વિચારોમાં વિચાર પરોવી એક માળા રચવાની તમન્ના છે. જીવન, આઘ્યાત્મિકતા, ધર્મ, વિજ્ઞાન, તર્ક વગેરે વિશેનાં વિચારોને લખવાનો પ્રયાસ કરી મારા વિચારો મિત્રો સાથે શેર કરી એનાં પર ભાવો પ્રતિભાવો મેળવી તે વિચારને એક મજબૂત પાયો આપવાનો પ્રયાસ કરું છું. ચિંતન કરવું મારો શોખ છે અને તર્ક મારો સ્વભાવ.

ડરપોક માણસ સૌથી વધુ ઘાતક હોય છે.

(અસંગત, પણ સત્ય)

અનુભવ.

આજ દવાખાને જવાનું થયું. પ્રાઇવેટ હોસ્પિટલ. પોરબંદરની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલ. શરદી, ઉધરસ, તાવ, માથું.. ઓચિંતો વાઇરલ ફીવર કદાચ વાતાવરણ બદલાતા થયું.

હવે વાત એમ બની કે ડોક્ટર કીધું માથું બોવ દુખવું ડેન્ગ્યુ નું લક્ષણ છે એટેલે ડેન્ગ્યૂનો રિપોર્ટ કરાવવો પડશે. મને ખબર હતી કે ડેન્ગ્યુ આપણને થાય નહી!!! એટલે મેં પૂછ્યું સર, કેટલાનો રિપોર્ટ થશે. ડૉ. સાહેબે જણાવ્યું ૮૦૦/- થશે. "૮૦૦/- તો મારી પાસે છે પણ નહિ કઈક બીજું કહોને." મે કહ્યુ.

થોડી વાર કેસ પેપર તપાસીને સાહેબે કહ્યું, "બીસીબી નો રિપોર્ટ કરવી લો, ૧૫૦/- માં થાય જશે. અને નોર્મલ પણ આવશે!!"

હવે અહીંયા એ વાત ના સમજાઈ કે નોર્મલ રિપોર્ટ જ આવશે એવી ડૉ. ને ખબર જ છે તો આવો રિપોર્ટ કરવા થી ફાયદો શું? છતાં સાહેબ ની લાગણી ને માન આપી એ રિપોર્ટ કરાવ્યો અને આશ્ચર્ય રહીત નોર્મલ પણ આવ્યો. ડૉ. કહ્યું તમારો રિપોર્ટ નોર્મલ છે. પાંચ દિવસ ની દવા લખી આપું છું અને એક ઇન્જેક્શન. કાલ સુધીમાં સારું થઈ જશે અને પાંચ દિવસ પછી ફરી બતાવી જવું. વિઝિટ અને ઇન્જેક્શન ના ૫૦૦/- રિપોર્ટ ના ૧૫૦/- અને દવાના ૩૫૦/-. કુલ ૧૦૦૦/-.

અત્યારે સારું છે.
ખાનગી દવાખાનાઓ ને.

વધુ વાંચો

ઈચ્છાઓની તૃપ્તિ જ સુખ છે.
માનો કે ન માનો.

હકારાત્મકતાનો અતિરેક વ્યક્તિને માનસિક વિકલાંગતા તરફ દોરી જાય છે.

નાસ્તિકતા સહજ છે.
ધાર્મિકતા આડંબર.

મનુષ્ય શરીર કર્મના મૂલ્યાંકનને આધારે નહીં પણ પ્રાકૃતિક બંધારણને આધારે મળે છે.

કર્મનો સિદ્ધાંત પ્રકૃતિથી નિયત છે.

વધુ વાંચો

જ્યારે કોઈ કહે કે
"સત્ય અવ્યાખાયિત છે''
ત્યારે સમજવું કે એ વ્યક્તિ ખોટું બોલી રહી છે.

સાંયોગિક ઘટનાઓ લોકોને શ્રદ્ધાળુ બનાવે છે. આ શ્રદ્ધા ધીમે ધીમે પૂર્વાગ્રહ નું સ્વરૂપ ધારણ કરી છેવટે અંધશ્રદ્ધામાં પરિવર્તિત થાય છે. થાય જ છે.

વધુ વાંચો

દુનિયાની સૌથી મોટી અને પ્રાથમિક ભ્રમણા એ છે કે ઈશ્વર છે.