"બેનામ"

ક્યારેક જીવન જીવવાની રીત અણગમતી અપનાવી લઉ છું,

સત્ય ને રેઢું મુકી સમાધાન તરફ ઢસડાઈ જાઉં છું.

આજ જિંદગી ની સફર ના 24 વર્ષ પૂર્ણ...

મારી આ સફર ના સાથ આપી ને યાદગાર બનાવનાર તમામ મિત્રો...અને સબંધીઓ નો ખુબ ખુબ આભાર....

વધુ વાંચો

ગુરુ બીન જ્ઞાન ના ઉપજે,
ગુરુ બીન મિટે ના ભેદ,

ગુરુ બીન સંશય ના મિટે,
ચાહે વાંચો ચારો વેદ....

મારા જીવનમાં આવેલ તમામ લોકો જેણે મને માર્ગદર્શન પૂરું પાડ્યું..
તેવા તમામ શિક્ષકો ને મારા સાદર પ્રણામ...
શિક્ષકદિન ની શુભકામનાઓ..🙏🙏🙏

વધુ વાંચો

કંઇક તો અમારા શબ્દોની અસર છે જ એમના દિલ પર,

નહિતર "બેનામ" અમસ્તાં લોકો કંઈ યાદ તો ના કરે..

@બેનામ

મૃગજળ ની માયા છોડીને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે એ છળ સુધી જવું છે!

તૈયાર થા! તું એ દિલ અઘરી છે આ કસોટી,
સાગર સમેટી લઈને ઝાકળ સુધી જવું છે.

વધુ વાંચો

દેજો ન વાયદો કદી મુજને મિલન તણો,

ધરતી ની સાથે આભ મિલાવી નહીં શકો...

જ્યાં નથી વસાહતો એ તો કોઈના દિલ છે છતાં,
કેમ એ ગુમનામ પથ તરફ એ દોડી જતું હશે,

ના જાણે શાં શમણાં એને આજકાલ સતાવે છે,
"બેનામ" કેમ એ કંઈ બોલ્યા વગર જ દિલ રડી જતું હશે..

વધુ વાંચો

આંખો થી ઝરતા આંસુ માટે પાંપણ થી પાળ બાંધવી પડે છે,

અમસ્તું નથી લખાતું કંઈ બેનામ લાગણીઓને ઠાળવી પડે છે...

@ બેનામ

વધુ વાંચો