સપનાના વાવેતર

મનમાં મનમાં શું ચાહે.?
મુક્ત મને ચાહી લે મને
લાગણી સ્વીકારીશ તારી
હવે તો તું કહી દે મને...

કંઈક કહેવા હોઠ ખુલ્યા
રહી ગયા સ્થિર કંપીને છે
મનની ગહેરાઈની વાત
હવે તો તું કહી દે મને...

સાંભળવા તરસી રહ્યું
આ હૈયું સદીઓ થી છે
પ્રેમના બે મીઠા બોલ
હવે તો તું કહી દે મને...

તોડ એ કંચુકીબંધ
મર્યાદાના હૈયા પર છે
વહેવા દે મુક્ત લાગણી
હવે તો તું કહી દે મને...

સપનાના વાવેતર અમે
પણ કર્યા જતનથી છે
કાશ સાચા પડે "બકુલ"
હવે તો તું કહી દે મને...

મનમાં મનમાં શું ચાહે
મુક્ત મને ચાહી લે મને
લાગણી સ્વીકારીશ તારી
હવે તો તું કહી દે મને...


-બકુલની કલમે.. ✍️
ગઝલ
15 Nov 2021
06.00

વધુ વાંચો

ખોવાઈ છે દિવાળી મારી
જડે કોઈને તો કહેજો
બહુ યાદ આવે એ બાળપણ
જડે કોઈને તો કહેજો...

દિવાળીની આશમાં મળતા
નવા નકકોર ચડ્ડી બુશકોટ
ને વળી કદાચ ચંપલ નવા
જડે કોઈને તો કહેજો...

લવિંગીયા મુઠીભર
ભરી રાખતો ખીસામાં
અગરબત્તીથી ફોડવાની મજા
જડે કોઈને તો કહેજો...

કોઠી,રોકેટ ને ચકરડી
તારામંડળ ને ટીકડી
ચકલી,લક્ષ્મી બૉમ્બના ધડાકા
જડે કોઈને તો કહેજો...

ફોડ્યા ઘણા માટલા અમે
555 ઉપર ઢાંકી
એ માટલા ના ઉડેલા ફુરચા
જડે કોઈને તો કહેજો...

નવા વર્ષની વહેલી સવારે
સબરસ કહેતા છોકરા આવતા
બા બધાને પૈસા આપતી
જડે કોઈને તો કહેજો...

મોહનથાળ,ઘૂઘરાની મીઠાશ
મઠિયા,સુંવાળી,ફરસી પુરી
બા બધું હોંશે બનાવતી
જડે કોઈને તો કહેજો....

પગે લાગવાના પૈસા મળતા
ખુબ સાચવતા એ પૈસા
નવી નોટોનો એ કકડાટ
જડે કોઈને તો કહેજો...

ખાઈ, પી ને ધમાલ મસ્તી
ખુબ દોડાદોડ બધી
એ રખડપટ્ટી ની મજા
જડે કોઈને તો કહેજો...

સાયકલ લઇને ડ્રાઇવ-ઈન જતા
ખુબ મોજ થી ફિલમ જોતા
એ ફિલમનો આનંદ "બકુલ"
જડે કોઈને તો કહેજો...

ખોવાઈ છે દિવાળી મારી
જડે કોઈને તો કહેજો
બહુ યાદ આવે એ બાળપણ
જડે કોઈને તો કહેજો...

-બકુલની કલમે.. ✍️
બાળપણની યાદો
09-11-2021
11.22

વધુ વાંચો

દુનિયા ભલે સમજે એને
નથી પ્રતિક એ પ્રેમનું
મારા પ્રેમનું પ્રતિક તું
અને ખીલતું ગુલાબ છે..

તારી તેજસ્વીતા ને
પી લઉં નજરો ભરી
મારા પ્રણયનો એક
તું જ આફતાબ છે...

ખીલતી રહેવાની કાયમ
કળીઓ પ્રીતની દિલમાં
જો જો કરમાય નહિ
પ્રણયનો તું શબાબ છે....

ઝખ્મ ખાધા છે દિલમાં
અમે તો કોમળ ફૂલોથી
સવાલ કેટલા કરું "બકુલ"
ક્યાં કોઈ જવાબ છે?

-બકુલની કલમે.. ✍️
ગઝલ
10 Nov 2021
09.45

વધુ વાંચો

દુનિયા ભલે સમજે એને
નથી પ્રતિક એ પ્રેમનું
મારા પ્રેમનું પ્રતિક તું
અને ખીલતું ગુલાબ છે..

તારી તેજસ્વીતા ને
પી લઉં નજરો ભરી
મારા પ્રણયનો એક
તું જ આફતાબ છે...

ખીલતી રહેવાની કાયમ
કળીઓ પ્રીતની દિલમાં
જો જો કરમાય નહિ
પ્રણયનો તું શબાબ છે....

ઝખ્મ ખાધા છે દિલમાં
અમે તો કોમળ ફૂલોથી
સવાલ કેટલા કરું "બકુલ"
ક્યાં કોઈ જવાબ છે?

-બકુલની કલમે.. ✍️
ગઝલ
10 Nov 2021
09.45

વધુ વાંચો

આ મહોબ્બતની તરસ હજી કેટલી "બકુલ"....
જામ પર જામ પીઉં તોય અધૂરું લાગે છે...

તારી યાદમાં રહુ છું રમમાણ હંમેશા "બકુલ"..
સાથે હોય તું ત્યારે કંઈ પણ કહેવાતું નથી..

Bakul અપડેટ પોસ્ટ કરી English ગીત
4 માસ પહેલા

I found this awesome recording of "Hothon Se Chhu Lo Tum - [Fix]" on #Smule : https://www.smule.com/sing-recording/853105815_4164034211

પાગલ

લાગણી તડપી ગઈ
તારા પ્રેમમાં પાગલ
દિલ ઝંખી રહ્યું તને
તારા પ્રેમમાં પાગલ...

મળવા બેતાબ છું
તુજને ઓ સનમ
જીસ્મ તડપી રહ્યું
તારા પ્રેમમાં પાગલ...

સમાઈ જાઉં તુજમાં
હવે ઓગળીને હું
ટીપે ટીપે વહી લઉં
તારા પ્રેમમાં પાગલ...

પ્રેમરસ નિતરી રહ્યો
મારી ભીતર થી હવે
પીવા આવ તું જલ્દી
તારા પ્રેમમાં પાગલ...

અમુલ મોતીડું તારું
આવ વીંધી દઉં હવે
તડપીને ખોવાઈ જાઉં
તારા પ્રેમમાં પાગલ...


ભીનાશ આ પ્રેમની
આવ માણી લઉં હવે
પ્રેમરસ વહી રહ્યો
તારા પ્રેમમાં પાગલ...


તારી યાદમાં "બકુલ"
"કલ્પના" ધબકી રહી
વરસી નહિ "ચાંદની"
તારા પ્રેમમાં પાગલ...

- બકુલની કલમે.. ✍️
ગઝલ
19 Sept 2021
01.39

વધુ વાંચો

ખબર નહોતી..

અચાનક થશે અહીં
મુલાકાત ખબર નહોતી
દિલમાં વહી લાગણી
એની ખબર નહોતી...

સાથીની તલાશમાં
હૃદય તડપી રહ્યું ઘણું
દીદાર થશે અહીં
એવી ખબર નહોતી..

પ્રીત ઝંખી રહ્યો ચકોર
હજી એના ચાંદ  ની
વરસું કે નહિ? એવી
ચાંદનીને ખબર નહોતી..

ઝખ્મ તારા હૃદયના
આવ ચૂમી લઉં "બકુલ"
"કલ્પના"માં વહી રહી
ગઝલ ખબર નહોતી...

- બકુલની કલમે..✍️
ગઝલ
15 Sept 2021
05.30

વધુ વાંચો

એહસાસ

ચાહતની શું વાત કરું
એતો થઇ જાય..
લાગણીની શું વાત કરું
એતો વહી જાય
પ્રીતમાં નથી હોતી કોઈ
રીત "બકુલ"
મધુર એહસાસ છે
એતો થઇ જાય...

- બકુલની કલમે.... ✍️
લાગણીનાં ટપકા
14 Sept 2021
01.30

વધુ વાંચો