રાહ જોવું છું ?


     બીજો દિવસ મનોમન વિચાર્યું કે જો સીલેકશન થયું હસે તો ચોક્કસ આજે આવશે જોબ પર. અંતર થી કેટલીય ભગવાન ને આરાધના ઓ કરી કે  એ આવી જાય.


મંજીલ મળવાની  આશા સાથે જોબ પર આવતા ની સાથેજ


મે એને જોઈ. હૈયું  ખુશ થઈ ને નાચવા લાગ્યું. બસ હવે એને ઇમ્પ્રેસ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.


એની એક નજીક ની બહેન પણ સિલેક્ટ થઇ હતી. એ પણ જોબ પર આવી હતી. એનું  સિલેક્ટ મેન્સવેર માં થયું હતું.


મારે ગમે તેમ કરી ને એ ક્યાં રહે છે. એ જાણવું જરૂરી હતું. એના માટે મે એની બહેન સામે એક મિત્રતા નો હાથ લંબાવ્યો.


રોજ ફન ઝોન માં ચા પીવા જોડે બેસતા. એની બેન નું નામ સનિતા હતું. એમ એને ચા પિતા પિતા જણાવ્યું. ત્યારબાદ મન માં ઉત્સાહ તો  અનેરો એનું નામ સાંભળવા કાન તરસી રહ્યા હતા.પણ પૂછવા માં ખચકાટ અનુભવતો  હતો.


સદભાગ્યે એનું સિલેકશન  ફૂડ એન્ડ વેજીટેબલ  ડિપાર્ટમેન્ટ માં થયું. જેનો ટીમ લીડર મારા ગામ નો હતો કેતન.


બસ એનું નામ મળી ગયું કેતન પાસે થી. પ્રવિણા. જેવું એનું નામ હતું તેવું જ એનું રદય પણ કોમળ ફૂલ જેવું બહુ જ શરમાળ સ્વભાવ .કોઈ ને પણ કંઇક પૂછતા બહુ જ બેચેન થઈ જતી. બહુ જ નાજુક સ્વભાવ ની. લજામણી ના છોડ જેવી એની કાયા.


 હવે તો રોજ કેફે માં મળવાનું થતું.  ચા  પીવા માટે મે આગ્રહ કર્યો પણ એ ચા પણ પિતી ના હતી. હવે બસ એ રહે છે ક્યાં એ જાણવું હતું. મે એક તરકીબ અપનાવી આમ પણ બંને બહેનો એક જ રૂમ માં રહેતી હતી. મે સનીતા ને વાત માંથી વાત કાઢવાની કળા નો પ્રયોગ કરી ને જાણી લીધું. એને  મને ઘેર ચા પીવા  આવા આમંત્રણ આપ્યું હતું.  અમે બધા મિત્રો એના રૂમ થી થોડા દૂર રહેતા હતા. હું એકલો ચાલી નીકળ્યો એના રૂમ પર  ગયો. પણ એ ના હતી સનીતા એ મને બેસવા માટે ખુરસી આપી. હું એમાં બેઠો નજર ચોતરફ ફેરવી પણ ક્યાંય એ ના દેખાઈ બહુ બેચેની થતી હતી . એને જોયા વગર. પણ  મને ખબર ના હતી કે  દૂધ લેવા માટે ગઈ હતી એ આવી પેલી  વાર એનો મધુર અવાજ સાંભળ્યો  આવો. પછી એ   સ્ટવ પર ચા બનાવવા બેઠી. એ રૂમ માં કોઈ ચા પિતું ના હતું. એટલે એને સરખી રીતે બનાવતા આવડતી પણ ના હતું એવું મે અનુમાન લગાવ્યું હતું. થોડી જ વાર માં ચા બની ગઈ હતી પણ એના ચહેરા પર ચિંતા દેખાતી હતી. જાણે ચા બનવાની કોઈ સ્પર્ધા હોય અને જાણે સ્વાદ માટે જજ હું હોઉં. ચા સદનસીબે સારી બની હતી. ચા નો પ્રોગ્રામ પત્યા બાદ મે રજા માંગી. સનીતાં એ કીધું ફરી આવતા રેજો નટવર ભાઈ. મે કીધુ મન માં મે મન માં કીધું ક્યાં જઈશું. એમને મને જતા જતા પૂછ્યું હતુ કે જોજો ને ક્યાં સારી  રેહવા માટે  રૂમ હોય તો.કેજો ને.  હવે તો દોડવું હતું ને પાછો ઢાળ મળી ગયો.


મે એજ દિવસ થી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા. હું જ્યાં રહેતો હતો ત્યાંજ બાજુ માં જ એક રૂમ  ખાલી હતો. બે ચાર દિવસ પછી એક દિવસ સાંજે હું એકલો મારા રૂમ માં દરવાજો બંધ કરી ને સૂતો હતો . અચાનક કોઈ દરવાજો ખખ ડાવે.  પણ  મે આજુબાજુ જોયું પણ કોઈ દેખાતું ન હતું.  બીજીવાર ફરી થી આમ કરી ને સીડી પર ભાગવાનો અવાજ સંભળાયો. પણ એના પગરવ ના અવાજ મા ઝાંઝર નો ઝણકાર હતો.હવે તો ઢાળ માય ધક્કો  વાગ્યો. એજ મારી પરી પણ ખબર નઈ એના રદય માં મારા પ્રત્યે કોઈ લાગણી હસે કે નઈ. આ પ્રશ્ન બહુ સતાવા લાગ્યો.


                        વધુ આવતા અંકે..................