Sacho prem aakhare madi j jaay chhe books and stories free download online pdf in Gujarati

સાચો પ્રેમ આખરે મળી જ જાય છે.

       “પહેલી નજરનો પ્રેમ, શું કામ આજે વારંવાર એનો ચેહરો મારી આંખો સામે આવ્યો, પહેલી નજર નો પ્રેમ હોય ખરા?”

         અરીસા ની સામે વાળ ઓળીને હજી નીચે જવાની તૈયારી કરી જ રહ્યો હતો ત્યાં ઘરની અંદર ની સીડીઓ પાસે થી આકાશ ની મમ્મી નો અવાજઆવ્યો “બેટા કેટલી વાર હવે ? પછી ટ્રાફિક ના લીધે ક્યાંક મોડું ના થઇ જાય” આકાશ ઝડપથી સીડીઓ ના પગથિયાં ઉતરતો આવ્યો અને હાથમાં ટિફિન બેગ અને કાર ની ચાવી લઇ ને ઘર ના પાર્કિંગ માં પડેલી પોતાની કાર તરફ જતો હતો ત્યાં અચાનક જ કંઈક યાદ આવ્યું હોય તેમ દોડતો ઘર માં પાછો ગયો અને મમ્મીને પગે લાગ્યો. બસ દર વખત ની જેમ “૧૦૦ વર્ષ નો થા મારા દિકા” આ શબ્દો માં તેનો પ્રેમ દેખાયો. આકાશ નું પાછું આવી ને મમ્મી ને પગે લાગવાનું એજ કારણ હતું કે આજે તેનો ૧૦૦મોં લેકચર થઇ રહ્યો હતો. આકાશ એક પ્રતિભાશાળી મોટીવેશનલ સ્પીકર હતો. લોકોને આકાશને સાંભળવો બવ ગમતો હતો એટલે તેના ફેન ફોલવર્સ પણ વધારે હતા. આકાશ ની વાતો કોઈક નેજીવન માં પ્રેરણા આપતી હતી.

        સવાર ના ૧૦:૩૦ વાગ્યા હતા ને ટ્રાફિક પણ વધી રહ્યો હતો. કાર માં આકાશ ઘ્વનિત નો અવાઝ ની મજા લઇ રહ્યો હતો ત્યાં અચાનક જ એકચાર રસ્તા પાસે તેની કારમાં કંઈક ટેક્નિકલ ખામી સર્જાતા બે ત્રણ ઝટકા ની સાથે કાર બન્ધ થઇ ગયી. આકાશે પ્રયત્નો કર્યા ૨ ૩ વાર સેલ મારવાના પણ કદાચ આ ટેક્નિકલ ખામી ને હવે ટેક્નિકલ માણસ ની જ જરૂર હતી. અહીંયા આકાશ નો કાર માં પડેલો ફોને વાગી રહ્યો હતો અને આકાશ કોઈક મીકેનીક મળી જાય તેવી આશા એ કાર ની બહાર નીકળી બાજુ માં દેખાતા એક કોમ્પ્લેક્સ માં ગયો. આ સાઈડ તેના લેકચર નો ટાઈમ થઇ ગયો હતો અને ઓર્ગનાઈઝર ના કોલ આવતા હતો પણ ફોન કાર માં હતો અને આકાશ કાર ની બહાર.

        ભાઈ આતો પેલી કેહવત છે ને કે ” પ્રખ્યાત લોકો ને ક્યાંય અજાણ્યું ના લાગે કારણ કે તેમને તેમના ફેન મળી જ જાય છે”. અચાનક જ આકાશ નો કોઈ ફેન આકાશ ને આમ આંટા મારતા જોઈ ગયો એટલે સેલ્ફી લેવા માટે તેની પાસે આવ્યો ત્યારે આકાશે શરમ ને બાજુ માં રાખી ને પૂછવાની જગ્યાએ સીધું તેને કહ્યું કે “મારે તમારું બાઈક જોઈએ છે. જેથી હું મારા લેકચર માં જલ્દી પહોંચી શકું.” મારી કાર બગડી ગયી છે અને કાર તરફ આંગળી ચીંધી ને તેના ફેન ને કોઈ મિકેનિક પાસે રીપેર કરાવી તેના ઘરે પહોંચાડી દેવા કહ્યું. હવે પેલો ભાઈ કરે શું…” આપણે જેના ફેન હોઈએ તેને જયારે જરૂર હોય ત્યારે જ આપણે કામ માં ના આવીએ તો એ ફેન શુ કામનો?” આવો વિચાર એ ફેન ને આવ્યો એટલે તેને વગર વિચાર્યે હા પડી દીધી.. બસ આ તેને જે “હા” પાડી ને એમાં જ આકાશ ની જિંદગી નવા વણાંક પર આવી ને ઉભી રહી.
આકાશ એ પોતાનો ફોન કાર માંથી લઇ ને જલ્દી માં બાઈક લઈને લેકચર હતો ત્યાં જવા નીકળ્યો. પણ તમને અને મને બધાને ખબર છે કે આટ્રાફિક આપણને કોઈ દિવસ સમયસર પહોંચવા ના દે. મોઢા પર રૂમાલ બાંધેલો આકાશ ટ્રેન જલ્દી જાય અને ફાટક ખુલે તેની રાહ જોઈ રહ્યોહતો ને ત્યાં જ ફાટક ખુલ્યું. બધા જેમ જેલ માંથી છૂટ્યા હોય ને તેમ હોર્ન ની ચિચિયારીઓ નો અવાજ સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા અનેત્યાંજ આકાશ ને પાછળ થી જોરથી ધક્કો આવ્યો. સૌથી પેહલો વિચાર એના મગજ માં એ આવ્યો કે “એક તો બાઈક બીજાનું એમા પણભટકાડયું”. દરેક પરિસ્થિતિ ને શાંતિ થી સમજવા વાળો આકાશ આજે ગુસ્સે થઇ ગયો હતો અને મોઢા પર તાપ થી બચવા બાંધેલા રૂમાલ સાથેજેવું ગુસ્સા ની નજરે પાછળ વળી ને જોયું તો એક ક્યુટ છોકરી હતી જે કાર માંથી સોરી સોરી કહી રહી હતી…તેના ચહેરા પર ક્યાંક પછતાવોદેખાઈ રહ્યો હતો..તેનું નાદાનપણું તેની આંખો માં દેખાઈ રહ્યું હતું..આ મુલાકાત ફક્ત ૫ મિનિટ ની હતી પણ આ ૫ મિનિટ માં આકાશ નો રૂમાલબાંધેલો ચેહરો હવે ગુસ્સા થી નહીં પણ કદાચ એક સ્મિત માં ફેરવાઈ ગયો હતો અને ૧૩૨ ફૂટ નો રોડ ટ્રાફિક જામ માં ફેરવાઈ ગયો હતો. હોર્નના અવાજે ક્યાંક એ ૫ મિનિટ નું મૌન તોડી નાખ્યું અને ‘મને મોડું થઇ રહ્યું છે એવું યાદ આવતા જ તે બાઈક ને કિક મારી પેલી છોકરી ને કઈપણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

       આખરે હતો તો આકાશ માણસ જ ને. પસંદ આવી ગયી હતી એ ૫ મિનિટ તેને. કારણ કે તેમાં આકાશ ને છોકરીની સુંદરતા અને નાદાનિયત દેખાઈ આવી હતી. “બીજી વાર ક્યાંક મળી જાય તો એનો મોબાઈલ નંબર લઇ જ લવ” એવો આપણને વિચાર આવે પણ આકાશ ને એવોવિચાર ના આવ્યો અને તેને એક સુંદર અનુભવ સમજી ને તેને સંગ્રહી લેવાનું વિચાર્યું. આ બધું વિચારતા તે તેના લેકચર સ્થળે આવી ગયો. લોકો ની ઇન્સ્પિરેશન ને આજે લક્સરી કાર ની જગ્યાએ એક સામાન્ય બાઈક પર આવતા જોઈ તેના ફેન પણ અચમ્બા માં મુકાઈ ગયા હતા. ઉતરતાની સાથે જ તેના ફેન્સએ આકાશ ને ઘેરી લીધો. બધા સાથે સેલ્ફી લીધા પછી આકાશ હોલ ની અંદર ગયો અને જેવો સ્ટેજ પર ગયો કેલોકોએ “આકાશ…આકાશ..” અને તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધો.

      “આ દુનિયા માં દરેક માણસ યુનિક છે અને તેનો દરેક ને ગર્વ હોવો જોઈએ ” દરેક વખત ની જેમ આકાશે પોતાની આ ટેગ લાઈન થી પોતાના વ્યક્તવ્ય ની શરૂઆત કરી. હજી આગળ કઈ બોલે તે પેહલા જ તેની નજર હોલ માં આવવાની સીડીઓ કે જે સ્ટેજ ની સામે જ હતી ત્યાં પડી અનેપછી શુ. ભગવાને ક્યાંક તેના જીવન ની મનગમતી ૫ મિનિટ નો ટાઈમ વધારવાનો મોકો આપ્યો હતો. કદાચ તમે મારી વાત સમજી ગયા હશોકે એ નાદાન ચેહરો આકાશ ની સામે ફરીથી આવી ગયો હતો. લોકો આકાશે બોલેલી ટેગલાઈન પર હજી તાળીઓ વાગી રહી હતી પણ આકાશની આંખો પેલી યુવતી ને જોવામાં એટલી મશગુલ થઇ ગયી હતી કે તેના કાનો ને તાળીઓ ની અવાઝ પણ સંભળાઈ નહોતી રહી. બિપપપપપપપપ હાથ માં રહેલા માઈક ના આ અવાજે આકાશ ની નાદાન ચેહરા પર સ્થિર થયેલી આંખો માં ભંગાણ પાડ્યું. લેક્ચર નીશરૂવાત થઇ..આકાશ ના ઈન્સ્પિરેશનલ શબ્દો અને ઓડીએન્સ ની તાળીઓ નો સારો એવો તાલમેલ 3 કલાક સુધી ચાલ્યો. લેક્ચરનો સમય તો૨ કલાક નો જ હતો પણ આ એક કલાક નો વધારાનો ફાયદો ઑડીએન્સ ને એ નાદાન ચેહરા ના લીધે થયો હતો. આકાશ ના શબ્દો તો આખાઓડિટોરિયમના દરેક ખૂણા માં પહોંચી રહ્યા હતા પણ એની નજર એ નાદાન ચેહરા ની આસપાસ જ રહેતી હતી. કદાચ મોઢા પર બાંધેલા એરૂમાલે આકાશ ની ઓળખ છુપાવી અને એના લીધે જ આકાશ ને એ યુવતી ની નાદાનિયત નિહળવાની તક મળી નહિતર તો એ પણ આકાશ નીફેન જ હતી ને. ત્યાં રેલવે ક્રોસિંગ પાસે જો એ બાંધેલો રૂમાલ વચ્ચે ના આવ્યો હોત તો આ બધું થાત જ નહીં. આપણે જેના ફેન હોઈએ તેજઆપણા ફેન હોય તો ?? કદાચ આ કુદરતની સૌથી અમૂલ્ય ભેટ કહેવાય અને આવું જ કંઈક આ નાદાન ચેહરા સાથે થયું. સામાન્ય લગતા એઅકસ્માત અને તેની સ્માઈલ ખબર નહીં કેમ આકાશ માટે અસામાન્ય બની ગઈ હતી.

       લેક્ચર પૂરો થયો. ઓડીએન્સના પ્રશ્નો આવવા લાગ્યા અને અમુક લોકો ધીરે ધીરે ઓડિટોરિયમ માંથી નીકળવા લાગ્યા. આ અમુક લોકોમાં એનાદાન ચેહરો પણ હતો.પણ લોકો ના પ્રશ્નો ના જવાબ આપવામાં ને આપવામાં કદાચ આકાશ ની આંખોને એ નાદાન ચેહરો ક્યારે જતો રહ્યોતેનો ખ્યાલ જ ન રહ્યો.

       “પહેલી નજરનો પ્રેમ, શું કામ આજે વારંવાર એનો ચેહરો મારી આંખો સામે આવ્યો, પહેલી નજર નો પ્રેમ હોય ખરા?, શું ખાલી એના નાદાનચેહરા એ મને આકર્ષિત કર્યો?, ખેર જવા દે, કુદરત ઇચ્છશે તો મલાવશે” આવા વિચારોથી પોતાના અસ્વસ્થ થયેલા મન ને થોડું સ્વસ્થ કર્યું અનેપાર્કિંગમાં રિપેર થઇ ને આવી ચુકેલી કાર લઈને ઘરે જવા નીકળ્યો અને પેલા બાઈક ની ચાવી ડ્રાઈવર ને આપી બાઈક પહોંચાડી દેવા કહ્યું.

       વિચારોમાં ખોવાયેલા આકાશને આજે રસ્તો કાપવામાં વાર ના લાગી અને ઘરથી થોડે દૂર આવેલી લોન્ડરી ની દુકાન પર ગાડી ઉભી રાખી અનેસુરતમાં ૧૫ દિવસ માટે થઇ રહેલા કોન્ફેરેન્સમાં જે બ્લેઝર પહેરવાનું છે એ કાર માં લઈને ઘરે ગયો. રોજ સમયસર સુઈ જતો આકાશ આજેઘડિયાળના સેકન્ડ કાંટા નો પીછો કરતો હોય તેમ તેને તાકી ને વિચારી રહ્યો હતો.આજે વિચારો નો વિષય “પ્રેમ” હતો..પણ એ અસમનજસ માંહતો કે એને પ્રેમ થયો છે કે..? આ વિચારોએ એને ઊંઘવામાં મદદ ના કરી અને સવારના ૩ વાગે ઊંઘવાની શરૂવાત થઇ અને હજી તો આંખોમીંચાણી જ હતી ને ૭ ના ટકોરે એલાર્મ ની ઘન્ટડી વાગી ને આંખ ખુલી ગયી. સુરત જવાની જલ્દીમાં કદાચ એનું મન ગઈકાલ ને યાદ નહોતુંકરી રહ્યું.જલ્દી થી તૈયાર થયો અને એની મમ્મી ને પગે લાગ્યા વગર એરપોર્ટ જવા માટે નીકળી ગયો. કારણ કે કોઈ કારણસર મમ્મી હજીગાર્ડન માંથી યોગા કરીને આવ્યા ન હતા.
આકાશ ના મમ્મી ને શ્વાસ ની બીમારી હતી એટલે વધારે કામ ના કરી શકે અને વધારે વજન ના કારણે તકલીફ પડે. એટલે ઘરે કામવાળા કામકરે રાખે અને બાધાનું ધ્યાન મમ્મી રાખે. પણ આખરે હતા તો એ આકાશ ના મમ્મી. આ આકાશ જે આખાય ગામ ને મોટીવેટ કરતો રહેતો એનોમોટા ભાગનો શ્રેય એની મમ્મી ને જાય છે કારણ કે આકાશ ના પાપા ના ગુજરી ગયા પછી જે રીતે એની મમ્મી એ પોતાના જીવનનો રસ્તોબનાવ્યો તે પ્રશંશા ને પાત્ર છે. પણ આ શ્વાસ ની તકલીફ ના લીધે તેમને નિયમિત ડૉક્ટર પાસે ચેક-અપ કરાવવા જવું પડતું હતું. આજે તોઆકાશ ઘરે હતો નહીં એટલે જલ્દી થી કામવાળા જોડે કામ કરાવી ડોક્ટરના ત્યાં ચેક-અપ માટે ગયા. હોસ્પિટલ માં થોડી ભીડ હતી તો બેન્ચ પરજઈને બેઠા.એ જ્યાં બેઠા હતા ત્યાં બાજુ માં એક યુવતી બેઠી હતી જે નિરાશ દેખાઈ રહી હતી. આકાશના મમ્મી મિલનસાર સ્વભાવના હતાએટલે પેલી નિરાશ યુવતી ને જોઈને એમનાથી રહેવાયું નહીં અને પૂછ્યું,

“શું થયું બેટા? કમ આટલી નિરાશ બેઠી છે?”

“કઈ નહીં આંટી એ તો આ થોડી તબિયત.. ” યુવતી બોલી

“હવે તબિયત તો સારી થઇ જાય..ડોકટર છે ને..એમાં શું નિરાશ થવાનું..(ચેહરા પર સ્મિત સાથે) નામ શું છે તારું?” આકાશ ના મમ્મી એ પૂછ્યું

“અવંતિકા ”

“વાહ સરસ નામ છે..(અવંતિકા ના હાથમાં રહેલી ફાઈલ જોતા) એટલે રિપોર્ટ બતાવવાના છે કે શું?

“હા આંટી (થોડી નિરાશ થઇ ને )

“કેમ શું થયું હતું?..શેના રિપોર્ટ છે ?” આટલું બોલ્યા ત્યાં જ અંદર થી અવાજ આવ્યો “૩૫ નંબર”
આકાશ ના મમ્મી ઉભા થયા અને “ચલો બધું ઠીક થઇ જશે મારો નંબર આવી ગયો હું જાવ અંદર..”

ત્યાંજ અવંતિકા બોલી “તમને કઈ વાંધો ના હોય તો આંટી હું પણ તમારી સાથે આવી જાવ મારે ખાલી રિપોર્ટ જ બતાવવાના છે..અને મને થોડીહિંમત પણ રહેશે”

      અવંતિકા આકાશની મમ્મી સાથે અંદર ગઈ.કદાચ આ દિવસ અવંતિકા માટે બહુ મોટો દિવસ હતો કારણકે તેના હૃદય માં થઇ રહેલી સમસ્યાની જાણ આજે ડૉક્ટર દ્વારા થવાની હતી.

         ડોક્ટરે પેહલા અવંતિકા ના રિપોર્ટ જોયા અને ધીરજ સાથે અવંતિકા ને કહ્યું કે તમને હાર્ટ કોંગેનીટલ ની બીમારી છે.(આ બીમારી ને ગુજરાતીભાષા માં કહીએ તો અવંતિકા ને હૃદય માં કાણું હતું). આ જાણી અવંતિકા અને આકાશ ની મમ્મી બન્ને માંથી કોઈને ખ્યાલ ના આવ્યો.પછી ડોક્ટરે વિસ્તૃતપણે માહિતી આપી તો જાણે અવંતિકા ના પગ નીચે થી જમીન ખસી ગઈ હોય. તેના પગ ધ્રુજવા લાગ્યા હતા. એસી વાળા એ રૂમ માં તેનેપરસેવો વળી રહ્યો હતો.એને દર હતો કે ક્યાંક ડૉક્ટર એવું ના કહી દે કે “તમારી પાસે હવે થોડો સમય જ બાકી છે ” આ બધું આકાશ ના મમ્મી જોઈ રહ્યા હતા. તેમને અવંતિકા ને સંભાળી લીધી. પોતાનું ચેક-અપ પડતું મૂકી તે તેની સાથે બહાર નીકળી ગયા અને તેને બઉ પ્રેમ થીસમજાવી હિંમત આપી. અને પછી અવંતિકા પાસે થી માહિતી મેળવતા આકાશની મમ્મી ને જાણવા મળ્યું કે તેના ફક્ત પિતા છે જે અમેરિકા માંછેલ્લા ૪ વર્ષ થી છે અને પોતે અહીં શહેર માં પોતાનું બુટિક ચલાવી રહી છે.

       આ કુદરત દરેક નો ખ્યાલ રાખવામાં કોઈ દિવસ પાછું નથી પડતું. એટલે જ તો અવન્તિકા ના આવા સમયે તેમને આકાશ ની મમ્મી જેવા સમજદાર વ્યક્તિ જોડે મુલાકાત કરાવી દીધી. અવંતિકા ને થયેલા આ હાર્ટ પ્રોબ્લેમ ને લીધે તેને હવે નિયમિતદરે હોસ્પિટલ માં આવાનું હતું.બસ રોજ સાથે હોસ્પિટલ જવામાં, બહાર જઈને જ્યુસ પીવામાં, હસવામાં, અવંતિકા ને એક પાર્ટનર મળી ગયું હતું અને એ હતા

“આકાશના મમ્મી સરલાબેન”

        દિવસે ને દિવસે આ સરલાબેન ની સરળતા અને અવંતિકાની સમજણ એકબીજાને નિકટ લાવતી ગઈ અને કદાચ આ ૧૦ ૧૨ દિવસ માંસરલાબેન ને આકાશ એટલો યાદ નહોતો આવ્યો. ડોકટરે કહ્યું તે પ્રમાણે અવંતિકા નો હાર્ટ પ્રોબ્લેમ ફર્સ્ટ સ્ટેજ પર હતો એટલે રિકવરી થવાનાચાન્સીસ વધારે હતા. એક વાર બન્યું એવું કે હોસ્પિટલમાં અવંતિકા સરલાબેન ની રાહ જોઈ રહી હતી અને મોબાઈલ માં વિડિઓ જોઈને સમયપસાર કરી રહી હતી. પાછળ થી સરલાબેન આવ્યા અને જોયું તો અવંતિકા આકાશ ના મોટિવેશન વિડિઓ જોઈ રહી હતી . સરલાબેન ને ખ્યાલનહોતો કે અવંતિકા આકાશ ની બહુ જ મોટી ફેન છે. પણ સરલાબેન પણ હોશિયાર. તે જાણી જોઈને અજાણ્યા બન્યા અને અવંતિકા ને આકાશવિષે પૂછ્યું કે એ કોણ છે ? શું કરે છે ? સરલાબેન જાણી ને આશ્ર્ચર્યચકિત થઇ ગયા કે અવંતિકા આકાશ વિષે ઘણું બધું જાણતી હતી અને સૌથીમોટી વાત કે તે આકાશ ની વિચારધારા સાથે સહેમત હતી. આ બધું જાણ્યા બાદ પણ સરલાબેન એ એ વાત છુપાવી રાખી કે તે આકાશની “માં” છે. કોણ જાણે કેમ કુદરત સરલાબેન ને અવંતિકાને પોતાના આકાશ ની પત્ની બનાવવા માટેના નિર્ણય કરવામાં મદદ કરી રહી હતી. અવંતિકાની દરેક પરિસ્થિને પારખી તે અનુરૂપ વર્તન કરવાની વર્તણુક પર સરલાબેન વારી ગયા હતા. તેમને આકાશ માટે અવંતિકા પરફેક્ટ લાગવાલાગી હતી. અને આમ પણ અવંતિકા સરલાબેનની પુત્રવધુ બને એ પેહલા તે તેમની સારી મિત્ર બની ચુકી હતી . તો હવે સમય આવી ગયો હતોકે સરલાબેન થોડું આગળ વિચારે એટલે એમને અવંતિકા ને ઘરે આવવા આમન્ત્રણ આપ્યું.
બરફી, સમોસા ,પુરી શાક, બાસુંદી, મસાલા છાસ આ બધું જ અવંતિકાના આવવાની ખુશીમાં સરલાબેન દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું હતું. ૧૦નો ટકોરો પડતા જ સમય ની પાક્કી અવંતિકાએ દરવાજા નો ડોરબેલ વગાડ્યો. અવંતિકા અંદર આવી અને જેવી ડ્રોઈંગ રૂમ તરફ જય રહી હતીત્યાં જ સામેની દીવાલ પર લગાવેલી તસ્વીર જોઈ ને તે અચ્મ્બિત થઇ ગઈ. તમને કદાચ અંદાજો આવી ગયો હશે કે એ તસ્વીર કોનીહશે..તસ્વીર આકાશ ની તેના મમ્મી પાપા સાથે ની હતી. સરલાબેન અવંતિકા નો એ અચ્મ્બિત ચેહરો જોઈ ને હસી પડ્યા અને જમતા જમતાબધી વિગતે વાત કરી. “અવંતિકા હું ઇચ્છુ છું કે તું મારા ઘરની લક્ષ્મી બને”

“પણ આંટી ”

“તારી પાસે પૂરતો સમય છે વિચારવાનો, આપણી મિત્રતાને સાસુ વહુ નું નામ મળે તો મને તો ગમશે (સરલાબેન હસવા લાગ્યા ) ”

“આંટી આ બરફી મસ્ત બનાવી છે”જાણે વાત ને ફેરવી રહી હોય તેમ અવંતિકા બોલી

        સરલાબહેનને આ વાતો દરમ્યાન અવંતિકાના મલકાતાં ચેહરા એ જવાબ આપી દીધો હતો..કારણકે અવંતિકા એ આકાશ ની ફેન હતી..હવેજોવાનું એ હતું કે આકાશને અવંતિકા પસન્દ આવશે કે નહીં? શું હાર્ટ માં થયેલો પ્રોબ્લેમ અવન્તિકાને આકાશ થી દૂર કરશે? આ બધા સવાલ ૨દિવસ સુધી ઉભા રહેવાના હતા કારણકે બે દિવસ પછી આકાશ સુરત થી આવી રહ્યો હતો.

બે દિવસ પછી :
(આકાશ અને તેની મમ્મી ડિનર કરવા સાથે બેટા હતા)
“બેટા કેવું રહ્યું સુરત માં ?”
“બસ, દર વખતની જેમ સુપર ડુપર હિટ”
“હવે લગ્ન નું..”
હજી તો આટલું બોવ જાય છે ત્યાં જ આકાશ એની અટકાવી દે છે.
“મમ્મી પ્લીઝ, અત્યારે શાંતિ થી જમવા દે, તારી વહુ ની વાતો પછી થી કરીશું ”

(આટલું બોલીને આકાશ એક દમ ચૂપ થઇ ગયો જાણે એ નાદાન ચેહરો ફરીથી એની નજર સામે આવી ગયો હોય એમ)
પહેલા પ્રેમ ના એ વાદળો માંથી માંડ આ સુરતની મુસાફરી એ એને બચાવ્યો હતો ત્યાં જ મમ્મી ની લગ્ન ની વાત થી જાણે ફરીથી આ વાદળો માંઘેરાઈ ગયો હોય એમ એ નાદાન ચેહરા વિષે વિચારવા લાગ્યો.

“કુદરત ની ઈચ્છા હશે તો એ મારા પહેલા પ્રેમ ને મારો છેલ્લો પ્રેમ બનાવશે” આવું વિચારી મનને મનાવી ઘર ની બહાર કામ માટે નીકળ્યો.
રાતે જયારે ઘરે આવ્યો ત્યારે પોતાના બેડ પર રાખેલો પત્ર વાંચી આકાશ તરત જ એની મમ્મી ના રૂમ માં ગયો અને અને કહ્યું

“મમ્મી મેં તને ના પડી ને શું છે આ બધું ?..
આ પાત્ર માં શું આવું લખ્યું છે ? ”

“શું લખ્યું છે ?” સરલાબેન હસતા બોલ્યા

“એ જ કે તારા માટે મિસિસ.આકાશ શોધવાનો એક નાનકડો પ્રયત્ન મેં કર્યો છે” આકાશ થોડા ગુસ્સા સાથે

“અરે એમાં આટલો ગુસ્સે શુ થાય છે, તું એક વાર જોઈ તો લે તને પસન્દ આવી જ જશે એની ખાતરી મારી”

“પણ મમ્મી ” આકષ પગ પછાડતો એના રૂમ માં જતો રહ્યો.

“મને જયારે આકાશે એના ડ્રોઈંગ રૂમ માં જોઈ ત્યારે , જયારે હું એનો ફોટો જોઈ ને અચ્મ્બિત થઇ હતી તેના કરતા વધારે એનો ચેહરો મને જોઈનેઅચ્મ્બિત થઇ ગયો હતો કારણકે મને નહોતી ખબર કે આકાશ ના જીવનનો પેહલો પ્રેમ એ હું હતી..અને કદાચ આકાશ ને પણ નહોતી ખબર કેએની મમ્મી એ એના માટે જેને પસન્દ કરી હતી એજ એનો નાદાન ચેહરો હતો..મારો હાર્ટ નો પ્રોબ્લેમ હવે પ્રોબ્લેમ રહ્યો જ નહોતો કારણકે મને જીવવાનું શીખવાડનારા બે રત્નો મળી ગયા હતા..

if u like story, plzzz rate

બીજા રસપ્રદ વિકલ્પો