ઠગ્સ ઓફ હિન્દુસ્તાન મુવી રીવ્યુ ગુજરાતી Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન મુવી રીવ્યુ ગુજરાતી

ફિલ્મ રીવ્યુ : ઠગસ ઓફ હિન્દુસ્તાન.

ફિલ્મની લંબાઈ: 164 મિનિટ
સ્ટાર કાસ્ટ
અમિતાબ બચ્ચન- ખુદાબક્ષ જહાજી

આમીરખાન- ફિરંગી મલ્લાહ

ફાતિમા શેખ - ઝફીરા

કેટરીના કેફ-  શૂરરીયા

લેયોડ ઓવેન -જ્હોન કલાઇવ


ડાયરેક્ટર- વિજય ક્રિષ્ના આચાર્ય.

નોંધ: ફિલિપ મીડોવ્ઝ ટેલરની 1839ની  નવલકથા "કન્ફેશન્સ ઓફ અ ઠગ" પર આધારિત છે.




કથાવસ્તુ..

ફિલ્મની સ્ટોરી 1795 થી સ્ટાર્ટ થાય છે. જ્યારે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા. એને રાજ કરવા લાગી ગયા...

એવું જ એક  નાનકડું રાજ્ય એટલ, રોનકપુર, તેની આસપાસના તમામ રાજ્ય બ્રિટિશ સરકારની હસ્તગત થઈ ગયા હતા. કિંગ મિર્ઝાને પણ અંગ્રેજો ગુલામ બનાવવા માંગતા હતા. પણ તે તૈયાર નોહતા,એટલે તેના પુત્રને બંધક બનાવી સંધિ ઉપર હસ્તાક્ષર કરાવ્યા, પણ અંગ્રેજ અધિકારી જ્હોન કલાઈવે તેના આખા પરિવારની હત્યા કરી દીધી,
જ્યારે તે ઝફીરાને મારવા જઈ રહ્યા હતા. ત્યાં જ ખુદાબક્સ(અમિતાબ બચ્ચન)ની એન્ટ્રી થાય છે. અને તે ઝફીરા(ફાતિમા શેખ)ને બચાવીને લઈ જાય છે.
ત્યાર પછી સ્ટોરી અગિયાર વર્ષ આગળ જાય છે. તેમાં એક રસપ્રદ કેરેક્ટર એટલે ફિરંગી મલ્લાહની એન્ટ્રી થાય છે. જેનો કિરદાર આમિર ખાને નિભાવ્યો છે.

તેનું કામ અમુક પૈસાઓ માટે અહીંથી ત્યાં ચાપ્લુશી કરવી ત્યાંની અહીં, સાથે ખૂબ રમુજી પણ હોય છે. આમિરખાને ખૂબ જ સરસ રીતે આ રોલ નિભાવ્યો છે. પણ સ્ટોરી આમિરખાન ના કિરદાર છે. તે ઠગ પર નહિ પણ અંગ્રેજો, જેને ઠગ કહેતા તેવા ભારતીય જેને અંગ્રેજોના નાક પર દમ કરી દીધો હતો.

ખુદાબક્સ(અમિતાભ બચ્ચન) એક નાની ફોજ ઉભી કરે છે. જેનું નામ આઝાદ હોય છે. તે અંગ્રેજ વિરુદ્ધ બગાવત પર ઉતરી આવે છે.  તે એક ગુપ્ત વિસ્તારમાં રહી, રજાઓની મદદથી અંગ્રેજોને નુકસાન પોહચાડે છે. અંગ્રેજ અધિકારી ફિરંગી મલ્લાહને આઝાદની ખબર શોધી આપવા ના બદલામાં મોટું ઇનામ આપવાનો વચન આપે છે. ફિરંગી મલ્લાહ જે જહાઝ પર હોય છે. તે જ જહાજ જ પર ભારતીયોને બચાવ માટે ખુદાબક્સને તે હુમલો કરે છે. ત્યારે જ ચાલાકીથી ફિરંગી મલ્લાહ તે આઝાદની ટોળકીમાં ભળી જાય છે. વાર્તા ખૂબ ગુંચવણ ભરી પણ છે. આમિર ખાન ફિરંગી મલ્લાહનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. તે અંગ્રેજ અફસરોનો ખબરી છે. ઈન્ટરવલ પેહલા વાર્તા ખૂબ જ સુંદર રીતે બતાવામાં આવી છે. જ્યારે ઈન્ટરવલ પછી વાર્તા થોડી બોર કરે છે. જોવા જઈએ તો આ એક રિવેન્જ સ્ટોરી છે.

મોટા મોટા જહાજો, સુંદર લોકેશનની ભરમાર જોવા મળે છે. ફિલ્મની ભવ્યતા,સુંદર મનમોહક લોકેશનના કારણે ખૂબ આકર્ષક લાગે છે. આમિર ખાન, અમિતાબ જેવા મોટા સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ ક્યાંક ક્યાંક ફીકી પડે છે. જેવી અપેક્ષા તેની પાસેથી રાખી શકાય, તેવી ફિલ્મ નથી... ઑવરઓલ ફિલ્મ એવરેજ કેટેગીરી ની છે.
ફાતિમા શેખનું કામ સારું છે. તેને દંગલમાં જોયા પછી, આ ફિલ્મમાં તેને ખૂબ તલવારબાજી, અને તિર અંદાજી કરી છે. તે પણ "આઝાદ" ની ખૂબ મહત્વની સભ્ય હોય છે.કેટરીના ને ફક્ત સોંગ માટે લીધી હોય તેવું લાગ્યું, આખી ફિલ્મમાં તેણે ફક્ત બે ગીત અને 3 ડાયલોગસ તેના ભાગે આવ્યા હશે! કિંગ મિર્ઝાનો રોલ રોનીત રોયે કર્યો છે. તે સિવાય મોહમ્મદ આયુબનો રોલ ફિરંગી મલ્લાહ( આમિર ખાન)ના મિત્રનો છે.  ફિરંગી મલ્લાહએ તેને પણ નથી મુક્યો..

સલમાની મસાલા મુવીમાં રસ ધરાવતા લોકોને કદાચ આ મુવી ગમે તેવી છે. ફિલ્મના ગીતો સારા છે. લોકોને ઈન્ટરવલ પછી ફિલ્મ ખૂબ લાંબી લાગી રહી હોય તેવું લાગ્યું...
ફિલ્મ ફકતને ફક્ત આમિર ના એક અલગ જ અંદાજના કારણે તમારા અઢી કલાક વસુલ કરી દે છે. જેટલા નકારાત્મક રીવ્યુ આવી રહ્યા છે. કદાચ ફિલ્મ તેટલી પણ ખરાબ નથી...