અહીંયા ઉપર લખ્યું છે.. તમારા વિષે લખો... જો પોતાની જાતને શબ્દોમાં બાંધી શકાતી હોય તો બીજું જોઈએ જ શું ? બસ મારા શબ્દોને વાંચો... મારા સાહિત્યને વાંચો.... મારા શબ્દો જ મારા વિશે ઘણું બધું કહી જશે !! આભાર.. મુલાકાત બદલ નીરવ પટેલ "શ્યામ" ️

હેલો ફ્રેન્ડ....

શું તમને વાંચવાનો શોખ છે ?
શું તમે કોઈ સારી લવ સ્ટોરી વાંચવા માંગો છો ?

તો મારી નવલકથા "ઘર છૂટ્યાની વેળાએ" આવી ગઈ છે.
જેમાં પ્રેમને એક અલગ જ પ્રકારે વર્ણવ્યો છે.
તમને વાંચવાની ખૂબ જ મજા આવશે,


તો કોમેન્ટ કરીને જણાવજો જો આપ આ બુક ખરીદવા માંગતા હોય તો !!

વધુ વાંચો

#પ્રેમની_વાત_પ્રેમથી ..

પ્રેમ તમારા વ્યક્તિત્વની ઓળખ છે
તમે કોઈને ભરપૂર પ્રેમ કરો છો એ ઘણી સારી વાત છે. એ વ્યક્તિને તમારા પ્રેમની અનુભતી થાય છે, સવારથી સાંજ સુધી તમે એક જ વ્યક્તિના પ્રેમમાં ડૂબેલા રહો છો. એ વ્યક્તિ ને ખબર છે કે તમે એને અનહદ ચાહો છો.

તો પછી તમારે તમારા પ્રેમને બીજા લોકો આગળ શું કામ બતાવવો પડે છે ? શું કામ તમારે એમ કહેવું પડે છે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું ? બસ તમે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરો છો એ પૂરતું નથી ?

સંબંધો સહજમાં જોડાઈ જતાં હોય છે. કોઈની વાતો, કોઈના વિચારો, કોઈનું વ્યક્તિત્વ, કોઈનો દેખાવ અને બીજું ઘણુંબધું જોઈ આપણે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી જતાં હોઈએ છીએ. પણ સમય જતાં ધીમે ધીમે એ વ્યક્તિની વધુ નજીક આવતા નાના નાના કેટલાક એવા કારણો બન્ને વચ્ચે જન્મ લે છે જે સંબંધ તૂટવા સુધી પહોંચી જાય છે. કદાચ એ ધીમું ઝેર છે. એક એવો સડો છે જે સંબંધને તૂટવા ઉપર મજબૂર કરી નાખે છે. અને એ જન્માવવાનું કારણ પણ આપણે પોતે જ છીએ. કોઈને મેળવવા માટે આપણે ઘણાં બધાં પ્રયત્નો કરતાં હોઈએ છીએ અને મેળવ્યા બાદ એ સંબંધ ને ટકાવી રાખવા કેટલા પ્રયત્નો કરીએ છીએ ? જે વ્યક્તિની કલાકો સુધી ઓનલાઈન બેસી રાહ જોતા હોઈએ એજ વ્યક્તિ મળી ગયા બાદ આપણે એને એક મિનિટ પણ ઓનલાઈન આવવામાં કે રીપ્લાય આપવા માં મોડા પડતાં ગુસ્સો કરવા લાગી જઈએ છીએ. આવા તો ઘણાં કારણો જોવા મળશે.

તમને તમારા નજીકમાં રહેલી વ્યક્તિઓ કે તમે પોતે પણ આવું અનુભવ્યું હશે. જે સંબંધ જોડાય ત્યારે આપણને એમ લાગતું હોય છે કે આ સંબંધ ક્યારેય નહીં તૂટે, આ બે વ્યક્તિઓ એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે કે ક્યારેય છુટા નહીં પડી શકે. પણ થોડા જ સમયમાં જાણવા મળે કે આનું બ્રેકઅપ થયું છે. બ્રેકઅપ પાછળ કારણ કોઈપણ હોય પણ કેટલાક વ્યક્તિઓ કોઈ એકપક્ષને કસૂરવાર ઠેરવી જ દેતાં હોય છે. સાચું તો શું છે એ બંને પ્રેમમાં જોડાયેલી વ્યક્તિઓ જ જાણતી હોય છે. પણ ઘણાં લોકોને તિરાડને ખોતરવામાં મઝા આવે છે. અને આ કામ સૌથી નજીકમાં રહેલા લોકો જ કરે છે. જે લોકોએ જોડાવવા માટે સાથ આપ્યો હોય એજ લોકો સંબંધ તોડાવવામાં પણ એટલી જ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. બ્રેકઅપ બાદના નવા જોડાણમાં પણ આ લોકોને ઘણો રસ હોય છે.

માટે કહેવાનું એટલું જ બને છે કે તમારા પ્રેમને તમારી ગમતી વ્યક્તિ સુધી જ સીમિત રાખો. પ્રેમ જાહેરાત કરવાનું સાધન નથી. પ્રેમ અનુભૂતિ છે. પ્રેમને માણવાનો હોય છે. પ્રેમમાં મનભરી ને જીવવાનું હોય છે. ગમતી વ્યક્તિના સુખ દુઃખમાં સહભાગી થવાનું હોય છે. ક્યારેક ખભો આપી તો ક્યારેક એના ખભે રડવાનું હોય છે.

#નીરવ પટેલ "શ્યામ"

વધુ વાંચો

જીવનને ક્યારેક કોઈના માટે નિઃસ્વાર્થ ખર્ચી નાખજો,
ભલે એ વ્યક્તિ મળે કે ના મળે,
પરંતુ એ વ્યક્તિના હૃદયમાં એવું સ્થાન મળશે,
જેવું એના સમગ્ર જીવનમાં ક્યારેય નહીં મળ્યું હોય !!!

- નીરવ પટેલ "શ્યામ" ✍️

વધુ વાંચો

જરૂરી નથી કે જે વ્યક્તિ પ્રેમને લખી શકે છે
એજ વ્યક્તિ પ્રેમને સમજી પણ શકતું હોય !
ઘણાં બસ ખાલી દુનિયાને બતાવવા માટે લખતા હોય છે,
તો કોઈ દિલમાં પડેલી લાગણીઓને
અભિવ્યક્ત કરવા માટે લખતું હોય છે,
માણસ જેટલો શબ્દોથી રૂપાળો લાગે છે,
એટલો હકીકતમાં હોતો નથી.
ઘણીવાર શબ્દોમાં કઠોર લાગતો માણસ
હકીમતમાં બહુ જ નરમદિલ હોય છે !
વ્યક્તિની ઓળખ તેના શબ્દોથી નહિ,
વ્યક્તિત્વથી થાય છે !!


@ નીરવ પટેલ "શ્યામ" ✍️

વધુ વાંચો

ઘરના એવા ક્યાં કામ ઉપર લેબલ લગાવ્યું છે કે આ કામ ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ કરી શકે ? લેબલ આપણે પોતે લગાવ્યા છે. કચરા-પોતું, વાસણ, સાફ-સફાઈ એક સ્ત્રી જ કરે. આજના યુગમાં કેટલાક અંશે પુરુષ રસોડામાં જમવાનું બનાવતા થયા છે જેના કારણે એ લેબલ થોડું હટયું છે, પણ મોટા પ્રમાણમાં નહિ, હજુ સંકુચિત મગજવાળા લોકો બપોરે બાર વાગે અને રાત્રે આઠ વાગે તૈયાર થાળીએ જમનારા અને સહેજ મોડું થાય તો રાડો પાડનારા રહેલા છે.

જો એક સ્ત્રી નોકરી સાથે ઘર પણ સાચવી શકતી હોય તો એક પુરુષ કેમ નહિ ? ચાલો માનીએ કે દુનિયાને આ બધું બતાવવામાં તેનું સ્વમાન હણાય છે, પરંતુ ઘરની ચાર દીવાલોની વચ્ચે તો તે આ કામ કરી જ શકે છે ને ? સ્ત્રીની મદદ કરવામાં કોઈ પુરુષ પત્નીનો ગુલામ નથી બની જતો. પરંતુ ઘરમાં રહેલી એ સ્ત્રીની આંખોમાં એ પુરુષની ઈજ્જત બમણી બની જાય છે. ઘરની બહારની સ્ત્રીઓને સારું બતાવવા કે સમાજમાં પોતાનું પુરુષત્વ બતાવવા ક્યારેય ઘરની સ્ત્રીને તકલીફ ના અપાય !!!


એક સાચો પતિ, પ્રેમી, પુત્ર, જીવનસાથી એજ છે જે સ્ત્રીને સમજે છે, તેનું સ્વમાન કરે છે, દરેક કામમાં તેનો સાથ આપે છે !!!


@નીરવ પટેલ "શ્યામ"

વધુ વાંચો

પ્રેમમાં કોને કહયું કે હરદમ મળવું જ જરૂરી છે, કે કોઈની સાથે સતત વાત કરવાથી જ પ્રેમ જીવંત રહે છે ? હું માનું છે કે ભલે આપણા પ્રિયજન સાથે દિવસો મહિનાઓ વર્ષો સુધી વાત ના થાય.. ભલે એને આપણે મળીએ નહિ, તે છતાં દિલમાં પ્રેમને જાગૃત રાખી શકાય છે, અને એ પ્રેમને જગાવી રાખવા માટે જરૂર છે વિશ્વાસની. એક એવો વિશ્વાસ જે કદાચ સહેજ પણ તૂટી ગયો તો તમે પ્રિયજન અને પ્રેમ બંને ખોઈ બેસશો !!!


@નીરવ પટેલ "શ્યામ"

વધુ વાંચો