× Popup image
 • #LoveYouMummy

  મારી પ્રિય મમી,

  મમી તારા મારા પર કરેલ ઉપકાર માટે શબ્દો શોધવા પડે. મમી તું મારા માટે કોઈ અલ્લાદીન ના ચિરાગ કરતા પણ વધારે છે, જેને મારે સુ જોઈએ એ મારા માગ્યા પહેલા જ ખબર પડી જય છે. દિવસ-રાત મારી ચિંતા માં તમે કોઈ દિવસ તમારી તબિયત નું ધ્યાન નથી રાખ્યું. હું કેમ ખુશ રહું એના માટે તમે સતત પ્રયત્નશીલ રહ્યા. 

  ભૂલ્યા નથી તમે મને જીવન ના દરેક પળ માં 

  હું પણ તમને સાચવીશ તમારી જીવન ની બાકીની બધી પળ માં !! 

  ધન્ય થયો છું તમારો પ્રેમ પામી આ જન્મ માં 

  સર્વ સુખનો એહસાસ કરાવીશ તમને આ જન્મ માં.

 • #LoveYouMummy

  મારી વાહલી,
  ભારતી માતા,
  91,દેવ ભૂમિ,
  પાકિસ્તાન ની બાજુ મા,
  એશિયા ખંડ,
  પૃથ્વી ગ્રહ પર.

  મારી વાહલી ભારતી માં, આજે ધણા સમય પછી તને પત્ર લખવા નો મોકો મળ્યો છે, તારા મારા ઉપર અને મારા બીજા ભાઈ-બહેનો કરેલા ઉપકાર હું કેવી રીતે ભૂલી શકુ. તુ તારા પર હળ ચલાવા દઈ ને ધાન આપે છે કે જેથી અમે અમારા પેટ નો ખાડો પુરીયે છીયે. તુ તારા પર અમને આશિયાનો બનાવવા દે છે કે જેથી અમે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવી શકીએ, તે ત્રાસવાદી ને તારી ધરતી થી દુર રાખ્યાં છે કે જેથી અમે શાંતિ થી રહી શકીએ. તે અમને ભવ્ય વારસો આપ્યો કે જેના પર અમે ગવૅ કરી શકીએ... તે હિમાલય જેવા પિતા ને અમારા રક્ષણ માટે મુકયા છે. ન જાણે તે અમારા માટે કેટકેટલું કર્યું છે, એના બદલા મા અમે તને શું આપ્યું... તારી ધરતી પર ના વૃક્ષો કાપી ને રસ્તાઓ બનાવ્યા, જંગલો કાપીને ફેક્ટરીઓ બનાવી, ઔધ્યોગીકરણ ના નામે પ્રદુષણ ફેલાવ્યુ, અને આંધળા વિકાસ ની લાહ્ય મા ગંગા જેવી પ્રવીત્ર નદીઓ ને મેલી કરી દીધી. કરપ્શન ના લીધે દેશ ની પ્રગતિ મંદ પડી છે...પણ ભલે ને પછી ગમે એટલી વિપદા હોય પણ તારા રક્ષણ માટે તારા પુત્રો પોતાનું માથુ કપાવતા પણ ખચકાશે નઈ. તને અમે આમ જ હમેશાં પ્રેમ કરતા રહીશું. તારા ધણા સંતાનો માનો એક પુત્ર.
  . લિ. અનિલ વાધેલા.

 • #LoveYouMummy  વ્હાલી મમ્મી


        આજના આધુનિક યુગમાં મોબાઈલના જમાનામાં આ પત્ર લખી રહી છું તને નવાઇ લાગશે પણ મને લાગ્યું આજ એક રસ્તો છે તને થેન્ક્યુ કહેવાનો કેમ કે તારા ફેસ પર થેન્ક્યુ કેતા કદાચ મને “શરમ” આવશે.

  નાની હતી ત્યારનો તો બધું યાદ નથી પણ  સ્કૂલ ટાઈમ માં જ્યારે સવારે તું વહેલી ના ઉઠી શકી હોય અને નાસ્તામાં ગરમ નાસ્તા ના બદલે મમરા ભરી આપતી ત્યારે તારા પર બહુ ગુસ્સો આવતો અને થતું  તું શું કરે શું છે વહેલી ઉઠી પણ નથી શકતી. કોલેજમાં જ્યારે કઈ પ્રોજેક્ટ વર્ક કે કોઈ નવા સબ્જેક્ટ ની વાત આવતી ત્યારે તારા સજેશન મને સાવ જૂના જમાના ના લાગતા. બેસ્ટ ફ્રેન્ડ સાથે જ્યારે ઝઘડો થતો ક્યારે તારા ખોળામાં માથું મૂકીને રોતા સમય થતું કે તને બધી જ ખબર પડે છે મમ્મી. પણ ફરી જ્યારે બધુ ઓકે થઈ જતું તારે તું મને ફરી એજ જૂની મમ્મી "તને કંઈ સમજ ન પડે" વાળી લાગતી

       પણ મમ્મી મને આજે સમજણ પડે છે ખરેખર તને કેટલી સમજ પડતી હતી. તું વગર કહે વગર બોલે વધુ સમજી જતી હતી. એવું મને આજે સમજાય છે. કેમકે આજે હું પણ મમ્મી માંથી " તને કંઈ સમજ ન પડે" વાળી મમ્મી બની ગઈ છું.

  મમ્મી લવ યુ બહુ જ મોડે મોડેથી આજે મને સમજાયું થેન્ક્સ ટુ તારી દોહિત્રી ?


  લિ. તારી બધું જ સમજવા વાળી દીકરી


  @ધરતી દવે

 • #LoveYouMummy

  મારી પિ્ય મમ્મી,

  કહેવાય છે ને કે,"મા તે મા બીજા તે વગડાના વા".હું જેની પણ સાથે તુલના કરીશ એ બધી તારા પે્મ પાસે તો કંઇ જ નથી.જેમ આકાશ ધરતીનું મળવું અશક્ય છે,સુરજ ચાંદનું મળવું અશક્ય છે તેવી જ રીતે તારી વગર મારી જીંદગી જીવવી અશક્ય છે.
  તારી હુંફ,તારો નિસ્વાર્થ પ્રેમ એ સૌ નું તો હું ‌ઋણ પણ નહીં ચુકવી શકું.મારા જન્મ સમયે તને થયેલી વેદના એ હું કેમ ભુલી શકું,મારા માટે રાતભર જાગતી,મને હંમેશા હોંસલો આપતી,મારી જરૂરીયાતો માં મારી પડખે ઊભી રહેતી એ હું કેમ ભુલી શકું.તારા માટે જેટલું લખુ એ ઓછું છે પણ મારી લાગણીઓને તારા સિવાય સમજી પણ કોણ શકે.મારા માટે ઇશ્વર પણ તુ છો અને ‌નસીબ પણ તું છો.મને આ અમુલ્ય જીંદગી આપવા માટે હું હંમેશ માટે આભારી છું.

  લિ. તારો પુત્ર
  જય

 • #LoveYouMummy
  મારી બેઉ પ્રિય માતાઓ,
  વ્હાલા મમ્મી તમે મને નવ માસ પેટમાં રાખીને ‘મા-નવ’ બનાવી છે અને વ્હાલા સાસુમા તમે આ માનવને જીવતા શીખવ્યું છે. મારી બંને માતાઓ, તમે આ બધું કંઈ કોઈને બતાવવા નથી કર્યું , પણ તમારી આ દિકરીના જીવનઘડતર માટે કર્યું છે. પ્રેમ, દયા, કરુણા, માનવતા, સહકાર, સંપ એ બધા ગુણો તમે મને શીખવ્યા નથી પણ પોતે આચરણ કરીને મને એક સારી પુત્રી, માતા અને પત્ની બનવા પ્રેરી છે.
  હોય આનંદ કે મુશ્કેલી,
  સહજ મને સંભાળી.
  સંબંધોના આપણા ત્રિકોણમાં,
  કાટખૂણો મને બનાવી.
  ઉત્સવ બનાવ્યું જીવન મારું,
  એક છો જન્મદાત્રી ને
  બીજા તમે સ્નેહદાત્રી.

  - તમારી વહાલી પુત્રી.

 • #LoveYouMummy

  ચલ માં આજે રમવામાં સંતાકૂકડી રમીયે

  થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે  ધોવામા તારે વાસણ બાકી,કપડા બાકી,બાકી બધા કામ

  કચરૂ વાળતા,પોતુ મારતા,લેતી લાખ હરીનુ નામ

  ચલ માં તૈયાર થઇ જા આજે દુનીયા આખી ભમીયે

  થોડુંક તુ થોડુંક હું સાથે બેસી જમીયે  તે જ મને કહ્યુ કે જો આને ઇશ્વર કહેવાય

  શુ આપણે એના પાસે જવુ,એનાથી ના અવાય

  તારી વાર્તામાના ચાંદા અને તારલાઓને અડીયે

  થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે  ગરમાગરમ આપી અમને ખાવામા તુ ટાઢુ ખાતી

  સૌથી છેલ્લે સુતી અને પાછી ઉઠી વહેલી જાતી

  તારા દર્શન કરી,પગે લાગી તને અમે નમીયે

  થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે  હાથ પકડી ક ખ ગ ઘ પાટીમા ઘુટાવતી

  મને રડતા જોઇ તુ દોડી દોડી આવતી

  તારા સપનાઓને અમે આંખોમા સજાવીયે

  થોડુંક તું થોડુંક હું સાથે બેસી જમીયે  - આશિષ જયેશભાઇ ગજજર ( આશિર્વાદઉર્મિપુત્ર)

 • #LoveYouMummy
  મા,
  માફી માંગવાને લાયક તો નથી. એટલે પત્ર લખું છું. મારા ઘર છોડ્યાને આજે એક વર્ષ થઈ ગયું. છતાં તારી યાદ હંમેશા મારી સાથે હતી. પપ્પાએ ભલે મારી સાથેના સંબંધ કાપી નાખ્યા હોય. પણ તું આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે એ હું જાણું છું મા. દરેક તહેવારમાં અને તારા જન્મદિવસ પર મેં તને યાદ કરી છે. મંદિરની બહાર છુપાઇને પણ તને દૂરથી નિહાળી છે. તારા વગર હું અધૂરી છું. આજે મારા ઘરે લક્ષ્મી અવતરી છે. બિલકુલ તારા જેવી દેખાય છે. એને આશીર્વાદ આપવા આવીશ તો મને ગમશે. થઈ શકે તો મને માફ કરી દેજે.
  તારી વૈષણવી.

 • #LoveYouMummy

  મા,
  તારા વિરુદ્ધમાં જઈને મેં લગ્ન કર્યા. મેં તને બહુ દુઃખ પહોંચાડ્યું છે. મને માફ કરી દેજે. કહે છે ને માબાપને આંસુ આપીને કોઈ બાળક ખુશ ના રહી શકે. પણ હું નિલય જોડે બહુ ખુશ હતી. બહુ પ્રેમ કરે છે મને. પણ કિસ્મતમાં કંઈક બીજું હશે. હું મા બનવાની છું. પણ મને ટ્યુમર છે. એટલે હું નહિ બચી શકું. મારે છેલ્લા સમયમાં તને નથી રડાવવી એટલે તને હવે જાણ કરું છું. તને આ પત્ર મળ્યો હશે ત્યારે હું આ દુનિયામાં નહિ હોઉં. હા મારો એક અંશ જરૂર તારી પાસે હશે. એને તું મારી જેમ જ સાચવીશ. કારણકે તું શ્રેષ્ઠ મા છે.

  - તારી શ્વેતા.

 • #LoveYouMummy

  પ્રિય મમ્મી,
  મા ,બા કે મમા સંબોધન કરું?
  કે પછી નામથી જ!
  પ્રિય ભાનુ લખું.
  દુનિયાનો એક માત્ર સંબધ જે કોઈજ સંબોધન નો મોહતાજ નથી.છતાં શિષ્ટાચાર કરું છું.જો કે આ સંબધમાં શિષ્ટાચાર નો પણ કોઈ વિચાર કરવાનો નથી હોતો.આદત થી મજબૂર ...
  મજબૂરી શબ્દ નું પણ ક્યાંય સ્થાન નથી.
  કોઈએ કહ્યું છે કે
  "પહેલાં આંસુ આવતા અને મા યાદ આવતી,
  હવે મા યાદ આવે છે અને આંખ માં આંસુ આવી જાય છે."
  મને તારી યાદ અચૂક આવતી રહે છે. તારી હયાતીમાં તને ક્યારેક અવગણ તો પરંતુ તું હર હંમેશ ખુશ ખુશાલ રહેતી અને મને રાખતી હતી.
  મારી મનગમતી નાની મોટી ઈચ્છા તે કદી અધૂરી નથી રાખી મારી મા.
  મમ્મી તે મને એક પત્ર લખ્યો હતો.જે તારી જિંદગી નો પ્રથમ અને અંતિમ પત્ર હતો! તે કદી મારા પપ્પા ને પણ પત્ર લખ્યો નહોતો!
  તે તારા વ્હાલા દીકરા ને જ પત્ર લખ્યો હતો.જેમાં તે અનેક સલાહ સૂચનાઓ અને ફરિયાદો લખી હતી. જે મે લગભગ અપનાવી લીધા છે અને ફરિયાદો હવે ફક્ત યાદ બની ગઈ છે.
  તે આપેલા આશિર્વાદ થી મારી જિંદગી ખરા અર્થમાં સુખ ના સાગર તરતી નાવ સમી બની ગઈ છે.
  તને વિશેષ તો શું લખું.
  તને ચાહતા તારા
  પુત્ર ના પ્રણામ.