× Popup image
  • #SSC & #HSC બોર્ડ ની પરીક્ષા આપતા મારા સર્વે મિત્રો, નાના ભાઈ- બહેનો ને ખૂબ ખૂબ #શુભેચ્છા

    આ માત્ર તમારા ભણતરના આંકલન ની એક પરીક્ષા છે, સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશો તો જીવન મા વધુ સારી તકો મળવાના અવસર પ્રાપ્ત થશે,

    પણ કદાચ સારા માર્ક્સ ન પણ આવે તો કોઈ પણ પ્રકારના દબાણથી નાસીપાસ કે નિરૂત્સાહી થશો કે ગભરાશો નહિ.. અન્ય અવસર પણ ચોક્કસ મળશે જ..

    પરીક્ષા એ માત્ર આગળ વધવાનો એક નિશ્વિત દરવાજો છે, તમારુ નસીબ નહિ.

    કારણ કે તમારૂ ભવિષ્ય તો તમારા જીવનના ગણતર એટલે કે સારૂ વર્તન, દ્રઢ સંકલ્પ, અથાગ મહેનત અને નક્કી કરેલ લક્ષ્ય પર જ નિર્ધારિત થવાનુ છે.

    *આપ સર્વ ભવિષ્યમા પણ સફળતા મેળવો એજ શુભેચ્છાઓ ??*