વાંચનતો મારી નસનસ માં હતું M.com મેનેજમેન્ટ સાથે ભણી હતી. સ્કૂલ ની લાયબ્રેરી માં સારા મેગેઝીન, લવ સ્ટોરી, કુકિંગ બુક ચોક્કસ વાંચતી એટલે સારો એવો વાંચવાનો શોખ હતો એમ કહી શકાય. પણ લેખનનો શોખ છેક બી.એડ માં લાગ્યો લગભગ રોજ સવારે પ્રાર્થના સમયે Roll no વાઇઝ એક એક નો વારો આવતો ને એમને સ્ટેજ પર જઈને કોઈ શાયરી કવિતા વગેરે દ્વારા સર્જનાત્મકતા ને બહાર લાવવાનો અમારા પ્રોફેસર નો પ્રયાસ હતો એમાજ એક આખી ડાયરી પણ બનાવેલી જેમાં પ્રાર્થના શાયરી કવિતા વગેરે પછી જોબ ની જવાબદારી માં ફૂરસદના મળી ને છેક હવે જાગૃત થયો

જુલઝતે રહે તા-ઉમ્ર હસરતો સે
ના બયા હો શકે લફઝ નમ આંખો સે
ફિરભી ઉમ્મીદો કા શમાં જલાયે રખા
કુછ તુમસે યુ રૂબરૂ હોના સીખ રખા

ઇસ ઇન્ઝાર-એ- જુસ્તજુ મેં તેરી દેખોના
એક ઉંમર ગુજર ગયી પલભરમે હસ્તી આંખો સે

ના તુમ આયે ન તુમ્હારી કોઈ ખબર આયી
ફિર હુવા ખામોશી કા આલમ ઇસ જગદો-જહેજ મેં

વધુ વાંચો

કામચલાઉ લોકો મુશ્કેલીઓ સાથે જ
તમારી જિંદગીમાંથી વિદાય લઈ લે છે
#કામચલાઉ

કામ ચાલી જાય એ માટે લોકોનું કામચલાઉ સંબંધ રાખવાનું ચલણ બેફામ ચલણી છે
#કામચલાઉ

#વિશ્વાસ
ક્ષુલ્લક ને વાહિયાત સંવાદને મહત્વ આપી સંબંધો મૌન રાખવા કરતા
એકમેકની વેદના ની સંવેદના મહેસુસ કરીને એકબીજાનો વિશ્વાસ રાખવો જોઈએ

વધુ વાંચો

આક્રમણ એની નશીલી આંખોનું કમાલ કરી ગયું
ભોળી આંખો જોને મારી જોઈ એને દિલ હારી ગયું
#આક્રમણ

મીરાંનો પત્ર...

હે કાન...!
કેમ છો મજામાં ને..?

                       બસ આપની યાદ આવતાં અને આપને વિમાસણમાં જોઈને પત્ર લખવાનું મન થયું.. પ્રેમભક્તિમાં તલ્લીન તો હરહંમેશ હું હોઉં જ છું. પણ આજે થયું કે , ચાલને આજે દિલના હાલ લખી જ લઉં ને મોકલી દઉં વ્હાલા કૃષ્ણને..

મારો આ પત્ર રાધાને પણ જરૂર વંચાવજો..મને ખબર છે આજકાલ એ તમારાથી રિસાઈ બહુ જાય છે.. એમના મનનો સંદેહ આજે દુર થઈ જશે..

આજીજી સાથે કહું છું..

હા રિસાય છે રાધા એને હક છે,
હા રિસાય છે રાધા એને હક છે,
પણ મારી ભક્તિ તો અખંડ છે ,
શું એમ કેમ એને કોઈ શક છે..!


સ્વપ્નમાં દીધા મેં કૃષ્ણ ને રાધા રિસાઈ ગયી મારાથી..
સ્વપ્નમાં દીધા મેં કૃષ્ણ ને રાધા રિસાઈ ગયી મારાથી..

કેમ સમજવું રાધા તને..
મીરાં નામ છે ભક્તિનું પ્રેમ તો હજુ પણ તુજ છે...ડિયર.
હું ભલે રહી કાનના મનમાં પણ  તું તો દિલની છે.. નિયર..

મીરાં સત્ય છે , પણ કાના નો ગુરુર તો તું જ છે રાધા ..ડિયર.
છે કૃષ્ણના હોઠે રાધા જ રાધા નામ, પછી શાની છે તને ફિયર.

બસ આમજ રિસાઈને કાનને કેમ કરે આકુળ-વ્યાકુળ ડિયર.
તંબુરો મારો ભલે કૃષ્ણ જપે, કાનના વાંસળીના સુરે રાધા નામ છે ક્લિયર..

આજીવન કરી ભક્તિ તોય નથી પામી સ્થાન તારા જેવુ ડિયર
હવે છોડીને રિસમણા-મનામણા, કાનની થોડી કરી લેને કદર

..લિ. મીરાં
એક પ્રેમભક્તિ દિવાની


#મીરાંની વ્યથાની કથા

#કથા

વધુ વાંચો

ચાલાકી તારી, અને ભોળપણ મારુ,
લાગણીઓનું એવું, આ અવિરત ઝરણું.!
વિચારું છું આજે બેસીને હૃદયના આંગણે,
તુજ સંગાથે પણ કેમ, ભેટ મળ્યું એકાંત આંગણું.!
#ચાલાકી

વધુ વાંચો

ચુંબકની જેમ ચોંટી ગયું છે એકાંત મારૂં
નથી એ છૂટતું કે નથી મને છટકવા દેતુ

#ચુંબક