Gunhegar Hemshila Maheshwari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gunhegar

ગુનેહગાર

હેમશીલા’ માહેશ્વરી... “શીલ”...


hema.shah.03.hs@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ગુનેહગાર

પરોઢના મસ્જિદની બાંગને મંદિરમાં વાગતી મંગલાના ઘંટારવ કાને પડતાં તે સફાળી જાગી ગઈ. થોડી હાંફળી-ફાંફળી થઈ. આજે ઉઠવામાં ખાસ્સું મોડું થઈ ગયું. રાત્રીના ઉજાગરે દિવસનું શિડયુલ ખોરવાશે એ વિચારે તે મનમાં કામ ને ગોઠવતી ઓશીકે મૂકેલ ક્લિપ લઈ પોતાના વાળને બાંધ્યા,!! આજે નવરાશ નથી વાળને આંગળીમાં લઈ લટ રમાડવાની પોતે જ પોતાની પ્રેમિકા ને પોતે જ પોતાની પ્રેમી. છેલ્લાં ઘણાં દિવસોથી તે ખુદ જ પોતાનામાં રચાઈ ગઈ હતી. વિચારોને ખંખેરી તે ટાવેલ લઈ બાથરૂમમાં ગઈ. રોજ નાહવા માટે ૧૫-૨૦ મીનીટનો સમય લેતી તે ઉઠતી પણ એટલે જ વહેલી. આજે ૧૦ મિનિટમાં બહાર આવી તે કિચન તરફ ગઈ. ભગવાનને જલ્દી રિઝવી, ગેસ ને પણ પોતાની સાથે કામે વળગાડયો થોડી ક્ષણો માટે લાગ્યું જાણે દસ હાથ ફૂટી નીકળ્યાં. ઓરન્ઝ જ્યુસ, ટીફીનનો ડબ્બો, ગરમ નાસ્તો, લોન્ડરી, દૂધવાળાનું આગમન, કામવાળી સાથે કાલની બસ્તીની કથા સાંભળવા સાથે તે મગજને પણ એક મિનીટ માટે આરામ ન આપવાના દ્રઢ નિશ્ચય સાથે બરાબર તાલમેલ જાળવતી રહી. હા! વચ્ચે થોડી ખિન્ન થઈ પણ મોટા ઘરના મોભા પ્રમાણે કામવાળી ની હાજરી માં ગમ ખાઈ ગઈ. વાતમાં કઈ માલ નોહ્‌તો. પોતાના માટે ગ્રીન ટી બનાવતા જ બેડરૂમ માંથી અવાજ આવ્યો,

"ચા જલ્દી મૂકજે આજે ઘણો લેટ થઈ ગયો" રોજ ક્યા વહેલા હોવ છો, હજી જાગો રાતના મોબાઈલ પર (મનમાં બોલી તે )એ હા ! કહી એને ચા મૂકી ત્યાં પાછો અવાજ આવ્યો,.

"આજે પાછી ફરિયાદ ના કરતી એક કપ ચા મારી સાથે ન પીધી, તારી ગ્રીન ટી પચતાં અડધો કલાક થશે. હું નહિ રોકાઉં એટલી વાર મને મોડું થાય છે" તું તારે...

સમસમી ગઈ તે, કઈ ન બોલી શકી.

મી. પરફેક્ટનિસ્ટ જેવી છાપ ઉપસાવતા પતિ માટે ટ્રેમાં નાસ્તો, ચાનો કપ, નેપકીન, ન્યુઝપેપર તથા મુખવાસ લઈ તે બેડરૂમમાં ગઈ તો પતિદેવ અરીસા આગળ ઉભા રહી પોતાને નીરખી રહ્યા હતા ને મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા હતાં શું બોલે એ ???? અરીસામાં તો એ પણ રોજ પોતાને જુએ છે. નજર જ્યાં પોતાની પણ ન હટતી હોય, બીજાની તો વાત જ શું કરવી? / સમપ્રમાણ કદ-કાઠી, ખુબસુરતીની મૂર્ત્િા નહિ તોય એકવાર કોઈને આકર્ષણ કરાવે એવી શકલ તો ભગવાને એને પણ આપી હતી. મિત્રવર્તુળ માં બેસી હાજર જવાબી હોય એવું મગજ તો એ પણ રાખતી હતી. છતાં કોણ જાણે શું ખૂટતું હતું કે પતિદેવના ચહેરા પર હંમેશા ૧૨ વાગેલાજ રહેતાં. ચાનો કપ ટિપોય પર મુક્યો, પતિદેવનું ધ્યાન દોરવા એને કહ્યું!" તમે રાત્રે વહેલા સુઈ જતા હોવ તો? પછી સવારે આટલું મોડું તો ન થાય"

"હા!માર ટોન્ટ" પતિ બોલ્યા "તને બુક વાચતા રોકી તો તું આમ જ કહેવાની. સાલું બેંરા ની જાત, જરા કઈ ન મળે તો ઉછળી પડે" અવાક થઈ ગઈ એ ,કોઈ શબ્દ ન ઉચ્ચરી. રાત્રે એ બુક લઈ વાંચવા બેઠી તો કેવા બરાડા પાડયા. કૃષ્ણ-ઓધ્ધવ નો સંવાદ રસપ્રદ હતો. વિરહિણી રાધાનો સંદેશ ઓધ્ધવ અક્ષરસઃકૃષ્ણ ને સંભળાવી રહ્યા હતાં. અધ્યાયનો સાર આ સંવાદ માં હતો ત્યાજ પતિ બોલ્યા "લાઈટ બંધ કર સવારે વહેલા ઉઠવાનું છે. "ચુપચાપ લાઈટ બંધ કરી તે હવે પછી કૃષ્ણના પ્રતિભાવ પર વિચારી રહીકે શું હશે? આંખ ક્યારે મળી ગઈ ખબર ન પડી. અડધી રાતે મ્યુઝીક સાંભળી, જાગી ને જોયું તો પતિદેવ મોબાઈલમાં વિડીઓ, ઓડીઓ ડાઉનલોડ , અપલોડ, ડીલીટ કરવામાં લીન હતા. "થોડો અવાજ ઓછો કરો મારે પણ રોજ જલ્દી જાગવાનું હોય છે. "એને બીતા બીતા કહ્યું. હા હા બસ થોડીવાર! નજર ઉંચી કર્યા સિવાય પતિદેવ બોલ્યાં. તું ચાદર ઓઢી લે! હુકમ નો પાલન એને કરવો પડયો થોડી થોડી કરી બીજી ૩૦ મિનીટ થઈ માં સવાર માં મોડું થયું. હવે એક કપ ચા ની શેરીગમાં જાણે યુગ લાગતો હોય એમ. ધૂંધવાઈ ગઈ એ, આંખમાં ઝળઝળિયાં બાઝ્‌યાં, જાત પર ધિક્કાર આવ્યો. શું હું મશીન છું???????? જાત પર સવાલ નો મારો ઘરમાં કામવાળીની હાજરી હોવાથી તે દલીલ ટાળી પરસાળ માં આવી. હિતેચ્છુ ની ગરજ સારતો ગુલાબ છોડ એને પાસે બોલાવી રયો હતો. હજી થોડા દિવસ પર તો તે નર્સરી માંથી ખરીદી લાવી હતી. આજે તે જુવાની ની કગાર પર હતો, કેમ ન હોય તે કાળજી પણ તો એટલી જ લેતી હતી. હાથમાં એની કુમળી પત્તીઓ ને લઈ પંપાળતી, ચુમતી, બાલિશ વાતો કરતી એની સાથે ને જલ્દી કોઈ ફૂલ બેસે એટલે માટીને રોજ ઉપર-નીચે કરવાનું ન ભૂલતી.

પાણીની જાળી લઈ તે ગુલાબને પાણી આપવા લાગી. અચાનક એક નવો ફૂટેલ કાંટો આંગળીમાં પેસી ગયો. એક ટીસ નીકળી ગઈ મોમાં થી ઝીણું દર્દ થયું. લોહીનો ટશીયો ફૂટ્‌યો, એટલે આંગળી લઈ મોમાં મૂકી. વિચારવા લાગી કે જીવનમાં મહેકવું જરૂરી છે કે વીંધાવું??????

ચા આપવા ગઈ ત્યારે બેડરૂમમાં પંખો ફૂલસ્પીડ માં ફરતો હતો. એ.સી. હોવા છતાં અને શીયાળાની ફૂલ-ગુલાબી ઠંડી દરવાજે ટકોરા મારતી હતી ત્યાં પંખાની શી જરૂર હતી?? બંધ કરે તો બરાડા સાંભળવા પડે એટલે એને રેગ્યુલેટર ફેરવી ધીમો કર્યો. અહી પણ વિફર્યા, "શું ફેર પડે છે???? ફેર તો પડે છે ભરઉનાળે જ્યારે કામમાંથી પરવારી એ બપોરે આડી પડે તો અચાનક આવી ચડેલ પતિદેવ બારી-બારણાં ખોલી ને પંખો બંધ કરી દે. શું કહેવું એમને?? ગરમ મિજાજ ના છે માની ૧૦ મીનીટની વામકુક્ષી પછી તે કામે વળગતી ને મોઢું બંધ રાખતી. રાત્રે ટી.વી.ના પ્રોગ્રામ સમયે જ ડીનર માટે બેસવું એવો વણલખ્યો નિયમ. ત્યાં સુધી દિવસ ભર ના ફોનકોલ્સ ચાલુ હોય. મોડે સુધી ડીનર ચાલ્યા કરે વારાફરતી બધા બેસે.

કોઈ પાસે એક-બીજા માટે ટાઈમ ન હોય.

દિવસ દરમ્યાન ભાગાદોડી, વડીલોનું ધ્યાન રાખવું, બાળકોના સ્કુલ-કોલેજના ટાઈમ સાચવવા સગા-સ્નેહીઓને ભૂલ્યા વગર યજમાનનો રોલ ભજવવો. આ બધામાંથી પરવારી જો થોડો સમય પોતાના માટે ફાળવીને કઈ કરવું હોય, તો એમાય કેટલા અવરોધો, અવગણનાઓ.. ઉફ,,,,,, આ જીંદગી,,,, સ્ત્રી હોવાના નાતે મર્યાદા, ફરજ, સહનશીલતા ને જતું કરવાની ભાવના કેળવવા છતાં સરવાળે શબ્દો શું સાંભળવા મળે??

"સ્ત્રીઓ છો આ બધું તો તમારે કરવું જ રહ્યું"

આજે આત્મા ચીખી-ચીખીને તેને દોષ આપે છે.

દોષ મૂંગા રહી સહન કરવાનો,

દોષ પોતાના માટે અવાજ ન ઉઠાવવાનો,

દોષ પોતાનું આત્મ-સન્માન ને ન બચાવવાનો,

અંતરની અદાલતમાં તે પોતાને પિંજરે પૂરી રાખવાના ગુનાસર ગુનેહગાર ના કઠેડા માં હતી..

એક સ્ત્રી