Hey, I am reading on Matrubharti!

હા,હું ડરું છું કેમ કે હું તને પ્રેમ કરું છું...
હા, હું ડરું છું કેમ કે મારા થી તારો વિરહ નહીં સહન થાય.
હા હું ડરું છું કેમ કે મારી દરેક સફળતા માં તારી હાજરી જોવી છે......
હા હું ડરું છું કેમ કે હું તને પ્રેમ કરું છું........!

વધુ વાંચો

કેટલો વિચિત્ર છે, આપણો સંબંધ જયારે સંપર્ક માં હતા, ત્યારે એક બીજાને પામી શક્યા નહી, અને જયારે એક બીજા ને મળી ગયા તો સંપકવિહીન બની ગયા........

વધુ વાંચો

કહી દે તારી યાદો ને કે મારા થી દુર રહે,
નહીંતર ફરી વાર તારા થી પ્રેમ કરી બેસીશ!
નહીંતર ફરી વાર બધા બંધનો થી મુક્ત થઈ જઈશ.
નહીંતર ફરી વાર એકાંત માં બેસી ને મુશળધાર રડીશ!
કહી દે તારી યાદો ને મારા થી દુર રહે......

વધુ વાંચો

ખબર છે કે તારી પર મારો કોઈ જ અધિકાર નથી,છતાં પણ રોજ ઉઠી ને તારી માટે જ દુવા કરવા મારા હાથ ઉપડે છે...

ચાલ ને ફરી વાર જીવી લઇએ,હાથો માં હાથ નાખી ને ફરી વાર દુનિયા ફરી વળીએ..
ચાલ ને ફરી જીવી લઈએ,આખી રાત આંખો માં આંખ તાકીને વાતો કરી લઈએ.....
ચાલ ને ફરી જીવી લઈએ દરિયા કિનારે બેઠા બેઠા પ્રેમ ના મોજા માં વહી જઇયે......
ચાલ ને ફરી જીવી લઈએ,પ્રેમ ના એ પહેલાં વરસાદ માં ભીંજાયા કરીયે ........
ચાલ ને ફરી જીવી લઇએ.....

વધુ વાંચો

આજે વર્ષો પછી પણ તારી યાદો હજુ અકબંધ છે,છતાં હૃદય હજુ પૂછે છે હજુ પ્રેમ બાકી છે.....
હજુ પણ તારા આંગળી ના ટેરવાનો સ્પર્શ યાદ છે ,છતાં પણ હૃદય પૂછે છે હજુ પ્રેમ બાકી છે......
હજુ પણ જ્યારે પણ સામે આવો છો, હદય જોરથી ધબકે છે,છતાં પણ હૃદય પૂછે છે હજુ પ્રેમ બાકી છે......તારી યાદો માં એકલતા હજુ એટલી જ પ્યારી લાગે છે ,છતાં પણ પૂછે છે હજુ પ્રેમ બાકી છે.....
હા હજુ પ્રેમ બાકી છે........
..

વધુ વાંચો

આજે જીવન માં નવો બોધ પાઠ મળ્યો,વ્યક્તિ ની આંતરિક સુંદરતા નું જીવન માં કંઈજ મહત્વ નથી..........

યાદો નો સંદૂક ફરી આજે ખોલ્યો છે....
કેટલી યાદો એમાંથી ખડખડાટ હસાવી ગઈ, તો
કેટલી યાદો આંખો ના ખૂણા ભીંજવી ગયી,
કેટલી યાદો સપના ના શહેર માં લટાર મારી ગયી,તો
કેટલી યાદો કેટલાય નવીનતમ અનુભવો કરવી ગયી,તો કેટલી યાદો જીવન જીવતા શીખવી ગયી.........

વધુ વાંચો

આ સંબંધો નું પણ અજબ ગણિત છે...
ક્યારેક અમુક સંબંધો નો સરવાળો થાય છે,જો સંબંધો માં લાગણી નો ભાગાકાર થયા તો, અમુક સંબંધો ની આપોઆપ બાદબાકી થઈ જાય છે..........
ક્યારેક સંબધો માં વ્યાજ સહિત ચુકવણી થાય છે..
તો ક્યારેક સ્નેહ નું વળતર અપાય છે.........

વધુ વાંચો

જીવન કેટલું અજીબ છે નહીં! શુન્ય થી શરૂવાત કરી ,શુન્ય પર જ ખતમ થઈ જાય છે .........