મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે.

*15 મી ઓગસ્ટ..સ્વતંત્રતા* લેખ... 15-8-2019

આજે ઠેર ઠેર રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. 1947 મા આઝાદ થયા. આજે 72 મુ વર્ષ ચાલે છે પણ ખરેખર આપણે હજુ આઝાદ થયા છીએ??? આજે પણ દેશમાં ચારેબાજુ અરાજકતા, ભ્રષ્ટાચાર, લાંચ રુશ્વત ખુલ્લેઆમ થાય છે. દેશમાં હજુ પણ અવ્યવસ્થા અને આંતક છવાયેલા છે. માસ્ટર ડિગ્રી હોય તો પણ સરકારી નોકરીમાં લાગવગ ચાલે છે. શું આ સ્વતંત્રતા છે??? શું આપણા વીર શહીદોએ આટલા માટે બલિદાન આપ્યા હતા??? ચોરે ને ચૌટે નાની કુમળી બાળાઓનુ અપહરણ અને બળાત્કાર થાય છે અને ઘરમાં નારીનું શોષણ થાય છે આનું નામ આઝાદી??? શું આટલા માટે વીર ભગતસિંહ, વીર રાજગુરુ અને વીર સુખદેવ જેવા નરબંકાઓ પોતાની જાનફેસાની કરી હતી??? હજુ આપણે ગુલામી પ્રથામાંથી બહાર નથી આવ્યા. જે દેશમાં રામ,કૃષ્ણ,બુદ્ધ,ઈશુ ,મહાવીર જન્મયા એ દેશની આવી દશા??? આજે સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગાંધીજી, નહેરુ આવીને દેશની આ હાલત જુવે તો??? અસમાજીક અને ધર્મના અને નાતજાતના વાડામાં દેશ ગુલામ બની ગયો છે. તો આવો મળીને સાચી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીએ... ભાવના ભટ્ટ અમદાવાદ....

વધુ વાંચો

*રક્ષાબંધન* લેખ... 14-8-2019

આ દેશની સંસ્કૃતિ અદભુત છે. આ દેશના પર્વો લાજવાબ છે. એક એક પર્વનું આગવુ મહત્વ છે. દરેક પર્વ એક આગવો સંદેશ લઈને આવે છે. દરેક તહેવારનું એક આગવું મહત્વ છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીંવત છે! બીજા સંબંધો સંકોચાઈ જાય પણ આ સંબંધ હજુ પ્રામાણિક પણે જીંવત રહ્યો છે. પ્રેમમાં બંધન નથી મુક્તિ છે! બાંધે તે પ્રેમ નહીં! ભાઈની ભાવનાઓ અને બહેનની લાગણીઓ જ્યારે ભળે છે ત્યારે સમજની સંવાદિતા રચાય છે પરિવારમાં. રક્ષાબંધન બધા માટે નથી, કેવળ ભાઈ બહેન માટે છે. બહેનની હેત નીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે. લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવુ નિખાલસ સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોટે છે અને ભાઈની આંખોમાં નિર્મલ પ્રેમનો દરિયો ઘુઘવાટ ભરે છે. આ સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછી નહીં આંકતા...
રાખડી તો હેતભીની બેહનની રક્ષા કવચ છે ભાઈ માટે.
રાખડી તો ભાઈનો સુરક્ષાનો વાયદો છે બહેન માટે...
ભાવના ભટ્ટ અમદાવાદ........

વધુ વાંચો

*આપણુ મગજ* લેખ.... 11-8-2019

આપણુ મગજ કેટલુ અજબ ગજબ છે. કાશ આપણે આપણા આત્મામાં અને મગજમાં રહેલી શક્તિઓને આેળખતા થઈએ અને એનો સારા કાર્યોમાં ઉપયોગ કરીએ. કોમ્પ્યુટર અને લેપટોપમાં સંઘરાતી સ્મૃતિ શક્તિને 'બીટ્સ ' કહેવામાં આવે છે. સારા એવા કોમ્પ્યુટર કે લેપટોપમાં પંદર લાખ બીટ્સ સંઘરી શકાય છે. સારી કંપનીના કોમ્પ્યુટર કે લેપટોપમાં બે અબજ બીટ્સ સંઘરાય છે. માણસના મગજમાં ચૌદ અબજ 'ન્યુરોન્સ' છે. એક ન્યુરોન્સ એક સેકન્ડમાં ચૌદ સ્મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે એકસો
છનુ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે અને તે પણ એક જ સેકંડમાં છે ને ગજબ વાત. પચાસ વર્ષનો માણસ એક અબજ, પાંચ કરોડ સતાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે 196 જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમિયાન કેટલી???
ક્યારેય વિચાર્યું છે કે આપણે કામનું નાકામનું, સારુ નરસુ કેટલુ બધુ મગજમાં ભરી જીવીએ છીએ. જો કોમ્પ્યુટર કે લેપટોપ પણ આવી સ્મૃતિ ઉર્ફે મેમરી વધારે પડતી ભેગી થઈ હોય તો બંધ એટલે ( હેન્ગ ) થઈ જાય છે અને પછી ફોરમેટ ( ડીલીટ) કરવું પડે છે તો આપણા મગજ નુ શું??? ક્યારેય વિચાર્યું છે???
વિચારો અને ખોટી વાતો ખોટી સ્મૃતિઓને છોડી દો...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

વધુ વાંચો