મારા હૃદય ના ટુકડા
મિત્રો મારી પ્રથમ વાર્તા ને આપ લોગો એ ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો એ બદલ આભાર, હવે હું તમારી સમક્ષ મારી બીજી વાર્તા લઈ ન હાજર છું. આ મારા ખાસ મિત્ર ના જીવન માં ઘટેલી ઘટના ન વાર્તા નું સ્વરૂપ આપું છું. આશા છે કે આ વાર્તા પણ આપ ને પસંદ આવશે. જાજો સમય નઇ લેતા વાર્તા કઉ છું.
મારી લાગણી ના કટકા
પાર્થ મારી સાથે કોલેજ માં હતો. એ જ્યારે નવો કોલેજ માં આવ્યો ત્યારે સાવ એકલવાયો રહેતો. કોઈ ની સાથે ભળતો નઇ. પણ એક દિવસ એવો આવ્યો કે એને મારુ કાઈ કામ પડ્યું અને હોસ્ટેલ માં અમારો રૂમ જોગાનું જોગ એક જ આવ્યો હતો. તો એની સાથે મારે બોલવા ચાલવા નો નાનકડો એવો વ્યવહાર ચાલુ થયેલો. આગળ કોને ખબર કે એ મારો જીગર જાન મિત્ર બનવાનો છે. પછી તો અમે રોજે એક સાથે લેક્ચર ભરવા કોલેજ માં સાથે આવતા અને સાથે જતા જ્યારે લેક્ચર પુરા થતા. કોલેજ એટલે એક રીત નો રોમેન્ટિક એરા. કોણ જાણે એને એક છોકરી ગમી ગઈ. પણ મને કહ્યું નહી. સાંજે રુમે આવ્યા પછી મને વાત કરી. મેં કહ્યું તારી મારી યારી બાકી ભાડ માં જાય દુનિયાદારી. એને તારી બનાવી ને જ રહીશ. પછી તો મેં એની ડીટેઈલ જાણી, એ હતી અમારા કોલેજ ના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ ની. નામ હતું એનું ઉષા. કોલેજ ના બીજા વર્ષ માં હતી એ. પાર્થ રોજ તેને કેન્ટીન માં જોવા જતો અને સાથે મને પણ લઇ જતો.
એવા માં એક દિવસ મેં ના જોવાનું જોયું. એને મેં એક ક્લાસ મા કોઈ છોકરા જોડે જોઈ ને પણ સાવ નજીક જ બેસેલી અને છોકરા ના ખંભે માથું મૂકી ન સુતેલી જોઈ. હું બધું જ સમજી ગયો પણ પાર્થ સમજે એમ નતો. એતો ઉષા ને એટલી હદ માં પ્રેમ કરતો કે એની કોઈ સીમા નતી. મેં એને તોય સમજાવ્યો પણ ના સમજ્યો, એ કે ભાઈ આ જ જોઈ એ છે બાકી કાઈ નઇ. મને થયું આને કેમ નો સમજાવીશ. પણ મને મારા બીજા એક મિત્ર દ્વારા જાણ
થઈ કે જે દિવસો માં પાર્થ ઉષા ને જોવા કેન્ટીન માં જતો. એ પણ કોઈ ને ગમવા લાગ્યો હતો. હા સાચે જ મને તો વિશ્વાસ જ નતો થતો. મને તરત જ એક ઉપાઈ સુજયો જેથી પાર્થ સાથે જીગીશા (એ જ કે જે પાર્થ ને પસંદ કરતી) ઉષા નો બંન્ને નો ઉકેલ આવી શકે તેમ હતો. હું તરત જ જીગીશા ન મળ્યો અને એને બધી વાત કરી. એની જૉ થી જાણવા મળ્યું કે એ બધું જ જાણે છે એટલે મારે કાઈ જાજુ સમજાવું ના પડ્યું.. અમારું ગ્રુપ બન્યું અને ધીમે ધીમે ખુબ જ મજબૂત બન્યું. જે લોકો જોતા એ તરત જ કેહતા કે ગ્રુપ હોઈ તો આમ ની જેવું. એમાં હતા હું પાર્થ, શૈલેષ, જીગીશા, નિશા અને ભવ્યતા, આશિષ આટલા. પણ જે પ્લાન બન્યો હતો એ હું જીગીશા અને આશિષ જ જાણતાં. હવે બન્યું એવું કે કોલેજ માં થી ટૂર માં જવાનું થયું બધા ને ફરજિયાત તો બધા ગયા ઓણ ખરા, ત્યાં જઈ ન જે નતું ધાર્યું એ જોયું. પાર્થ કે જે છોકરી સાથે વાત કરતા પણ બિતો હતો એ ને ઇવો તે સુ જાદુ ચલાવ્યો કે એને ઉષા જોડે દોસ્તી થઈ ગઈ હતી. ઉષા ને તો એ જ જોઇતું હતું એને તો આ જ શોખ હતો. મેં પાછળ થી બધું એની ડીટેઈલ જાણી હતી. તે એકદમ ચાલુ છોકરી હતી. ટુર પછી પાર્થ તો ઉષા પાછળ જ ઘેલો થઈ ગયેલો ને અમને ભૂલવા પણ માંડ્યો. પણ હું એના જેવો ના હતો મને ખબર હતી કે એ એક દિવસ જરૂર પાછો આવશે. અને થયું પણ એવું જ. એને જ્યારે સમજાયું અને આંખો થી જોયું ત્યારે એને સમજાયું કે એના થી કેટલી મોટી ભુલ થઈ ગઈ છે પણ બિચારો મારી પાસે આવતા મુંજાતો હતો કે હું આને પાસે સુ મો લઇ ન જાવ. પણ મને ખબર પડી એટલે તરત જ મેં કોલ કર્યો તો જાણવા મળ્યું કે એ એના ગામડે જતો રહ્યો છે તો બે દિવસ પછી આવશે અને તને બધું જણાવશે, એ પણ મેં જ્યારે મેં એને ફોર્સ કર્યો ત્યારે એ તૈયાર થયો. અને એ વે દિવસ પછી આવ્યો ત્યારે એને મને જણાવ્યું કે ઉષા એ કેવી રીતે એને દગો આપ્યો છે. મેં એને જણાવ્યું કે પ્રેમ એને કરાઈ જે તમને સમજે, તમારી લાગણી ને સમજે, એ તમને પ્રેમ કરતી હોવી જોઈ એ. આ આખા બનાવ પર થી પાર્થ ની એવી બદનામી થઈ હતી કે ના પૂછો વાત. અને એને તરત જ બે લાઈનો કહી જેમાં એની પીડા હતી, દર્દ હતું, “ શ્રદ્ધા ટકી ગઈ પણ શરણ સાંપડી ગયુ,
મારા થી તો જીવાયું જ નહીં
બંદગી વગર”. એને મેં વધારે સમજાવ્યો ત્યારે એ સમજ્યો. પછી મેં એને જીગીશા વાળી વાત કહી તો એને વિશ્વાસ ન આવ્યો જ્યાં સુધી જીગીશા એ આવી ને એના પ્રેમ નો પાર્થ સમક્ષ ઇઝહાર ના કર્યો.
મિત્રો પાર્થ એ કહેલી બે લાઈન ભલે ગમે એને લખી હોઈ પણ જો સમજાઈ તો આખો સાર એમા જ છે.