સદગુરૂની જુગોજુગ જય હો.

ઘટ ઘટમાં ઘુરે.
અનહદ નામ નિશાન
હરદમ હરી હરદે રહીયા.
અધમ ઓધારણ હાર....
.....🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

પિંડ નહી બ્રહ્માંડ નહી.
નહી ત્યાં એક કે દોઈ.
પ્રકૃતિ પુરુષ ત્યાં નાંહિ
સ્વયં પ્રકાશ સત સોઈ...

મેં મેતો કુછ નહિ,
હું તો હું શબ્દ છુ,
હું ઔર મૈ સે ન્યારા,
સ્વયં સિતારા પ્યારા,
મુઝે પહેચાન લે કોઈ,
વોતો પુરબ કા હોઈ,
બીજલ વસે બીજ માં
સ્વરૂપ થકી સહજ માં.
🌹બ્રીજ 🌹

વધુ વાંચો

નિર વિકાર નિર્ભય તુંહી.
ઓર જગત ભય માય.
સબ પર તેરી સાહેબી.
તુજ પર સાહેબ નાય.

નાવ બન્યા હે નામક કા
સતગુરુ ખેવટ સાર.
ભવ સાગર માંથી.
ભીમ સાહેબ કહે પલમાં ઉતરે પાર...

ગુપ્ત નામકી ગુંજ હે.
ગરજે ગગન માય.
જાકો સતગુરુ ભેટીયા.
તેહી તાંમે સમાય.

નામી નામસે તાર મીલ્યા.
અનામી પદ નિર્વાણ.
મનોહર તનકી સુધ બીસરે.
તમે સંત ચેતો સુજાણ..
.....................

વધુ વાંચો

રૂપ રેખ નહીં વરણ વેવારા
હે સતગુરૂ બાવનથી સારા
અધર રહે ગૂરૂ નિરાધારા
સોઇ હે સતગુરૂ બોલણ હારા
🙏🌹🙏🌹🙏🌹🙏

*સતગુરુ સાહેબ સોઈ મળયા*
✍🏻 *ભાણ સાહેબ*
🌸🌸🌸🌸🌸🌸🌸

સતગુરુ સાહેબ સોઈ મળયા, જેણે અમર નામે ઓળખાયો
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, ભક્તિ પદારથ પાયો...

કથતા બકતા ભયો કિનારો,ઉનમુની કે ઘર આયો
નગરલોક સબ નિક ચલાયા,જીત નિશાને ઘુરાયો...

ચાર મળી ચેતન ઘર આયો,પકડ પાંચ બુલાયો
શબ્દ એક ટંકશાળ પડત હે,નિર્ભય નામ સુણાયો...

ઇસ બુદબુદા ધૂમ મચાયો,માય સમી હે માયો
નદી નાવ સબ નિક ચલી હે,સાયર નીર સમાયો...

અક્ષર એક્સે જુગ ઉપાયા,સોહમ નામ સવાયો
અકળ પુરુષ અવતાર ધરે,તહાં ભાણે ભેદ પાયો...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

વધુ વાંચો

દાસી જીવણ સાહેબનું પદ...
.............................................
તજ મન સલીલનો સંગાથ.
સલીલનો સંગાથ.
એમા નહી કુશળ કોઈ વાત.
તજ મન સલીલનો સંગાથ.

બાહિર રૂડા ભીતર કુડા
રંગ રૂપ રળીયાત.
કેશુડાના ફૂલ જેવા.
જેના રુદે કાળી ભાત.
તજ મન સલીલનો સંગાથ.

પ્રતાપ ભાનું કપટમુનિ સંગ.
રહીઁયા એકજ રાત.
રાવણ રૂપે લંકામાં જોને
માને પામ્યા ભૂંડી ઘાત.
તજ મન સલીલનો સંગાથ.

મંથરા સંગે ભૂલ ખાતા.
રામના ઓર માણ માત.
ભસ્માસુરના સંગથી ભાગ્યા.
શિવ પ્રભુ વિખ્યાત.
તજ મન સલીલનો સંગાથ.

સલીલનો સંગ હાણ કરે
એની વર્ણવી નવ જાય વાત.
દાસીજીવણ સત ભીમના ચરણા.
એજી રામ સમર દિન રાત.
તજ મન સલીલનો સંગાથ...
......................................
મનોહરદાસના જય ગુરુ મહારાજ...

વધુ વાંચો

*જીને પિધા પ્રેમરસ પ્યાલા*
✍🏻 *કબીરસાહેબ*
🍁🍁🍁🍁🍁🍁🍁

જીને પીધા પ્રેમરસ પ્યાલા
સાધુ સોઈજન મતવાલા

મુખ કમલ સે બંધ લગાયા
ઉલટા પવન ચલાયા (૨)
જન્મ મરણ વાંકુ ભય નાહી
સદગુરુ ચરણે આયા

બિન ધરતી એક મન્દિર દેખા
બિન સરોવર પાણી (૨)
બીના દિપક એક મંદિર ઉજીયાળા
ગુરુ મુખ બોલે વાણી

ઓહમ સોહમ જાપ અજંપા
સહેજે બન ગઈ માલા (૨)
એસે જાપ જપો મેરે સાધુ
તો નજર અમર ઘર આયા

ઇંગલા પિંગલાં સૂક્ષ્મણા નાડી
ઉનમુની કે ઘર આયા (૨)
અથાગ જળ કમળ ખીલ્યાં
વાંહે સાહેબ અકેલા

ચંદ્ર સૂરજ દો એક ઘર આયા
વાંકા ભેદ સમજાયા (૨)
કહત કબીર સુનલે સાધુ
ગુરુ ચરણે ચિત્ત લાયા

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

વધુ વાંચો