primary teacher

#કાવ્યોત્સવ 2

"બા"

દિવાળી આવીને ચોતરફ પ્રકાશ છલકાય છે

એ દિપકના ઉજાસમાં બાનું મુખ મલકાય છેં.

દિવાળી તો ગઈને અંધકાર દૂર કરતી આવી.

પણ મારી બા વીના મુજ હૈયું ઘભરાય છેં

સૌ બાળ , પોતાની બા સાથે દિવાળી મનાવે.

મુંજ ખાલી હાથે , બાનો હાથ ગોતાય છેં.

દિવાળીએ લીંપેલી, બાની આંગળીઓની છાપ

આ પ્લાસ્ટરની આરપાર, હજી  દેખાય છેં.

ભાવતા પકવાન મુજ થાળી માં પીરસેલા.

બાના હાથે જમેલા ભોજન ક્યાં વિસરાય છેં?

સ્નેહ' છો ફૂટતા દિવાળીના ફટાકડા આંગણે.

મને તો બાના મીઠા વેણની ગૂંજ સંભળાય છેં.

સ્નેહ ' અશ્વિન કે પાટણવાડિયા

વધુ વાંચો

#કાવ્યોત્સ્વ 2.0

પ્યારુ લાગે છે.

વર્ષોના ખ્વાબ આજે સાચા લાગે છે,
મુજ નયનને કોઈ, પ્યારું લાગે છે.

જે કાઈ કલ્પનાઓ હતી મુજ હ્યદયની,
તુજને જોયા બાદ , હકિકત લાગે છે.

શીદને શાહજહાંએ તાજ બનાવ્યો ?
એક તુજ દીદારે , એ સાચો લાગે છે.

પૂછે જે કોઈ મુજને, શું મળ્યું પ્રેમમાં ?
ખારાશમાં મીઠું જળ, ભળ્યું લાગે છે.

ખોબો ધરીને માગતો, રહ્યો સ્નેહ સદાયે,
તામારા સ્મિતે 'સ્નેહ', છલોછલ લાગે છે.

શીદ દરિયો બનીને ઉછળતો રહ્યો હું?
સાગર તટે તારા પગલા, પડ્યા લાગે છે.

જાગે છે દૂનિયા રોજ ભાનુના પ્રકાશે,
સ્નેહ તુજ દિદારે, જાગતો લાગે છે.

પ્રેમનો અનુભવ શું વર્ણવું તુજને?
તુજસંગ આ જિંદગી, જિંદગી લાગે છે.

વધુ વાંચો

#કાવ્યોત્સવ 2.0
વૃક્ષની વેદના

રોય પડ્યા વૃક્ષો,  માનવ નિર્દયતા જોઈને,

મૌન રહિ પૂછી રહ્યા , માનવ તુજ હ્યદયને

આપ્યું અમે સઘળું અમારું, ખુદને ભૂલાવીને

ફળ, ફૂલને મીઠી છાયા , આપ્યા અમે તુજને.

પોતે વેંઠી ટાડ વર્ષા, રવિ તાપે બાળી કાયા.

દૂષિત હવા પામીને, આપી અમે ચોખ્ખી હવા.

રૂડો રૂપાળો દેહ તારો, જે ઈશ્વરે તૂને અર્પીયો.

આપી તને વિશેષ મતિ, ઈશ જાણે ભુલો પડ્યો.

મારી છાંયે બેઠા તમે , એ શીદ તમે ભૂલી ગયા.

શું છે મારો દોષ કહો, કેમ મુજને  કાપી રહ્યા?

વૃક્ષ એજ જીવન છે.એવું બધે વાંચી રહ્યા.

સાક્ષર બની કાપી રહ્યા, નિરક્ષર જ ભલા હતા.

ઊંચી ડોકે શોધી રહ્યો, ભલા માનવ ક્યા ગયા?

મોબઈલની  દોસ્તીએ, શીદ વૃક્ષપ્રેમ ભૂલી ગયા.

વધુ વાંચો

#કાવ્યોત્સવ .2.0
ડુંગરા
વૃક્ષૉથી ડુંગરા શોભતા રે લોલ,
નાના તે આંબાને લીમડા રે લોલ.
ઈ ' થી મોટા રે....તાડ જો..
                       વૃક્ષૉથી ડુંગરા.....
પંખીથી ડુંગરા શોભતા રે લોલ,
નાની- શી કોયલના ટહુકા રે લોલ.
ઈ' થી વધારે ટહુકે મોર જો....
                      વૃક્ષૉથી ડુંગરા.....
પશુંથી  ડુંગરા  હસતાં  રે  લોલ,
નાની ખીસકોલીને સસલા રે લોલ,
ઈ' થી વધારે હરણાં રે જો.
                       વૃક્ષૉથી ડુંગરા.....
માનવીથી વૃક્ષૉ ડરતા રે લોલ,
માનવ વસેને વૃક્ષૉ હટતા રે લોલ.
થઇ જાય રે.....મોટા મેદાન જો.
                        વૃક્ષૉથી ડુંગરા.....
વૃક્ષૉનું મૂલ્ય સૌ જાણીએ રે લોલ.
જેમ દીકરા દીકરીનું મૂલ્ય રે લૉલ.
એવું રે મૂલ્યશાળી વૃક્ષ જો.
                       વૃક્ષૉથી ડુંગરા.....

વધુ વાંચો

# કાવ્યોત્સવ .2.0
મમ્મીનો કીકલો
હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ

મમ્મી કેરા હ્યદયમાં, મળતા ચારોં ધામ.

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ,


માથું જો દુખે મારું, ખૂબ હેતથી ફેરવે હાથ.

પછી આ ટાઈગર ઝંડુનું શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.


ગરમી જો લાગે મને, પાલવ ફેરવે તત્કાલ,

પછી આ કુલર પંખાઓનું શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.


ઠંડી જો લાગે મને તો, હોડમાં લે તત્કાલ.

પછી આ ગરમ સ્વેટર - શાલનું શું કામ ?

હું મમ્મીનો કીકલોને ભયલુ મારું નામ.


"સ્નેહ" કહે, મા સર્વધર્મનું છે એક ધામ.

પછી મંદિર-મસ્જિદ નામે, લડવાથી શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.

વધુ વાંચો

"ભઠ્ઠી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

કાવ્યોત્સવ.2.o

બનાવટી દુનિયા

બનાવટી આ દુનિયામાં ખુદને બનાવવા નીકળ્યો છું.
છાંટીને પરફ્યુમ હું, દુર્ગન્ધને દબાવવા નીકળ્યો છુ.
આજ બોલ નહીં , લખાણ ઉપર છેં ભરોસો.
તેથી પેકીંગ પર 100% શુધ્ધ લખાવવા નીકળ્યો છું
બ્યુટીક્રીમોના આ દોરમાં છેતરાયા કઈક સિતારા,
તેથી હું ચંદ્રમુખીને જોવા, ચોમાસે નીકળ્યો છું.
આ સસ્તાં અને બનાવટી સામે શીદ લડવું.
તેથી આજ મુજ શુધ્ધતાને દફનાવવા નીકળ્યો છૂં
હવે મિત્રો પણ ક્યાં મળે છે ગામની ભાગોળે.
તેથી ફેસબુકમા મિત્રોને ગોતવા નીકળ્યો છું
હવે પ્રત્યક્ષ મળે તો, કોણ કહે છે જય શ્રી કૃષ્ણ?
તેથી વોટસપમા ગુડ મૉર્નિંગ કહેવા નીકળ્યો છું
' સ્નેહે ' માનવ ધર્મ હવે , યાદ રહ્યો છે કોણે ?
તેથી તો હું હિન્દુ-મુસ્લિમ લખાવવા નીકળ્યો છું
આ પૈસા કેરી ભાગદોડમા જીવન જ ક્યાં રહ્યું છે.
તેથી હું છેલ્લા શ્વાસે, જીવન ખરીદવા નીકળ્યો છું

વધુ વાંચો

કાવ્યોત્સવ 2.0

મમ્મી મારે ગુજરાતીમાં ભણવું છે,


મમ્મી મારે ગુજરાતીમાં ભણવું છે,
આ અંગ્રેજીનો બવ ભાર લાગે.
અંગ્રેજી ગોખીને કેમ રે ! ભણવું ?
અંગ્રેજી સમજતા બવ વાર લાગે.
મમ્મી પપ્પાને મામા દાદા બોલવું.
આ મધર ફાધરમાં બવ વાર લાગે.
તારા હાલરડાને ગુજરાતી વાર્તા,
આ જોની જોનીમાં બવ વાર લાગે.
મમ્મી તારી જેવી ગુજરાતી ભાષા.
મને અંગ્રેજી માસીનો બવ ડર લાગે.
શીદ અંગ્રેજી ભણાવી, અંગ્રેજ બનાવેં.
પછી અંગ્રેજ ભગાડતા બવ વાર લાગે.
વગર લાઠીએ અંગ્રેજ ભગાડીયા,
આ અંગ્રેજીને ભગાડતા કેમ વાર લાગે?
મમ્મી મારે ગુજરાતીમાં ભણવું છે,
આ અંગ્રેજીનો બવ ભાર લાગે.

વધુ વાંચો

#કાવ્યોત્સવ 2.0

રંગ બદલતી મોસમ

રંગબદલતી મોસમને બીજી આ દુનિયા.
શિયાળે કડકડતી ઠંડીને, સળગતી હોય ચુલીયા.
હવે તો હાથે મોજાને મ્હોઢે સ્કાપ,
દેખાય ડાકુ રાણીયા.
રંગબદલતી મોસમને બીજી આ દુનિયા.
ઉનાળે બળબળતો તડકોને, વૃક્ષની હોય છાયા.
હવે તો મિની સ્કર્ટને મિની શર્ટ ,
દેખાય પૂરી કાયા.
રંગબદલતી મોસમને બીજી આ દુનિયા.
ચોમાસે ઝરમરતો વરસાદને છત્રી હોય હાથમાં,
હવે તો રૈનકોટ પહેરી કપલ ભીંજાય,
ફરતા હોય બાગમાં,
રંગબદલતી મોસમને બીજી આ દુનિયા.
' સ્નેહ ' કહે પોતની સંસ્કૃતિની છે બોલ બાલા,
તો શીદ લગાવીએ વિદેશી સંસ્કૃતિની માયા
રંગબદલતી મોસમને બીજી આ દુનિયા.

વધુ વાંચો

કાવ્યોત્સવ 2.0

સરસ્વતી વંદના

નમો સરસ્વતી દેવી,
નમું બે હાથ જોડી .
હું ધ્યાન ધરું જ્યારે,
મુખડું તમારું આવે.
તમારું રૂપ જોઈને ,
કમળ ખીલે જળમાંહી.
જોવું હંસનું ટોળું ,
ચરણ આપણા તે ચૂમે.
ટહુક્યા ક્યાં મોરલીય?
વીણા આપણી સૂણીને.
માગું બે હાથ જોડી,
વિદ્યા આપો 'સ્નેહ' માંહી.

વધુ વાંચો