Jo Hu 21st Century no Krishna Hov To Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jo Hu 21st Century no Krishna Hov To

“જો હું ૨૧જં સેન્ચ્યુરીનો

ક્રિષ્ન હોવ તો”

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જો હું ૨૧જં સેન્ચ્યુરીનો ક્રિષ્ન હોવ તો

ક્રિષ્ન છેતરવા વાળો છે.. ક્રિષ્ન કપટી છે, એ સ્વાર્થ્િા છે, એ ચોર છે, એ બે બાપ અને બે મા નો છે કદાચ એને ઘણી બધી ગાળો લાગુ પડી શકે.. મારે વધારે બોલવી નથી.. પણ ક્રિષ્ન મુસીબતે અન્નપુર્ણા છે, એ ચીરપુર્ણા છે, એ પ્રેમ પુર્ણા છે, એ રાસપુર્ણા છે, એ મોહન છે, હેન્ડસમ છે, એના સામે આજનો રણબીર કે ઋત્વિક કઈ ના કેવાય.. એ તડ ને ફડ વાત કરવા વાળો છે, જ્રૂર પડે ત્યા ગોળ ગોળ વાત ઘુમાવવા વાળો પણ છે, ક્રિષ્ન એ બધુ જ કર્યુ જે આજે કોઈ કરે તો દુનિયા એને સ્વિકારવા પર બે વાર વિચારે..

જો હુ ક્રિષ્ન હોવ તો મારી પાસે વાંસળી નહિ હોય.. પણ મારી પાસે સ્માઈલ ના સુર હશે.. કારણ કે એ સમય માં નોઈસ પોલ્યુશન નહોતુ એટલે વાંસળી બધાને દુર દુર સુધી સંભળાતી.. સ્માઈલ દુર સુધી સંભળાઈ તો ના શકે પણ એ દેર સુધી સંભારી શકાય.. મોરપીંછ ની તો વાત દુર જ કારણ કે ક્રિષ્ન બનવા માટે લોકો મોરપીંછ લગાવવા માંડે તો મોર ને ટકો કરવો પડે.. એટલે આજનો ક્રિષ્ન જો હુ હોવ તો મારે ઉધાર પીંછા ની જરૂર નથી હુ મારા વાળ ને સેટ વેટ ઝ્‌ટેક થી જ મોર પીંછ જેવા બનાવી દવ.. અને આજનો ક્રિષ્ન દુનિયા સાથે અપડેટ હોવો જ જોઈએ.. અલૌકિક શક્તિઓ તો અલોપ થઈ ગઈ છે. કોઈ પણ ઈન્ફોરમેશન માટે આઈફોન મારી પાસે હશે જેથી આજના જમાનાના કંસ નુ સ્ટેટસ અપડેટ જોઈ શકાય.. અને વળતી વિરોધી કમેન્ટ કરી શકાયપ જીસ્જી થી રાધા ને મેસેજ કરી મળવા બોલાવી શકાય.. અને ઘરેથી અવાય એમ ના હોય તો વિડિયો ચેટ કરી શકાય.. ફેસબુક પર ફોટ અપલોડ કરવાની સુવિધા પેલાના ક્રિષ્ન પાસે નહોતી એટલે રાધા સાથે પડાવેલા ફોટા હુ અપલોડ કરૂપ ગોપીઓ સાથે ગૃપ ચેટ કરૂ.. સાથે આજના યુગ મા ગરીબી તો છે જ નાશ કરવી મુશ્કેલ તો છે અશક્ય નથી.. ક્રિષ્ન તરીકે હુ દ્ગ.ય્ર્.ં બનાવી ને જુરૂરિયાતો ને હેલ્પ કરી શકુ.. સુદામા ના પગ પખાળવાના તો રહ્યા પણ રાતે ટાઢથી ઠરતા લોકો ને ધાબળા ઓઢાડી શકાય.. વન મા રાસ તો હવે વન કપાવા લાગ્યા એટલે ક્યા રહ્યા.. પણ પાર્ટી પ્લોટ ની રમઝટ જોઈ ને ભુતપુર્વ ક્રિષ્ન થનગયા વિના રહી શકશે..? અને ચારે બાજુ ની હરિયાળી સાથે હુ ક્રિષ્ન તરીકે જાતભાતા ના સ્ટેપ રમુપ નંદિગ્રામ ની વિધાલય મા કયાં એ.સી હતી.. આજે તો હુ એ.સી મા એજ્યુકેશનલ.. ઈન્ફો ઓન ક્લિક.. કોલેજ સ્કુલ તો ક્રિષ્ને નંદિગ્રામ મા જ કરી.. પણ એણે ફ્રેશર્સ પાર્ટી ક્યાં કરી હતી.. તો આજના ક્રિષ્ન તરીકે હુ ફ્રેશર્સ અરેન્જ કરીને નાચીશ.. એવા જલસા ક્રિષ્ન ને હતા..? ૨૧ મી સદીનો ક્રિષ્ન આ જલસા કરશે..મુવિ ની તો વાત જ છોડો નાટક પણ ના હતાપ નવ થી બાર રાધા સાથે ટાઈટેનીક જોવાનુ ક્રિષ્ન ને તો ખાલી સપનુ જ જોવાનુ.. માણે તો આજનો ક્રિષ્ન જ. ભગાડવાની એક એવી બાબત છે જેમા બન્ને ક્રિષ્ન સેમ છે.. આજે પણ હુ કોઈ રૂકમણી ને ભગાડુ.. અને લોકો એનો વિરોધ પણ કરે જપ પોતાની જાત માટે પણ ક્રિષ્ને જેમ દ્વારિકા ને બચાવવા માટે ચતુરાઈ વાપરી એમ હુ પણ રીચ બનવા થોડી હોશિયારી વાપરૂ.. શીશુપાલ ની સો ભુલ એણે માફ કરી પણ આજના ભ્રષ્ટાચારી ઓને એક ભુલે લટકાવી દવ..

યુધ્ધ થી ડરવાનુ થોડુ હોય.. ઓલા ક્રિષ્ન એ અર્જુન ને શુ કહ્યુ.. “યુધ્ધ કર, યુધ્ધ કર.. એમ કહી કહી ને બિચારા અર્જુન ને બાણ ચલાવવાનુ કહિ કહિ ને તોડાવી નાખ્યો..”, ક્રિષ્ન મળે તો હુ જરૂર કવ કે જો આવી એ.કે ૫૬ હતી તારી પાસે.. આવી તોપો અને ફાઈટર વિમાનો હતા..? રથ લઈને દ્વારિકા થી હસ્તિનાપુર જવુ પડતુ હુ તારે તો.. હુ જો પેટમા પાણીય નો હલે એવી ઔડી અને મર્સીડીઝ મા ફરૂ છુ આવી જાહોજલાલી ના તો તારે શમણા જ..!

ફ્રેન્ડસ ની બાબતે પણ હુ પાછો નહિ પડુ.. જે સ્માઈલ થી ફ્રેન્ડ બનાવ્યા છે.. ગોપીઓ એટલે કે ગર્લ ફ્રેન્ડસ બનાવી છે.. રાધા એટલે કે જે એક્માત્ર ટ્રુ લવ છે અને રૂકમણી એટલે એકમાત્ર વાઈફ એને હુ બરાબર હેન્ડલ કરી શકુ એમ છુપ ગોપીઓ સાથે ગૃપ ચેટ કરીશ.. અઠવાડીયા મા એક વાર રાધા ને પાંડવોને મળવા જાવ છુ એવુ બહાનુ કરીને સાપુતારા ફરવા લઈ જાવ (આખરે ક્રિષ્ન કઈ ઓછુ ખોટુ નહોતો બોલ્યો). પણ રૂકમણી કઈ ડવલી થોડી છે.. દર શુક્રવારે એને મુવી.. ધ ગ્રાન્ડ ભગવતી મા ડિનર અને કોફી કાફે ડે મા કોફી... એટલે રૂકમણી હરખ ઘેલી બની જાય..!

પરામર્શ ની બાબત મા તો હુ પ્રવિણ છુ એટલે હેપ્પી ટુ હેલ્પ એવુ ફ્રી કોલ સેન્ટર ખોલીશ જેમા મુંજવણ પડે કોઈ પણ કોલ કરી શકે અને મલ્ટીટાસ્કિંગ ફેસીલીટી થી હુ એ બધુ હેન્ડલ કરીશ.

એણે ભલે દુર્વાસા ની ટોળી ને એક ચોખાના દાણા થી ધરવી દીધા હોય.. આજે એક ચોખાના દાણા થી કદાચ પોસીબલ ના થાય પણ હુ ફ્રી ભોજન શાળા બનાવીશ.. જેમા કોઈપણ ગમે ત્યારે આવી ને જમી શકે..

એણે આખુ ભારત ખુંદી વળીને બધાને ઘેલા બનાવ્યા એમ હુ દુનિયા ફરૂ એ પણ પર્સનલ ફ્લાઈટ મા.. બધાને પ્રેમ કરૂ.., નાચુ, ગાવ, બધા દેશો ની બધી જાતની બ્યુટી માણુ, મીસ વર્લ્ડ ની સ્પર્ધાઓ મા જજ તરીકે જાવ.. એણે મહાભારત ને ડાયરેક્ટ કરી અને હુ કોઈ બીજી મુવી ને ડાયરેક્ટ કરૂ.. જેમા હિરો પણ હુ અને વિલન પણ હુ જ હોવ.. અને છેલ્લે તો રાધા સિવાય મારી પાસે બીજુ છે શુ તો કશ્મિર ના નૈનીતાલ પાસે કોઈ વેરાન જગ્યા મા ઝુપડુ ખરીદી ને વ્હાલી રાધા સાથે જન્મો જનમ સુધી રાધા ના સંગ મા રવ.(જે ક્રિષ્ન ના નસીબ માય નહોતુ)...!!

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App