મિત્રો, હું કિશન દાવડા (કવિ અવકાશ)તમામ વાચકોને અને સાહિત્ય રસિકોને હું મારા શબ્દો દ્વારા સારું વાંચન આપી શકું એવો મારો હંમેશા પ્રયત્ન રહે છે. મને આનંદ છે કે તમે મુજ નાના કલમ પ્રેમીને નિહાળી મને સમ્માનિત કરો છો. મને મારા બે ઉપનામ એક જ દિવસે બે અલગ અલગ મિત્રો એ આપેલા. કવિરાજ અને અવકાશ.

⚫(किया खुद से वादा)⚫

खुद से एक वादा किया है,
ना डरना है, ना हारना है,
मुसीबतों का समंदर,
किसी भी तरह तै करना है,
ना उम्मीद छोड़ेंगे, ना ही मैदान,
खुद से किया वादा, चुका है ऐलान,
ज़िन्दगी की भाग दौड़ में,
ना मुड़ेंगे, ना ही कमजोर होंगे,
खुद से किया वादा, अब हर हाल में निभायेंगे,
लक्ष्य मुश्किल है जरूर,
पर नामुमकिन तो नहीं,
कारवां ये सपनों का,
युं तो एक हकीकत है,
कोई ख्वाब नहीं ।
✍❤ DAVDA KISHAN (अवकाश)

વધુ વાંચો

પ્રેમનો પાસવર્ડ નવલ કથાને આ એપ પર વાંચો

"પ્રેમ નો પાસવર્ડ - 1" by Davda Kishan read free on Matrubharti
https://www.matrubharti.com/book/19877848/prem-no-password-1

नमस्कार दोस्तों,

आज कल सब जगह एक अनोखा ट्रेंड चल रहा है, इस ट्रेंड को क्या नाम दे, यही असमंजस है, आज कल हर कोई अपने आप को महान मानने लगा है, अगर कोई अच्छा काम कर लिया तो दस बार दुनिया को बताएंगे, और अगर किसिके भी साथ झगड़ा हो गया तो अपनी गलती तो मानेंगे नहीं, और तो और सामने वाले का दोष पूरी दुनिया को बताएंगे। लोग अपने आप को भगवान मान रहे हो ऐसी तस्वीर दिखने लगी है, आज कल लोगो का गुमान समाज की तस्वीर को चोट पहोंचा रहा हो ऐसा नजर आ रहा है, 'में ही कर सकता हूं' लोगो की इस सोच और ऐसे गुमान की वजह से ही हम स्व को खतरे में डाल रहे हैं। अपनी कला और कुदरत से मिली हर बक्षिस हमारा स्वाभिमान होना चाहिए, अभिमान नहीं।

में कर सकता हूं, ये आपका आत्म विश्वास है, लेकिन, "में ही कर सकता हूं" यह आपका गुमान और भ्रम है।

✍️ दावड़ा किशन "अवकाश"

વધુ વાંચો

🔹 તો કહેજે✍️

તડકા માં તપ તપતી ધૂળની એ ડમરીઓ જો કશું બોલે તો કહેજે,
ફૂલો પર બેસીને ગુંજતી એ ભમરીઓ જો ઝરા ડોલે તો કહેજે,

ચંદનની સોડમથી ધમધમતું લાકડું જો તને સ્પર્શે તો કહેજે,
આંખોની મસ્તીમાં ડૂબતી એ આંખો જરા હરકત કરે તો કહેજે.


કોયલના કલરવથી શુશોભિત વડલાની ડાળ થોડી ઝૂલે તો કહેજે,
મનડા ના મનગમતા મીઠડાં ને મધુરા સુર આજ સંભળાય તો કહેજે.

આકાશે ટમટમતા ચમકીલા તારલાઓ જો ખરી જાય તો કહેજે,
ઝગમગતી રોશની ને રઢિયાળી રાતડી ની સરખામણી થાય તો કહેજે.

સૂસવાટા મારતી એ વાયરાની લહેરો જો ઘર આંગણે આવે તો કહેજે,
લાલ- ભૂરી શાહી થી ભીંજાતી કલમ મારી જો કાગળ લખે તો કહેજે.

✍️ દાવડા કિશન "અવકાશ"

વધુ વાંચો

લોકો ને મન આ તો કલમના શબ્દો નો મેડ છે.
ના વ્હાલા, અહીંયા તો લાગણીઓ અને અનુભવોનો ખેલ છે.

આજ કુદરત આ રમત કેમ કરી બેસી,
મારી આંખો આજ પ્રેમ કરી બેસી,
સપનાઓમાં જ ધાર્યો તો મે પ્રેમ આવો,
ખબર નહીં કુદરત આવી ભૂલ કેમ કરી બેસી...

✍ દાવડા કિશન "અવકાશ"

વધુ વાંચો

*"ચા..."*

જીવનનું ઘરેણું છે ચા,
જીવવાનું કારણ છે ચા,
ખુશીઓનું તારણ છે ચા,
ટેન્શન નું મારણ છે ચા,
ઊંઘનો પડકાર છે ચા,
અમૃતનો અવતાર છે ચા,
સુસ્તી નાશક દ્વાર છે ચા,
મસ્તીની ભરમાર છે ચા,
તંદુરસતી નો આવકાર છે ચા,
જીવનધર્મ નો ઓમકાર છે ચા,
દરેક જીભ નું ખ્વાબ છે ચા,
અઘરા સવાલ નો જવાબ છે ચા.

*✍? દાવડા કિશન "અવકાશ"*

વધુ વાંચો

મિત્રો ના સંગાથે જીવવાની આશ છે,
એટલે જ તો મિત્રો કંઇક વધારે ખાસ છે,
મિત્રતાની સોડમની અનેરી સુવાસ છે,
મિત્રો પ્રતાપે જ આજે અવકાશ છે.

✍દાવડા કિશન (અવકાશ)

વધુ વાંચો

સમય સૌ નો આવે છે,
કોઈનો મોડો તો કોઈ નો વહેલો આવે છે,
તેને કોઈ વાહન નહિ પણ માણસ પોતે જ લાવે છે,
સમય....

કાલના ગરીબનું વર્તન આજે તવંગર ની માફક ફાવે છે,
ગઈ કાલે ઉગાવેલ છોડ આજ પુષ્પો બની સોડમ લાવે છે,
સમય......

ક્યારેક પંખા વિના સૂતા માણસને હવે એ.સી. જ ફાવે છે,
બધા પર શક કરનાર શકુની પર પણ ક્યારેક આંગળી ઉઠી આવે છે,
સમય......

અન્ન ક્ષેત્ર માં પ્રસાદી લેનાર એ માનવ,
હવે બટુક ભોજન કરાવે છે, સાચ્ચે,
સમય......

સમયનું આગમન તો પરિશ્રમ જ કરાવે છે,
કોઈ નહિ, પણ માણસ પોતે જ લાવે છે,..
સાચ્ચે..
સમય.......


✍DAVDA KISHAN (DK)

વધુ વાંચો

✍ગઝલ?

ખેલ એવો કે મજાની વાત છે,
પ્રેમ ના નામે મળી સોગાત છે.

આ ઘડી પોતે પડેલો એકલો,
ત્યારથી પામ્યા પ્રભૂ સાક્ષાત છે,

જીવથી કેવી અતી વ્હાલી મને,
આજની એવી મજા ની રાત છે.

ફૂલ આ તો ક્યાં પડ્યું છે એકલું ?
હારમાં એની રહેલી નાત છે.

તૂટતાં હૈયે કરી જે માંગણી,
ના ફળી માટે મળી આ માત છે.

✍ દાવડા કિશન.??

વધુ વાંચો