Hey, I am on Matrubharti!

માતા નો પુકાર

માતા તમને પુકારે છે, "આવો ; સ્વપ્નો થી ભરેલું ભારત બનાવો


જેમાં ખુશાલ હર રંગ, હર જાતના માનવ ફૂલ ઊગે એવું એને બનાવો.


"સોનાની ચીડિયા" ને પાછા પંખ આપીયે, સોનેરી એને બનાવો


હર ઈંટ હર સ્તંભ પ્રેમ ભાવથી ચણાઓ


મંદિર, મસ્જિદ, અગિયારીમાં સદભાવના જગાડો


હર સ્ત્રી, હર બાળા ને અંતર ના ઊંડાણ થી માન આપો; 


રાધા હોય કે રાબિયા, એને નારી સન્માન આપો.


વિવેકી બનો અને હર બાળક ને વિવેકી બનાવો.


સ્વપ્નો સાકાર થાય એવું મહાન ભારત, ફરી એક વાર બનાવો."


ભારત માતા ના આશીર્વાદ મેળવો


Armin Dutia Motashaw

વધુ વાંચો

મન ચાહ્યો વર

બિચારી મીરાં ને ક્યાં મળ્યો એનો મન ચહ્યો વર


આમ કંઈ મળતા હશે આપણને ગિરિધર !


મીરાં ને તો કાયમ સતાવતો હતો રાણાજીનો ડર;


તો પણ એ ભજન ગાતી હતી ગલી ગલી, ઘર ઘર;


ભાન ન રહેતું એને જગ્યા નું, ન ખયાલ હતો પ્રહર (નો)


બસ પામવા માંગતી હતી એ ગિરિધરને, માનતી હતી એને જ વર


મીરાં ને પામવો હતો ગિરિધર, જે હતો એનો મન ચાહ્યો વર.


Armin Dutia Motashaw

વધુ વાંચો

ઓ વાહલાઓ,

પ્રેમથી ભરેલી બંદગી, અને ભાવનાભર્યા વંદન અમારા;
ફળ ફુલ, સુખડ લોબાન, સ્વીકારજો તરફથી અમારા.
ભલે પધારો, વડવાઓ અને વહલાઓ મારા,
અમને અંતકરણના આશિષ આપવા તમારા.

કોમ છે સંકટમાં આજે, એ તમારી જાણબહાર નથી.
ઉપાય કોઈ સારો સુઝડો, અમને ઓ મહારથી.
કોમમાં આપ્રી બંધાઈ ગઈ છે જાત તરેહ ની હાનિકારક ગ્રંથિ.
કરવું શું, ગૂંચવાઈ રહ્યો છે, કોમ નો સીધો સાદો પંથી.

આવો વાહ્લાઓ, કરો અમારો સાચો માર્ગદર્શન.
થાકી ગયા છે હમદીનો, જોઈ ખોટા પ્રદશન.
પર્કોમ માં લગ્નઃ, બુઢ્ઢા થઈ પરણવું, કરે છે ઉભા ઘર્ષણ.
ક્યારે મનાવિશું અમે, કોમની પ્રગતિ અને ખુશાલી નું જશન ?

Armin Dutia Motashaw

વધુ વાંચો

નવરોઝ મુબારક

 સબક્તા પગલે, નાવરોઝ આવ્યો , સાથે ખુશાલી લાવ્યો.


મારી આ ખુશાલી જતાવવા રચું હું, સુંદર નવા કાવ્યો.


પારસીઓ નો સુર્ય, ખોર્શેદ ય ઝ દ ફરી એકવાર ચમકતો ઊગે


ફરી ઓ ખુદા તું અમને રાહ દેખાડ; આં મારી અરજ તુને પુગે.


અમારી જનસંખ્યા ફૂલે ફળે, વરૃદ્ધી થાય આખા સમાજની.


ઈચ્છું છું હું,  કરે તું કબુલ મારા ખરા દિલ થી માંગેલી દુઆ આજની .


બધાં સંપીને રહે, કોમની ખૂબ પ્રગતિ થાય, અનેક મીઠા બળુદાઓ બક્ષજે અમને .


આં કલ્પના મારી, કોમળ અને સુંદર છે, કબૂલ જરૂર કરજે તું એને.


આં નવું વર્ષ, ય ઝ ૧૩૮૯ હર એક રીતે મુબારક થાય આપણને.


Armin Dutia Motashaw

વધુ વાંચો

ઓ વક્ષુર એ વક્ષુરાન હર એક રીતે મુબારક હોજો તમને આં સાલ


તમને તો ખબરજ છે,  અમારા આજના દર્દનાક હાલ.


અહરેમાને બિછાવી છે દુનિયા પર એક મજબૂત જાલ.


ફસી રહ્યા છે ઘણા લોકો; બહુ ભયાનક છે એની આં ચાલ.


તું તો છે આં સમર્ગ જગ નો તારણહાર, સદાકાળ (થી)


ચર્ચા તારી, છાઇ છે ચહું દિશામાં, સાલો સાલ (થી)


તો હવે રાહબર મારા, રાહ દેખાડવા જલ્દીથી આવ; થોડો વખત ફાળ


ફરી એક વાર પ્રાથના કરું છું, મુબારક હોજો તમને આં સાલ.


Armin Dutia Motashaw

વધુ વાંચો

પ્રેરણા

અંતર મન જગાડ, ઓ અહુરા મારું, અંતર મન જગાડ

જ્યારે જ્યારે ખતરો આવવાનો હોય ત્યારે તું એક ઘંટડી વાગડ.

પ્રેરણા આપજે, બની ને રહેજે પ્રેરણાસ્ત્રોત મારો

માનું છું ઓ મઝદા , ખૂબ ખૂબ આભાર તારો.

આવે જો અહરેમાન આજુબાજુ તો એને ભગાડજે.

અંતર આત્મા મારો ઝંઝોળી ને બી જગાડજે.

Armin Dutia Motashaw

વધુ વાંચો

જ્યાં વરસ્યો ત્યાં બેફામ બની ખૂબ વરસ્યો

કોઈ કોઈ જગયાએ ખોટો ખોટો ગરજ્યો

બાકી જગ્યાએ બિચારો માનવ બુંદ બુંદ માટે તરસાયો

Armin Dutia Motashaw

વધુ વાંચો

કવિ હૃદય

કલ્પનાઓ નો જીવતો જાગતો નમૂનો એટલે કવિ હૃદય


તરંગો માં, સંવેદનશીલ એનું હૃદય, સર્વદા મારતું હોય ગોટા


પરાયું સુખ જોઈ એ ઝૂમી ઉઠે

પરાયા દુઃખમાં થાય એ બહુ દુઃખી


એનું હૃદય છે કોમળ અને સંવેદનશીલ , બિલકુલ મીન જેવું.


કુદરત ના રંગોમાં એ ઢળી જાય, મૌસમમાં એ  ખોવાઈ જાય


નદી ની જેમ એની કલમ વહે, સાગર જેમ તરંગો ઉછળે


ઝીલ ની જેમ એ શાંત થાય ; તો કદી ઊંચા પહાડો પર ઉડે.


પ્રીતમ ની પ્રીત માં એ ડૂબી જાય, લોહીમાં કલમ ડુબાડી રચનાઓ રચે


કવિ હ્રદય નું શું કેહવુ, સૂર્યાસ્ત વેળા એ સાગર માં સમાય


તો પૂનમનો ચાંદ જોઈ એ ખીલી ઉઠે, એની કલ્પનાઓ ની જેમ


Armin Dutia Motashaw

વધુ વાંચો

તારી રચના

ઓ પર્વર્દેગાર, આં માનવજાત બનાવી શું પસ્તાયો તું ?

એ કરે છે તારી ધરાનું સત્યાનાશ, આં જોઈ શું પસ્તાયો તું ??

તારા રચેલા પશુ પંખીઓ સાથે ચેડાં કરે છે; આં જોઈ શું પસ્તાયો તું ???

બેફામ થઈ ઝાડો કાપ્યો જાય છે; આં જોઈ..... ?

તારા પંખીઓ, વાનરો થાય છે બેઘર: આં જોઈ.... ??

પ્રાણ વાયુ ઝાડ વિના કમ થાય છે; આં જોઈ.... ???

વરસાદ પાણી વિના ખેડૂતો આત્મહત્યા કરે છે; આં જોઈ.... ?

માનવ નું મન તો પળ પળ બદલાય છે; આં જોઈ... ??

તારી સર્વ શ્રેષ્ઠ રચના ને રચી; શું પસ્તાયો તું ???

Armin Dutia Motashaw

વધુ વાંચો

જગન્નાથ

આપજે ઓ ખુદા મને સદબુદ્ધિ અને શક્તિ


કે કરી શકું હું, તન મન ધન થી તારી ભક્તિ.


આમ તો માંગે હર કોઈ સ્વર્ગ અને  મુક્તિ;


પણ હું તો ચાહું બનાવવા ભજન/ મોનાજાત અને ગીત


શ્રદ્ધા પૂર્વક ગાઉં એ મીઠા મધુરા ગીત; અને જતાવું મારી પ્રીત


તારી આંખોથી નીતરે પ્રેમ અશ્રુ, જ્યારે સાંભળે તું આં સંગીત.


સ્વિકારજે તું મારા આં પ્રેમભર્યા ગીત/ મોનાજાત


છોડતો ન કદી મારો સાથ, પકડી રાખજે આં હાથ.


મારે માટે બની રેહજે તું એક પ્રેમાળ પિતા; ભલે હોય તું જગત નો નાથ.


Armin Dutia Motashaw

વધુ વાંચો