અધુરા અરમાનો-૨૫ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો-૨૫

અધુરા અરમાનો-૨૫

એવામાં એકવાર સૂરજને જનમટીપ થઈ!

એક મર્ડર કેસમાં એ પુરાવાના અભાવે ગુનેગાર સાબિત થયો હતો.

વસંતના વધામણા થઈ ચૂક્યાં હતાં.

સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠી હતી.

સમય સક્રાંતિકાળમાં રમમાણ હતો. આવા વસંતના વૈભવને માણવા, પ્રકૃતિની રંગીન રમણીયતાના ખોળે ખુંદવા સારૂં થઈને સૂરજ અને સેજલે રાજસ્થાનની સફર આદરી.

એક શુક્રવારની શુભ સવારે જેસલમેર પહોચ્યા.

રાજસ્થાન ભલે વેરાન, સૂકી ભૂમિ કહેવાતી હોય, પરંતું અહીં ઉપરવાળાએ અનેક જગ્યાએ ખોબલે-ખોબલે ખમીરવંતું શૂરાતન અને મઘમઘાટ કરતું શાનદાર સૌદર્ય વેર્યું છે. ચોમાસામાં અહીંના ડુંગરાનું સૌદર્ય તન મનને તાજગીસભર બનાવી મૂકે એવું. દિવાળી ટાણે એટલે કે વરસાદ જ્યારે ડુંગરાઓને નવડાવી લે એ પછીના સમયમાં જો અહીંની અરવલ્લીની ગિરિમાળાઓમાં ઘૂમીએ તો એમ જ લાગે જાણે હિમાલયની ગોદ ખુંદી રહ્યાં ન હોઈએ!

સૂર્ય હેમખેમ ઉદય પામી ચૂક્યો હતો. મશરૂમ વાસંતી સવાર એના કોમળ કિરણોને નવરાવી રહી હતી. એ જ વેળાએ પવન ગજબની તાજગીથી સારા સંસારને બહેકાવી રહ્યો હતો. પ્રકૃતિ વસંતના વહાલભર્યા વધામણા લઈને માનવસહિત સમગ્ર સૃષ્ટિને મહેંકાવવા રમમાણ હતી. ચોફેર- પર્વતના શિખરે - શિખરે જાણે સૂર્ય હોય એવું લાગી રહ્યું હતું. પ્રભાતના તાજગીભર્યા ખુશનુમાં વાતાવરણમાં યાત્રિયો, દર્શનાર્થીઓ, અને સ્ફૂર્તિલા સહેલાણીઓ ખુશખુશાલ બનીને સુંધા (સુંઢા પર્વત) ની પાવન પાવડીએ પગ માંડી રહ્યાં હતાં. રાજસ્થાનમાં સુંધાના પર્વત પર ચામુંડાનું પ્રખ્યાત રમણીય ધામ છે. કેટલાંક આશિષ પામવા ઊપર ચડી રહ્યાં હતાં તો વળી કેટલાંક દિવ્યાશિષનો ઉમંગ લઈને નીચે ઊતરી રહ્યાં હતાં. ક્યાંક પ્રેમીયુગલ પ્રેમગોષ્ટિમાં મશગૂલ હતાં. એ યુગલ પર લોકો તિરસ્કારભરી નજરો નાખીતા જતાં હતાં. પાલખીવાળાઓ 'જગ્યા આપો- જગ્યા આપો' ની બૂમ પાડતા હાંફળાફાંફળા ઊપર ચડી રહ્યાં હતાં. નાના બાળકો વડીલોની આંગળી ઝાલીને ચાલતા હતાં. વૃક્ષોની તોતિંગ ડાળીઓ પર વાંદરાઓ કૂદાકૂદ ને હૂપાહૂપ કરી રહ્યાં હતાં. વાંદરાઓની મસ્તી જોઈને લાગતું હતું જાણે હિલ્લોળે ચડેલું આખેઆખું ઝાડ હમણા જ પડી જશે, શાયદ! ક્યાંક વાંનરોના ટોળાઓ માર્ગ રોકીને પ્રસાદની આજીજી કરતા નજરે પડતા હતાં.

સેજલ એની જીંદગીમાં પ્રથમવાર અહીં આવી હતી. ક્યાંક લીલું ઘાસ જુએ ને ઝુમી ઊઠતી! ફૂલ ખીલેલું જુએ ને નાચી ઊઠતી. ઝરણાઓ જુએ ને ગેલમાં આવી ફેરફુંદરડી ફરવા લાગતી. ક્યાંક કોઈ કપલને જુએ ને સૂરજને બાઝી પડતી! એની બાલિગ ચેષ્ટાઓ પરાકાષ્ટાએ પહોંચી જતી.

સુંધામાતાને ડુંગરે ચડતાં જ વચ્ચે એક વિશાળ વડનું ઝાડ છે. જેની સહેંજ સામે જ એ ઝરણું વહેતું જાય છે. સાંકડો માર્ગ, સાંકડા પગથિયા અને વળી ઊંડું ઝરણું!

કલકલ કરતું ઝરણું સૌના મન મોહી લેતું હતું.

ઝરણાની સામે જ આવેલ એક મોટી શિલા પર સૂરજ અને સેજલ બેઠા હતાં. 'એક દો તીન ચાર માતાજીની જય જયકાર' પોકારતું એક ટોળું ત્યાંથી પસાર થયું. ઝરણાની મજા માણતા સૌને ભક્તિના રંગે એ રંગતું ગયું. થોડીવારે એક એક કરતા ચાર કપલ ત્યાં એકઠા થયા, જ્યાં સેજલ-સૂરજ ઝરણાના ગાનને સુણવામાં મસ્તાન હતાં. પળભરની મસ્તીમાં એ પાંચેય કપલ દૂધમાં સાકર ભળે એમ એકમેકમા ભળી ગયા.

એ પાંચેય કપલમાં એક કપલ સૂરજ-સેજલનું, બીજું અમદાવાદી, ત્રીજું એક ભાવનગરી, ચોથું અને પાંચમું કપલ જહોજલાલીથી ભરપૂર જયપુરનું!

જયપુરથી આવેલ કપલમાં પ્રિત અને પૂનમના હાલ જ લગ્ન થયા હતાં. બીજું કપલ કાજલ અને કીર્તનનું. જેઓ વસંતના વૈભવમાં જ એકમેકમાં ભળી ગયા હતાં. આમાં પ્રિત જાણી જોઈને પૂનમ સંગે લગ્ન સંબંધથી નહોતો બંધાયો કે કાજલ અમસ્તી જ કીર્તન સંગ પ્રેમપાશમાં બંધાઈ હતી! અમસ્તી આ બંને જોડી સર્જવામાં એક રહસ્યમય સંજોગોએ જબરો ભાગ ભજવ્યો હતો. કાળની એક જ થપાટે એક કપલને વિખેરીને બીજા બે કપલ ઊભા કર્યા હતાં.

વસંતના વધામણા પહેલાં જ જયપુરની સરજમીન પર એક ભયંકર જંગ ખેલાઈ ગયો! એથી એક અજીબોગરીબ ઘટનાના રોપાણ થયા. અને એ ઘટનાએ બીજી ઘટનાના બી વાવ્યા.

પ્રિત કોલેજના આખરી વરસમાં હતો. ખડતલ અને સોહામણો એનો વાન હતો. અભ્યાસમાં પણ એટલો જ કુશળ. કોલેજ પૂરી થઈ. સમયના વાણા વાયા ને પ્રિતના પૂનમ નામની કન્યા સંગે લગ્ન થઈ ગયા. પૂનમ ગર્ભશ્રીમંતની નબીરી હતી. પ્રિતની કોલેજમાં એ ત્રીજા વરસમાં હતી. પૂનમ પ્રિતની મહોબ્બતમાં ઓળઘોળ રહેતી કિનતું પ્રિત એને ધ્યાનમાં લેતો નહીં. પ્રિતને પોતાની જીંદગીમાં લાવવા કેટલાય કાવાદાવા કર્યા, પણ પ્રીત એકનો બે ના થયો. કારણ કે એ પોતાની જ સોસાયટીમાં રહેતી એક કામણગારી છોકરીના પ્રેમમાં પાગલ હતો. એ છોકરીનું નામ કાજલ. કાજલ પ્રિત માટે પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર હતી, એટલો પ્રેમ કરતી હતી. એના માટે પ્રિતની ખુશી પ્રથમ હતી બાકીના કામ પછી. કિન્તું પૂનમ કંઈ ઓછી માટીની નહોતી. એણે પ્રેમજાળ પાથરીને પ્રિતને કાજલથી જોજનો અળગો કરી દીધો. પ્રિત ઓછી માટીનો નીકળ્યો જો પૂનમની મોહજાળમાં ફસાયો. અને બંને સંસારરથ સાથે જોડાયા.

પૂનમના પૂર્વજીવન વિશે કશું જ ન જાણતી કાજલને જ્યારે ભાળ મળી ત્યારે એ નાગણની માફક છંછેડાઈ ઊઠી. એ એટલી સમસમી ઊઠી કે પોતાના પ્રેમને તબાહ કરીને લૂંટનારી પૂનમનું કાસળ કાઢી નાખવા બેબાક બની. કિન્તું એણે સંયમ ધર્યો. બળથી નહી પણ કળથી કામ લેવાનું મુનાસિબ માન્યું.

આ બાજું પૂનમને પ્રિતના અતીત વિશે ઝાઝી કંઈ જાણ નહોતી જ. એ નહોતી જાણતી કે પ્રિત કોઈને દીલોજાનથી ચાહતો હતો. અને શાયદ એ જાણતી હોત તો શું પ્રિતની જીંદગીમાં આવત? પૂનમ પણ કાજલ વિશે કશું જ નહોતી જાણતી કે નહોતી એણે કાજલને જોઈ. પરંતું કાજલ એની સૌતન સમી પૂનમનું ઢીમ ઢાળી દેવા હવાતિયા મારવા લાગી. એ હંમેશા પૂનમને પતાવવાની તાકમાં રહેતી. અને આખરે એક દિવસ એ સમય પણ આવી ગયો.

લગ્નના થોડા દિવસો બાદ જ્યારે પ્રિત અને પૂનમ હનીમૂન માટે માઉન્ટ આબું જવા રવાના થયા ત્યારે લાગ જોઈને કાજલ પણ એની સાથે થઈ ગઈ. કાજલની સંગાથે એનો નવો આશિક હતો. એણે નવા સાજ સજ્યા. ચહેરાનો આખો લૂક બદલી લીધો. એ એટલી બદલાઈ ચૂકી હતી કે ખુદ પ્રિત એને ઓળખી શક્યો નહી.

જગતમાં માણસ જેવું ચિત્ર-વિચિત્ર પ્રાણી હજી પેદા નથી થયું. આ માણસ કોબ્રાથીયે ઝેરી છે! અન્ય પ્રાણી તો શાયદ વખત આવ્યે વેર વાળવાનું વિસરી જાય પરંતું માણસ! માણસ પેલાં નાગ-નાગણની જેમ વરસો સુધી વેરની વસુલાત કરવા ફૂંફાડા મારતો રહે છે. જગતમાં સૌથી વધારે વેર માણસ રાખે છે. પ્રલય થઈ જાય કે મૃત્યું થઈ જાય છતાંય માણસ વેર ભૂલતો નથી. બીજા જનમમાંય એ વેર વાળ્યેયજ છૂટકો રાખે છે. આ વેરની વૃતિએ માણસને અન્ય પ્રાણી કરતા ખતરનાક બનાવ્યું છે.

પાંચ પરમેશ્વર કે પાંચ પાંડવ જેવા એ પાંચેય કપલ વડલાની ઓથે બેઠાં-બેઠાં વાતે વળગ્યા. અતીતવનના સંસ્મરણો તાજા થતાં હતાં અને ભાવિના શમણાઓને રંગ લાગી રહ્યો હતો. આ બધામાં માત્ર એક કાજલ ચૂપ બેઠી હતી. વિચારોની ગહનતામાં એ ગરકાવ હતી. એની કાતિલ નજરો કિશનની આંખોમાં રમતી હતી અને મન પૂનમને પતાવવાના કાવતરા ઘડતું હતું. અચાનક એને કંઈક મળી ગયું હોય એમ એ ઊભી થતાં બોલી:'અરે મિત્રો, ચાલો આપણે આ ઝરણામાં નહાઈએ!'

"'યાર, ગાંડી થઈ છે કે શું ? આ કાળિયા ધરામાં કંઈ પડાતું હશે! પડીએ કે ખુંપી જઈએ તો મરી જવાય!' ઝરણાની ગહનતા માપતો હોય એમ કિશન કાજલના ખભે હાથ રાખીને બોલ્યો.

'એમાં મરવાની ક્યાં વાત આવે છે? બલકે આનંદની વાત છે. અત્યારે આ ઝરણામાં લથબથ બનીને એકમેકને માણવાનો આનંદ બીજે ક્યાંય નહી મળે. પૂનમ, સેજલ થઈ જાઓ તૈયાર. આ જુવાનીયાઓ ભલે નપાણિયા બનીને બેઠા.' પોતાના શર્ટના બટન ખોલતી ખોલતી કાજલ છેક ઝરણાના તળિયે જઈ ઊભી રહી. કિશન બિચારો બની બાઘાની માફક તાકી રહ્યો. પછી તો નપાણિયા શબ્દ સાંભળીનૈ સૌને શૂરાતન ચડ્યું. એક કરતાં એક એમ સૌએ છલાંગ મારી.

-ક્રમશ: