અંજલી અને આયુષ બન્ને ગોવાના દરિયા કિનારા પરના એક રિસોર્ટમા બેઠા હતા.અંજલીએ બ્લુ કલરનુ ટોપ પહેરુ હતુ.આયુષે સફેદ ટી-શટઁ અને બ્લૂ કલરની કેપરી પહેરી હતી.
અંજલી આયુષના ગળા પર પોતાના હાથ વીંટાળીને બેઠી હતી.
આયુષની છાતી પર રહેલો અંજલીનો ગોરો ગાલ આયુષના હૃદયના ધબકારા અનુભવી રહ્યો હતો.આ બેઠકની બાજુના ટેબલ પર બે જયુસના ગ્લાસ પડ્યા હતા.આયુષ અને અંજલી બન્નેએ તેની આંખો પર બ્લુ કલરના ગોગલ્સ લગાવેલા હતા.
આયુષ તેની નજરની સામે કિનારાને મળવાના ઉત્સાહમા ઉછળી રહેલા દરિયાના મોજાની મોજને નિહાળી રહ્યો છે.
દરિયા કિનારા તરફથી આવી રહેલો ઠંડો પવન,અંજલીના ખુલ્લા વાળને ઉડાડી રહ્યો છે.ઉડી રહેલા આ કાળા વાળ આયુષના સફેદ ચહેરાને સ્પર્શી રહ્યા છે.અંજલી આયુષના દિલ પર પોતાનો ગાલ રાખીને,આયુષના ગાલ પર પોતાનો હાથ હળવેથી ફેરવી રહી છે.અંજલીના આ સ્પર્શથી આયુષના શરીરમા તેના સ્નેહની સંવેદનાઓ જન્મી રહી છે.
"આયુષ...કંઇક વાત કરને યાર,મને ચૂપચાપ બેસવાથી કંટાળો આવે છે ",અંજલીએ આયુષના માથાના વાળમા તેનો હાથ ફેરવા કહ્યુ.
" હુ પણ તને એજ કહી રહ્યો છુ કે,તુ ચુપ બેસી ના રહીશ,તુ કંઇક વાત કર "આયુષે અંજલીની પીઠને બન્ને હાથથી પંપાળતા અને ઉડી ગયેલા ટોપના નીચેના ભાગને સરખો કરતા કહ્યુ.
"તુ...આ મેંગો જ્યુસ પીવાનો ? "અંજલીએ તેની બાજુના ટેબલ પર પડેલો જયુસનો ગ્લાસ તેના હાથથી ઉઠાવતા આયુષને કહ્યુ.
"ના...મારે નથી પીવુ,તુ બન્ને ગ્લાસ ગટગટાવીજા "આયુષે તેના બન્ને હાથથી અંજલીની કમરને પકડતા અંજલીને કહ્યુ.
"તારે કેમ નથી પીવુ ? "અંજલીએ જયુસનો એક ધુટડો ભરતા આયુષને પુછ્યુ.
"મને મેંગોનુ જ્યુસ નથી ભાવતુ એટલે મારે નથી પીવુ "આયુષે અંજલીની સામે જોતા કહ્યુ.
"તને મેંગોનુ જ્યુસ નથી ભાવતુ તો પછી ખાલી ખોટુ તે કેમ મંગાવ્યુ "અંજલીએ જયુસના ગ્લાસને હલાવતા આયુષને કહ્યુ.
"તને મેંગો પસંદ છે ? "આયુષે જ્યુસ પીતા પીતા તેને જોઇ રહેલી અંજલીની આંખોમા પોતાની આંખો મિલાવતા પુછ્યુ.
"હા...મને તો બોવ ભાવે મેંગો "અંજલીએ જયુસના ધુટડાને તેના ગળા નીચે ઉતારતા અને તેના હોઠ પર ચોંટેલા જયુસ પર તેની જીભ ફેરવતા આયુષને કહ્યુ.
"તને મેંગો બોવ ભાવે એટલેજ મે મારો એક ગ્લાસ વધુ મંગાવ્યો હતો,તુ બીજો ગ્લાસ પણ ગટગટાવી જજે "આયુષે અંજલીને કહ્યુ.
"ઓહ....ગુડ....યુ આર સો સ્વીટ ડીયર "અંજલીએ તેના મેંગો જયુસથી બગડેલા હોઠ વડે આયુષના ગાલ પર મીઠી પપ્પી કરતા આયુષને કહ્યુ .
"થેન્કસ...."આયુષે તેના પર ઢળી પડેલી અંજલીને જોરથી તેની બાહોમા પકડતા કહ્યુ.અંજલી હળવુ સ્મિત કરી રહેલા આયુષને નિહાળી રહી હતી.આયુષ પણ તેને નિહાળી રહેલી અંજલી ને જોઇ રહ્યો હતો.
"આ બીજો ગ્લાસ પણ તારે જ પીવાનો છે..."આયુષે ટેબલ પર પડેલા ગ્લાસ સામે તેની આંગળી સીધતા અંજલીને કહ્યુ.
"હા...મને ખબર છે "અંજલીએ તેના ગોગ્લસને તેની આંખ ઉપરથી નીચે કરતા અને આયુષ સામે આંખ મીચકારી કરતા કહ્યુ.
"તને ખબર છે તો પછી તુ કોની રાહ જુવે છે,જલ્દી તે ગ્લાસને ગટગટાવી જા અને ખાલી કર "આયુષે અંજલીની કમર પર પોતાની આંગળીઓ વડે ગલીગલી કરતા અંજલીને કહ્યુ.
"ઓહ...નો...પ્લીઝ..આયુષ આવુ ના કર "અંજલીએ મલકાત અને આયુષના દિલ પરથી પોતાનુ માથુ ઉચકતા બોલી.આયુષ અંજલીને તેના પ્રેમથી પરેશાન થતી જોઇને ખડખડાટ હસી રહ્યો હતો અને અંજલી આયુષના દિલ પર પોતાના હાથ પછાડી રહી હતી.
"ઓકે....ચાલ....હવે આ જ્યુસ પતાવી દે "આયુષે અંજલીની સામે જયુસનો ગ્લાસ ધરતા કહ્યુ.
"ના....મારે નથી પીવુ "અંજલીએ આયુષ સામેથી તેની નજર હટાવતા,નારાજ થતા કહ્યુ.
"કેમ..નથી પીવુ?શુ થયુ ? "આયુષે અંજલીનો ચહેરો તેના હાથ વડે તેની તરફ ફેરવતા અંજલીને પુછ્યુ.
"મને પુછ્યા વગર તે કેમ ગલીગલી કરી મને એટલે મારે હવે તે જ્યુસ નથી પીવુ"અંજલીએ તેની નજરને નીચી રાખતા આયુષને કહ્યુ.
"ઓહ..સોરી...ડિયર...ચાલ હવે આ જયુસને પતાવી દે"આયુષે અંજલીની સામે જયુસનો ગ્લાસ ધરતા કહ્યુ.
" સારુ...બીજીવાર હવે આવી ગલીગલીના કરતો "અંજલીએ આયુષને ચેતવતા કહ્યુ.
"સારુ...ચલ...હવે આવા ખોટા નાટકો બંધ કર અને આ જ્યુસ પીવા લાગ "હળવુ સ્મિત કરતા આયુષે અંજલીની સામુ જયુસનો ગ્લાસ ધરતા કહ્યુ.
"હા...તુ ગ્લાસ પકડી રાખ એટલે હુ આ જ્યુસ પીવા લાગુ "અંજલીએ આયુષને કહ્યુ.
"સારુ...ચાલ...વન..ટુ..થ્રી....એન્ડ...સ્ટાટઁ "આયુષે અંજલીને કહ્યુ.અંજલી આયુષના આ શબ્દો સાંભળીને આયુષે પકડેલા જયુસના ગ્લાસ માથી જ્યુસ પીવા લાગી.થોડીવારમા ગ્લાસ ખાલી થઇ ગયો.
"સરસ...અંજલી...."આયુષે તેની સામે જોઇ રહેલી અંજલીને કહ્યુ.અંજલી એ આ સાંભળી ને તેની સામે મનમોહક સ્મિત કરુ.આ સ્મિતથી લાગણીવશ થઇને આયુષે અંજલીને તેના ખોળામા બેસાડી દીધી.અંજલી તેના એક હાથ વડે આયુષના ખંભાને જાલીને તેના ખોળામા બેઠી હતી અને તેની સામે તાકી રહેલા આયુષને જોઇ રહી હતી.
"અંજલી....તારા હોઠ બગડ્યા છે "આયુષે અંજલીના હોઠ પર તેની નજર ફેરવતા કહ્યું.
"ભલે ને બગડ્યા..."અંજલી એ આયુષની ધડીયાળનો બેલ્ટ સરખો કરતા કહ્યુ.
"ખરેખર...સાચે કહુ છુ...તુ તારા હોઠ સાફ કરી નાખ...તે બહુ ગંદા લાગે છે "આયુષે અંજલીને કહ્યુ.
"મને ખબર છે...મારે મારા હોઠ સાફ નથી કરવા તે ભલે ગંદા લાગતા હોય તો પણ "અંજલીએ થોડી અકળામણ બતાવતા આયુષને કહ્યુ.
"સોરી...પણ ખરેખર કહુ છુ...હોઠ સાફ કરી નાખ...તારી સરસ લિપસ્ટીક નથી બતાતી મને "આયુષે અંજલીને શાંત પાડવાનો પ્રયત્ન કરતા કહ્યુ.
"મારે નથી સાફ કરવા.....તારે મારી લિપસ્ટીક જોવી હોય તો તુ સાફ કરી આપ "અંજલીએ આયુષને કહ્યુ.
"હુ સાફ કરી આપુ...પણ તેના માટે તારે મારી એક શરત માન્ય રાખવી પડશે "આયુષે અંજલીને દરખાસ્ત કરતા કહ્યુ.
"સારુ...ચાલ...તારી શરત શુ છે તે મને કહે "અંજલીએ આયુષના ફરમાનને તેની ફરજ બનાવતા કહ્યુ.
"હુ તારા હોઠ સાફ કરુ તે દરમિયાન તારે તારી આંખો બંધ રાખવાની અને એક પણ શબ્દ બોલવાનુ નહી...બોલ...છે મંજુર "આયુષે તેની શરત અંજલીને જણાવતા કહ્યુ.
"હા...મંજુર...છે...ચાલ...."અંજલીએ તેની જાતને શરતના શરણે મુકતા કહ્યુ અને તેને પોતાની આંખો બંધ કરી દીધી.
આયુષે તેના બન્ને હાથની અંજલીનો ચહેરો પકડ્યો અને ધીમે રહીને તેના બન્ને હોઠ અંજલીના જયુસથી બગડેલા હોઠ પર મુકી દીધા અને તેને સાફ કરવા લાગ્યો.ધીમે ધીમે આયુષ અને અંજલીના શ્વાસોશ્વાસ વધી રહ્યા છે. હવે અંજલી અને આયુષની જીભ એકબીજા સાથે લડી રહી છે.અંજલી અને આયુષની હથેળીઓની પકડ ધીમે ધીમે મજબુત થઇ રહી હતી.દરિયા કિનારેથી આવી રહેલો ભેજરહીત ઠંડો પવન અંજલીના ખુલ્લા વાળને ઉડાડી રહ્યો હતો અને ઉડી રહેલા તે વાળ આયુષના ચહેરાને ઢાંકી રહ્યા હતા.અંજલનો હળવો હાથ આયુષના માથા ઉપર ફરી રહ્યો હતો.
"તને તો મેંગો નથી ભાવતી તો તે મારા હોઠ કેમ સાફ કયાઁ ?"અંજલીએ તેની સામુ જોઇ રહેલા આયુષને કહ્યુ.
"મે મેંગોનો ટેસ્ટ નથી કરો મને તો તારા હોઠનો ટેસ્ટતો અતિ પ્રિય લાગ્યો "આયુષે હસ્તા હસ્તા અંજલીને કહ્યુ.
"જાને....લુચ્ચા...."અંજલીએ આયુષને ચીટીયો ભરતા કહ્યુ.જેના હિસાબે આયુષ અંજલીને તેની પીઠ પાછળ ઉંચકી ઉભો થયો અને દરિયા તરફ ધીમા પગલે ચાલવા માંડયો.
"આયુષ...આપણે હવે લંચ કરી લેવો જોઇએ "અંજલીએ આયુષને કહ્યુ.
"હા..પણ મને ભુખ નથી લાગી "આયુષે અંજલીને કહ્યુ.
"કેમ...તે તો સવારે નાસ્તો પણ નથી કરો તો પણ તને ભુખ નથી લાગી કેમ એવુ?"અંજલીએ આયુષને પુછ્યુ.
"ના...મને ભુખ નથી લાગી " આયુષે અંજલીને કહ્યુ.
"તને કેમ ભુખ નથી લાગી ? "આયુષની પીઠને વળગીને રહેલી અંજલીએ તેની સામે જોતા કહ્યુ.
"કેમ કે મે તારી જોડે લિપલોક કરુ એમા હુ ધરાઇ ગયો...એટલે મને ભુખ નથી લાગી "આયુષે અંજલીના ગાલ પર પ્રેમાળ પપ્પી કરતા કહ્યુ.અંજલી શરમથી હરખાઇ ગઇ.
આયુષે અંજલીને તેની પીઠ પાછળથી નીચે ઉતારી અને બન્ને એકબીજાના હાથ એકમેકના ખંભા પર નાખીને દરિયાની રેતી પર બેઠા.બન્ને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
"અંજલી..મે તારી ચેલેન્જને પુરી કરી નાખી તને ખબર છે ? "આયુષે તેને તાકી રહેલી અંજલીને કહ્યુ.
"હમમ....કંઇ ચેલેન્જ?"અંજલીએ તેના અજાણ્યા અંદાજને આયુષ પાસે વ્યકત કરતા કહ્યુ.
"એક અઠવાડિયા પહેલા....તે મને એક ચેલેન્જ આપી હતી,તુ યાદ કર..."આયુષે અંજલીને કહ્યુ.
"ખરેખર....મને નથી યાદ....તને યાદ હોય તો મને કહે "અંજલીએ તેનુ માથુ ખંજવાળતા આયુષને કહ્યુ.
" તે મને લિપલોકની ચેલેન્જ આપેલી...હવે તને યાદ આવ્યુ"આયુષે અંજલીના માથા પર હળવેકથી ટપલી મારતા કહ્યુ.
"ઓહ....ગોડ...હા....યાદ આવ્યુ "અંજલીએ તેની વ્યાકુળતા વ્યકત કરતા આયુષને કહ્યુ. દરિયાનુ પાણી થોડી થોડી વારે અંજલી અને આયુષના પગના તળીયાને સ્પર્શીને પાછુ જઇ રહ્યુ હતુ.ઠંડો પવન આયુષ અને અંજલીની સ્નેહ ભરી વાતોને વધુ રોમાન્ટીક બનાવી રહ્યો હતો.
"તે મારી એ ચેલેન્જ પુરી કરી....અચાનકજ....મને એમ કે તુ આ ચેલેન્જ ભુલી ગયો હશે....પણ તને યાદ હતી...તુ ક્યારથી બૃધ્ધુ માથી બૃધ્ધીશાળી થઇ ગયો ? "અંજલીએ આયુષનો કાન મરડતા કહ્યુ.
"તે જ્યારથી મને લિપલોક વાળી ચેલેન્જ આપી હતી ત્યારથી હુ બૃધ્ધીશાળી થઇ ગયો "આયુષે અંજલીના ગાલને ખેંચતા કહ્યુ.અંજલી અને આયુષના ગોઠણ દરિયાના પાણીથી અડધા ઢંકાઇ ગયા છે.
"જાને....લુચ્ચા....."અંજલીએ આયુષ પર તેના હાથથી દરિયાનુ પાણી ઉડાતા કહ્યુ.
"તુ હારી ગઇ એટલે હુ લુચ્ચો થઇ ગયો એમ...."આયુષે અંજલીના પાણી ઉડાડી રહેલા બન્ને હાથને પકડતા કહ્યુ. અંજલી તેના બન્ને હાથને આયુષના પંજાની પકડમાંથી છોડાવાની કોશીશ કરી રહી હતી.
"Liplock-challenge completed,now give me my prise "આયુષે અંગ્રેજીમા અંજલીને કહ્યુ.
"સોરી...હુ તને કોઇ પ્રાઇઝ નહી આપુ...."અંજલીએ આયુષની સામે જોતા કહ્યુ.
"ચીટીંગ નહી ચાલે.... તારે મને મારુ પ્રાઇઝ આપવું જ પડશે"
આયુષે અંજલીને સખત દરખાસ્ત કરતા કહ્યુ.
"Ohhk...cool down... first...Congratulation...Dear.... now closed you are eyes,I give you surprise "અંજલીએ આયુષને તેની આંખો બંધ કરવાનો અનુરોધ કરતા કહ્યુ.સરપ્રાઈઝનુ નામ સાંભળતા જ આયુષે તેની આંખો બંધ કરી દીધી.દરિયાના પાણીમા આયુષ અને અંજલીના પગ ડુબેલા હતા.
જેવી આયુષે તેની આંખો બંધ કરી એટલે તરતજ અંજલીએ તેના હોઠ આયુષના હોઠ પર મુક્યા અને અને તેને ચુંબન કરવા લાગી.દરિયાના પાણીમા આયુષ અને અંજલીની કમર ડુબી ગઇ હતી.અચાનકજ આયુષની બંધ આંખો ખુલ્લે છે અને તે તેની ઉપર તેના હોઠને ચૂમી રહેલી અંજલીને જુવે છે.આયુષની ખુલ્લી થયેલી આંખોને જોતાની સાથેજ અંજલી આયુષ પરથી એકદમજ ઉભી થઇ અને આયુષથી દુર થવા જાય છે ત્યા આયુષ તેનો એક હાથ પકડી લે છે અને તે પણ ઉભો થઇ જાય છે.એકબીજાનો હાથ પકડીને ઉભેલા આયુષ અને અંજલીની આસપાસ દરિયાનુ પાણી આવજાવ કરી રહ્યુ છે. અચાનકજ અંજલી દરિયાના પાણીમાં બેસી જાય છે,આ જોયને આયુષ અંજલીનો હાથ મુકી તેને પુછે છે,
"Are you ok...what happpen? "આયુષે અંજલીની સામે જોતા કહ્યુ.
"Yes...nothing "અંજલીએ આયુષને તેના હાથ થકી હળવો ધક્કો મારતા અને આંખ મીચકારતા આયુષને કહ્યુ.અંજલીના આ ધક્કાથી આયુષ દરિયાના પાણીમા પડી ગયો.આ જોયને અંજલી ખડખડાટ હસવા લાગી.ત્યા ફરી આયુષ ઉભો થયો અને અંજલીને દરિયાના પાણીમા પછાડવા માટે ત્રાપ મારવા ગયો ત્યા અંજલી ખિલખીલાટ કરતી દરિયાના કિનારા તરફ દોડતા લાગી.આયુષ પણ તેને પકડવા માટે તેની પાછળ દોડી રહ્યો હતો.અંતે થોડા સમય પછી અંજલી આયુષના હાથમા પકડાઇ અને આયુષે તેને તેની પીઠ પાછળ ઉંચકી લીધી અને ધીમે ધીમે તે દરિયા કિનારે ચાલવા માંડયો.
આ રીતે ચાલી રહેલા આયુષને,તેની પીઠ પાછળ રહેલી અંજલીએ ગલીગલી કરી અને આયુષ અને અંજલી બન્ને ધડામ કરતા દરિયાના પાણીમા પટકાયા.હવે આયુષ અને અંજલી એકબીજા સાથે દરિયાના પાણીમા બીચ પર ન્હાવાની મજા માણી રહ્યા હતા. અંજલી અને આયુષ એકબીજા સામે જોઇને મરક મરક હસી રહ્યા હતા.
" Sorry dear..."અંજલીએ માફી માગતા આયુષને કહ્યુ.
"It's ok....don't warry "આયુષે અંજલી પર પાણી ની એક ઝાલક મારતા કહ્યુ.
"I love you "અંજલીએ આયુષને બાથ ભીડતા કહ્યુ.
"I love you too...."આયુષે અંજલીને બાથ ભીડતા કહ્યુ.આયુષ અને અંજલીના પ્રેમના શબ્દો સાંભળીને તેની આસપાસ રહેલા દરિયાના મોજા વધુ ગેલમા આવી ગયા અને સુસવાટા બોલાવતા પવન સાથે અથડાતા હષઁ ઉલ્લાસ કરતા કિનારાને જલ્દી મળવાના ઉમળકા સાથે ઉછળકુદ કરવા લાગ્યા.
* * * * * * * * * * * * * * * *
લેખક:-ખોડીફાડ મેહુલ( ગુરુ)