એક પ્રેમ આવો પણ.
સાંજ ના લગભગ બરાબર છ વાગ્યા નો સમય શુભમ એના ઓફિસ ના કામ પતાવીને જરાક વાર બાલ્કની માં બેઠો હતો.મનમાં વિચારોનું વંટોળ ફરી વળ્યું હતું એટલામાં જ એની નજર એક પ્રેમી યુગલ પર પળી બંને વચ્ચે કાંઈક વાત ને લઇને બોલચાલ થાતી હતી. શુભમ એની નજીક ની જ બાલ્કનીમાં હોવાથી એમની વાતો ને કાંઈક હદ સુધી સાંભળી શકતો હતો. યુવક ના બોલ સંભળાયા કે હિમાની તું તારા પપ્પા ને નઈ મનાવી શકતો તો મારી સાથે પ્રેમ શુ કામ કર્યો હિમાની એ જવાબ માં કીધું મયુર મને માફ કરીદે હું મારા ઘરવાળા ની વિરુદ્ધ નઈ જઈ શકું તું સમજ આ વિવાદ વચ્ચે શુભમ ને તેના જીવન ના બનાવો સ્મરણ થવા લાગ્યા....
શિવરાત્રી નો દિવસ હતો લગભગ સવાર ના 9.30 નો સમય હશે શુભમ પોતાના મિત્રને મળીને આવતો હતો ને કિંજલ ઘર ની બહાર ઉભી હતી બંને ની નજર મળતા જ શુભમેં એક સ્મિત રેલાવ્યું..જવાબ માં કિંજલે પણ સામે સ્મિત આપ્યું શુભમ ના દિલ માં પ્રથમ વખત પ્રેમ નઆ બીજ ફૂટ્યા શુભમ હતો શરમાળ સ્વભાવ નો ભણવામાં હંમેશા અવ્વલ આવતો અને માં બાપ માટે એકનો એક લાડકો, શુભમે નક્કી કર્યું કિંજલ સાથે અને પ્રેમ થઈ ગયો છે.
સંજોગ વશ નસીબ એ ફરી એક વખત મુલાકાત કરાવી ટ્રેન માં અમદાવાદ કૉલજ જતા શુભમને ફરી કિંજલ ટ્રેન માં મળી એ એના માસી ના ઘરે વેકેશન વિતાવવા જઇ રહી હતી શુભમ ને આ વખત પ્રેમ નો એહસાસ અંદર સુધી અસર કરી ગયો પણ તે કિંજલ ના મનમાં શુ છે તે જાણ્યા વગર કાઈ કહેવામાં શરમાતો હતો. છેવટે ચરણસીમાં પર આવેલા શુભમના ધીરજે મૌન તોડયું અને કિંજલ સામે મન ની વાત મૂકી દીધી શુભમ ને ત્યારે ખબર પડી કે કિંજલ તેના અતીતમાં કોઈ સાથે પ્રેમ માં હતી અને તેને ધોકો માંડ્યા બાદ તે હવે કોઈ પર વિશ્વાસ કરતી નથી આ વાત જાણી શુભમ ને દુઃખ થયું પણ કિંજલ પ્રત્યે તેનો પ્રેમ વધારે ગાઢ બન્યો.
છેવટે તેને કિંજલ ને તેના સચ્ચા પ્રેમ વિશે સમજાવી કિંજલ માની ગઈ અને બંને પ્રેમી જુગલ વચ્ચે લાંબી વાતો એકબીજાના સુખ દુઃખ અને સાથે રહેવાના સપનાઓ સાથે એક નવા જીવન ની શરૂઆત થઈ,શુભમ આખા દિવસ ઓફિસે જઈને આવીને રાત્રે કિંજલ ને સમય આપે અડધી રાત સુધી વાત કરે જેમ જેમ દિવસો વીત્યા બંને નો પ્રેમ પણ અતૂટ થતો ગયો..કિંજલ શુભમ ના પ્રેમ રૂપી ઝરણાં માં સંપૂર્ણ પને નાહવાઈ ગઈ હતી...બંનેની વચ્ચે મુલાકાતો વધી પ્રેમ સબંધો વધ્યા અને બંને એકબીજા માં લીન થવા લાગ્યા ...શુભમ રોજ ઓફિસે જતા પહેલા કિંજલ ના ઘરે છુપેથી મળીને જાય બંને નો દિવસ એક પ્રેમભર્યા ચુંબન થી શરૂ થાય અને ભાવનાઓ થી ભરેલાં શુભરાત્રી થઈ પૂરો થવા લાગ્યો..
પરંતુ આવા સરસ દરિયાઈ લહેરો જેવા શુભમ ના જીવન માં ભયંકર તોફાને પ્રવેશ કર્યો.કિંજલ ના ભાઈ ધવલ ને આ સંબંધ વિશે ખ્યાલ આવતા તેને કિંજલ નો મોબાઈલ મળી આવ્યો જે કિંજલ છૂપાવીને રાખતી હતી ધવલ એ બધા મેસેજ વાંચી લીધા અને સંજોગ પણ શુભમ સાથે નહતા તેના બીજા જ દિવસે શુભમ ના ઘરે કિંજલે આપેલો પ્રેમપત્ર હાથમાં આવી ગયો..આખરે બંને મજબુર થઈને ઘરે કહી દીધું કે લગન કરશે તો એકબીજા સાથે જ , પણ શુભમ પોતે વાણીયા અને કિંજલ પંચાલ સમાજ ના હોવાથી બંને ના માં બાપુજી એ આ સંબંધ માટે ઇન્કાર કરી દીધો..
પરિણામ સ્વરૂપે કિંજલ ના મમ્મી પપ્પા તેના માટે જીવન સથી ની શોધ કરવા લાગ્યા પરંતુ શુભમ ને એના પ્રેમ પ્રત્યે સંપૂર્ણ ભરોસો હતો કે કિંજલ એનો સાથ ક્યારેય નાઈ છોડે શુભમે કિંજલ ને એક પત્ર ઘ્વારા જણાવ્યું કે તે કિંજલ ની સાથે છે.બસ થોડા સમય ની વાત છે.
સોમવાર નો દિવસ હતો શુભમ ઑફિસે પહોંચવા ની તૈયારી માં જ હતો ને કિંજલ ની માસી ની છોકરી નો મેસેજ આવ્યો કે કિંજલ ની સગાઈ ઘનશ્યામ સાથે નક્કી થઈ ગઈ છે.શુભમેં જેમ તેમ પોતાને સાચવીને કિંજલ ની માસી ની છોકરી ને ફોન કર્યો તેનો અવાઝ સ્પષ્ટ તેના મન ના દુઃખ ને વ્યક્ત કરી રહ્યો હતો થીજતા અવાજે માંડ શુભમ એટલું બોલી શક્યો કે શુ આ સાચું છે કે મજાક કરી રહ્યા છો સામેથી જવાબ આવ્યો કે સાચ્ચે જ કહું છું ભગવાન ની સોગંધ આગળ કાઈ સાંભળી શકે એ પહેલા શુભમ એ ફોન મૂકી દીધો ને ઓફિસે જવાના બદલે પાછા પગ વાળ્યાં તેના મન માં હજારો સવાલો નું યુદ્ધ ચાલી રહ્યું હતું અનેક સવાલ તેને અંદર અંદર ખાવા લાગ્યા જેના માટે BE નું ગવર્મેન્ટ એડમિશન પડતું મૂક્યું પોતાના પરિવાર ને સમજવા તૈયાર થઈ ગયો એ કોઈ બીજાના જીવન માં જતી રેહશે ??
બસ શુભમ ને એક જ વાત જાણવા ની ઈચ્છા હતી કે આ સગાઈ જબરજસ્તી કરવી છે કે કિંજલ ના મરજી થી આ બધા વિચારોના વંટોળ ની વચ્ચે જ કિંજલ ની એક બહેનપણી નો ફોન આવ્યો શુભમના ફોન ઉપર અને એણે પણ આ જ સમાચાર આપ્યા શુભમ તેના ભારે અવાજે બસ એટલું જ બોલી શક્યો શુ આ કિંજલ ની ઈચ્છા થી થયું છે એ ખુશ છે? એની બહેનપણી એ જવાબ આપ્યો કે હા કિંજલ ની પણ હા જ છે એ બહુ જ ખુશ છે એને જેવુ જોઈતું હતું એવો જ સથી મળ્યો છે અને તને થેન્ક્સ કીધું છે કે તે કિંજલ ને પ્રેમ કર્યો..તારી સાથે એના લગન ના થયા એ બાબતે માફી માંગી છે, શુભમે પોતાને સાંભળતા કીધું શુ એ એક વાર વાત નઈ કરી શકે,સામેથી જવાબ કાંઈક આવો હતો ના એ કહે છે કે એના ઘનશ્યામ ને ખબર પડશે તો અનુ આવી બનશે.
અમુક સેકન્ડ ના મૌન પછી શુભમ એટલું બોલી શક્યો સારું અને કહેજે ખુશ રહે અને ફોન કાપી નાખ્યો શુભમ નું મન કરતું હતું કે જઈને સમજાવે એને પોતાની પરિસ્થિતિ અને કહે કે મારો શો વાંક છે આજ સુધી ક્યારે તને મારા પ્રેમ માં ખોટ લાગી ક્યારે તારા આંખ માં મારા લીધે આંશુ આવ્યા પણ છેવટે શુભમ ની આંખો એ ધીરજ તોડી એના અનેક વિચારોના વંટોળે આશુનું સ્વરૂપ લઈ લીધું ચોધાર આંશુ એ આખો માંથી પાણી વહેવા લાગ્યું માંડ હિમ્મત કરીને એ ઘરે આવ્યો. કદાચ કુદરતને પણ આ ઉચિત ના લાગ્યુ હોઇ બહાર પણ ધોધમાર વરસાદ પડવા લાગ્યો આખી રાત શુભમ વિચારો અને અચાનક થયેલા પરિવર્તનને યાદ કરિને ચોધાર આંશુ એ ખૂબ રડ્યો.શુભમે એ રાત્રે સચ્ચાઇ સ્વીકારી લીધી કે હવે કિંજલને સમજાવવામાં કોઈ મતલબ નથી. અગર એની મજબૂરી હોત તો એક વાર ફોન કર્યો હોત.
એ રાત્રે બધા વિચારો અને બધી ભૂલો ને યાદ કરીને શુભમ બહુ રડ્યો પછી શુભમે નિર્ણય કર્યો કાતો મરી જવું કાતો આ જીવન જીવીને બતાવવું મરી જવું પણ એટલું સહેલું ક્યાં હતું અકનો એક દીકરો અને જવાબદારી પણ સઘળી, સવાર ના 5 વાગી ગયા હતાં રડી રડી ને માથું દુઃખી ગયું છેવટે નક્કી કર્યું કે બસ હવે નઈ. પછી અમદાવાદ માં જ એક સોફ્ટ્વેર કંપની માં ટ્રેનીંગ ચાલું કરી કૉલેજ નો રેન્કર વિદ્યાર્થી હોવાથી કંપની પણ સરળતાથી અને સારી મળી ગઈ.અત્યારે શુભમ એક સોફ્ટ્વેર ડેવલપર છે. અને એ રાત પછી 3 વર્ષ વીતી ગયા પણ આજ સુધી ક્યારેય કિંજલ ને યાદ કરીને આંખ માંથી એક આંશુ પણ આવ્યું નથી. પ્રેમ નું તો હવે ખબર નઈ પણ જ્યારે પણ કોઈ શુભમ ને પ્રેમ વિશે ની વાત કરે તે આછું સ્મિત આપે છે.
એટલામાં ઑફિસમાંથી અવાજ આવ્યો શુભમ તારા માટે ફોન છે અને શુભમ ના સ્મરણ માં ભંગ પડ્યો આજે 3 વર્ષ પછી ભીની થયેલી આંખ ની પાંપણને સાફ કરીને શુભમ બાલ્કની છોડીને ઑફિસમાં ગયો.