× Popup image

#સંભાળવા status in Hindi, Gujarati, Marathi

 • વાગે હવે જો ઠોકર ક્યાંય,મને #સંભાળવા કોઈ આવતું નથી..
  પાડે છે સૌ એકબીજાને અહીં,ઉપાડવા કોઈ આવતું નથી..

  હવે તો દુઃખમાં પણ હસવાની આદત પાડી દીધી છે..

  કેમ કે રડતા ને હસાવવા કોઈ આવતું નથી..
  આજ સુધી કેટલાય એ કર્યા છે વાયદા જિંદગીભર સાથના..

  તકલીફ એટલી જ છે કે વાયદો નિભાવવા કોઈ આવતું નથી..
  બધા ને પોતાના ગણવાની કંઈક એવી સજા મળી છે મને..

  કે હું સૌનો થઈને રહ્યો ને મારુ થવા કોઈ આવતું નથી..
  રિસાય ગયા છે આંસુઓ,એ પણ હવે આવતા નથી..

  ફરિયાદ છે એની કે હવે એમને લુછવા કોઈ આવતું નથી..
  હશે કંઈક તો ખાસિયત મૌત તુજમાં પણ..

  કે તને મળી,ફરી પાછી જિંદગી જીવવા કોઈ આવતું નથી..

  #સાંભળવું