પ્રેમ ની સફર - 2 Divya khunt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સફર - 2

અગાઉ આપણે જોયું કે breakup ના એક વર્ષ પછી ચિત્રા ઉત્સકતાપૂર્વક ખંજ ની રાહ જોઈ રહી હતી..

ચિત્રા અને નિશા ના પોહચ્યા ના ૧૦ જ મિનિટ ની અંદર બધા જ મિત્રો ત્યાં પોહચી ગયા. પરંતુ, ચિત્રા ની આંખો જેને શોધી રાહી હતી એ ખંજ હજુ સુધી નોહોતો આવ્યો. ચિત્રા ની ઉત્સુકતા નિશા અને રોહિત થી છુપી નોહતી. રોહિત ખંજનો પરમ મિત્ર અને નિશા નો થનારો પતિ અને પ્રેમી. ચિત્રા અને ખંજ નો પ્રેમપ્રણય એમના થી છૂપો નહોતો. આખરે રોહિત એ ફોન કાઢી ખંજ ને ફોન લગાવ્યો…

સવાર થી ગળાડૂબ કામ માં ડૂબેલો ખંજ હમણાં જ મીટીંગ પતાવી પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ને એના ફોન ની રિંગ વાગી. ફોન ની સ્ક્રીન પર રોહિત નું નામ જોઈ ખંજે ફોન receive કર્યો.. . ખંજ (ઉત્સુકતા પૂર્વક)::"એ આવી છે રોહિત??.. . જલ્દી બોલ એ આવી છે કે નહિ?" સામે છેડે થી ચિત્રા ને જોઈ રોહિત એ જવાબ આપ્યો. રોહિત::"હા.. પરંતુ તું ક્યારે આવે છે?". ખંજ (જુસ્સા અને ખુશી સાથે)::"૫ મિનિટ માં પોહચ્યોં.. " બોલતા બોલતા જ ખંજ ગાડીમાં ગોઠવાયો અને ચિત્રા ને મળવાની ઉત્સુકતા સાથે ફૂલ સ્પીડમાં ગાડી વેન્યુ તરફ વધારી.

એની નવી ખરીદેલી સ્પોર્ટ્સ કાર ટ્રાફિક ને વિંધતી પુરવેગે દોડી રહી હતી. આજે એક વરસ પછી ખંજ મન ભરી ને ચિત્રા ને જોઈ શકવાનો હતો તેણીનો અવાજ સાંભળી શકવાનો હતો. જાણે એક વરસથી તે આ એક પળ નો જ મોકો તલાસ્તો હતો, ને આજ છેલ્લાં એક મહિનાથી કરેલી મેહનત નું તેને પરિણામ મળવાનું હતું.

આખરે જ્યારે ખંજ ની રાહ જોઈ ને થાકેલા બાકીના મિત્રો એ ગાર્ડનમા બેસવાનું નક્કી કર્યું . ચિત્રાનું મન માનતું ન હોવા છતાં તે બધા સાથે જવા આગળ વધતાની સાથે ખૂબ વેગથી આવતી ચમચમાતિ નવી સ્પોર્ટ્સ કાર તેમની સામે થંભી. કાર માંથી નીકળતા ખંજ ને જોઈ ને એક ક્ષણ માટે તો જાણે ચિત્રાનું હ્રદય ધબકારો ચૂકી ગયું.

આજે પણ ખંજ એટલોજ સુંદર દેખાઈ રહ્યો હતો. પિતા એ ગિફ્ટ માં આપેલી નવી કાર લઇ ને ખંજ જ્યારે બધાની સામે ઊભો હતો દરેક છોકરીની નજર તેની કાર પર અને તેના સુંદર ચેહરા પર હતી પરંતુ, ચિત્રાની નજર તો ખંજની સુંદર આંખો અને તેના ચેહરા પર ના સ્મિત પર જ ટકી રહી હતી.

ખંજ મહેરા વિશ્વમભર મહેરા નો એકનો એક પુત્ર. ધનિષ્ઠ મહેરા પરિવાર ની કરોડોની સંપતિનો એકલોતો વારસદાર. લોકો મોંમાં ચાંદીની ચમચી લઈ ને જન્મતા હોઈ છે પરંતુ, ખંજ તો જાણે સાચા હીરાથી જડેલી ચમચી મોમાં લઇ ને જન્મ્યો હતો. બાળપણથી જ માંગ્યા પેહલા જ ખંજ ને બધું મળી જતું અને મળે પણ કેમ નહીં.. વિશ્વમભર અને દયાબેન ના ૧૫ વરસ ની પ્રાથનાઓ અને દવાઓ ના પરિણામે જ તો તેમને ત્યાં ખંજ નામનું પારણું બંધાયું હતું. આટલો ધની હોવા છતાં પણ ખંજ પોતાના મિત્રો સાથે ખૂબ સાદાઈ પૂર્વક જ વર્તતો, ક્યારેય કોઈને પૈસાની બાબત માં મદદ ની જરૂર હોય કે અન્ય કોઈ મદદ ની જરૂર હોય ખંજ હંમેશા હાજાર રેહતો.

કાર માંથી ઉતરી ને મિત્રો તરફ આગળ વધી રહેલા ખંજ ને દરેક જન જોઈ રહ્યા હતા પરંતુ ખંજ તો બધા મિત્રો ની વચ્ચે ઊભેલી ચિત્રા ને જોઈ રહ્યો હતો. બ્લેક શર્ટ, બ્લુ જીન્સ, સ્પોર્ટ્સ શૂઝ પેહરેલ ખંજ જાણે હીરો ને માત આપી રહ્યો હતો. મો પર ફરકતું સ્મિત. તેના ગાલ પરના ખાડા કે જેને ડોક્ટરસ DNA ની ખામી કહે છે એ તો જાણે ખંજ ના ચેહરાને ઔર સુંદર બનાવી રહ્યા હતા. કદાચ જો ખાડા ના હોત તો ખંજ ના ચેહરા પર ખામી રહી જાત. તેના ગાલ પરના આ ખાડા માતો ન જાણે કેટલી છોકરીઓ પડી ગઈ હસે. જેમાંની એક ચિત્રા પણ છે.

દૂર થી આવી રહેલા ખંજ ને નિહાળતી ચિત્રા નું ધ્યાન જ્યારે ખંજ ના શર્ટ માંથી બહાર આવતા સોનાની પતલી ચેન પર પડી નિશા ની આંખ નો ખૂણો ભીનો થઇ ગયો.. . આ એજ ચેન હતી જે ખંજ ના ૨૧ મા જન્મદિવસ પર ચિત્રા એ આપેલી.

બધા ને હેલ્લો કહી ખંજ ચિત્રા તરફ વળ્યો. ખંજ ને પોતાની તરફ આવતો જોઈ ચિત્રા એ મહા મેહનતે આંસુ રોક્યા. જાણે તેણીના દિલની ધડકનો ધબકારો ચૂકી રહી હતી. પરંતું, ચિત્રા ની આશાં ત્યારે ચૂર થઈ ગઈ જ્યારે ખંજે ચિત્રા ની પાસે ઉભેલી નિશા સાથે વાતો અને મસ્તી કરતા ગાર્ડન તરફ પગ ઉપાડ્યા.

પછીના ૨ કલાક દરેક જણાએ સ્કૂલ ના કિસ્સાઓ કીધા અને નિશા તથા રોહિત ને હેરાન કર્યા તેમના આવનાર લગ્ન માટે . ચિત્રા બસ એમ જ ચૂપચાપ બેસી સાંભળી રહી હતી ને વચ્ચે થોડું હસી બોલી લેતી. પરંતુ બધાની વાતો કરતા તેનું ધ્યાન ખંજ મા જ હતું. એ ખંજ ને જ જોઇ રહી હતી કોઈ નું ધ્યાન ન પડે એમ અને ખંજ ને જોઈ ને વિચારતી હતી કે શું સાચે ખંજ moveon કરી ચૂક્યો છે?.

ઘણી વાતો પછી બધા મિત્રો Truth and dare ની game રમવા તૈયાર થયા. બધા ગોળ રાઉન્ડ મા ગોઠવાયા અને game સ્ટાર્ટ થઈ. એક પછી એક નીશીત, રિયા,મિતાલી,મિલન વગેરે દરેક ની વારી આવી ચૂકી હતી.. રોહિત નું dare પત્યા પછી બોટલ ફરી ફેરવવામાં આવી અને આ વખતે બોટલ ખંજ તરફ ઉભી રહી. ખંજ એ truth પસંદ કર્યું. મોકાનો ફાયદો ઉપાડતા નિશા એ ખંજ ને પૂછ્યું," ચાલ તો ખંજ આજે સત્ય કહી જ દે કોણ પસંદ છે તને?.. કોણ છે એ છોકરી જેને જોઈને ખંજ મેહરાનું દિલ પણ ધબકારો ચૂકી જાય છે! !".

ખંજ ચિત્રા સામે જોઈ મુસ્કાઈ નીચે જોઈ ગયો ને ખંજની આ અદા જોઈ ચિત્રાનું મન ખુશી અને અવઢનથી ભરાઈ ગયું. ચિત્રા નું મન પોતાનું નામ ખંજ ના જવાબ રૂપે સાંભળવા તલપાપડ થવા લાગ્યું. ખંજ નિશા તરફ વળી ને બોલ્યો,"નિશાડી તું તો બધું જાણે છે છતાં આવું પૂછે છે.. !!" આવું બોલી ખંજ એ નિશા સામે સ્મિત સાથે આંખો મિચકારી.

પોતાના સ્થાનથી ઉઠી ખંજ બધાંની વચ્ચે આવ્યો અને ગળું ખંખેરવાનું નાટક કરવા લાગ્યો. તેને જોઈ નિશા છેડતા બોલી,"નાટકો પછી કરજો mr. mehra.. . નામ બોલો નામ.. ". ખંજ"એનું નામ છે.. .. એનું નામ છે.. .. " ખંજ વાક્ય પૂરું કરે એ પેહલા જ કોઈક ના બે હાથોએ પાછળથી ખંજ ને બાહોંપાસ મા જકડી લીધો. દરેક પોતાના સ્થાન પર ઉભા થઇ આશ્ચર્ય સાથે જોતા જ રહી ગયા. ખંજ ને વળગી ને ઊભેલી છોકરી ને અને તેણીનાં હાથો માંથી છૂટવા મથતા ખંજ ને. ૊

કોણ હતી એ છોકરી જે આવી રીતે અચાનક આવીને ખંજને વળગી પડી? શું પ્રતિક્રિયા હશે ચિત્રાની?

(ક્રમશઃ)